________________
તારમા
: ૧૦૪ :
[ જૈન તીોના છે અને કુંડમાં તે પાણી ભરેલું છે. કુંડની સામે એક હનુમાનનો દેરી આવેલી છે. કુંડની બહાર પત્થર ઉપર એક શિલાલેખ છે, જે વાંચી શકાતા નથી.
સિધ્ધશિલા મૂળ મંદિરથી અર્ધા માઇલથી વધુ દૂર છે. રસ્તામાં અનેક ખંડિત નાની નાની જૈનમૂર્તિએ પડી છે. તેમજ ગુફાઓ અને મેટા મેટા પત્થરો પડેલા પણ આપણી નજરે ચઢે છે, સિધ્ધશિલા ઉપર શ્વેતાંબર ચેમુખજીની અને પગલાંનો દેરી છે. અહીં અનંત મુનિપુંગવા-સાધુમહાત્માએ સિદ્ધિપદને પામ્યા છે તેથી જ સિષશિલા કહેવાય છે. આ બાજી એક શિખર જૈન ઢેરી પણ નવી બની છે.
કાટીશિલા
મૂળ મંદિરથી દક્ષિણ દિશામાં જતાં એક તળાવ અને પાસે જ એક કૂવા આવે છે. ત્યાંથી કાટિશિલા તરફ જવાને માર્ગ આવે છે. ટેકરી ઊંચી છે. રસ્તામાં ગુફાઓ આવે છે. એ પત્થરના બનેલા મેાટા ખડકમાંથી રસ્તા નીકળે છે. આ દેખાવ બીહામણા અને આશ્ચર્ય પમાડે તેવા છે.
ક્રેટીશિલાના મુખ્ય સ્થાનમાં શ્વેતાંબર જૈન સત્રની અનાવેલી સુંદર મેટી દેવકુલિકા છે. એમાં વચ્ચે ચામુખ, ચાર દિશામાં બિરાજમાન ચાર મૂર્તિ છે. તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જોડી ૨૦ (વીશ) છે. દરેક પાદુકાઓ ઉપર સ’. ૧૮૨૨ ના જેઠ શુદ ૧૧ ને બુધવારના ટૂંકા ટૂંકા લેખેા છે. અથા લેખે એક સરખા ડાવાથી અને બધાના ભાવ સરખા હૈાવાથી એક લેખ નીચે ધૃત કર્યા છે.
" संवत् १८२२ ना ज्येष्ट शुद ११ वार बुध श्री री ( ऋषभस्वामिपादुका स्थापितं (ता) 'श्रीतपागच्छे' मट्टारक श्रीविजयधर्मसूरीश्वरसाज्ञाय श्रीमालगच्छे સંઘવી તારાચંદ્ર હોવલ .............
(શ્રી જૈત સત્યપ્રકાશ, પુ. ૨, અ. ૨, પૃ. ૬૬, ૬૭, ૬૮. પ્રાચીન લેખ સંગ્રહ સ. પૂ. પા. મુનિરાજશ્રી જયન્તવિજયજી મહારાજ.)
આ સિવાય એક ખીજી દેરી છે. વાસ્તવમાં એ દેરી શ્વેતાંબર જૈન સઘની જ છે અને તેમાં મૂલનાયકજીની મૂર્તિ શ્વેતાંબરી છે કિન્તુ દિગ ંબોએ મમત્વને વશીભૂત ખની એ મૂર્તિના કંદોરા ઘસી નાંખ્યા છે એ સ્પષ્ટ દેખાય છે.
અહીંથી આખા પહાડનું ય બહુ જ રમણીય, મનેાહર અને પરમપ્રમેાદપ્રદ લાગે છે. યાત્રિકે સભ્યાસમયે અહીંનાં રમણીય દશ્યા જોવામાં તફીન થઇ જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com