Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૮૬
સંપ્રતિ રાજાની કથા સાંભળીને કુમારપાલે તે જ પ્રમાણે જિન-રથયાત્રા કરાવી. જેનું વર્ણન અત્રે ઉલ્લેખનીયછે. ‘ચૈત્ર મહિનાની પૂર્ણમાના ચોથા પ્રહરે રવિ-રથની જેમ દિશાઓને પ્રકાશતો જિન-રથ નીકળ્યો. તેમાં મહાજને કુમારવિહારના દ્વાર આગળ સ્નાત્ર કરીને વિલેપન કરેલ તથા વિવિધ પુષ્પોથી પૂજેલ શ્રી પાર્શ્વનાથજી પ્રતિમા ઋદ્ધિપૂર્વક સ્થાપના કરી, એટલે વાજિંત્રોના નાદથી ભુવનને ભરતો તથા સામંત અને મંત્રીઓ સહિત તે રથ, રમણીય રમણીઓના ત્વરિત નૃત્યપૂર્વક રાજભવન પાસે આવ્યો. ત્યારે રાજાએ પટ્ટાંશુક તેમજ કનકના નાટકો કરાવ્યા. ત્યાં રાત્રિ ભર રહી રથ રાજભવનના દ્વાર થકી બહાર નીકળ્યો અને ધ્વજસમૂહથી શણગારેલા પટમંડપમાં ઊભો રહ્યો. ત્યાં પ્રભાતે રાજાએ રથમાં રહેલ જિનપ્રતિમાની પૂજા કરી ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ તેણે પોતે આરતી ઉતારી.’
આઠ દિવસ સુધી કુમારપાલે રથયાત્રા પ્રવર્તાવી તેમ આસો મહિનામાં પણ રથયાત્રા કરાવી. માંડલિક રાજાઓને પણ પોતે પોતાના નગરમાં પણ રથયાત્રા કાઢવાનું સૂચન કરી રથયાત્રા કરાવી.
વળી આ પછી કુમારપાલે ચતુર્વિધ સંઘ તથા શ્રી હેમચંદ્રાચાર્ય સહિત શત્રુંજ્ય અને ગિરનારની યાત્રા કરી. કુમારપાલ પોતે ગિરનાર પર્વત પર સુગમ માર્ગ ન હોવાથી પર્વત ચઢ્યો નહીં. એ પછી એણે આમ્રભટ્ટને સોરઠનો અધિપતિ બનાવી ગિરનાર પર સુગમમાર્ગ બનાવવાની આજ્ઞા કરી.
હેમચંદ્રાચાર્યે દાનનો મહિમા સમજાવવા, સુપાત્રે ભક્તિયુક્ત જીવ, યોગ્ય અવસરે દાન આપે છે તે પાપ મુક્ત થઈને કલ્યાણ પામે છે, તે પર ‘ચંદનબાલાની કથા’· કહી અને મુનિને દાન ૫૨ ‘ધન્યની કથા’o ભાવ ધન પર ‘કુરુચંદ્રની કથા’૪ દાન કરતા જે અંતર પાડે છે તે નિરંતર સુખ પામી શકતો નથી તે સમજાવવા ‘કૃતપુણ્યની કથા’પ કહી. આ સાંભળી કુમારપાલે હેમચંદ્રાચાર્યને પોતાની પાસેથી અશન, પાન, વસ્ત્ર, પાત્રાદિકની ભિક્ષા ગ્રહણ કરવા કહ્યું પણ આચાર્ય મહારાજે એ રાજપિંડ હોવાથી સાધુઓને કલ્પે નહીં સ્વીકાર્ય થઈ શકે નહીં એમ જણાવી
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૧૭૪-૧૮૦
૨. એજન, પૃ. ૧૯૦-૧૯૭
૩. એજન, પૃ. ૧૯૭
૪. એજન, પૃ. ૧૯૭-૨૦૪ ૫. એજન, પૃ. ૨૦૪-૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org