________________
હસ્તિનાપુર
: ૧૨૪ :
[ જૈન તીર્થોના
હસ્તિનાપુરમાં પહેલાં ત્રણ સ્તૂપે હતાં જેમાં પાદુકાએ હતી, પરંતુ તે ઠીક ન લાગવાથી તેના ઉપર આરસની પાદુકા પધરાવી પછી નવી પ્રતિષ્ઠા કરી હશે. હાલમાં તેના ઉપરની ત્રણે પાદુકા ત્યાંથી ઉઠાવી આદિનાથ ટાંકમાં પધરાવેલ છે. અને જે સ્તૂપ છે તેમાં જૂની પાદુકા પણ છે. તે ભંડાર દાખલ છે. વિવિધ તીર્થંકલ્પમાં હસ્તિનાપુર સ''ધી નીચે પ્રમાણે ઉલ્લેખ મલે છે.
શ્રી આદિ તીથકર શ્રી ઋષભદેવજીના ભરત અને બાહુબલી નામના બે પુત્રો હતા. ભરતને ૯૮ સહેાદર ભાઈ રાજકુમાર હતા. શ્રી ઋષભદેવજીએ દીક્ષા લીધી ત્યારે ભરતના પેાતાના રાજસિહાસને અભિષેક કર્યાં-રાજગાદી આપી. બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યુ. આવી જ રીતે ખીજા પુત્રને પણ તે તે દેશનાં રાજ્ય આપ્યાં. તેમાં અંગકુમારના નામથી અંગદેશ કહેવાયા. કુરુ નામના રાજકુમારના નામથી કુરુદેશ કહેવાયા-કુરુક્ષેત્ર નામ પ્રસિદ્ધ થયું. આવી જ રીતે વગ ( બંગ ), કલિંગ, સુરસેણુ, અવન્તિ આદિ રાજકુમારેાના નામથી તે તે દેશનાં નામ પ્રસિધ્ધ થયાં.
કુરુરાજના કુમાર હત્યિ નામના થયા, તેણે હસ્તિનાપુર નગર વસાવ્યું. તેની પાસે પવિત્ર જલથી ભરેલી ગગા નદી વહે છે.
હસ્તિનાપુરીમાં શાન્તિનાથજી, કુંથુનાથજી અને અરનાથજી આ ત્રણ તીથ કરા અનુક્રમે થયા છે. તે ત્રણે પાંચમા, છઠ્ઠા અને સાતમા ચક્રવર્તિ હતા. તેએ ચક્રતિ થયા પછી ભરત ખ`ડના છ ખ'ડાની ઋદ્ધિ ભેગવી, ત્યાં દીક્ષા ગ્રતુણુ કરી અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન પણ થયું હતુ.
આ નગરીમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસકુમારને ત્રિભુવન ગુરુશ્રી આદિનાથજીના દર્શનથી અવધિજ્ઞાન થયું અને તેથી હારબંધ જાણી એક વર્ષના વાર્ષિક (એક વર્ષ અને ૪૦ દિવસ) તપવાળા શ્રી ઋષભદેવજીને પેાતાના રાજમહેલમાં અખાત્રીજના દિવસે ઈન્નુરસથી પારણુ કરાવ્યું, તે વખતે ત્યાં પંચન્યિ પ્રગટ થયાં. શ્રી મલ્લિનાથ ભગવાન અહીં પધાર્યા છે-સમેાસયંત્ર છે.
આ નગરીમાં મહાતપસ્વી શ્રી વિષ્ણુકુમાર મહર્ષિએ પાતાનું શરીર વિ ત્રણું પગલાંવડે ત્રણ લેાકને ખાવી નમુચીને (શક્ષા કરી હતી.
* આજે પણ હસ્તિનાપુરજીની પાસે ગંગા નદી વહે છે જેતે જીમ'મા કહે છે. તેની પ્રદક્ષિણા અતે સ્નાન કરવાના મેળા ભરાય છે, વૈશાખ શુદ્ધિ છ તે દિવસ ખાસ ગગારતાનના જ કહેવાય અે, તે દિવસે માટે મેળા ભરાય છે, મૂલ ગંગા અયારના હસ્તિનાપુરથી પાંચ માઈલ દૂર છે. કા. શુ, ૧૫મે પશુ મેળે ભરાય છે.
× અત્યારે પણ મલ્લિનાથ ભગવાનના સમવસરણ સ્થાને તૂપ-દેરી છે. શ્વેતાંબર મદિરથી ત્રણ માઇલ દૂર છે. ભાવિઢ્ઢા ત્યાં દર્શને જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com