________________
ઈડરગઢ
: ૨૦૬ :
[ જૈન તીને
ઇડરગઢ પ્રાચીન જૈન તીર્થ છે. હાલમાં ઈડર મહીકાંઠા એજન્સીના છ તાલુકામાંથી નાની મારવાડનું મુખ્ય શહેર છે. મહીકાંઠા રાજધાનીનું પણ મુખ્ય શહેર છે. આ મારવાડ તાલુકામાં ૪૪ ગામ શ્રાવકની વસ્તીવાળાં છે. આખા તાલુકામાં ૫૦ જિનમંદિરે, ૨૧ ઉપાશ્રયે અને ૨૧ ધર્મશાલાઓ આવેલી છે. આ ૪૮ ગામે પિકી એકલારા અને ટીટેઈમાં સાધારણ પુસ્તકભંડાર છે, ઈડરમાં તેથી સાથે પુસ્તકભંડાર છે. પ્રસિદ્ધ તીથ પિસીના પણ આ પ્રાંતમાં જ આવેલું છે. તારંગા અને કુંભારીયા પણ આ પ્રાંતમાં જ ગણાય છે. ઈડરમાં પાંચ ધર્મશાળાઓ, પાંજરાપોળ, પાઠશાળા, તથા નીચે પાંચ સુંદર જિનમંદિર છે. ગઢ ઉપર જ દ્વારનું કામ ચાલે છે. પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજીના ઉપદેશથી આ જીર્ણોદ્ધારનું મહાન કાર્ય ઘણા સમયથી ચાલુ છે. હવે પૂરું થઈ ગયું છે. છતાંયે રોજ થોડું કામ ચાલુ જ છે. “ઈડરતીર્થની પ્રાચીનતા”
ઈડરમાં મહારાજા સંપ્રતિએ બંધાવેલા જિનમંદિરને ઉલ્લેખ મળે છે. “સંપ્રતિરાજાએxx પુનઃ ઈડરગઢ શ્રીશાતિનાથને પ્રાસાબિબનિપજાવ્યો.” (જેન કેન્ફરન્સ હેરડને ૧૯૧૫ ને ખાસ ઐતિહાસિક અંક પૃ. ૩૩૫-૩૩૬)
ત્યારપછી મહારાજા કુમારપાલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની પાસે જ પિતે બીજું મંદિર બનાવ્યું. પ્રાચીન તીર્થમાલામાં આ મંદિરને ઉલ્લેખ મળે છે. તેના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજી છે.
" इडरगिरौ निर्विष्टं चौलुक्याधिपकारितं जिनं प्रथमं" મહારાજા કુમારપાલે ઈડરગઢ ઉપર આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું.
સુપ્રસિદ્ધ ગુવવલીકાર આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ મહારાજા કુમારપાલે બંધાવેલ ઈડરના શ્રી અષભદેવજીનું સ્તોત્ર બનાવ્યું છે. તેમાં તેમણે કુમારપાલે બંધાવેલા મંદિર અને પાછળથી તેને જીર્ણોદ્ધાર કરાવનાર શ્રાવક ગેવિંદને પણ ઉલલેખ કર્યો છે.
તપાગચ્છીય આચાર્ય શ્રી સેમસુંદરજીના ઉપદેશથી ઈડરના ધર્મપ્રેમી ધનાઢ્ય શ્રાવક વીસ ઉદેપુર પાસેના દેલવડામાં નંદીશ્વર પટ્ટ બનાવ્યું હતું; મન્દિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિશલરાજને વાચકપદ આપવાને ઉત્સવ કર્યો હતે અને ચિત્તોડમાં શ્રી શ્રેયાંસનાથજીનું મંદિર બંધાવ્યું હતું. તે વિસલ શેઠ ઈડરના જ હતા.
"श्रियापदं संपदुपेतनानामहेभ्यशोभाकलितालक्ष्मी ।
प्रोत्तुंगदुर्गप्रविराजमानमियदिडरनाम पुरं समस्ति ॥" ૧ દેલવાડા એ જ પ્રસિદ્ધ દેવકુલપાટક છે. અત્યારે પણ ત્યાંના મંદિરમાં આ. શ્રી સેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી સુંદર મૂતિઓ, શિલાલેખવાળી છે; તેમજ ધાતુમૂર્તિએ પણ આ જ સૂરિજીની પ્રતિષ્ઠિત કરેલી ઘણી મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com