Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 632
________________ - - ઇતિહાસ ] : પપ૭ : વીતમયપતન પર્વતે ચળકતા દેખાય છે તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મરગલા અને બીજી નાની ડુંગરીઓ દેખાઈ આવે છે. તક્ષશિલાની પૂર્વ અને ઈશાન દિશાના વિભાગમાં તેમજ મૈત્રાય અને પશ્ચિમ તરફના ભાગમાં ડુંગરીઓની હાર આવેલા છે, જેમાંના પશ્ચિમ તરફના ભાગને હથી આળ કહેવામાં આવે છે. ડુંગરીઓનાં ઉત્તર તરફના વિભાગમાં હરે નદી નીકળેલી છે તેમજ દક્ષિણ તરફના વિભાગમાં ઘણાં ઊંડા ખાડાઓ અને પત્થરની નાની ટેકરીઓ આવેલ છે જેમાં પ્રાચીન સમયના રતૂપ અને મઠ(વિહાર)ના અવશેષો મળી આવેલ છે. વર્તમાન રિથતિ રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે બાર માઈલના અંતર પર આવેલ શહારી નજીક તક્ષશિલા હતું એમ જનરલ કનિંગહામ જણાવે છે, અહીં મેટી મૂતિઓ, હજારો સિક્કાઓ, ઓછામાં ઓછાં પંચાવન સ્તૂપ, અઠાવીશ મઠો અને નવ મંદિરે જડ્યાં છે તે ઉપરાંત તક્ષશિલાનું નામ ધરાવતું એક તામ્રપત્ર અને ખરેષ્ટિ લિપિમાં કેતરાએલ vase (પાત્રવિશેષો મળી આવેલ છે. આના ઉપરનો ભાગ તક્ષશિલામાં તૈયાર થએલે હતો ( C. A. R. S. 11) આના ખંડેરો કેટલાક માઈલે સુધી લબાએલ છે જે હસન અબડલ સુધી જેવામાં આવી શકે છે હસન અબડલ એ પંજાબમાં અટક જિલ્લામાં આવેલા છે. આ ખંડેરો થોડા સમય પર ખોદવામાં આવ્યા હતા. વીતભયપત્તન (ભેરા) વીતભયપત્તન નગર જૈન આગમ પ્રસિદ્ધ પ્રાચીન નગર છે. આ નગરીમાં અન્તિમ રાજષિ મહારાજા ઉદાયન, પ્રભાવતી રાણી, વિન્માલી દેવકૃત અને કપિલકેવલી પ્રતિષ્ઠિત ભગવાન શ્રી મહાવીરદેવની પ્રતિમા હતી, જેમની ત્રિકાલ પૂજ, દર્શન આદિ રાજા અને રાણી નિરંતર કરતાં હતાં. આજે આ જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ વીતભયપત્તન નગર પંજાબમાં જેહુમલ નદીના કિનારા પર દટાઈ ગયેલા નાના પહાડરૂપે નજર પડે છે. મોટા મોટા મકાનના ખંડિયેરે નજરે પડે છે અને વરસાદની ઋતુમાં જમીનમાંથી સિકકાઓ અને બીજી અનેક પ્રાચીન વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. આ નગરીના ઉદાયન રાજાએ તેમની રાણી પ્રભાવતી કે જે દેવ થઈ હતી તેના ઉપદેશથી પ્રતિબધ પામી શ્રાવકના બાર વ્રત અને ત્યાર પછી દીક્ષા લીધી, પરંતુ દીક્ષા લીધા પછી કઠોર તપશ્ચર્યા અને પરિષહને શરીર સહન ન કરી શકર્યું અને • વિભાલી દવે એ મૂર્તિ બાવી નિલવિલી પાસે પ્રતિષ્ઠા કરાવી વીતમયપત્તને મોકલી હતી. આ મૂર્તિનું પાછળથી ચડઘોતે દાસી સહિત અપહરણ કર્યું હતું. આ ભૂલ મતિ તો અવનિત જ રહી હતી અને નવીન મૂર્તિ તેણે વીતમયપત્તનમાં મૂકી હતો તેની પ્રતિષ્ઠા પણ કપલકેવલીએ કરી હતી. મૂર્તિ રાજા કુમારપાલ કઢાવશે એ ઉલ્લેખ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર દશમા પર્વમાં છે. આજે તે બન્ને મૂતિઓને પત્તો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652