________________
ઇતિહાસ ]
૧૩૩ :
કેડીનાર, ઉના
કોડીનાર વેરાવલથી પ્રભાસપાટણ થઈ અજારાની પંચતીર્થીએ જતાં કેડીનાર પ્રથમ તીર્થ આવે છે. અહીં અઢારમી શતાબ્દી સુધી સુંદર મંદિર હતું. નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબિકા પૂર્વભવમાં અહીં મૃત્યુ પામી દેવી બની હતી. અહીં મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનું હતું. “કેડીનારે નમણું નેમ,” તથા “સુહાગણ અંબિકાદેવ” આવા ઉલ્લેખ મળે છે. અહીંની જૈન મૂર્તિઓના ઘણા લેખે ભાવનગર સ્ટેટ તરફથી પ્રકાશિત લેખસંગ્રહમાં પ્રગટ થયેલ છે. હાલમાં અહીં એક પણ જૈન મંદિર નથી.વિચ્છેદ પ્રાયઃ તીર્થ છે. ગામમાં એક ધર્મશાલા છે. પ્રભાસપાટણથી કેડીનાર ૧૦ ગાઉ દૂર છે.
ઉના શહેર કેડીનારથી ઉના ૮ કેસ દૂર છે. ઉના સલમી શતાબ્દીથી લઈને અઢારમી શતાબ્દીના પૂર્વાધ્ધ કાલ સુધી ઉન્નત હતું. મહાન મેગલ સમ્રા અકબર–પ્રતિબોધક જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ વિ. સં. ૧૬પરનું ચાતુર્માસ આ ઉના શહેરમાં રહ્યા હતા. તે વખતે અહીં જેનોની વસ્તી ઘણી જ હતી. ૧૬પરના ભા. શુ. ૧૧ ના દિવસે સૂરિજી મહારાજનું અહીં સ્વર્ગગમન થયું હતું. જે સ્થાને સૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ ત્યાં અકાળે આશ્ર ફળ્યા હતા અને તે આખો ૮૦ વીઘાનો ટુકડો બાદશાહ અકબરે જૈનસંઘને બક્ષીસ તરીકે અર્પણ કર્યો હતે. અત્યારે ૬૦ વીઘા જમીન છે. તેને શાહીબાગ કહે છે. તેમજ દાદાવાડી પણ કહે છે. સૂરિજી મહારાજની ચરણપાદુકાની સુંદર છત્રી છે. તેમજ તેમના પ્રતાપી પટ્ટધર અકબરપ્રતિબંધક, જહાંગીરપ્રતિબંધક વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ તથા બીજા કેટલાય સૂરિવરે અને મુનિરાજોની છત્રીઓ છે. શહેરમાં હીરવિજયસૂરિજીના સમયને પ્રાચીન ઉપાશ્રય છે. મંદિરમાં સૂરિજી મહારાજની મૂર્તિ પણ છે. અહીં પાંચ જિનમંદિર એક સાથે છે.
૧. શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયકછ છે. ૨૫ નાની દેરીઓ અને ૧ મોટું સુંદર ભેંયરું છે.
૨૩. બને મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથજી પરિકર સહિત છે. બન્નેમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓ છે. જિનબિંબે ઘણાં જ સુંદર અને વિશાલ છે.
૪. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. ગૌતમસ્વામીની બે મૂર્તિઓ છે.
૫. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. પાંચે મંદિરમાં અનુક્રમે (૧) માં ૫૧, (૨) માં ૧૪, (૩) માં ર૩ દેરીઓ મુખજી વગેરે ઘણી પ્રતિમાઓ છે (૪) માં ૧ અને (૫) માં ૨૪ જિતેંદ્રપ્રતિમાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com