________________
ઇતિહાસ ]
: ૭૭:
[ શી સજય ચમુખનું દહેજે શ્રી પુંડરીકજીના દેરાસરના પગથીયા પાસે ઉત્તર તરફ ચામુખજીનું દહેરું છે. આ દહેરુ છેલ્લી ભમતીના છેડે, પુંડરીકજીના દહેરે જતાં પહેલાં આવે છે. તે ગંધારીયાવાળાનું બનાવેલું છે. મેડા ઉપર ચેમુખજી વગેરે પાષાણની પ્રતિમાજી ૭. આ દહેરાનું પશ્ચિમ તરફનું બારણું પૂરીને તેમાં હાલ પૂજા-આંગીને સામાન રાખવામાં આવે છે. અહીં રૂપાનાં પંચતીરથ તથા સિદ્ધચક્ર છે. પ્રતિમાજી ૮, રૂપાની પ્રતિમાજી ૭, રૂપાનાં સિદ્ધચક્ર ૬, ધાતુના સિદ્ધચક ૩ અને અષ્ટમંગલિક ૧ છે.
આની પાસે જ એક ખાલી દહેરું છે. આ દહેરું મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે. તેમાં પ્રતિમાજી નથી તેથી તેમાં ઉપરની આંગીના હમેશના દાગીના રખાય છે.
શ્રી ગધારીઆના મુખજીના દહેરની ફરતી જમણી તરફથી ડાબી તરફ સુધી દહેરીઓ ૧૬, ગોખલા ૨, સર્વપ્રતિમા ૬૭, પગલાં જેડ ૩ તથા દહેરા ૧માં ચાવીસ તીર્થંકરદેવની પરમપૂજ્ય માતાઓની પુત્ર સહિત મૂર્તિઓ છે.
રાયણવૃક્ષના ખૂણાથી તે ચૌદરતનના દહેરા સુધી દહેરી ૧૦, ગોખલા ૩, પ્રતિમાજી ૩૩, વિજય શેઠ અને વિજયા શેઠાણુની મૂતિ ગોખલામાં, તથા આરસ પહાણની વીશી ૨ છે.
ચૌદ રતનના દહેરાથી તે ઠેઠ શ્રી પુંડરીકસ્વામીના દહેરાના ખૂણા સુધી દહેરી ર૬માં પ્રતિમાજી લ્ય, ધાતુનાં સિદ્ધચક્ર ૧, પગલાં જડ ૧, દેવીની મૂર્તિ ૧, વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિ, તથા ગોખલા ૧માં સાધુની મૂર્તિ ૩ છે.
શ્રી સીમંધરસ્વામી ભગવાનના દહેરાસર ફરતી દહેરી તથા દહેરાં તેમજ ગેખલા વિગેરેની વિંગત–
ગેખલે ૧ઃ શ્રી સીમંધરસવામી ભગવાનના દહેરાની પાછળ અજમેરવાળાએ બંધાવેલ પ્રતિમાજી ૨ છે.
સુરતવાળા શેઠ ભૂખણદાસ જગજીવનદાસે સંવત ૧૯૨૦ માં બંધાવેલું દહેરું, ૧ઃ મુલનાયકજી શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૪ છે.
શા. મંગળજીએ સંવત ૧૮૧૦માં બંધાવેલી દહેરી ૧ઃ મૂલનાયક શ્રી પપ્રભુજી, પ્રતિમાજી ૪ છે.
સાંકળીબાઈનું દહેરું ૧૯મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથ ભગવાન, પ્રતિમાજી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું દહેરુ ૧, પ્રતિમાજી ૧૭ છે. સંવત ૧૮૨૬માં બંધાવેલી દહેરી ૧માં પ્રતિમાજી ૫ છે. દહેરી ૧૦ શ્રી ગૌતમસ્વામીજી વગેરે પ્રતિમાજી ૫ તથા પગલાં જોડ ૧ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com