________________
ઇતિહાસ ]
L: ૫
:
[ શ્રી શત્રુંજય
રામપોળ રામપળની બારીથી આદીશ્વર ભગવાનના મંદિર સુધી
આખા પહાડ ઉપર સૌથી વધુ પવિત્ર અને મહત્ત્વની ટૂંક આ સ્થાને છે. આ સ્થાનને દાદાની ક અથવા મોટી કે કહેવામાં આવે છે. શત્રુંજય તીર્થની યાત્રાએ આવનાર કોઈપણ યાત્રિકનું મન લેભાવનાર, ચિત્ત શુદ્ધ કરનાર, આત્માને શાંત - અને પવિત્ર કરનાર આ ક છે. આ ટૂંકના ત્રણ ભુગ પાડવામાં આવેલા છે. રામપળ, વિમળવશી અને રતનપોળ.
૧. રામપળમાં મંદિર-વિમલનાથ ભગવાનનું. આ મંદિર પાંચ શિખરી છે, અને ઔરંગાબાદવાળા શેઠ મેહનલાલ વલ્લભદાસે બંધાવેલ છે. મંદિર બહુ જ ભવ્ય, રળીયામણું અને સુંદર છે.
૨. મંદિર–સુમતિનાથ ભગવાનનું આ મંદિર ત્રણ શિખરવાળું છે. સુરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચદે બંધાવેલું છે. આ બંને મંદિરો તેની રચના અને અકૃતિ માટે સુંદર છે, પણ હમણાં હમણાં ત્યાં પાસે જ ડાળીઓવાળ ડાળી પાથરીને બેસતા હોવાથી યાત્રીઓને દર્શને જતાં અડચણ પડે છે.
આની જોડે જ મોતીશા શેઠની ટ્રકની ફૂલવાડી અને કુંડ છે કુંડના પરથા બને છેડે, અથાત્ દૂકના કિલ્લાની પાછળના ભાગમાં કુંતારદેવીને ગોખલે છે. તેની સામે બાજુએ આણંદજી કલ્યાણજીની ઓરડીઓ છે અને સાથે જ મેતીશા શેઠની ઓરડીઓ છે જેને જાળી ભરેલી છે. ત્યાંથી સામે જ સગાળ પોળના નાકે આ. ક. પેઢીનું બે માળનું એક વિશાલ મકાન છે.
અહીથી આગળ વધતાં લા પહોળા વિશાળ ચેક આવે છે. ત્યાંથી થોડાં પગથિયાં ઊંચે ચઢી સગાળપોળ તરફ જવાય છે. અહી વચ્ચે ચોક આવે છે જેમાંથી સીધે રસ્તે ઘેટીની પાળે જાય છે. જમણા હાથ તરફનો રસ્તે નવ ટુંક તરફ અને ડાબા હાથને રસ્તે સગાળ પળ તરફ જાય છે. થોડાં પગથિયાં ચઢી સગાળ પળમાં જવાય છે. અહી દરવાજામાં શેઠ આ. કે. પેઢી તરફથી ચોકી બેસે છે જે જૈન - યાત્રીઓ તથા અજેની પાસેથી લાકડી, છત્રી, મેજા, જેડા આદિ તથા કેઈપણ જાતના શસ્ત્ર વિગેરે પાછાં આપવાની શરતે લઈ લ્ય છે. અંગ્રેજે, રાજામહારાજાઓ તથા ઉચ્ચ અધિકારીઓ વિગેરે બૂટ તથા શસ્ત્ર અહીં જ ઉતારે છે. મૂકે છે.
અહીંથી આગળ વધતાં સામે જ દેલા ખાડી દેખાય છે. તેમાં ઘણું
* લાખાડીમાં ઉત્તરની ભીંતમાં નીચેનો લેખ હતે. આ લેખનો અર્થો હીસ્સો જ ત્યાં ઉપલબ્ધ હતો પરંતુ શ્રીમાન જિનવિજયજી તે લેખની પૂર્તિરૂપ અક્ષરે [ ] આવી આપી લેખ પૂરો કરેલ છે તે લેખ મહત્ત્વ હેવાથી હું નીચે આપું છું. [ આ માહિઋતર] વચ્ચે ત્રાવાવ --
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com