Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અને આનું પરિણામ ? મણિ-કાંચન સંયોગ જેવો હેમચન્દ્રસૂરિ અને સિદ્ધરાજ જયસિંહનો સમાગમ. એના પ્રતાપે સવાલાખ શ્લોક પ્રમાણ વ્યાકરણ અને એ પછી એનાં પાંચે અંગો, પુરાણો, ચરિત્રો, અલંકારગ્રન્થો બધાનું સર્જન. ગુજરાતનું પોતાનું આ બધું જ સર્જાયું. હેમચન્દ્રાચાર્યે બે ચીજ આપી, આપણા ગુજરાતને. એક સાહિત્ય અને બીજો સંસ્કાર. ઉમાશંકરભાઈએ કહ્યું છે
‘જે જન્મતાં આશિષ હેમચન્દ્રની, પામી વિરાગી જિનસાધુઓ તણી’ ગુજરાતી ભાષા માટે ઉમાશંકરે કહ્યું છે - જેનો જન્મ હેમચન્દ્રાચાર્યના આશીર્વાદ સાથે થયો અને વિરાગી જૈન સાધુઓના જેને ઓવારણાં મળ્યાં.... આ ગુજરાતની ભાષાની વાત. અને એનું સંસ્કરણ અને સંસ્કારિતા ! લોકમાન્ય તિલકે કહેલું કે –‘ગુજરાતની લોકપ્રકૃતિમાં વણાયેલી, સહજ નીખરેલી અહિંસા, સંસ્કારિતા, એ ગુજરાતમાં પ્રવર્તતા જૈન ધર્મ અને એના પ્રવર્તક જૈન સાધુઓને આભારી છે.’ અને એ વાત આજ સુધી તો બિલકુલ યથાર્થ હતી. પણ આજે ગુજરાત બદલાઈ ગયું છે. આજના ગુજરાતની સંસ્કારિતા બદલાઈ ગઈ છે. ભાયાણીસાહેબે લખેલો લેખ હમણાં જ વાંચ્યો – મૃત્યુઘંટો વિશેનો લેખ. આપણો યુગ મૃત્યુઘંટોનો યુગ છે. ખેર !... ગુજરાત બદલાઈ ગયું છે. પણ સંસ્કાર દયાના, સંસ્કાર અહિંસાના, સંસ્કા૨ ૫૨ધર્મસહિષ્ણુતાના... આ બધા સંસ્કાર; એની નીંવ, એનો પાયો નાખ્યો હેમચન્દ્રાચાર્યે; અને એ પાયાની, એ સંસ્કારની, એ સાહિત્યની પોતાના આખા જીવન દરમ્યાન ઉપાસના કરનારા આ બે વિદ્વાનો; વિદ્વાન શબ્દ જરા પાંખો લાગે. છે - બે પંડિતો; પણ્ડા સગ્રાતાઽસ્ય રૂતિ વૃષ્ણુિતાઃ; અદ્ભુત શબ્દ છે પંડિત, સંસ્કૃત સાહિત્ય ભણીએ તો ઘણા-ઘણા શબ્દોનાં રત્નો જડી આવે; આ બે પંડિતો છે. પંડિતો ક્યાં છે આજે ? આપણે આક્ષેપ કરીએ છીએ કે મધ્યકાળનું સાહિત્ય અને વિદ્વાનો રાજ્યાશ્રિત હતા. આ એક આક્ષેપ આજના વિદ્વાનો, ખાસ કરીને ગાંધીયુગના અને એ પછીના લોકશાહીના યુગમાં ઉછરેલા વિદ્વાનો અથવા સ્કોલર્સ કરે છે અને ઉપેક્ષાત્મક રીતે બોલે છે આ શબ્દ- ‘રાજ્યાશ્રિત’. પણ, મને લાગે છે કે આખાય વિશ્વમાં સહુથી વધુ અધ્યયનો અને સંશોધનો થતાં હોય તો તે રાજ્યાશ્રિત પંડિતો ઉપ૨ જ થાય છે. અને બીજી વાત, આજે રાજ્યાશ્રય નથી તો કલ્પના કરો કે વિદ્યાની કેવી હાલત છે ? કલ્પના કરો કે કળાની શી સ્થિતિ છે ?
એક કવિ હતો - જગન્નાથ. ‘રસગંગાધર'નો પ્રણેતા રસકવિ જગન્નાથએ કહે છે
Jain Education International
गिरां देवी वीणागुणरणनहीनादरकरा यदीयानां वाचाममृतमयमाचामति रसम् । वचस्तस्याकर्ण्य श्रवणसुभगं पंडितपतेरधुन्वन् मूर्धानं नृपशुरथवाऽयं पशुपतिः ।।
(૧૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org