________________
આભૂ-અચલગઢ : ૨૪ :
[ જૈન તીર્થોને તેલભ, કદ વિગેરે કંદનો જાતિઓ તે તે કાર્યને સિદ્ધ કરનારી પગલે પગલે જવાય છે. (૩૧) આ પર્વતના આશ્ચર્ય કરાવનારા કુડો, ધાતુઓની ખાણે અને અમૃત જેવા પાણીવાળાં ઝરણાઓથી યુક્ત સુંદર પ્રદેશ છે. (૩ર) અહીં ઊંચેથી પક્ષીએને અવાજ થતાં કંકુચિત કુંડથી પાણીને પ્રવાહ ખળખળ અવાજ કરતો ઉત્પન્ન થાય છે. (૩૩) અહીં શ્રીમાતા, અચલેશ્વર, વસિષ્ઠાશ્રમ અને મંદાકિની વગેરે લૌકિક તીર્થો પણ છે. (૩૪) આ મોટા પર્વતના અગ્રેસર પરમાર રાજાઓ હતા અને લક્ષ્મીના ભંડાર સમાન ચંદ્રાવતીપુરી તેઓની રાજધાની હતી. (૩૫) નિર્મળ બુદ્ધિવાળા દંડનાયક વિમળશાહે અહીં પિત્તલની પ્રતિમાવાળું ઝાષભદેવનું મંદિર બનાવ્યું. (૩૬) માતા અંબાની આરાધના કરી, પુત્રસંપત્તિની ઈચ્છા વિનાના તેણે (વિમળશાહે) ચંપક વૃક્ષની પાસે તીર્થસ્થાપનાની અભ્યર્થના કરીને, પુ૫માળાઓના હારવડે સુંદર અને બળદ જેવા મુખવાળા ગેમુખ(યક્ષ)ને જોઈને ત્યાં શ્રીમાતાના મંદિર પાસેની ભૂમિ દંડનાયકે લીધી.(૩૭-૩૮) ધાંધુક રાજાની ઉપર ક્રોધિત થયેલા ગુર્જરેશ્વર (ભીમદેવને ભકિતથી પ્રસાદિત કરી અને તેના વચનથી
* આ વિમળશાહ ગુજરાતમાં અણહિલપુર પાટણની ગાદીએ થયેલા ચૌલુક્ય ભીમદેવના મંત્રી હતા. વિમળશાહના પૂર્વજો મારવાડના હતા. આજે ભિન્નમાલના નામે ઓળખાતા શ્રીમાળ નગરમાં નીના નામને કેટયાધીશ રહેતો હતો. લક્ષ્મી ઓછી થતાં તે ગુજરાતના ગાંભુ ગામમાં આવી રહેવા લાગ્યો. ત્યાં તેમનો ઉદય થયો. આ નીના શેઠે પાટણમાં વિદ્યાધર ગચ્છ માટે શ્રી ઋષભદેવજીનું મંદિર બંધાવ્યું હતું. તેમને લહર લહધર) નામને શૂરવીર અને બુદ્ધિશાળી પુત્ર થયો. વનરાજે લહરનાં શૌર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળી તેને પોતાને સેનાપતિ બનાવ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ તેને સંડસ્થલ ગામ ભેટ આપ્યું હતું. તેનો પુત્ર વીર મહત્તમ મૂળરાજને મંત્રી બન્યા. આ વીર મહત્તમને નેટ અને વિમલ એમ બે પુત્રો થયા. રાજખટપટ અને સંસારને પ્રપંચજાળ સમજતાં વીર મહત્તમે દીક્ષા લીધી હતી તેથી ભીમદેવ રાજાએ તે વખતમાં વંશપરંપરાથી મળતા મહામંત્રીપદે નેટને અને સેનાપતિપદે વિમલને નિયુકત કર્યો હતે. પાછળથી તે મંત્રીપદે નિયુકત થયો હતો. આ વિમળ અપુત્ર મરણ પામે એવા પ્રબન્ધકારનો ઉલ્લેખે મળે છે પણ વિમળવસહીમાંના અંબાજીની મૂર્તિ પર સં. ૧૩૯૪ના લેખમાં મહું વિનછાલશે એટલે વિમલના વંશજ અભયસિંહના પુત્ર જગસિંહ, લખમસિંહ અને કુરસીંહ થયા, તથા જગસિંહને પુત્ર ભાણું થયું. તે સર્વેએ અંબાજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપન કરી એમ લેખ મળે છે. છતાં વિમલ પછીની વંશાવળી મળતી ન હોવાથી તેમ પણ બનવા સંભવ છે.
ઘવાયા હૈ નિશિ ઇનાવ સમરિશ થતા જિwાણિT. પાઘ પણ સુથર સુપરિમકુંત્તિનપાવલંબઇઃ ગીરવાનપ્રિયनृपादयतीतेऽष्टादशीति बाते शरद सहने । श्रीआदिदेवं शिखरेऽबुदस्य નિશિd wોલિવર કરે (૨૦૦૮) - વિમલવસતિની પ્રશસ્તિ . ૧૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com