________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેના નામનું સ્મારક ખાલવામાં આવ્યું છે, એમના વ્યકિતત્વને, એમના જીવનના પ્રિય વિષ્ણુને ખ્યાલ કરીને એ નિર્ણાંય કરવામાં આવ્યા કે એ કુંડના ઉપયોગ શ્રી હિમાંશુવિજય સ્મારક ગ્રંથમાળા” તરીકે કરવા. અને તે ફંડમાંથી સારૂં સારૂં સાહિત્ય પ્રકટ કરવું અને તે શ્રીવિજ્યધર્મ સરિ ગ્રંથમાળાની પેટા ગ્રંથમાળા તરીકે રહે.
શ્રીહિમાંશુવિજ્યજીએ, પોતાની ટૂંકી જીંદગીમાં જે કંઇ સાહિત્ય પ્રવૃત્તિ કરી છે, તે ખાસ કરીને ગ્રંથાના સમ્પાદન કરવામાં કરી છે. ઉપરાન્ત મેં ઉપર કહ્યું તેમ-જુદાં જુદાં માસિકા અને પત્રમાં તેમણે જે લેખો લખ્યા તે, અને જે લેખા તેમના સગ્રહમાં અપ્રસિદ્ધ પડયા હોય, તે પણ એક સગ્રહ રૂપે પ્રકાશિત થઇ જાય, તો સારૂં, એમ મને અને મારા માનનીય ગુરૂભાઇ શાન્તમૂર્ત્તિ મુનિરાજશ્રી જયન્તવિજયજીને પણ લાગ્યું. આથી એ બધા લેખા યત્ર તંત્ર વિખરાએલા હતા અથવા કંઇક એમના સંગ્રમાં કટિંગો કાખ્ય કરેલાં હતાં, એ બધા એકત્રિત કર્યાં. અને તેનુંજ આ પરિણામ છે કે લગભગ ૭૦ જેટલા લેખાના સગ્રડ આજે વિદ્રાની સમક્ષ મૂકવાને હું ભાગ્યશાળી થાઉં છું.
આ લેખોની છાંટણી અને લેખાના વિભાગે કરતી વખતે એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે જે લેખો થોડાક જ ફેરફાર સાથે લગભગ એકજ જાતના હતા, એવા વધારાના લેખે આમાં નથી આપવામાં આવ્યા; તેમજ કેટલાક એવા લેખો, કે જેમાં ઐતિહાસિક કે સાહિત્યિક કંઈ મહત્ત્વ નહિં જોવાયું, એવા લેખે પણ અલગ કરી દેવામાં આવ્યા છે.
એ કહેવું અસ્થાને નહિં ગણાય કે શ્રી હિમાંશુવિજયજીન માતૃભાષા મારવાડી હતી, ગમે તેટલા વિંક્રાત્ માણુસહાય, છતાં જી ભાષામાં લખતાં, માતૃભાષાની થોડી ઘણી ઝલકનો ભોગ બન્યા
( ૧૨ )
For Private and Personal Use Only