Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૮૨
शशिजलधिसूर्यवर्षे शुचिमासे रविदिने सिताष्टम्याम् । जिनधर्मप्रतिबोध: क्लृप्तोऽयं गूर्ज्जरेन्द्र पुरे ॥
પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. પરંતુ કેટલીક કથાઓ સંસ્કૃત અને કેટલોક ભાગ અપભ્રંશમાં લખાયેલ છે જે પરથી ગ્રંથકર્તાની ત્રણે ભાષાની જાણકારી હોવાનું જણાય છે.
પ્રસ્તુત ગ્રંથનો વિસ્તાર, રચના સમય અને મુખ્ય પાત્રો જોતાને પ્રથમ દૃષ્ટિએ ઐતિહાસિક જણાય પણ તે સમયના અન્ય ગ્રંથો ‘પ્રભાવક ચરિત્ર’, પ્રબંધ ચિંતામણિ કુમારપાલ ચરિત્ર (યાશ્રય) વગેરે જેટલાં પ્રમાણમાં ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થતી નથી. આ સંદર્ભમાં એ નોંધવું જોઈએ કે ગ્રંથકર્તાના જણાવ્યા અનુસાર એનું લક્ષ્ય પણ આવી ગ્રંથ રચનાનું ન હતું. તે જણાવે છે કે જો કે હેમચંદ્રસૂરિ તથા કુમારપાલના જીવન વૃત્તાન્ત બીજી દષ્ટિએ જોતા રસપ્રદ છે, પરંતુ હું માત્ર શિક્ષણ સંબંધી કાંઈ કહેવા ઇચ્છા રાખું છું.
ર
આ પરથી એમ કહી શકાય કે ગ્રંથમાં આવેલ ઐતિહાસિક મહાપુરુષો અંગેના ચરિત્ર કથા દ્વારા જૈનધર્મના સિદ્ધાંતો અને ઉપદેશનું શિક્ષણ આપી એમને પ્રતિબોધ પમાડવાની નેમ ગ્રંથકર્તાની છે.
કાલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર અને પરમ અર્હત મહારાજા કુમારપાલ (ઇ. સ. ૧૦૯૩-૧૨૩૦) સમકાલીન હતા અને તેમની વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ હતો તે ઐતિહાસિક ઘટના છે. આ બન્ને વચ્ચેના સંબંધ અંગેના બનાવોને વર્ણવતા અર્ધ-ઐતિહાસિક કે ઐતિહાસિક, લોકપ્રચલિત અનેક ગ્રંથો પ્રાપ્ત થાય છે. ૧. સોમપ્રભાચાર્યકૃત, ‘કુમારપાલ-પ્રતિબોધ’ (ઇ. સ. ૧૧૮૫) ૨. યશઃપાલમંત્રીકૃત ‘મોહપરાજય નાટક’.
૩. પ્રભાચંદ્રાચાર્યકૃત ‘પ્રભાવકચરિત્ર’ (ઈ.સ. ૧૨૭૮) ૪. મેરુતંગસૂરિકૃત ‘પ્રબોધ ચિંતામણિ’ (ઇ.સ.૧૩૦૫) ૫. રત્નશેખરસૂરિષ્કૃત ‘ચતુર્વિંશતિ પ્રબંધ’ (ઇ.સ.૧૩૪૯) ૬. જયસિંહસૂરિકૃત ‘કુમારપાલ ચરિત્ર’ (ઈ.સ.૧૩૬૬) ૭. સોમતિલકસૂકૃિત ‘કુમારપાલ ચરિત્ર’ (ઈ.સ. ૧૩૬૮) ૮. અજ્ઞાતકૃત ‘કુમારપાલ પ્રબંધ' (ઈ.સ. ૧૪૧૯) ૯. ચારિત્રસુંદરકૃત ‘કુમારપાલચિરત્ર’ (ઈ.સ. ૧૪૨૯-૧૪૫૧)
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત પૃ. ૪૭૮
૨. એજન પૃ. ૧૦-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org