Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૦. હરિચંદ્ર કૃત ‘કુમારપાલચરિત્ર' (ઈ.સ.૧૫મોશ.) ૧૧. જિનમંડનકૃત “કુમારપાલ પ્રબંધ' (ઈ. સ. ૧૪૪૬) ૧૨. દેવપ્રભગણિકૃત કુમાપાલ રાસ” (ઈ.સ. ૧૪૮૪) ૧૩. હીર કલશકૃત કુમારપાલ રાસ' (ઇ.સ.૧૫૮૪) ૧૪. ઋષભદાસકૃત કુમારપાલ રાસ' (ઈ.સ. ૧૬૧૪) ૧૫. જિનહર્ષકૃત ‘કુમારપાલ રાસ” (ઈ.સ. ૧૯૮૨)
આ ઉપરાંત તીર્થકલ્પ, રત્નમંડન કૃત ઉપદેશ તરંગીણી (ઈ.સ. ૧૪૬૧ની આસપાસ) તથા ઉપદેશ પ્રાસાદ (ઈ.સ.૧૭૦૭) તથા આચાર્ય હેમચંદ્રકૃત પ્રાકૃત દ્વયાશ્રય કાવ્ય અન્તર્ગત કુમારપાલ અંગે માહિતી પ્રાપ્ત થાય છે.
આમાં આપણે ઉપર્યુક્ત સોમપ્રભાચાર્ય કૃત ‘કુમારપાલ-પ્રતિબોધ' કુમારપાલના નિધન પછી માત્ર નવ વર્ષ બાદ લખાયેલી હોઈ વધારે વિશ્વાસનીય ગણી શકાય. હેમચંદ્રાચાર્યના જન્મ-બાળપણ અને દીક્ષાગ્રહણ અંગે માહિતી :
આ ગ્રંથમાં હેમચંદ્રાચાર્યના પૂર્વજીવન અંગે ટૂંકમાં માહિતી આ પ્રમાણે મળે છે. એમના ગુરુ દેવચંદ્રસૂરિ હતા. તેઓ વિહાર કરતા કરતા ધંધુકા આવ્યા હતા. ત્યાં એક વણિકકુમાર નામે ચંગદેવ એના મામા નેમી સાથે તેમની વંદણા કરવા આવ્યા હતા. સૂરિની ધર્મોપદેશના સાંભળીને તે વણિકકુમારે આચાર્યને પોતાને દીક્ષા આપવા વિનંતી કરી. સૂરિએ એના મામાને તેના કુટુંબ વગેરે અંગે પૂછતાં તેમણે તેનું સઘળું વૃત્તાન્ત કહ્યું. તે સાંભળી દેવચંદ્રસૂરિએ કહ્યું કે તે બાળકને દીક્ષા આપી શકાય તે માટે એના માતા-પિતાની અનુમતિ લઈ આપો કેમ કે આ બાળક દીક્ષા લઈને તીર્થંકરની જેમ જગતને ઉપકારી નીવડશે. પણ એના પિતાએ દીક્ષા માટે અનુમતિ ન આપતા ચંગદેવ મામાની અનુમતિ લઈ દેવચંદ્રસૂરિ સાથે ચાલી નીકળ્યો હતો. દેવચંદ્રસૂરિ અને ચંગદેવ ખંભાત આવ્યા. ત્યાં ચંગદેવે દીક્ષા ગ્રહણ કરી અને એનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. પછી અલ્પકાળમાં શ્રુતસાગરના પારગામી થતા દેવચંદ્રસૂરિએ એમને આચાર્યપદ આપ્યું અને એમનું નામ હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું ?' આચાર્યનું પાટણમાં આગમન-સિદ્ધહેમની રચના : - આચાર્ય હેમચંદ્રાચાર્ય લોકાપકાર કરવાની ભાવનાથી વિવિધ દેશમાં વિચરવા લાગ્યા પણ એક દિવસ દેવતાએ પ્રગટ થઈ આચાર્યને બીજા દેશમાં નહિ વિચરતાં ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, સંપા. જિનવિજયજી, પૃ. ૧૯૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org