________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના નથી રહી શકતે. કદાચ તેમ ન બને તે પણ, બીજી પ્રાન્તિક ભાષામાં સર્વથા નિર્દોષ તે નજ લખી શકે. શ્રી હિમાંશુવિજયજીના ગુજરાતી હિંદી લેખમાં જ્યાં જ્યાં મને ભાષાદેષ જેવું જણાયું, ત્યાં ત્યાં મેં બનતે સુધારો કર્યો છે.
કેટલાક લેખોમાં પિતાના વ્યકિતત્વનો થએલે ઉલ્લેખ લેખનકળાને અનુકૂળ ન ગણાય, છતાં, હમણાં હમણાં અનેક લેખમાં એ ટેવ દેખાતી હેઈ, એ ત્રુટિ લન્તવ્ય છે, એમ ધારી, મેં તેમાં કંઈ ફેરફાર કર્યો નથી.
આમાં આપેલા લેખે પૈકી ઘણુ ખરા લેખો તે ઘણાજ વિદત્તાપૂર્ણ, અને અપૂર્વ પોળના પરિણામે લખાએલા છે, અને વિદ્યાનેને-શોધખોળ કરનારાઓને એમાંથી ઘણું ઘણું જાણવાનું મળે તેમ છે.
કેટલીક વસ્તુઓનું સ્પષ્ટીકરણ નેટમાં કરવામાં આવ્યું છે, છતાં પણ કેટલાક લે અમુક વર્ષો પહેલાં લખાએલા હેઈ, તે પછીના સમય દરમીયાન તે વસ્તુમાં ફેરફાર થયે પણ હશે. જો કે જે જે વસ્તુની માહિતી મને મળી હતી, તે તે વસ્તુમાં તો ફેરફાર મેં મળમાં અને કોઈ કોઈ નેટમાં પણ કરી નાખ્યા છે.
મારો વિચાર હતો કે આ પુસ્તકની પ્રસ્તાવના કે સારા વિદ્વાન સાહિત્યકાર પાસે લખાવવી, પરંતુ તેમ કરવામાં તૈયાર થએલું પુસ્તક લાંબો સમય રેકી રાખવું પડે તેમ જણાયાથી, અને વધારે વખત રોકી રાખતાં, તૈયાર થએલાં ફોર્મોને પણ હાનિ પહોંચે તેમ હોવાથી, એની ન્યૂનતાવાળી સ્થિતમાંજ પુસ્તક બહાર પાડવું એગ્ય ધાર્યું છે.
મુનિ શ્રી હિમાંશુવિજયજીના આમાં આપેલા લેખે વિદ્વાનોને ઉપયોગી થાય એ ઈચ્છી અહિં જ વિરમું છું. જૈનમંદિર, રણછોડલાઈન, કરાચી
વિદ્યાવિજય જે. વ૮, ૨૪૬૪ ધર્મ સં ૧૬
(૧૩)
For Private and Personal Use Only