________________
રત્નપુરી
: ૫૦૪ :
[ જૈન તીર્થોને વિવિધ તીર્થકલ્પકારે અધ્યાથી બાર જોજન દૂર અષ્ટાપદ ગિરિરાજ લખેલ છે, તે અયોધ્યા ભૂલ સ્થાનથી દૂર થઈ છે. અત્યાગ્ની અયોધ્યા એ મૂલ અયોધ્યા નથી આ વાતની સાક્ષી વિજયસાગરજી પણ આપે છે.
પંચ તીર્થંકર જનમીઓ મૂલ અયોધ્યા દૂરી જાણી થિતિ થાપી ઇહાં ઈમ બલઈ બહુ સૂરી.” મ. ૬.
(વિજયસાગરજી સમેતશિખર તીર્થમાલા ) અયોધ્યાથી ચાર માઈલ દૂર હૈજાબાદ છે. અહીં એક નાનું સુંદર છે. ન મંદિર છે જે બાબુ મેતીચંદજી નખતે બંધાવ્યું છે. અહીં ધર્મશાળા વે. તાંબરી છે, વ્યવસ્થા સુધારની ઘણી જ જરૂર છે. અહીં એક મ્યુઝીયમ છે જે ખાસ જોવા જેવું છે. અહીંથી ૬૮ માઈલ દૂર ઉત્તરે શ્રાવસ્તી નગરી છે જેને અત્યારે Sampat સેટમેટ કિલા તરીકે બધા ઓળખે છે. આ પ્રાચીન શ્રાવસ્તી નગરો છે ત્યાં પ્રાચીન જિનમંદિર હતું. અત્યારે ખાત્રી છે. ત્યાંથી મૂર્તિ ઉઠાવી જા બાદના મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. મૂતિ પરિકર સહિત છે. આ સિવાય બીજી પણ જૈન મૂર્તિઓ છે. ખાસ દર્શનીય છે.
રત્નપુરી આ નગરી અથાથી ૧૪ માઈલ દૂર છે, ટેશન સોહાવલથી જવાય છે. ધર્મનાથ૪ પ્રભુનાં ચાર કલ્યાણક થયાં છે. રથાન પ્રાચીન અને સુંદર છે, ગામની બહાર એકાત સ્થાનમાં વિશાળ ધર્મશાળા છે, અને અંદર ( ધર્મશાળા અને મંદિરના દરવાજે એક છે. ધર્મશાળાના દરવાજામાં થઈને મદિરના દરવાજામાં ભવાય છે) મદિર છે. ધર્મશાળામાં કેટલાક ભાગ જીર્ણ થઈ ગયેલ છે, મંદિરના કમ્પાઉન્ડમાં પિસતાં સામે જ સમવસરણ મંદિર આવે છે, તેમાં ધર્મનાથ પ્રભુના કેવળ કલ્યાણકની પાદુકા છે. સમવસરણ મંદિરના ચારે ભાગ ખુલ્લા જ હતા પરતુ એક ભાગ બધ કરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. તેની સામે એક જિનમંદિર છે. આઠ પ્રાચીન ભવ્ય મૂતિઓ છે. મૂળનાયકજી પ્રાચીન ભવ્ય અને ચમત્કારી છે. હમણાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નવા રૂપમાં જ મંદિર તૈયાર કરાવી ગયે વર્ષે જ પ્રતિષ્ઠા કરાવેલ છે. મંદિરની આજુ. બજુ ચારે ખૂણામાં ચાર દેરીઓ છે. બધામાં પાદુકા છે. એકમાં ગણધર મહાજની પાદુકા છે, અને બાકીની ત્રણમાં ધર્મનાથ પ્રભુના કલ્યાણકની પાદુકા છે,
*ધર્મનાથજી આપનું જન્મસ્થાન રતનપુરી. પિતા નામ ભાનુરાજા, માતાનું નામ સુવ્રતારાણી હતું. રાજારાણીને પૂર્વે ધર્મ ઉપર અપ રાગ હતો. ભગવાનના ગર્ભમાં આ પછી બંનેને ધર્મ ઉપર અત્યંત રામ થયો, ગર્ભને આ મહિમા જાણ પુત્રનું નામ ધર્મનાથ રાખ્યું. તેમનું ૪૫ ધનુષ્ય પ્રમાણ શરીર, દસ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વજનું લાંછન જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com