________________
ભડકજી : અરર :
[ જેન તીર્થન આ સિવાય એ જ વિદ્વાનને નીચે ઉલેખ પણ બહુ જ મહત્વને છે. “હવિ મુગતાગિરિ જાત્રા કહું, શેત્રુંજ તેલી તે પણ લહું, તે ઉપરી પ્રાસાદ ઉતંગ, જિન ચોવીશતણ અતિ ચંગ.” (તીથમાલા પૃ. ૧૧૪)
એટલે આ તીર્થ શ્વેતાંબરી છે તેમાં સદેહ જ નથી. અઢારમી શતાબ્દીમાં તે દક્ષિણમાં આ તીર્થ શત્રુંજય સમાન મનાતું. ત્યાં ચાવીશ જિનના પ્રાસાદ હતા.
ભાંડકજી મહારાષ્ટ્રમાં વરાડ દેશમાં ભાંડુક બહુ જ પ્રાચીન તીર્થ છે. અહીં પહેલાં વિશાલ ભદ્રાવતી નગરી હતી. કાળબળે એ નગરી આજે માત્ર ભયંકર જંગલમાં ખંડિયેરરૂપે ઊભી છે. ભયંકર જંગલમાં યત્ર તત્ર ઉભેલાં ખંડિયેર અને મેટા મેટા ટીંબા જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાને કંઈક ખ્યાલ આવે છે. ત્યાં અનેક વા, કુડે અને સરવરે છે જેમાં કેટલાંક તળાવનાં નામ
ન તીર્થંકરના નામથી અદ્યાવધિ પ્રસિદ્ધ છે. જેમકે અનંતનાથ સરોવર, શાંતિનાથ કંડ, આદિનાથ સરવર વગેરે, આ નગરીને પ્રાચીન ઈતિહાસ ઉપલબ્ધ થાય તે દક્ષિણમાં જન ધર્મના મારવાનું એક સુવર્ણ પાનું આપણને મળી આવે તેમ છે. આ સ્થાને જન ધર્મનાં અનેક પ્રાચીન સ્થાને મળી આવે છે. સં. ૧૯૬૬માં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીને મુનીમને સ્વપ્ન આવ્યું કે-ભદ્રાવતી નગરીમાં શ્રી પાવનાથજીની ભવ્ય પ્રતિમા છે. મુનિમ ચત્રભુજ પુંજાભાઈએ તપાસ કરી મહામહેનતે વર્ધાથી થોડે દૂર આ સ્થાન શેઠું અને જંગલમાં તપાસ કરતાં એક વેદી ઉપર ૬ ફૂટ ઊંચી ફણાધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યા.
અનુક્રમે મૂલરથાને ભવ્ય જિનમંદિર શ્રી સંઘે બંધાવ્યું. વઢ-નાગપુર, હીંગણુઘાટ, ચાંદા વગેરે સી. પી. ના સમરત શ્વેતાંબર શ્રી સંઘે તીર્થોધ્ધારમાં તન, મન, ધનથી મદદ કરી એક પ્રાચીન તીર્થનો જીર્ણોધ્ધાર કરી આપણી સમક્ષ રજુ કર્યું.
ભાદક)( ભદ્રાવતી'માં ર૦૦૦ વર્ષ પુરાણી જિનમૂતિઓ મળી આવી છે. અહીંના શ્રી પ્રાર્થનાથજીને કેશરીયા પાર્શ્વનાથજી તરીકે ઓળખાવાય છે. શ્યામ ફણધારી મૂર્તિ ખાસ આકર્ષક અને ચમત્કારી છે
સી. પી. ગવર્નરે મંદિરની આજુબાજુની લગભગ સે વીઘાં જમીન જોતાંબર સંઘને ભેટ આપી છે, જેમાં બગીચે, વિદ્યાલય, ઉદ્યોગશાલા વગેરે બની શકે તે માટે આપેલી છે. '
નાગપુરવાળા શેઠ હીરાલાલજી કેશરીમલજી તરફથી એક બીજું મંદિર ત્યાં જ બંધાવરાવ્યું છે. ધર્મશાલા પણ છે, બીજી ધર્મશાલાઓ પણ છે. કા. શુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com