Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 127
________________ ૧૦૦ એમ માનવા-મનાવવાનો જે રૂઢ આગ્રહ પ્રવર્તે છે તે આ સંદર્ભમાં વિચારવા જોગ લાગે છે. (૨) તારંગાનું ચૈત્ય : કુ. પ્ર. પ્રમાણે બૌદ્ધધર્મી વત્સરાજે તારાપુર નગર વસાવીને તારંગા ઉપર ‘તારા દેવીનું મંદિર કરાવેલું. પછીથી આર્ય ખપૂટાચાર્ય દ્વારા પ્રતિબોધ થતાં તે જૈનધર્મી થયો, અને તેણે ત્યાં સિદ્ધાયિકા'નું મંદિર બનાવ્યું. સિદ્ધાયિકા તે ભગવાન મહાવીરની શાસનદેવી છે. કાલાંતરે દિગમ્બર જૈનોનું જોર વધી જતાં આ દેવીમંદિર તેમણે પડાવી લીધું. આ પછી કુમારપાલના આદેશથી યશોદેવના પુત્ર અભય-દંડનાયકે તારંગા ઉપર અજિતનાથનું ઉત્તુંગ જિનચૈત્ય નિર્માવ્યું. આ સમગ્ર સંબંધ જાણ્યા પછી કુમારપાલે જાતે આ ચૈત્ય બંધાવ્યું છે, તેવી પ્રણાલિકાગત ધારણા પુનર્વિચારણા તો અવશ્ય માગી લે છે. અલબત્ત, આ ચૈત્ય, કુમારપાલના સીધા આદેશથી દંડનાયક અભયે કરાવ્યું હોઈ, કુમારપાલના આદેશથી બંધાયેલા અન્યાન્ય જિન ચૈત્યોની જેમ જ આ ચૈત્યને પણ કુમારપાલે કરાવ્યું છે તેમ સ્વીકારવું હોય તો તેમાં ફરિયાદ કે ફેરવિચારને અવકાશ રહે નહિ. " કુમારપાલે ઉદયનમસ્ત્રી, વાટિમંત્રી, સર્વદેવ અને શાંબશ્રેષ્ઠી વગેરેને આદેશ આપીને પાટણમાં જ કુમારવિહાર, ત્રિભુવનવિહાર આદિ અનેક (૨૮) જૈન ચૈત્યો કરાવ્યાં અને તદુપરાંત અન્યાન્ય ગામો-નગરોમાં પણ તેણે ઘણાં કુમારવિહાર નામક ચેત્યો કરાવ્યાં તેવું પણ કુ. પ્ર. નોંધે છે.૧૧ સાર એટલો કે – હેમાચાર્ય અને કુમારપાલના જીવન તથા કાર્યોને સમજવા માટે, બીજાં કોઈ પણ સાહિત્યિક સાધનોની અપેક્ષાએ, કુ. પ્ર. એ વધુ પ્રાચીન, વ્યવસ્થિત અને પ્રમાણભૂત સાધન હોવાનું શોધકોએ સ્વીકારવું જોઈએ. પાદનોંધો ૧. The Life of Hemachandracharya, બ્યુલ્ડર, સિંધી ગ્રંથમાલા, ઈ. સ. ૧૯૩૬ પૃ. ૬૩, ૬૪, ૬૫. ૨. કુમારપાલપ્રતિબોધ, ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝ, સં. મુનિ જિનવિજય, ૫ ૨૦. ૩. ધ લાઈફ ઓફ હેમચન્દ્રાચાર્ય'- બ્યુલ્ડર, પૃ. ૬૫. ૪. એજન, પૃ. ૮. ૫. પ્રબંધ ચિન્તામણિ, (ફાર્બસ ગુ.સભા, ઈ. સ. ૧૯૩૨, પૃ. ૧૫૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130