________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોરી કલ્પનાઓ પર આધારિત અને માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યોનો નાશ કરનારી હજારો કથાઓ... છપાઈને પુસ્તકોમાં પ્રકાશિત થાય છે... ઘરઘરમાં એ પુસ્તકો પહોંચી રહ્યાં છે ને રસપૂર્વક વંચાઈ રહ્યાં છે... એના દુગ્ધભાવો આજે વિલાસ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, દુરાચારવ્યભિચાર, અનીતિ-અન્યાય... હિસા, માયા-કપટ... વગેરે રૂપે વ્યક્તિના જીવનમાં, સામાજીક જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે.
રામાયણની મહાકથા એવી મહાકથા છે કે એને વાંચનારા મનુષ્ય પર એના સુંદર પ્રભાવ પડ્યા વિના ન રહે. ત્યાગ-વૈરાગ્ય, શીલસદાચાર, ન્યાય-નીતિ, અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણોની છાયા પડ્યા વિના ન રહે.
કોઈ ઉપદેશ વિના, સીધી જ સળંગ કથા લખી છે. એ મહાકથાનાં પાત્રો જ બોલે છે. એમને જે કહેવું છે તે જ કહેવા દીધું છે! વાંચનારાંઓની રસવૃત્તિ અંત સુધી જાગ્રત રહે અને તે તે પ્રસંગ અને ઘટાની વાચક મૂલવણી કરી શકે, એ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે.
આ પરમપવિત્ર મહાકથાના વાંચનની સહુ જીવોને સન્મતિ પ્રાપ્ત થાઓ, મોટામાર્ગ પ્રાપ્ત થાઓ એવી મંગલ અભિલાષા સાથે વિરમું
વિ.સં.૨૦૪૬
શ્રાવણ.
- પ્રિયદર્શન
For Private And Personal Use Only