________________
શ્રી શંખેશ્વરપાનાથજી ; ૧૬ર :
[[ જૈન તીર્થો ખાસ કરીને પાટણ, અમદાવાદ, ખંભાત વગેરેના શ્રાવકેએ આ મંદિર બંધાવવામાં સારો ખર્ચ કર્યો હશે એમ લાગે છે.
ઓગણીસમી સદીમાં જયપુરના એક સગૃહસ્થે પાંચ હજાર રૂપિયા ખચી જે નાને જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેને લેખ આ પ્રમાણે છે.
| ૩૪ શ્રી વાઘ ના શ્રી સરસ્વતી નમ: | સંવત ૧૮૬૮ ના वर्षे भाद्रवा सुद १० दिने वारबुधे ॥ सवाई जेपुरका साहा. उत्तमचंद वालजिका रु. ५००० अंके रुपैया पांच हजार नाणा सफाई रोकडा मोकला ते मध्ये कारखाना काम करावो । एक काम चोकमां तलीआको, दुसरो देवराकी जालि, तीसरो काम चोवीस तीर्थकरको परघर समारो, चोथो काम बावन जिनालयको टुटोफुटो समरावो, पांचमो काम नगारपाना पंड दो को करावो, छठा काम महाराजश्री संघरजीने गलेप करावो रु ५००० अंके रुपैया पांच हजार शाहा. जीवणदास गोडीदास राधनपुरवालाकी मारफत. गुमास्ता ३ ब्रह्मणहरनारायण, तथा ईश्वरदास तथा मेणा हीकाराम पासे रहीने खर्चावा छे ।। श्री पारसनाथ सत छ।"
લેખ સહેલાઈથી સમજાય તેવે જ છે. આ પછી વીસમી સદીમાં આખા મંદિરને ભવ્ય જીર્ણોદ્ધાર થયો છે. બધે ઠેકાણે સુંદર આરસ પથરાયેલું છે. મંદિર સાક્ષાત દેવભુવન જેવું લાગે છે. દેરીઓ પણ બધી સુધરાવી છે. સં. ૧૫૮ થી તે અમદાવાદનિવાસી શેઠ જમનાભાઈ ભગુભાઈને ત્યાં વહીવટ છે. એમણે થોડા સમયથી કમિટી નિમી છે. શેઠજીએ આ તીર્થને વહીવટ પિતાના હાથમાં લીધા પછી આ તીર્થની ઘણી જ સારી ઉન્નતિ થઈ છે અને થતી જાય છે. આ કમિટી ભેંટણીજી તીર્થ અને શખેશ્વરજી તીર્થને વહીવટ ચલાવે છે. આ પહેલાં રાધનપુરના ભાઈઓ વહીવટ ચલાવતા હતા.
અત્યારે તે વહીવટ વ્યવસ્થિત અને સારી દેખરેખવાળે છે. મૂલમંદિરના રંગમંડપમાં રાધનપુરવાસી શેઠ કમળશી ભાઈ હસ્તક શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રના પૂર્વ સમેતના પ્રસંગે સારી રીતે ચિતરાયા છે.
ઉપર પ્રમાણે મંદિરોના લેખની નેંધ આપી છે એવી જ રીતે જૂની ધર્મશાળાના પણ લેખો છે જેમાં ૧૮૩૬, ૧૮૫૪, ૧૮૭૪ ના લે છે. એમાં ૧૮૩૬ અને ૧૮૫૮ માં રાધનપુરના ગૃહસ્થાએ ધર્મશાળાઓ કરાવી છે. મૂળ જમીન તે સંઘે અઘાટ-વેચાતી લીધી છે અને રાધનપુરના ગૃહસ્થો મારફત ધર્મશાળા કરાવી છે. ૧૮૭૪ નો લેખ તે ગઢના કાંઠાને છે. આ સિવાય ૧૯૧૬ ને એક પાદુકા લેખ છે. તેમ સરાઈના અને શ્રી શંખેશ્વરજી તીર્થને અર્પણ થયેલ ગોચરના પણ લેખો મહત્વના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com