________________
ઇતિહાસ ]
: ૧૬૫: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વિજયધર્મસૂરિ જૈન પુસ્તકાલય, જૈન પાઠશાળા, ઝવેરી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, વિશાલ જૈન ધર્મશાળા, પાંજરાપોળ વગેરે છે. વિરમગામ ગુજરાત કાઠિયાવાડના નાકે આવેલું છે. મોટું જંકશન છે. અહીંથી મહેસાણા, અમદાવાદ, કાઠિયાવાડ, પાટડી, ખારાઘેઠા રેલવે જાય છે. અહીંનું મીનલ તળાવ પણ મેટું અને પ્રસિદ્ધ છે.
માંડલ અહીં ૩૦૦ ઘર છે. પાંચ ભવ્ય જિનમંદિરે, ૭ ઉપાશ્રયે, જૈન પાઠશાળા, સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, પાંજરાપોળ, મોટી જૈન ધર્મશાળા છે. વિરમગામ તાબાનું ગામ છે. વિરમગામથી અહીં સડક છે. વીરમગામથી ૯ થી દસ ગાઉ દૂર છે.
દસાડા નવાબી ગામ છે. માંડલથી વા-૪ ગાઉ દૂર છે, ૪૦ ઘર જેનેનાં છે, ૧ જિનમંદિર, ૨ ઉપાશ્રય, ૧ પાઠશાળા અને ૧ ધર્મશાળા છે.
પાટડી વિરમગામથી ૯ ગાઉ દૂર છે, શ્રાવકનાં લગભગ પાસે ઘર છે, બે જિનમંદિર, ૩ ઉપાશ્રય, જૈન પાઠશાળા, કન્યાશાલા, પાંજરાપોળ છે. આ. શ્રી વિજયદાનસૂરિજી ૧૯૦ માં આ સ્થળે સ્વર્ગવાસી થયા હતા.
પંચાસર રાધનપુર સ્ટેટનું ગામ છે. વિરમગામથી લગભગ પંદર ગાઉ દૂર છે, શંખેશ્વરજી અહીંથી પાંચ ગાઉં દૂર છે. અહીં શ્રાવકનાં ઘર લગભગ વીશ છે. સુંદર જિનમંદિર છે. બે ઉપાશ્રય છે. ગામ બહાર એક પ્રાચીન જૈન મંદિર ખંડિયેર હાલતમાં દેખાય છે. પંચાસર ગુજરાતના રાજા જયશિખરીની રાજધાની હતું. તે લડતા લડતા ભૂવડના હાથે મરાયા અને એની રાણું રૂપસુંદરીએ આ પ્રદેશના જંગલમાં વનરાજને (ચંદુરમાં) જન્મ આપે. પછી શ્રી શીલગુણસૂરિના ઉપકારથી એ વનરાજ રાજા થયે. સૂરિજીના ઉપદેશથી પચાસરજીના પાર્શ્વનાથજીની મૂતિ પાટણમાં પધરાવી પંચાસરજીનું ભવ્ય મંદિર બંધાવ્યું. એ * મંદિરમાં વનરાજની પ્રભુને હાથ જોડીને ઉભેલી મૂતિ છે. અર્થાત્ પંચાસરજી ગુજરાતનું જૂનું પ્રાચીન શહેર છે.
* પંચાસરથી પૂર્વ દિશામાં ચાર માઈલ દૂર એરવાડા ગામ છે. ત્યાંથી જમીનમાંથી શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ નીકળી છે જેમાં ૧૧૦૭ ને લેખ સ્પષ્ટ છે. જમીનમાંથી ખોદતા ગરદન ખંડિત થઈ છે. આ મૂર્તિ ત્યાંના કરમંદિરમાં પૂજાય છે. એવાડા વણોદ સ્ટેટનું ગામ છે. એરવાડામાં શ્રાવકનું ઘર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com