________________
ઈતિહાસ ]
૨૭૭ :
માથું તરફ પહાડીની વચમાં ખુલા ભાગમાં જૈન મંદિરના શિખરે અને દવાઓનાં દર્શન થાય છે દેલવાડામાં વસ્તી તે થોડી જ છે પરંતુ જૈન મંદિર, યાત્રીઓ, કારખાનું, પૂજારીઓ, કારીગરે, સિપાઈઓ-ચોપદાર અને મજૂરાથી શોભા સારી રહે છે. અહીં અમદાવાદના દાનવીર શેઠ હઠીસીંહ કેસરીસિંહ તથા હેમાભાઈ હઠીસીંહની એમ બે ધર્મશાલાઓ છે. બીજી પણ કેટડીઓ વિગેરે છે.
વ્યવસ્થા સિરોહી શ્રી સંઘ કરે છે-શ્વેતાંબર જૈનસંધ તરફથી શ્વેતાંબર જૈન કારખાનું ચાલે છે. હવે આપણે મંદિરના દર્શને જઈએ.
બધાયથી પહેલાં વિમળશાહનું મંદિર આવે છે. આ મંદિરમાં પ્રદક્ષિણામાં જમણી તરફના ખૂણામાં દેવીજીના મંદિરની પાસે એક મંદિર છે, જેમાં મહારાજા સંમતિના સમયની ત્રણ હાથ મટી શ્યામસુંદર મૂતિ છે. આ મંદિરમાં કારીગરી પણ સામાન્ય છે પરંતુ આ મંદિર છે પ્રાચીન. કહે છે કે વિમલશાહના મંદિરની પહેલાનું આ મંદિર છે.
વિમલશાહનું મંદિર આખું આરસનું બનેલું છે, જેમાં ૧૫૦૦ કારીગરે અને ૨૦૦૦ હજાર મજૂરોએ ત્રણ વર્ષ લગાતાર કામ કર્યું હતું. પહાડ ઉપર હાથીદ્વારા પથ્થર લઈ જવામાં આવ્યા હતા. મેટી મટી શિલાઓ અને પથ્થરો જોઈ આપણને તાજુબી થાય છે કે જે જમાનામાં હાલનાં યાંત્રિક સાધન ન હતા તે જમાનામાં અહીં આટલી ઊંચાઈએ કેવી રીતે પથ્થર ચડાવ્યા હશે. દૂરદૂરથી પથ્થર મંગાવી કામ મજબૂત અને ટકાઉ બનાવ્યું છે. લગભગ બે કરેડ રૂપિયા ખર્ચ થયે હશે. મંદિરની લંબાઈ ૧૪૦ ફુટ અને પહેલાઈ ૯૦ પુટ છે. રંગમંઢ૫માં અને ખંભાઓમાં એવાં એવાં અદ્ભુત ચિત્ર આલેખ્યા છે કે જે જોઈ મનુષ્ય આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. એ વેલબુટ્ટા હાથી, ઘોડા અને પૂતલીઓ એવી અભુત બનાવેલ છે કે માત્ર અંદર પ્રાણની જ ખામી છે. બાકી પુતલીઓ હમણું બોલી ઊઠશે, નૃત્ય કરશે કે વાજીંત્ર વગાડશે એમ લાગે છે. હિન્દુસ્તાનમાં વસ્તુપાલનાં જિન મંદિરે સિવાય વિમલશાહનાં મંદિરની જેડમાં ઊભા રહી શકે તેવાં કેઈ મંદિર નથી.
મંદિરની પ્રદક્ષિણમાં બાવન જિનાલય મંદિર બનેલા છે, જેમાં સુંદર મનેહર પ્રાચીન જિનવરેંદ્ર દેવેની પદ્માસન મૂતિઓ બિરાજમાન છે. મુખ્ય મંદિરના રંગમંડપમાં ૪૮ ખંભા લાગેલા છે. તેની મધ્યના ગુખેજમાં બહુ અદભુત કારીગરો આલેખેલી છે. કાગળને પણ આટલી બારીકાઈથી ન કરી શકાય ત્યાં પથ્થર ઉપર બારીક ટાંકણાથી અદ્દભુત દ આખેલાં છે. બાવન જિનાલયના ખંભામાં અને તેમાં પણ અદ્દભુત કારીગરી છે. ઊભાં ઊભાં જોતાં ગઢના દુઃખવા આવે, કેટલાક અને તે સૂતાં સૂતાં આ અદ્દભુત કારીગરી નિહાળવાની લાલચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com