________________
ઇતિહાસ ] : ૪૬૧ ;
પાવાપુરી પ્રથમ આ નગરીનું નામ અપાપાપુરી હતું. તેને મધ્યમ પાવાપુરી પણ કહેતા પણ ભગવાન શ્રી મહાવીર દેવનું નિર્વાણ થવાથી એનું નામ પાવાપુરી પ્રસિદ્ધ થયું. અત્યારે પાવા અને પુરી બને જુદાં પડી ગયાં છે. વચ્ચે એક માઈલનું અંતર છે. - ' નિર્વાણ-સ્થાનને આજે પુરી કહે છે. ત્યાં આપણુ-વેતાંબરોનું ભવ્ય મંદિર અને વિશાળ ધર્મશાળા છે. આ મંદિરને ગામમંઉિર કહેવામાં આવે છે. મંદિરની મધ્યમાં ભગવાન મહાવીરની પ્રાચીન સુંદર મૂર્તિ બિરાજે છે. આસપાસ નષભદેવ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ અને તેમનાથ ભગવાનની મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુ મહાવીર પ્રભુની અતિ પ્રાચીન પાદુકાઓ છે. હવે એ જીરું બની છે. પ્રાયઃ નિર્વાણની પછી થોડા જ અરસામાં બનેલી હશે. નવી પાદુકાએ પ્રભુની સન્મુખ પધરાવવામાં આવી છે. બી બાજુએ અગ્યાર ગણધરની પાદુકાઓ છે. પુસ્તકારૂઢ આગમો કરાવનાર દેવદ્ધિગણી ક્ષમા મણની મનહર મૂતિ પણ ત્યાં જ છે. મભારાની ચારે બાજુ ખૂણામાં ચારે દેરીઓ છે. તેમાં વીરપ્રભુ, સ્થૂલિભદ્રજી, મહાસતી ચંદનબાલા તથા દાદાજીની ચરગુપદુકાએ છે, મંદિર આકર્ષક અને પુલકિત બનાવે એવું છે.
ગામમંદિરથી પૂર્વ દિશામાં અડધા પણ માઈલને અતિરે એક ખેતરમાં એક સત્ય છે. પહેલાં ત્યાં સમવસરણ મંદિર હેવાનું કહેવાય છે. પ્રભુની છેલ્લી દેશના પણ આ સ્થળે જ વર્ષો હશે. ત્યાં જે પાદુકાઓ હતી તે જળમંદિરની નજીકમાં ધર્મશાળાની પાછળ સમવસરણ મંદિરમાં પધરાવવામાં આવી છે.
એ પાદુકા જ્યારે એના મૂળસ્થાને હતી અને ત્યાં રાજ પજાવી કે ચોકીદાર કઈ ન હોય ત્યારે બરવાડના છોકરાઓ એની અશાતના કરતા. એમ પણ કહેવાય છે કે-એ તોફાની છોકરાઓ પાદુકા ઉખાડીને પાસેના કૂવામાં નાખતા ત્યારે તે પાદુકા પાણી ઉપર તરતી. આજે પણ પાદુકાના મૂળસ્થાન પાસે એક મીઠા પાણીની કુઈ છે. પાણી દુકાળમાં પણ નથી સુકાતું. રતૂપની આસપાસની ભૂમિ વેતાંબર સંધને આધીન છે.
આ રતૂપની આજુબાજુની અમુક જગ્યા શ્વેતાંબર પેઢીના તાબામાં છે. આ સ્થાનના છારની પરમ આવશ્યકતા હતી. પ્રાચીન પૂનિત ભૂમિના સ્થાને એક નાનકડું મંદિર બંધાય તો જૂનું સ્થાન જળવાઈ રહે તે જરૂરી છે. તે માટે પૂ. પા. મુનિ મહારાજ શ્રી ર્શનવિજયજી મહારાજ( ત્રિપુટી)એ એરપુરાથી નીકળેલ શ્રી સંધના પતિને ઉપદેશ આપી સુંદર સમવસરણના આકારનું મંદિર બંધાવવાનું નક્કી કરાવ્યું હતું. હવે ત્યાંના કાર્યકર્તા ધનુલાલજી સૂચતિ તે સંઘપતિના કથન મુજબ વ્યવસ્થા કરી જલ્દીથી મંદિર તૈયાર કરાવે એ જરૂરી છે. સંધપતિ મહાશય પણ તે કાર્ય તરફ લક્ષ આપી પોતે કબૂલેલ પ્રતિજ્ઞાને જલ્દીથી સફળ કરે અને પિતાની લક્ષ્મીને સદુપમ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com