________________
ઇતિહાસ ]
મહુજન શુપાલ નહી પણ વિદ્યમાન છે એટલે પ્રભુ શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાનનું સ્થાન આ જ છે એમ અમને નિર્વિવાદ લાગે છે.
આ સ્થાનને શ્વેતાંબર જૈન જ તીર્થરૂપે માને છે. દિ. નો અહીં તીર્થ જેવું કશું જ નથી માનતા. અહીંને વહીવટ વેતાંબર જૈન કોઠી તરફથી મેનેજર શ્રીયુત મહારાજ બહાદુરસિંહજી કરે છે.
પ્રાચીન તીર્થમાલાઓમાં આ સ્થાન માટે વિવિધ મતભેદે છે. બાકી અત્યારે તે ગીરડીથી શિખરજી જતાં વચમાં જ આવે છે. ત્યાંથી શિખરજી આઠ માઈલ દૂર છે.
મધુવન કાજુવાલુકાથી મધુવન જતાં રસ્તામાં તરફ જંગલ આવે છે. વચમાંથી નાના નાના રસ્તા પણ ઘણા નીકળે છે. સાથે જોમિયો હોય તે જ એ નાના નાના રસ્તે જવું ઉચિત છે, નહિં તે સડક રસ્તે જ જવું હિતાવહ છે. મધુવનમાં વિશાલ ભવેતાંબર જૈન ધર્મશાળા છે. વેતાંબર ધર્મશાળાના રસ્તા તરફ જતાં દરવાજાના નાકે જ વિશાળ વટવૃક્ષની નીચે જ તીર્થરક્ષક શ્રી સેમિયાજી દેવનું મંદિર છે. તીર્થ–પહાડના આકારની ભવ્ય આકૃતિ છે. રસ્મરણ કરનાર ભક્તનું વિન હરનારી સાક્ષાત્ જાગતી ચેત રૂપ છે. દરેક વે, યાત્રી અહીં આવતાં, પહાડ ઉપર જતાં, અને નીચે આવી ધર્મશાળામાં જતાં આ તીર્થરક્ષક દેવને ભકિતથી વંદના-નમસ્કાર જરૂર કરે છે. .
ધર્મશાળાને આગળનો ભાગ વટાવીને આગળ જતાં સામે જ વેતાંબર પેઢી છે, જે આ તોથને સંપૂર્ણ વહીવટ કરે છે. અંદર એક જ કિલામાં ૧૨થી૧૩ જિનમંદિરે છે ૧-૨-૩ માં શ્રી પાર્શ્વનાથ પ્રભુજી મૂલનાયક છે. ચેથામાં શ્રી વીશ જિનની પાદુકા છે. પાંચમામાં શ્રી શમ ગણધરની સુંદર મૂર્તિ છે. છઠ્ઠામાં શ્રી ગેડીપાર્શ્વનાથજી પ્રભુ મૂલન કછ છે. તથા ઉપર શ્રી સંભવનાથ પ્રભુ મલનાયક છે. સાતમામાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી મલનાયક છે. આ મુખ્ય મંદિર છે જેની આજુબાજુ બીજા જિનમંદિરે છે. આઠમામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજી, ઉપર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીના મુખજી, નવમામાં શ્રી ચંદ્રપ્રભુજી, દશમામાં શ્રી સુપાર્શ્વનાથજી મૂલનાયક છે' બારમામાં ગામ બહાર રાજા દેડીના મંદિર માં શ્રી સુધમીસ્વામીજી છે અને તેરમું શ્રી સેમિયાજીનું મંદિર. મધુવનથી પહાડ ઉપર જવાને સીધે રહે છે. એકાદ ફર્લાગ હર જતાં પહાડનો ચઢાવ આવે છે.
• મધુવનની વેતાંબર ન ધર્મશાળાનો બને બાજી અનુક્રમે વિશપંથી અને તેરાપંથી દિગંબરોની ધર્મશાળા નવી બની છે, પરંતુ ભવેતાંબર જેવી રોનક, અનાલતા તેમજ એટલાં મંદિરો વગેરે ત્યાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com