________________
આભૂ–અચલગઢ
: ૨૮૮ :
[ જૈન તીર્થોને નાથ ભગવાનજી ઉપર વિ. સં.૧૫૬૬ને લેખ છે. પૂર્વ દિશા તરફના આદીશ્વર ભગવાન નની મૂતિ ઉપર વિ. સં. ૧૫૧૮ને લેખ છે. એસવાલ સાહ સાહાએ પ્રતિષ્ઠા મહે સવમાં તપાગચ્છાચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. દક્ષિણ દિશાના દ્વાર તરફના શાન્તિનાથ ભગવાનની મૂતિ ઉપર ૧૫૧૮નો લેખ છે. ઉપયુકત શાહ સાહાની માતા કર્માદેવીએ આ મૂર્તિ બનાવરાવી છે. પ્રતિષ્ઠાપક શ્રી લક્ષમીસાગરસૂરિજી છે. આ બન્ને મૂર્તિઓ કુંભલમેરુથી લાવીને અહીં બિરાજમાન કરેલી છે, એમ લાગે છે.
પશ્ચિમ દિશાના મૂલનાયક શ્રી આદિનાથ ભગવાનની ધાતુમયી રમણીય મૂર્તિ છે. સં. ૧૫રલ્માં ડુંગરપુરના શ્રાવકસંઘે બનાવેલ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છાચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી છે. આ ચાર મૂતિઓ બહુ જ મનહર અને રમણીય છે.
પ્રથમ દ્વારા મૂલનાયકજીની પાસે બને બાજુ બે ધાતુના મનહર કાઉસ્સગીયા છે, તેના ઉપર વિ સં. ૧૧૩૪નો લેખ છે. આ સિવાય આ માળમાં ૧૩૦૨ ને લેખ છે. બીજા પણ ૧૫૬૬, ૧૬૯૮, ૧૫૧૮ વગેરેને લેખે છે.
બીજા માળ ઉપર ચામુખજી છે તેમાં ત્રણ મૂર્તિઓ ઉપર તે વિ. સં. ૧૫૬૬ ના લેખે છે. એક મૂર્તિ ઉપર લેખ નથી પણ તે પ્રાચીન છે.
નીચેના માળથી ઉપર જવાના રસ્તામાં આરસની એક સુંદર દેરી છે તેમાં નવ જેડી ચરણપાદુકાઓ છે. શ્રી જંબુસ્વામી, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, પં. સત્યવિજયગણી, પં. કપૂરવિજયગણ, પં. ક્ષમાવિજયગણિ, પં. જિનવિજયજી, પં. ઉત્તમવિજયગણું, પં. પદ્મવિજયગણી. આ પટ્ટ અચલગઢમાં બિરાજમાન કરવા માટે બનાવેલ છે. વિ. સં. ૧૮૮૮માં મહાશુદિ ૫ સોમવારે પં. રૂપવિજયજી ગણિએ પ્રતિષ્ઠા કરી છે.
અહીંની ધાતુની ૧૪ મૂર્તિઓ ૧૪૪૪ મણની કહેવાય છે. આમાં સોનું વધારે વપરાયેલ છે. તથા પીત્તલ આદિ ધાતુઓ પણ છે. મૂર્તિઓ ઘણી જ મનહર, ભવ્ય અને આકર્ષક છે. ઉપરના માળથી આબુનું દશ્ય બહુ જ મનહર લાગે છે.
આબુના પહાડ ઉપર અનેક વનસ્પતિઓ, રસકંપિકાએ, રનો ભય પડયાં છે. આબૂકલ્પમાં લખેલ છે કે
न स वृक्षे न सा वल्ली न तत्पुष्पं न तत्फलं । ન સ ગ ર સા શા થા નૈવત્ર નિરીતે || તેમજ पदे पदे निधानानि, योजने रसकुंपिका । भाग्यहीना न पश्यंति, बहुरत्ना वसुंधरा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com