________________
જોઈએ એ દૃષ્ટિએ કદ વધારવાને મંજૂરી પણ મળી. આ રીતે ૨૦૦ પૃષ્ઠના ગ્રંથને બદલે લગભગ ૩૪૫ પૃષ્ઠના દળદાર ગ્રંથને સમાજચરણે ધરતાં અમને આનંદ થાય એ સ્વાભાવિક છે.
હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર સમા યુગપ્રધાન પ્રકાંડ જૈનાચાર્યોનાં જીવન અને કવન આ રીતે પ્રસિદ્ધ થવાની અત્યંત આવશ્યકતા છે.
આ શતાબ્દીસ્મારકની યોજનાના પ્રયોજક જૈનધર્મ અને સમાજના કલ્યાણસાધક પંજાબ-કેસરી આચાર્યશ્રી વિજયવલભસૂરીશ્વરજી છે. તેમની પ્રેરણું અમારી સમિતિને વખતોવખત ઘણી ઉપયોગી થઈ પડી છે.
આ વખતે પણ ભાઈશ્રી કાન્તિલાલ મગનલાલ ભાવનગરી તથા શ્રી. કુલચંદ હરિચંદ દેશીએ ગ્રંથપ્રકાશન માટે સારે એવો શ્રમ લીધે છે તેને માટે સમિતિ તે બંને ભાઈઓને આભાર માને છે.
આ ગ્રંથનું પુરોવચન વિદ્વદર્ય શ્રી. જિનવિજયજીએ પિતાનાં અનેક રેકાણેમાંથી સમય કાઢી લખી આપ્યું છે તે માટે અમે તેમના અત્યંત ઋણી છીએ.
આશા છે કે આ ગ્રંથરત્નને જૈન તેમજ જૈનેતર પ્રજ વધાવી લેશે.
મોહનલાલ દીપચંદ ચોકસી.
મંત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org