Book Title: Jain Ramayana Part 3 Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોરી કલ્પનાઓ પર આધારિત અને માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યોનો નાશ કરનારી હજારો કથાઓ... છપાઈને પુસ્તકોમાં પ્રકાશિત થાય છે... ઘરઘરમાં એ પુસ્તકો પહોંચી રહ્યાં છે ને રસપૂર્વક વંચાઈ રહ્યાં છે... એના દુગ્ધભાવો આજે વિલાસ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, દુરાચારવ્યભિચાર, અનીતિ-અન્યાય... હિસા, માયા-કપટ... વગેરે રૂપે વ્યક્તિના જીવનમાં, સામાજીક જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે. રામાયણની મહાકથા એવી મહાકથા છે કે એને વાંચનારા મનુષ્ય પર એના સુંદર પ્રભાવ પડ્યા વિના ન રહે. ત્યાગ-વૈરાગ્ય, શીલસદાચાર, ન્યાય-નીતિ, અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણોની છાયા પડ્યા વિના ન રહે. કોઈ ઉપદેશ વિના, સીધી જ સળંગ કથા લખી છે. એ મહાકથાનાં પાત્રો જ બોલે છે. એમને જે કહેવું છે તે જ કહેવા દીધું છે! વાંચનારાંઓની રસવૃત્તિ અંત સુધી જાગ્રત રહે અને તે તે પ્રસંગ અને ઘટાની વાચક મૂલવણી કરી શકે, એ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. આ પરમપવિત્ર મહાકથાના વાંચનની સહુ જીવોને સન્મતિ પ્રાપ્ત થાઓ, મોટામાર્ગ પ્રાપ્ત થાઓ એવી મંગલ અભિલાષા સાથે વિરમું વિ.સં.૨૦૪૬ શ્રાવણ. - પ્રિયદર્શન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 351