Book Title: Jain Tirthono Itihas
Author(s): Nyayavijay
Publisher: Jain Sahitya Fund

View full book text
Previous | Next

Page 570
________________ - - ઈતિહાસ ] • : ૪૯૫ : ચંપાપુરી અસ્તુ જે બન્યું તે આજે પ્રત્યક્ષ છે, છતાં આનંદની વાત એટલી છે કે-શ્વેતામ્બરે અને દિગમ્બરનાં મંદિર જૂઠાં છે. બંને પોતપોતાનું અલગ કાર્ય કરે છે. દરેક વાતે શાન્તિ છે. આટલો લાંબો ઈતિહાસ રજૂ કરવાનું કારણ માત્ર સત્ય સ્થિતિ જાણું વવાનું જ છે. પંદરમી શતાદિના પ્રસિદ્ધ ઇતિહાસકાર અને યાત્રાકાર આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં ચંપાપુરીક૫માં નીચે મુજબ લખે છે- શ્રેણિક રાજાના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કેણિક હતું તેણે પિતાના મૃત્યુના શેકથી રાજગૃહી નગરી ત્યજી ચંપાપુરીને સુંદર બનાવી રાજધાની સ્થાપી. વિવિધતીર્થકપમાં ચંપાપુરીકલ્પ છે, જેમાં ઘણું વિગતો આપી છે. મારા આ લેખમાં જે વસ્તુ નથી આવી તે સંક્ષેપમાં અહીં આપુ છું. આ નગરીમાં શ્રી વાસુપૂજિનેન્દ્ર ભગવાનના પુત્ર મઘવનૃપતિ; તેમની પુત્ર લક્ષ્મીની પુત્રી રોહિણી અહીં થયેલી. તેને આઠ ભાઈ હતા. રોહિણીએ સ્વયંવરમાં અશકરાજાના કંઠમાં વરમાલા નાખી; બન્નેનાં લગ્ન થયા અને દિશી પટ્ટરાણ બાં, અનુકમે તેને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. શ્રી વાસુપુજ્ય ભગવાનના શિષ્યરૂપ કુમ્ભ અને સુવર્ણકુમ્ભના મુખથી પિતે કદી દુઃખ જોયું નથી તેનું કારણ પૂછયું. મુનિઓએ તેણે પૂર્વભવમાં આરાધેલ હિણપતપ છે એમ સંભળાવી તેનું મહાભ્ય અને તેની ઉદ્યાપનવિધિ વગેરે કહ્યું. તેણીથી રે હિણીતપની પ્રસિદ્ધિ થઈ. બાદ તેણું ચારિત્ર લઈ. કર્મ ખપાવી મેલે ગઈ, આ નગરીના કરકુંડ રાજાએ કાદંબરી અટવીમાં કલિગિરિની તલાટીમાં રહેલ કંડસરોવરમાં પાર્શ્વનાથપ્રભુ સ્થપણામાં વિચર્યા હતા તેથી હરિતચંતસના અનુભાવથી કલિકુંડતીર્થ સ્થાપ્યું. મહાસતી સુભદ્રા અહીં થઈ. તેણે પોતાના શીલના માહાસ્યથી કાચા સુતરના તાંતણાથી ચાલણી દ્વારા કૂવામાંથી જલ કાઢી, જલના છાંટવાથી ચંપાનગરીના પથ્થરના કિલ્લાની ચાર દરવાજા બંધ હતા તેમાં ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા; એક દરવાજો બંધ જ રાખે હતો કારણ કે મારા જેવી કેઈક સતી તે ઉઘાડે. આ દરવાજે ત્યારથી બંધ જ હતા ઘણા લેકેએ ઘણા કાળ સુધી એ બંધ દરવાજો જે હતે. અનુક્રમે વિક્રમ સંવત ૧૩૬૦ માં લક્ષણાવતીના હમીર શ્રી સુરત્રાણ સમસદીને (સસુદ્દીન) શંકરપુરના કિલા માટે એ કિલાના પથ્થરો ઉપગી જાણી, તે દરવાજો તેડી તેના પથ્થર લઈ ગયે. દાધવાહન રાજા અને પ્રભાવતી રાણીના પુત્ર કંડુ પ્રત્યેકબુદ્ધ પણ અહીં થયા છે. ચદનબાલાનું જન્મસ્થાન પણ આ નગરી છે. ચંદનબાલાએ કૌશબીનગરમાં છ મહીનામાં પાંચ દિવસ એ છે ભગવાન મહાવીરસ્વામીને સુપડાને ખૂણા માંથી અડદના બાકુલા વહરાવી દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવથી પ્રભુને અભિગ્રહ પૂર્ણ કર્યો હતો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652