________________
શ્રી કેસરીયાજી : ૩૭૮ :
[ જેન તીર્થોને મેવાડનું શ્વેતાંબર જૈનોનું આ પ્રાચીન તીર્થ છે. પ્રભુજીને મુગુટ, કુંડલ, આંગી વગેરે રોજ ચઢે છે. શ્રી કેસરીયાજીની મૂતિની રચના વેતાંબર માન્યતા પ્રમાણે છે. વેતાંબરો તરફથી જ વજાદંડ ચડાવાય છે. સ્વર્ગસ્થ મહારાણા ફતેસિંહજીએ વેતાંબર ધમની માન્યતા અને વિધિ મુજબ સવા લાખ રૂપિયાની આંગી પ્રભુજીને ચઢાવી હતી છે. મૂલ મંદિર ઘણું પ્રાચીન અને ભવ્ય છે. મંદિર બંધાવવામાં ૧૫૦૦૦૦૦ રૂા. લાગ્યા છે એમ કહેવાય છે. ભમતીમાંની મૂર્તિઓ શ્વેતાંબરી જ છે. હાલ કઈ પણ યાત્રી, ૨૩ રૂપિયા નકરાના આપે તો સવા લાખ રૂપિયાવાળી આંગી ચઢાવાય છે. એટલે આ તીર્થ શ્વેતાંબર જૈનેનું જ છે એમાં લેશ માત્ર સંદેહ નથી. આ સિવાય મોગલસમ્રા બાદશાહ અકબરે જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જૈનેના મહાન તીર્થોની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં કેસરીયાજી તીર્થને પણ સમાવેશ કર્યો હતે.
મૂલનાયકજીની મૂર્તિ અતિશય પ્રભાવશાલી અને ચમત્કારી હોવાથી આ પ્રદેશના ભિલો તે મૂર્તિને કાળાયા બાબા તરીકે પૂજે છે અને કેસર આદિ ચડાવે છે. તેમજ શુ બ્રાહ્મણ કે રાજપુત, વાણીયા કે બીજી કેમ કેઈ પણ ભેદભાવ સિવાય આ મૂતિને નમે છે અને પૂજે છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે શ્રીયુત ચદનમલજી નાગૌરી સંપાદિત કેસરીયાજી તીર્થ” પુરતક વાંચી લેવું.
અહીં ફાગણ વદ ૮મે માટે મેળે ભરાય છે. મોટી સવારી નીકળે છે. રાજ્ય તરફથી હાથી, ઘેડા, નગારખાનું, ઊંટ વગેરે સરંજામ આપવામાં આવે છે. તેમજ પ્રભુજીને સુંદર અંગરચના પણ કરાવવામાં આવે છે. બને ત્યાં સુધી સવારીમાં ખુદ્દે ૨ણાજી અથવા બીજા સરદારો વગેરે હાજર રહે છે.
આ મૂર્તિની પ્રાચીનતા માટે ઉલ્લેખ મળે છે કે –
લંકેશ રાવણના સમયે આ મૂર્તિ સ્થાપિત થઈ હતી. બાદમાં ભગવાન રામચંદ્રજી લંકા જીત્યા પછી ત્યાંથી અયોધ્યા આવ્યા ત્યારે આ મૂતિ લાયા અને ઉજજૈનમાં સ્થાપી. ત્યાં તેની પૂજા અને ભક્તિ કરવાથી મયણાસુંદરી
* કેથરીના દિલ લેક ઘણી જ શ્રધ્ધાથો માને છે અને પૂજે છે. તેમનું પ્રિય ગામ કાળીયાબાબા (બાવા) છે. તેમના કસમ ખાઈ તેઓ ઈ પણ અકાર્ય નથી કરતા. તેમનું નામ લેનારને લૂંટતા કે પીડવા પણ નથી. તેઓ પણું ભક્તિથી કેસર ચઢાવે છે. જન જૈનેતર દરેક આ મહાપ્રભાવિક દેવને પૂજે છે અને નમે છે.
* આ સબંધી શ્રીયુત ગૌરીશંકર ઓઝા રાજપુતાનાના ઇતિહાસમાં લખે છે કેયહ પ્રતિમા ડુંગર રાજય કી પ્રાચીન રાજધાની કી બડૌદ કે મંદિરસે લાકર યહાં પધરાઈ ગઈ છે
ઉજજ નથી કારણવશાત આ પ્રતિમાજી વાગડ દેશમાં આવ્યાં અને ત્યાં વડેદમાં હતાં ત્યાંથી ઘણું સમય પછી આ પ્રતિમાજી નીકળ્યાં. જે સ્થાનેથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં ત્યાં અત્યારે પાદુકા બિરાજમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com