________________
ભિન્નમાલ
: ૨૬૪:
[ જૈન તીયોને દરમી સદીના મહાકવિ મેઘે પોતાની તીર્થમાલામાં ભિન્નમાલને આવો સુંદર પરિચય આપે છે.
“ શ્રી જલઉનયરિ લિનવાલિ એકવિ. પ્રબહુ નંદ વિચાલી; નિઉ (નવું) સહસ વાણિગનાં ઘણાં પચિતાલીસ સહસ વિપ્રતણાં સાલાંતાલાં નઈ દેહરાં પ્રાસાદે જણપૂજા કરાં મુનિવર સહસ એક પોસાલ આદિનગર એહવઉ ભિનમાલ
ઉપર્યુક્ત મહાત્મા કવિઓ ભિન્નમાલનું જે વર્ણન આપે છે તે ભિન્નમાલ એક વાર ગુજરાતની પ્રાચીન રાજધાનીનું ધામ હતું. જયશિખરીના પંચાસર પહે લાનું ગુજરાતનું આ નગર કલા, સંસ્કૃતિ, વિભવ, વિદ્યા, સંસ્કાર અને વ્યાપારનું કેન્દ્ર ધામ ગણાતું હતું. વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું અને ભિન્નમાલના પોરવાડ, શ્રીમાલ વણિક અને શ્રીમાલ બ્રાહ્મણે વગેરે પાટણ આવ્યા. મહામંત્રીશ્વર વિમલના પૂર્વજો ભિન્નમાલથી ગાંભૂ-ગભૂતા અને પાટણ આવેલા છે તે પ્રસિદ્ધ જ છે.
ભિન્નમાલની સ્થાપના કયારે અને કેણે કરી એને ઐતિહાસિક કાવ્યમય ઉલલેખ શ્રીમાલપુરાણમાં મળે છે. શ્રીમાલપુરાણની માન્યતાનુસાર સતયુગમાં આ નગર શ્રીમાલ તરીકે પ્રસિદ્ધ હતું. પછી રત્નમાલ, પુષ્પમાલ અને ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ જ કથાને જેનગ્રંથકારોએ પણ જુદી જુદી રીતે સ્વીકારેલ છે. પ્રબન્યચિન્તામણી, વિમલપ્રબંધ, ઉપદેશકઃપવલી, ભોજપ્રબન્ધ વગેરે ગ્રંથોમાં વિવિધ રીતે આ નગરની ઉત્પત્તિનું વર્ણન રસમય રીતે મળે છે જે વાંચવા યોગ્ય છે.
સુપ્રસિધ્ધ સુઝવારાણ' ના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિજીના પૂર્વજ ગુરુ શિવચંદ્ર ગણિ મહત્તર પંજાબમાંથી વિહાર કરતા કરતા ભિન્નમાલમાં આવી સ્થિત થયાને ઉલેખ કુવલયમાલા કહામાં છે. ઉપમિતિભવપ્રપંચાકથાના રચયિતા સિદણ મહાત્મા પણ અહીં થયા છે. અહીં અનેક જૈનાચાર્યો પધાર્યા છે અને નિધમની પ્રભાવના, પ્રચાર અને વૃદ્ધિમાં મહાન ફાળે આપે છે. સમર્થ જૈનાચાર્યોએ અહીંના રાજપૂત અને બ્રાહ્મણ વગેરેને પ્રતિબંધ આપી “પરમહંતોપાસક જોન' બનાવ્યા છે. જેમાંથી અત્યારે પોરવાડ,
૧ કુવલયમાલા કહા એક અદભૂત પ્રાકૃત જૈન કથાનક છે, જેના કર્તા શ્રી ઉદ્યોતનસુરજી છે અને જે જાબાલિપુરમાં શક સંવત ૬૯૯ ના ચૈત્ર વદ ૧૪ પૂર્ણ થઈ છે. આ ગ્રંથની મુખ્ય ભાષા પ્રાકૃત-મહારાષ્ટ્રી જેન છે. ગદ્યપદ ઉભય મિશ્રિત છે. લગભગ ૧૦૦૦ લોકપ્રમાણ છે. (વિશેષ પરિચય માટે જૈ. સા. સં. ખંડ તુતીય જુએ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com