Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક :
પ્ર-આપ ગચ્છાધિપતિ તરીકે જાહેર કરી શકે છે ને!
ઉ–બધુ' જ કરીશુ. અવસર આવે નહેર ન કરીએ તે અમે ય ગુનેગાર ઠરીએ. શ્રી જૈન શાસનમાં આજ્ઞાની પ્રધાનતા છે પણ મરજી મુજબ જીવવાની વાત જ નથી. શ્રી જૈન શાસનમાં આચાય ની જોખમદારી ઘણી છે. આચાય પદને પામીને ભગવાનના શાસનની દરકાર ન કરે, જાતની પ્રભાવના માટે મથે, મરજી આવે તેમ ખેલે-વર્તે, શાસ્ત્ર સિદ્દાન્તને બાજુએ રાખી, લેાકની વાહ વાહ ખાતર ખાટી એકતાની મહેનત કરે તે બધા શાસનના નાશ કરનારા છે પણ ભકિત કરતારા નથી. એકતા તે તેની સાથે હાય જેનાથી ભગવાનનું શાસન વધુ દીપે !
: ૧૯
પ્ર.-આપ જ એકતાના વિરોધ કરે છે ને ?
ઉ.-તરે એમ માનેા છે કે, અમે એકતાના વિરોધી છીએ ! હું તે આખું જગત એક થાવ તેમ ઇચ્છું છું, એકેન્દ્રિય જીવાનુ પણ ભલું જ થાય તેમ ઇચ્છું છું. તે પરસ્પરનું ભલું થાય તેમ ન ઇચ્છું ? એકતા કાને ન ગમે ? સાધુ સંઘ પણ જો એક હાત તા એક અધમ ચાલત નહિ. એકતા નથી તેનુ દુ:ખ છે પણ તે દુ:ખ શમાવવા ખેાટી એકતા નથી કરવી, જે એકતાથી ધમીએ રીબાય સીદાય, પાપીએ ફાવે, ઉન્માગી એ ફાવે તેવી એકતા અમારે જોઇતી નથી. હાલમાં ‘હું નથી ખેાલતે તેનુ એક જ કારણ
કે-કચરા ભેગું સાચુ' પણ કચરામાં સળગી જાય, સુકા ભેગુ' લીલું પણ બળી જાય ?' તેવું મારે નથી કરવુ, એકતા કરનારામાં જ કેટલી અનેકતા થઈ તે
જોતા નથી !
પ્ર.-આપ ઘણું કરાવવા મુંબઈ આવ્યા છે તેમ કહે છે.
ઉ.-ઘણુ કરી રહ્યા છે તેને ઓળખાવવા આવ્યા છું. શાંત થાય તે શાંત કરવા અને ન થાય તે ઉઘાડા પાડવા આ ધÀા જન્મ્યા ત્યારથી કરતેા આવ્યા છું અને જીવીશ ત્યાં સુધી કરીશ. એકલા રહેવું પડે તે એકલા રહીને પણ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કરતા હાય તેને સાથ નહિ જ આપું, ખેાટી લાલચ આપતા નહિ, આજ સુધી મજેથી જીન્ગેા છું.
(૨૦૪૨ લાલબાગ સુ`બઈ)
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક