Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 636
________________ ઈતિહાસ ] દ્વારિકા આજથી ત્રણ સો વર્ષ પહેલાં વિદ્વાન જૈન સાધુ યાત્રી પોતાની તીર્થમાલામાં જેનપુર માટે આ પ્રમાણે લખે છે. છે અનકમે જઉણપુરી આવીયા, જિનપૂજા ભાવના ભાવીય દઈ દે રે પ્રતિમા વિખ્યાત, પુછ ભાવઈ એક સાત. તીર્થમાલા, પૃ. ૩૧ આ જઉણપુર એ જ આજનું જોનપુર છે. ગ્રંથકારના સમયમાં ૧૦૭ જિનમૂર્તિઓ વિલમાન હતી. દ્વારિકા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજીનું દીક્ષા કલ્યાણક દ્વારિકાના ઉદ્યાનમાં રેવઘાનમાં થયું હતું. શ્રી કૃષ્ણજી પણ નેમિનાથ ભગવાનના પરમભક્ત હતા. પ્રભુના ઉપદેશથી પરમહંતપાસક બન્યા હતા. દ્વારિકામાં અનેક ગગનચુખી ભવ્ય જૈન મંદિરો હતાં. ત્યાર પછી તે ઘણાયે ફેરફાર થયા. દેલે ઐતિહાસિક પ્રમાણને ઉલેખ મળે છે કે-ગુપ્તવંશીય રાજાના સમયમાં દ્વારિકામાં સુંદર વિશાલ જેને મંદિર બન્યું હતું. અને મહાન મંદિર એક તીર્થરૂપ ગણતું. લગભગ પાંચસોથી વધુ વર્ષ એ મહાન તીર્થરૂપ રહ્યું છે, પરંતુ સુપ્રસિધ્ધ શંકરાચાર્યજીએ વિજયની ધૂનમાં દ્વારિકામાં સ્વમતનો પ્રચાર કર્યા પછી ત્યાંના રાજાને પણ પિતાને ઉપાસક બનાવે અને જૈન મંદિરમાં રહેલી જિનવરેદ્રદેવની મૂર્તિને ઉથાપી મહાદેવજીની પિંડી સ્થાપી ત્યાંના ચુસ્ત જૈન ધર્મી ઓ કરિકા છોડી ચાલ્યા ગયા અને બાકીના એએ સ્વધર્મને ત્યાગ કરી વન બચાવ્યું. બસ, ત્યાર પછી દ્વારકા જૈન તીર્થ મટયું. પછી વલભાચાર્યજીના સમયમાં એમાં રણછોડરાયજીની શ્રીકૃષ્ણની રાધા વગેરેની મૂતિઓ સ્થપાઈ. વોટસન સાહેબે કાઠિયાવાડ ગેઝેટીયરમાં દ્વારિકાના મંદિર સંબંધે સાફ લખ્યું છે કે-વિમલવસહી (આબુનું જગપ્રસિદ્ધ જૈન દેવાલય) વગેરેની પેઠે આ સ્થાન પણ જૈનેનું છે. પાસે જ વસઈ ગામ હતું. આ મંદિરની રચના જેન મંદિરને મલતી છે. ગુપ્તકાલીન શિલ્પને સુંદર નમૂને છે. પહેલાં આ જૈન મંદિર હતું વગેરે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર પણ સાફ સાફ કહે છે કે “ આ જગત દેવાલય (દ્વારિકાનું પ્રસિદ્ધ મંદિર ) ક્યા વર્ષમાં કોણે બનાવ્યું તેને કશો આધાર ઇતિહાસ કે પુરાણમાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે-આ મંદિર વજનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈનીકે કરાયું છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652