________________
કંડલપુર : ૪૫૦ ૪
[જેન તીર્થને નજીકમાં જ છે. પં. શ્રી વિજયજી પિતાની સમેતશિખરતીર્થમાળામાં જણાવે છે તેમ બહારનું અસલ નામ તુંગી આ નગરી છે. જુઓ
દસ કેસ નયરી તુગીઆએ સંપ્રતિ નામ વિહાર તઉ, ત્રિણ જિનભવનઈ પૂજઈ એ બિંબ પંચવીશ ઉદાર તઉ. છે ૨૬ છે
બીહારથી આઠ માઈલ દૂર શ્રી પાવાપુરી તીર્થ છે અને ત્યાં જવા માટે સીધી સડક છે. બહારને મુસલમાને બહાર શરીફ કહે છે. મુસલમાનેનું તે યાત્રાધામ ગણાય છે.
કુંડલપુર પાવાપુરીથી વિહાર કરી ટૂંકી પગદંડીને રસ્તે પશ્ચિમમાં આવેલ કુંડલપુર જવાય છે. પગદંડીને રસ્તે પાવાપુરીથી કુંડલપુર ૩ ગાઉ થાય છે. કુંડલપુરનું બીજું નામ વડગામ-ગુબર ગામ છે. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે ગણધરની (તેઓ પરસ્પર બધુઓ હતા.) આ જન્મભૂમિનું સ્થાન છે. એક વાર બહુ સારી સ્થિતિ હશે તેમ તેના ખંડિએરે ઉપરથી જણાય છે. હાલમાં તે નાનું ગામ છે. અહીં સતર જિનમંદિર હતાં, હાલમાં તે એક વિશાળ જિનમંદિર છે. નજીકમાં બહાર વિશાળ ધર્મશાળા છે. વચમાં શ્રી ગૌતમસ્વામીની પાદુકાની દહેરી છે.
કુંડલપુરથી પૂર્વમાં એક માઈલ દૂર નાલંદા પાડે છે. જેમાં પ્રભુ શ્રી મહાવીરદેવના ચૌદ ચાતુમસો થયાં હતાં. તે સ્થાન તે અત્યારે જંગલ જેવું જ પડ્યું છે, પરંતુ હાલમાં ખોદકામ ચાલુ થવાથી બૌદ્ધ સ્થાપત્યના અપૂર્વ નમૂના નિકળ્યા છે. બૌદ્ધોનું નાલંદા વિદ્યાપીઠ આખુંયે જમીનમાંથી નિકળ્યું છે. બૌદ્ધધની યશપતાકા ફરકાવતું આ વિદ્યાપીઠ જેવા દૂર દૂરથી ઘણું ભારતીય અને વિદેશી વિદ્વાને આવે છે, પાશ્ચાત્ય ઇજનેર આની બાંધણી અને રચના જોઈ દીંગ થઈ જાય છે. જમીનમાંથી નીકળેલી પુરાણી વસ્તુઓને સંગ્રહ ત્યાંના મ્યુઝીયમમાં રહેલ છે (રાખેલ છે.) મ્યુઝીયમ જોવાને ટાઈમ બહુ જ છેડે અને કન્ફિડે છે. માત્ર બપોરના એકથી બે એક જ કલાક ખુલ્લું રહે છે. હજી એ જ ટીંબા ખોદાયા છે અને ઘણું બાકી છે. કહે છે કે;–એમાંથી જનધીની ગૌરવસૂચક પ્રાચીન વસ્તુઓ લભ્ય થશ. રાજા શ્રેણિકના સમયમાં અહીં બહુ જ જાહોજલાલી હતી. મગધની રાજધાનીના એક વિભાગની એ જાહેજહાલી અને વૈભવ માત્ર ગ્રન્થમાં જેવા વાંચવા મળે છે. આ વિદ્યાપીઠ નીકળવા પછી જંગલમાં મંગલ થયું છે. વડગામ (કુંડલપુર) અને ખાસ કરીને નાલંદાને ભૂતપૂર્વ વિભવ જૈન કવિઓએ નીચે પ્રમાણે વર્ણવ્યો છે.
* नालंदालंकृते यत्र वर्षारात्रां चतुर्दश । अवतस्थे प्रभुवीरस्तत्कथं नास्तु पावनम् ॥ २४ ॥ यस्यानकानि तीर्थानि नालम्दानस्यनश्रियाम् । मव्यानां जनितानन्दा नालन्दा नः पुनातु सा ॥ २५ ॥
( વૈભારગિરિકલ્પ, વિવિધતીર્થકલ્પ, પૃ. ૨૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com