________________
ભિન્નમાલ
[જૈન તીર્થને
આ ભિન્નમાલ નગર પ્રાચીન કાળમાં પાંચ જન-વીશ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતો માટે મજબૂત કિલે હતું, જે કિલ્લાને ૮૪ તે દરવાજા હતા. કિલાની નીચે પાણીથી ભરેલી મટી ખાઈ વહેતી હતી. આ નગરમાં ૮૪ જેન કરેડપતિઓ વસતા હતા. તેમજ દર શ્રીમાલ બ્રાહ્મણે અને ૮ પ્રાગ્વાટ બ્રાહ્મણે કરોડપતિઓ હતા. હજારો ભવ્ય સોશિખરી જેન મંદિર હતાં. તેમ જ ગણપતિ-મહાદેવ વગેરેનાં પણ હજાર મંદિર હતાં. અહીંના પ્રાગ્વાટ બ્રાહ્મણે અને શ્રીમાલી બ્રાહ્મણે વગેરેને શંખેશ્વર ગચ્છના આચાર્ય ઉદયપ્રભસૂરિજીએ જેને ધર્મના ઉપાસક બનાવ્યા હતા.
વિક્રમની આઠમી સદીમાં આ ભિન્નમાલમાં જ કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખ મળે છે. આ વખતે અહીં જ ગચછના સમર્થ આચાર્યો વિદ્યમાન હતા.
વિક્રેમની સત્તરમી સદીમાં આવેલા અંગ્રેજ વ્યાપારીએ પણ ભિન્નમાલ ૩૬ માઈલના ઘેરાવામાં હોવાને ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે ત્યાં ઊંચા ટેકરા, મેદાન, ઝાડે–વનરાજી અને જંગલી ઘાસ પડયું છે. અત્યારે પણ ભિન્નમાલથી પાંચ છ માઈલ દૂર ઉત્તર તરફ જારી દરવાજે, પશ્ચિમ તરફ સારી દરવાજો, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિણ તરફ લક્ષમી દરવાજે છે. ખુલ્લા મેદાનમાં મકાનના પાયા, ટે, થાંભલા અને નકશીદાર થાંભલા, તારણે વગેરે દેખાય છે.
શહેરથી પૂર્વ દક્ષિણ તરફ ૧ થી બા માઈલ દૂર બે માળનું મોટું સૂર્યમંદિર હતું. કહે છે કે આ મંદિર ઓસવાલ–પોરવાડ બે જૈનોએ બંધાવેલું હતું. આ મંદિર ૧૧૧૭ માં પરમાર રાજા કૃષ્ણદેવના સમયમાં બે સવાલ અને એક પરવાડ જેને મળી જીર્ણોદ્ધાર કરાવ્યું ” એ લેખ છે. વસ્તુતઃ આ સૂર્ય મંદિર હૂણ યા તે કેઈ શક રાજાએ બંધાવ્યાનું સમજાય છે.
આ સૂર્યમંદિર માટે એક બીજી દંતકથા છે. ભિન્નમાલમાં જગસિંહ રાજા હતે જેનાં કનકસિંહ, કનિષ્કસેન વગેરે નામો હતાં. એક વાર એ રાજા જંગલમાં સૂતો હતે ત્યાં એના મુખદ્વારા એક સાપ એના પેટમાં પેસી ગયો. ત્યારપછી રાજાની તબીયત નરમ થવા લાગી, રાજા સુકાવા લાગ્યો. એક વાર રાજા ગામ બહાર જઈ ઝાડ નીચે સૂતા હતા તે વખતે પેટમાં રહેલા સાપે રાજાના મેઢા દ્વારા પોતાનું માથું બહાર કાઢ્યું. એને જોઈ ભૂચર સાપે એને કહ્યું-ભાઈ, ભલે થઈને તું બહાર નીકળી જા, અમારા રાજાને હેરાન કર મા. આ સાંભળી પેટવાળા સાપે ફૂંફાડા મારવા માંડયા એટલે પેલા ભૂતલના સાપે કહ્યું. તને ખબર છે, આ કેરડાના ઝાડ નીચે રહેલા પુષ્પના રસને, અને પાંદડાના રસને મેળવી તેલમાં ઉકાળી રાજાને કઈ પાઈ દેશે તે પેટમાં જ તારા ટુકડા ટુકડા થઈ જાય અને રાજાને જુલાબ લાગતા તેમાં તું નીકળી જા, માટે તારી આવી દશા થાય તે પહેલાં જ તું નીકળી જા, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com