________________
ઇતિહાસ ] .: ૨૯૫ :
આ અચલગઢ જ ચિત્રકૂટથી ત્યાં લાવીને સંવત ૧૦૮ મે વર્ષે ઘણા પૈસાને વ્યય કરી વિમલવસહી નામને સુંદર પ્રાસાદ કરાવ્યા. (૩૯–૪૦) અહીં અનેક પ્રકારે પૂજાએલી અંબિકાદેવી યાત્રાથી અત્યંત નમ્ર થયેલાં સંઘનાં બધાં વિનેને નાશ કરે છે. (૪૧) ત્યાં રાષભદેવના પત્થરના મંદિર આગળ એક જ રાતમાં શિલ્પીએ ઉત્તમ ઘેડ બનાવ્યું. (૪૨) સંવત ૧૨૮૮મા વર્ષે મંત્રીઓમાં ચંદ્રમા જેવા (વરતુપાળતેજપાળ)એ ૪ લુણીગવસહી નામનું શ્રી નેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. (૪૩)
આ પ્રશસ્તિગત ઋષભદેવનું મંદિર બંધાવતા પહેલાં વિમલશાહને કેટકેટલી કસોટીએમાંથી પસાર થવું પડ્યું છે એને ઇતિહાસ રોમાંચક છે. તે માટે વિમલપ્રબંધ અને વિમલચરિત્ર વગેરે ગ્રંથ વાંચવા જોઈએ. અહીં તે ટૂંકમાં વિવરણ આપું છું.
વિમલશાહ પાડ્યા વખતમાં ચંદ્રાવતીમાં રહેતા પિતાના પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી ધર્મષસૂરિએ આબૂ તીર્થને ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મોટાભાઈ નેઢ અને રાજા ધાંધુકની આજ્ઞા લઈ આબૂ ઉપર મંદિર બનાવવા માટેની જગ્યા પસંદ કરી. બ્રાહ્મણોએ જૈનો પરના ઠેષથી બ્રાહ્મણોના તીર્થમાં જેનોને પિસવા દેવાની મનાઈ કરી પણ કથાઓના ઉલ્લેખ પ્રમાણે વિમલે ત્રણ ઉપવાસ કરી અંબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગ્યામાં ચંપકક્ષ નીચે શ્રી આદીશ્વરની મૂર્તિ (લેકે તેને મુનિસુવ્રતસ્વામી માને છે) કાઢી બતાવતાં આ પહેલાં પણ આ જૈનોનું તીર્થ હતું એવું સાબિત કરી બતાવવાથી પસંદ કરેલી જગ્યા બ્રાહ્મણની માંગણીથી સોનામહોરોથી માપીને લીધી.
૪ આ મંદિર બંધાવતાં ૧૮૫૩૦૦૦૦૦ અઢાર કરોડ, ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ થયાનું મનાય છે. જો કે આ માન્યતા કેટલાકને અતિશયોકિતભરી લાગશે. પણ વિમલવસહી મંદિરમાં અત્યારે જેટલી જમીન રેકાઈ છે તે જમીન ઉપર સેનામહોર પાથરીને તે જમીન ખરીદતાં તેમજ જમીનની સપાટીથી આટલે ઊંચે પહાડ ઉપર સામાન તેમજ ખાઈઓ પૂરવાની સાથે આવી ઉત્કૃષ્ટ કારીગરીવાળું મંદિર બંધાવતા અઢાર કરે તેપન લાખ રૂપિયા લાગ્યા હોય એ અસંભવિત નથી. આ જમીન ઉપર વિમલશાહે અપૂર્વ કારણીવાળા આરસપાષાણુથી મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચેકીઓ, રંગમંડપ અને બાવન જિનાલય વગેરેથી યુકત વિશાળ જિનમંદિર બંધાવી તેનું નામ વિમલવસહી રાખ્યું. તેમાં શ્રી ઋષભદેવની ધાતુની મોટી પ્રતિમા સ્થાપન કરી, બૃહદ્દગચ્છનાયક શ્રી રત્નસૂરીશ્વરજી અને શ્રી ધર્મઘોષસૂરિજી વગેરે આચાર્યોના હાથે વિ. સં. ૧૯૮૮માં પ્રતિષ્ઠા કરાવી હતી.
આ સિવાય સિદ્ધાચલજીને સંધ કાઢીને વિમલમંત્રી સંધપતિ થયા હતા. આ સંઘમાં મંત્રીશ્વરે ચાર ક્રોડ સુવર્ણ વ્યય કર્યો હતે.
મંત્રી વસ્તુપાળ-તેજપાળની આબાલગોપાલ પ્રસિદ્ધ મહામાત્ય તરીકેની બુદ્ધિમત્તા, શૌર્ય અને ધાર્મિક કાર્યો માટેની ઉદારતા આજે જૈન ગ્રંથોમાં જ નહિ પણ નેતર ગ્રામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com