Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ તે સમજાવતા “ભરત ચક્રવર્તીની કથા'' કહી. આ સાંભળી કુમારપાલે કણ-કઠોર તથા ધૃત-ગૃહયુક્ત અને મોટા ભોજન-ગૃહવાળી દાનશાળા કરાવી અને નેમિનાથના પુત્ર અભયકુમાર શ્રેષ્ઠીને ત્યાંનો અધિકારી બનાવ્યો. હેમચંદ્રાચાર્યે શીલનો મહિમા વર્ણવતા કહ્યું કે જીવદયા કરવા ઇચ્છતા મનુષ્ય શીલ પાળવું જોઈએ. શીલ પાળનારની કીર્તિ વિસ્તાર પામે છે આના ઉદાહરણ રૂપે “શીલવતીની કથા કહી. એ પણ શીલનું રક્ષણ કરવું જ જોઈએ. તે પર “મૃગાવતીની કથા કહી. સંકટ પામવા છતાં અકલંક શીલ સાચવવા પર સુખને પામે છે તે પર “તારાની કથા કહી. પરપુરુષમાં આસક્ત ન થનાર સતીની કથા તરીકે આચાર્યો “જયસુંદરીની કથા" વર્ણવી. આ શીલ અંગેની કથાઓ સાંભળી આઠમ અને ચૌદસના દિવસે મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી. તપનો મહિમા વર્ણવતા આચાર્યે તપનો આદર કરવા ઉપર “રુકમણીની કથા' કહી. બાદમાં વિચિત્ર તપ આદરવા ઉપર“શાંબ અને પ્રદ્યુમ્ન કથા કહી. નિઃસ્પૃહા • થઈ તપ-નિર્જરાના હેતુ રૂપ તપ કરવું જોઈએ. સ્પૃહા ન કરવી જોઈએ તે પર આચાર્યે ધર્મયશ મુનિની કથા વર્ણવી. તપથી પ્રાપ્ત લબ્ધિનો પ્રભાવ વર્ણવતા વિષ્ણુકુમારની કથા' જણાવી. ઉપર કથિત તપનો મહિમા વર્ણવતી કથાઓ સાંભળી કુમારપાલે આઠમ, ચૌદશ તથા ભગવાનના કલ્યાણના દિવસે યથાશક્તિ તપ કરવાનો નિર્ણય કર્યો. શુભ ભાવના અને અશુભ ભાવના પ્રમાણે તેનું ફળ મળે છે તેના ઉદાહરણ રૂપે આચાર્ય અશુભ ભાવનાથી સાતમી નરકનું કર્મ બાંધનાર અને શુભ ભાવનાથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર “પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા”૦ તથા શુભ ભાવના યોગે ૧. એજન, કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૨૧૧૧-૨૨૦ ૨. એજન, પૃ. ૨૨૦-૨૨૯ ૩. એજન, પૃ. ૨૨૯-૨૪૪ ૪. એજન, પૃ. ૨૪૪-૨૪૪ ૫. એજન, પૃ. ૨૪૪-૨૫૩ ૬. એજન, પૃ. ૨૫૩-૨પ૭ ૭. એજન, પૃ. ૨૨૯-૨૬૮ ૮. એજન, પૃ. ૨૬૮-૨૭૬ ૯, એજન, પૃ. ૨૭૬-૨૮૪ ૧૦. એજન, પૃ. ૨૮૪-૨૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130