________________
: ઈતિહાસ ]
: ૨૯ :
આ
અચલગઢ
૫ર્યું અને પિતાને આગલા ભવમાં પહેલાં જ્યારે પોતે વાનરી હતી તે સમયનું સ્વરૂપ કહ્યું (૧૩) અબુંદ(પર્વત)માં ઝાડની ડાળીઓમાં ફરતી મને કેઈએ તાળવામાં( તીર) મારી વીંધી નાખી. ઝાડની નીચેના કુંડમાં મારું ધડ પડી ગયું તે (તમે વિચારે છે. તે કામિત (ઇચ્છિત દેનારા) તીર્થના મહાસ્યથી મારું મનુષ્યનું શરીર થયું અને મસ્તક તેવી જ રીતે છે તેથી આજ પણ હું વાંદરાના મુખવાળી છું. (૧૫) પુજે પોતાના માણસે મોકલીને કુંડમાં (તે વાંદરીનું) મસ્તક નાખી દેવાવ્યું તેથી તે મનુષ્ય (સ્ત્રી) મુખવાળી થઈને અબુદગિરિમાં તપસ્યા કરવા લાગી. (૧૬) એક વખત આકાશમાગે જતા યેગીએ તેને જોઈને, તેના રૂપથી મોહિત થઈને આકાશથી નીચે ઊતરી તેને પ્રેમપૂર્વક કહ્યું- હે શુભ લક્ષણવાળી, તું મને કેવી રીતે પરણી શકે? (૧૭) તેણે કહ્યું–રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગયે છે તેથી અત્યારથી લઈને કુકડાને શબ્દ થાય (સવાર થાય) તે પહેલાં જ કોઈ વિવાવડે આ પર્વતમાં સુંદર એવી બાર પાજ તું બાંધી શકીશ તે તું મારો વર થઈશ. એથી તે રષિયે બે પ્રહરમાં તે પાજે નકવડે બાંધી તે પહેલાં જ તેણે પિતાની શક્તિથી કુકડાને શબ્દ કરાવ્યું. તે કપટને જાણનાર (ઋષિને) વિવાહ માટે ના પાડવા છતાં તે રોકાયે નહિં. (૧૮, ૧૯, ૨૦) નદીતીરે બહેન સાથે વિવાહ કરવાની ઈચ્છા કરનારા તે ઋષિને તેણે (શ્રીમાતાએ) કહ્યું. પરણવા માટે ઇચ્છા હોય તે ત્રિશૂલ છેડીને મારી પાસે આવે. (૨૧) તે પ્રકારે કરીને આવેલા તે વષિના પગમાં વિકૃત કૂતરાઓ મૂકી તેણે (શ્રીમાતાએ) શૂળથી આનંદિત થઈ તેને તે જ શૂળવડે વધ કર્યો (૨૨) આ પ્રકારે જન્મભર અખંડ શીલવાળી તેણે જન્મ સાર્થક કરી સ્વર્ગ મેળવ્યું. ત્યાં શ્રીપુજે શિખર વિનાનું મંદિર બનાવ્યું. (૨૩) છ છ માસને અંતે પર્વતની નીચેના ભાગમાં રહેલ અબુદ નામને સર્પ ચાલે છે તેથી પર્વત કમ્પાયમાન થાય છે તે કારણથી બધાં મંદિરે શિખર વિનાનાં છે (ર૪) લેકે આ પ્રમાણે કહે છે
પહેલાં આ હિમાલયથી ઉત્પન્ન થએલ નંદિવર્ધન નામનો પહાડ હતું. સમય જતાં અબુંદ નામના સર્પરાજના રહેઠાણથી તે અબુદ આ પ્રમાણે (નામવાળો) થયે (૨૫) આ પર્વત ઉપર સંપત્તિશાળી બાર ગમગોગલિક તપસ્વીઓ અને હજારો રાષ્ટ્રિક વસે છે. (૨૬) એવાં એકે વૃક્ષ, વેલડી, પુષ્પ, ફળ, કદ અને ખાણ નથી કે જે અહીં ન જોવામાં આવતા હોય. (ર૭) અહીં રાત્રે મોટી ઔષધિઓ દીવાની માફક ઝળહળે છે. સુગંધીવાળા અને રસથી ભરપૂર એવાં બે
પ્રકારનાં વને પણ છે. (૨૮) અહીં સ્વછંદપણે ઉછળતી સુંદર ઉમિઓવાળી તીરે રિહેલાં ઝાડની પુષ્પોથી યુક્ત તૃષાતુર પ્રાણીઓને આનંદ આપનારી મહાકિની નામની નદી છે. (૨૯) આ(પર્વત)ના ઊંચા હજારે શિખરા શોભે છે, જેમાં સૂર્યદેવના ઘડાઓ પણ ક્ષણવાર ખલના પામે છે. (૩૦) અહીં ચંડાલી, વજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com