Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 631
________________ તક્ષશિલા : ૫૫૬ : ( જૈન તી ને આવી જ રીતે સુપ્રસિદ્ધ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે. વિક્રમ પ્રથમ શતાબ્દીમાં થએલા અને શ્રી શત્રુંજય તીર્થના ઉધારક અને ભાવડશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી બાષભદેવ પ્રભુજીનું સુંદર વિશાલ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા (જુઓ શ્રી શત્રુંજય મહાસ્ય સર્ગ ૧૪) લંબાણના ભયથી તે ગાથાઓ અહીં નથી આપી. ઉચ્ચાનાગરી શાખા પણ તક્ષશિલાના એક પરા– પાડા-ઉચાનાગરથી જ નીકળા છે. તેમના સમયમાં તક્ષશિલામાં પાંચસો જિનચેય હતાં અને ત્યાં મોટી સંખ્યામાં જૈને રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને રોગ ફાટી નીકળે. ત્યાંના શ્રી સંઘે દેવીના કહેવાથી તે સમયે ન ડોલમાં બિરાજમાન શ્રી માનદેવસૂરિ પાસે વીરચા નામના શ્રાવકને તક્ષશિલામાં પધારવા વિનંતી કરવા મોકલ્યા. સંરજીએ તક્ષશિલા ન જતાં રોગની શાંતિ માટે 'લઘુશાંતિસ્નાત્ર’ બનાવીને આપ્યું અને એ તેત્રના જાપથી મંત્રેલા જળના છટકાવથી ઉપદ્રવની શાતિ થવાનું કહ્યું. શ્રાવકે તક્ષશિલામાં જઈ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શતિ થઈ ગઈ. દેવીએ તે શ્રાવકને કહ્યું હતું કે-ત્રણ વર્ષ બાદ તક્ષશિલાનો ભંગ થવાને છે તેવા ઘણુ ખરા શ્રાવ જિનમૂતિઓ વગેરે લઈને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયો અને તેમાં ઘણું જિનમંદિરે નાશ પામ્યાં, કેટલીક જિન મૂર્તિઓ પણ દટાઈ ગઈ. શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂતિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કલ્પના કે અનુમાન નથી, તક્ષશિલાના ખોદકામ દરમ્યાન સમ્રાટું સંપતિએ બનાવરાવેલ કુણાલતૂપ તથા જેન મૂતઓ નીકળી છે, તક્ષશિલા જેનેનું તીર્થક્ષેત્ર હતું. પરદેશીઓના વારંવાર હુમલાથી તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. બાદ ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂપ તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બોધેના હાથમાં ગયું. બૌધ્ધો પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. આજે પણ એ તક્ષશિલા પુરાતત્વપ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે. તક્ષશિલા કયાં આવ્યું? પંજાબના સુપ્રસિદ્ધ શહેર રાવળપિંડીથી મૈત્રાય કેણમાં વીશ માઈલના અંતરે અને સરાઈ કલાથી પૂર્વ અને ઇશાન કોણમાં આ તક્ષશિલા નગરના પુરાતન ખંડેરે અદ્યાપિપયત વિદ્યમાન છે જે આશ્ચર્યકારક ર તે સુંદર ખીણમાં આવેલ છે. ખીણની આજુબાજુ ફરતી હેરે નામની નદી તેના નાના નાના પ્રવાહોમાં વહે છે. તેની ઉત્તર દિશાએ નાની નાની ટેકરીઓની હારમાળા તેની સુંદરતામાં વધારો કરે છે. પૂર્વ દિશા એમરી અને હઝારા નામના સફેદ બરફના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652