________________
ઈતિહાસ ] : ૫૦૫ :
રતનપુરી મંદિર અને ધર્મશાળા અને શ્રી વેતામ્બર સંઘના જ છે, તેની વ્યવસ્થા બે વેતામ્બર જન શ્રીમંત કરે છે. નવા મંદિરની વ્યવસ્થા લખનૌવાળા કરે છે, અને સમવસરણ મદિર, દેરીઓ અને ધર્મશાળાની વ્યવસ્થા મિજપુરવાસી શ્વેતામ્બર શ્રીમાન મીશ્રીલાલજી રેદાની કરે છે. તેમના તરફથી પૂજારી મુનિમી પણ કરે છે. અહીં વેટ દિગં, ઝઘડા નથી, બધાય અલગ જ છે. ગામમાં બે દેરીઓ છે, જેમાં પાદુકા છે. ત્યાં ૦ દિ. બધાય દર્શન કરવા જાય છે. અહી દિગમ્બરનું ખાસ રસ્થાન કંઈ નથી એમ કહીએ તો ચાલે. તેમના યાત્રા ઓછા આવે છે અને આવનારને ઉતરવાનું સ્થાન નથી મળતું. ૩. ધર્મશાળા છે તેમાં અરજી કરી રજા લેવી પડે છે, એટલે ગામની જે દેરીઓ છે, તેમાં દર્શન કરી તેઓ ચાલ્યા જાય છે, બાકી પૂજનવિધિ આદિ વેતામ્બરી થાય છે. છે. મંદિરના પૂજારી પૂજા કરી આવે છે. અમે પણ ત્યાં ગયા હતા. ત્યાં દિગબરનું કાંઈ ખાસ નથી. અહીં મોટું દુઃખ એ જ છે કે ધર્મશાળાની બહાર કસાઈઓની બજાર ભરાય છે, તે વખતે કસાઈખાનાની પાર વિનાની દુર્ગધ છૂટે છે. આશાતનાને ઘણું સંભવ છે. આ માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે, પરંતુ દ્વિમુખી વહીવટ હોવાથી એક ગુરુના બે અવિનયી શિષ્ય જેવી દશા ચાલે છે.
અહીં આવનાર ગૃહસ્થોએ અયોધ્યા ઉતરવું અને ત્યાંથી વાહન દ્વારા ફેજાબાદ થઈ રત્નપુરી જવું. આ રસ્તેથી યાત્રા કરવી વધારે સાનુકૂળ છે. નહિં તેજાબાદ જંકશનથી પાંચ કેસ દ્વર પશ્ચિમમાં સેહાવલ સ્ટેશન છે. (અધ્યાથી લખનો જતી લાઈનમાં વચ્ચે સ્ટેશન આવે છે.) ત્યાંથી ૧ માઈલ ઉત્તરમાં નેરાઈ ગામ આવે છે. ત્યાં આપણું મંદિર અને ધર્મશાળા છે. મૂળ આ માઈલ દેહ માઇલના રસ્તામાં વાહનની સગવડ જદી નથી મળતી એમ સાંભળ્યું હતું એટલે અયોધ્યાથી જ જવું ઠીક છે. પોસ્ટ અને તારઓફિસ ફેજાબાઇ છે.
વિવિધ તીર્થકપમાં રનવાહપુર કહ૫ શ્રી જિનકભસૂરિજીએ આપેલ છે જેને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે -
અહીં ધર્મનાથ પ્રભુજીના અવન, જન્મ, દીક્ષા ને કેવલજ્ઞાન ચાર કલ્યાણક થયા છે.
આ જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં કેશલ દેશમાં, કે જેમાં અનેક નિર્મળ જળવાળા ઝરણ, વનખંડ, સુંદર ઉપવને, બગીચા છે અને શીતલ જળવાળી ઘઉંનદી શોભતું રત્નવાહ નામનું નગર છે. આ નગરમાં ઈફવાકુ વંશના કુલદીપક સમાન શ્રી ભાનુરાજા છે. તેમને સુવ્રતારાણી છે. તેમની કુક્ષીથી પરમાતીર્થકર શ્રીધર્મના થજીને જન્મ થયો હતે. તેમના યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ચાર કલ્યાણક અહીં થયાં છે. નિવણ સમેતશિખરજી ઉપર થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com