________________
ઇતિહાસ ]
: ૭ :
શ્રી શત્રુ'જય
હૃદય એકદમ ઉત્સુક થઇ જાય છે. જે મન્દિર તરફ દૃષ્ટિ નાંખા તે અદ્ભુત અને અનુપમ દેખાય છે. મન્દિરેાની કારીગરી, ઊંચાઈ, શિલ્પ તથા અંદર બિરાજમાન વૈરાગ્યમયી જિનવરેન્દ્રદેવની અદ્ભુત આકષક મૂર્તિનાં દર્શન કરતાં દશકના હૃદયમાંથી આશ્ચય સૂચક શબ્દ નીકળી પડે છે અને હૃદય મસ્તક સહિત ચૂકી પડે છે. ચાતરમ્ જયાં દષ્ટિ નાંખેા ત્યાં મદિરા જ મન્દિર નજરે પડે છે. આ ટુંકમાં મહારાજા સંપ્રતિ, મંત્રીશ્વર વિમલ, મહારાજા કુમારપાલ, મંત્રીશ્વર બાહેડ, મહામાત્ય વસ્તુપાલ તેજપાલ, પેથડશાહ, સમરાશાહ, તેજપાલ સેાની વગેરેનાં ભવ્ય મદિરા અન્યાં છે. તીથના ઉદ્ધાર મુખ્ય આ ટુંકના જ થતા.
યદ્યપિ નવા નવા ઉદ્ધારા થતા હેાવાથી પ્રાચીનતા તેના અસલ રૂપમાં નથી દેખાતી છતાં ય તીથની મહત્તા, પૂજ્જતા અને પ્રાચીનતા તે દશકના હૃદયપટ પર આલેખાઈ જ જાય છે. આ ટુંકમાં કેટલાં મર્દિશ છે તેની સક્ષિપ્ત યાદી નીચે મુજબ છે.
આદીશ્વર ભગવાનની ટુંકમાં એ દેહરાં મુખ્ય છે, ૨૩૪ દેહરીએ છે, ૧૩૧૫ પ્રતિમાઓ છે, ૧૬૬૪ પગલાં છે. વિમલવસહીમાં ૩૪ દેહરાં, પ૯ દેહરીએ, ૧૪૫૧ પ્રતિમાઓ, ૨૦૯ પાદુકાઓ છે. નરશી કેશવજીમાં ૨ દહેરાં, ૭૦ દેહરીઆ, ૭૦૦ પ્રતિમાઓ, ૨ પાદુકાઓ છે. તી ઉપરના કિલ્લાના મીએ દરવાજો આ ટુંકમાં છે જેને રામપેાળ કહે છે. વિ. સ. ૧૯૩૯ માં યાત્રાળુ વધારે થવાથી ત્રીજી માજી એક બીજો દરવાજો (ખારી) મૂકેલ છે. અહીંથી અંદર-માટી ટૂંકમાં જવાય છે.
આ પાળમાં એ મુખ્ય મંદિર છે. આ વાળમાં ડાળીવાળા ખેસે છે. આ પેાળમાં મેાતીશાની ટુંકની ફૂલવાડી અને કુંડ છે. આગળ જતાં સગાળપાળ આવે છે, જ્યાં દરેક યાત્રાળુ છત્રી, લાકડી, હથિયાર વગેરે મૂકે છે અને શેઠ આ. કે. ની પેઢી તરફથી ચાકી બેસે છે. આગળ જતાં દાલાખાડી આવે છે તેમાં સગાળકુડ અને નગારખાનુ` છે. સગાળપેાળથી આગળ મેાજા પણ લઈ જવાની મનાઇ છે. સગાળપાળની મહાર અધિકારીએ અને રાજામહારાજાએ પણ ખુટ ઉતારે છે, જેની નેાટીસ ત્યાં ચેાડેલી છે. ઢોલાખાડીથી આગળ જ વાઘણપાળ આવે છે. ત્યાં દરવાજે એ બાજી હનુમાન અને વાઘણની મૂર્તિઓની ચાકી છે. અહીંથી નરશી કેશવજીની ટૂંકમાં જવાના રસ્તા છે.
ત્યાંથી આગળ જતાં વાઘણ પેાળના દરવાજાથી હાથીપાળના દરવાજા સુધીના ભાગને વિમલવશી કહે છે. ગુજરાતના મહામંત્રીશ્વર વિમલશાહે આ ટુંક મધાવેલી છે. અહીંથી અન્ને બાજુ મદિરાની લાઈન શરૂ થાય છે. તેમાં ડામા હાથ તરફ શ્રી શાંતિનાથજી, ચક્રેશ્વરી દેવી, સુપાર્શ્વનાથજીનું મંદિર (જેને વિમલવશીનુ` મદિર કહે છે અને જેમાં એક ચામુખજીમાં તેમનાથજીની ચારી, યાદવા, રાજુલ વગેરેનાં સુંદર ચિત્રા છે.) જગતશેઠનુ મદિર તથા સહસ્રા પાર્શ્વનાથનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com