________________
બે બોલ
શ્રી. આત્માનંદ જૈનશતાબ્દીના પાંચમા પુરુષ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સમગ્ર ઉપલબ્ધ પ્રથાની પરિચાયક વિવેચન કરતો હમસમીક્ષા નામે ગ્રંથ વાચકે સમક્ષ રજૂ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ગૂજરાતના મહાન જ્યોતિર્ધર અને સંસ્કારસ્વામી હતા. દુર્ભાગ્યની વાત તો એ છે કે તેમની કીર્તિની દુંદુભી સમા તેમના ગ્રંથને પરિચય જનતાને તથા કેટલાક વિદ્વાનને પણ પૂરતા પ્રમાણમાં કરાવવામાં આવ્યા નથી. આ ઊણપ ઘણાએક વખતથી સૌને સાલતી હતી.
આ જ ગ્રંથમાલાના ચોથા પુષ્પ તરીકે આપણું પ્રસિદ્ધ લેખક શ્રી. ધૂમકેતુ વિરચિત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય' પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે સારો આદર પામ્યું હતું. પ્રસ્તુત ગ્રંથની યોજના પણ શ્રી હેમસારસ્વતસત્ર પ્રસંગે વિચારાઈ હતી. આ ગ્રંથનું કાર્ય પ્રસિદ્ધ વિદ્વાન પ્રેફે. મધુસૂદન મેદી એમ. એ. એલએલ. બી., ને સોંપવામાં આવ્યું હતું. ગ્રંથ ૨૦૦ પુત્રો થશે તેમ ધારણા હતી. સ્વાભાવિક રીતે શ્રી હેમચંદ્રાચાર્યનાં અનેક ગ્રંથરને ન્યાય આપવા આટલાં પૃષ્ઠો પૂરતાં ન હતાં. ગ્રંથનું કદ વધ્યું અને શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અદ્વિતીય આચાર્યની કૃતિઓને સારી રીતે ન્યાય અપાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org