Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 590
________________ ઈતિહાસ ]. : ૫૧૫ : માગરા નાર શ્રાવકોએ આગ્રાથી આવવું વધારે સારું છે. આગ્રાથી શૌરીપુર ૪૩-૧૪ માઈલ દૂર છે અને મોટરો મળે છે. વચમાં થોડો કાચો રસ્તો આવે છે પણ વાંધા જેવું નથી. તેમજ E. I. R. ની મેઈન લાઈનમાં સિકોહાબાદ જંકશનથી ૧૪ માઈલ દૂર શૌરપુર છે પણ ઘણુવાર વાહનની અડચણ પડે છે. છેલ્લા ચાર ભાઈલમાં જંગલને રસ્તો છે. ડર લાગે તેવું છે. બાહાથી પણ શૌરીપુર જવાય છે. આગરા મુગલાઈ જમાનામાં આ શહેર આબાદ થયું અને ઉન્નતિના શિખરે પહોંચ્યું.. દુનિયામાં આશ્ચર્યરૂ૫ ગણાતી વસ્તુઓમાં આગરાને તાજમહેલ ખાસ ગણાય છે. એ તાજમહેલ અહી જ યમુનાકિનારે છે. ઈ. સ. ૧૬૪૮ માં શાહજહાએ આ તાજમહેલ બંધાવ્યું હતો. બાદશાહ અકબરને પ્રસિદ્ધ કિલે પણ અહીં જ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીએ વિ. સં. ૧૯૪૦ માં અહીં ચિતામણી પાર્શ્વનાથ જિનમંદિરની રથાપના કરી હતી. આ સિવાય ઉ. શાનિતચંદ્રજી, ઉ. શ્રી ભાનુચંદ્રજી, સિવિચંદ્રજી વગેરે ઘણી વખત અહીં પધાર્યા હતાં. ઉ.વિવેકહર્ષ ગણીએ પણ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. તેમજ શ્રી જે. યુ. પ્ર. શ્રી જિનચંદ્રસૂરિજી પણ અહીં પધાર્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. રોશન મહેતલામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું મંદિર, જગદગુરુજીના સમયને પ્રાચીન ઉપાશ્રય, જેન શ્વેતાંબર ધર્મશાલા, શ્રી વીરવિજયજી લાયબ્રેરી, વીરવિજયજી પાઠશાલા, આત્માનંદ પુસ્તકપ્રચારકમંડલ વગેરે છે. આગ્રામાં ૧૧ જિનમંદિર છે. તેમાં સૌથી પ્રાચીન ચિન્તામણી પાર્શ્વનાથ જીનું મંદિર છે. બીજું શ્રી વાસુપૂજ્ય પ્રભુનું મંદિર છે, અને શ્રી મંદીરસ્વામીનું મંદિર પણ પ્રાચીન છે. બાકી શ્રી શાંતિનાથનું, ગોડીજી પાર્શ્વનાથજીનું, બી સુવિધિનાથનું, નેમનાથજીનું, શ્રી કેસરીયાજીનું, શ્રી મહાવીર પ્રભુનું વગેરે મંદિર છે. બેલનગંજમાં સુંદર મંદિર છે. દાદાવાડીમાં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર છે. નીચે ભેંયરામાં પ્રાચીન વીર પ્રભુની પ્રતિમા તથા શ્રી મણિભદ્ર ચમકારી છે. શ્રી १ मगि सुराणां तनुमत्समीहितं प्रदित्सयेव त्रिदिवादुपागतम् । स तत्र चिन्तामणिपार्श्वतीर्थप, महामहेन प्रतितस्थिवान्प्रभुः ॥१५२॥ જગતના મનુષ્યની ઈચ્છિત પૂર્તિ માટે દેવલોકમાંથી આવેલ ચિન્તામણું રત્ન સમાન મા ચિન્તામણિ પાર્શ્વનાથના તીર્થની મેટા મહત્સવ પૂર્વક આગ્રામાં પ્રતિષ્ઠા કરી. ૨. ખરી રીતે શ્રી ચંદ્રાનન પ્રભુજીની મૂર્તિ જ મૂલનાયક છે. આખા શહેરમાં શ્રી સીમંધરસ્વામિજીના મંદિર તરીકે પ્રસિદ્ધ હોવાથી મેં તે જ નામ આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652