Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 634
________________ ઈતિહાસ ] : ૫૫૯. બદ્રી પાર્શ્વનાથ૭–ાગરિ મોકલાવ્યાં હતાં. અત્યારે આ પ્રભાવિક પ્રતિમાજી ખાનકાડાગરામાં છે. જમ્મુ અને કાશમીરમાં પણ જૈન મંદિર છે. ઉલ્લેખ મળે છે કે ઉ. ભાનુચંદ્રજી અને સિલિચંદજી વગેરે સમ્રાટ અકબર સાથે અહીં આવ્યા હતા અને શજયના કની માફી અહીં જ કરાવી હતી. વિશેષ માટે જુઓ પંજાબનાં જૈન તીર્થો. બદ્રી પાર્શ્વનાથજી. હિમાલયની નીચે ગંગાના કિનારે આવેલું અજેનોનું પ્રસિદ્ધ બદ્રીતીર્થ પ્રાચીન જૈન તીર્થ છે. આ સ્થાન પાર્શ્વનાથ પ્રભુના તીર્થરૂપે પ્રસિદ્ધ છે. શંકરાચાર્યજીના * યુગમાં આ તીર્થ જૈન તીર્થ મટી અજૈન તીર્થ થયું છે. અહીંની મૂર્તિ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાલમાં થયેલા લંકેશ રાવણને ત્યાંથી અહીં આવેલી છે. વિશેષમાં આ પ્રદેશની અગીયાર વ૨ યાત્રા કરીને આવેલા એક બ્રાહ્મણ વિકાને કહેલું કે “એક મહાને એવીશ જિનવરેન્દ્રની પ્રતિમાનાં દર્શન થયાં અને તે અનુસાર શોધ કરતાં સ્વપ્નસૂચિત પ્રદેશમાંથી એક પરિકરવાની પ્રતિમા મળી આવી. તેજ પ્રતિમા બદ્રિ મંદિરમાં સ્થાપિત વિદ્યમાન છે, મૂર્તિ ધ્યાનસ્થ અને બેહાથવાળી છે, મૂતિનું આ અસલી સ્વરૂપ છે. પરંતુ અજેનેના હાથમાં ગયા પછી તેના ચાર હાથ વગેરે નેકલો થયેલ છે. છતાંયે મંદિરના મૂળ ગભારામાં પૂજારી સિવાય કેઈને જવા નથી દેતા, ખાસ જેનેને તે અંદર ગબારામાં જવાની તદ્દન મનાઈ છે. મંદિર જૈન તીથી બનેલું છે. મંદિર આગળને દરવાજે જન શૈલીથી બનેલ છે, અંદર ક્રમશઃ ગભારે, ચેરી, ગૂઢ મંડપ અને રંગમંડપ બનેલા છે. ગુંબજ જૈન શૈલીને જ છે, મૂલ પ્રતિમાજી રા ફૂટ ઉચા અને પરિકર વિનાના છે. પબાસણ છે, ઉપર છત્ર ધરાય છે, કેસરથી પૂજા થાય છે, પૂજારી પરિકરના ખાડામાં રંગબેરંગી કપડાં ભરાવી મૂર્તિની શોભા વધારે છે. હષીકેશનું ભરત મંદિર પણ વચમાં બૌધ મંદિર પે જાહેર થયું હતું અને આજે વૈષણવ તીર્થરૂપે પ્રસિદ્ધ છે પરંતુ અસલમાં જૈન તીર્થ જ હતું. આજે મંદિરની સામે વડની નીચે આદિનાથ અને પાર્શ્વનાથજી વગેરેની અંકિત તિઓ વિદ્યમાન છે. બદ્રીથી ૧૫ માઈલ કેદારમાં કેદાર પાર્શ્વનાથજીનું મંદિર હતું. ખાજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે જેની ઉપર અનેઈ અને હારની આકૃતિ છે. માનસ સરોવરનું મંદિર પણ બૌધ્ધ મંદિર તરીકે ઓળખાય છે, પરંતુ સંભવ છે કે તે પણ જૈન મંદિર જ હેય. ઉદયગિરિ કલકત્તા-મિદનાપુરથી બેજવાડા-મદ્રાસ જતી B. S. Ray માં ભુવનેશ્વર સ્ટેશન છે. ત્યાંથી ૪ માઇલ દાક્ષામાં ઉલ્યગિરિ અને ખનિજ પહાલે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652