Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 126
________________ હુંય જઈ શકત, તો તે કોણ બાંધી શકે તેવો છે ? ત્યારે સિદ્ધપાલ-કવિપુત્રે સૂચવ્યું કે રાણિગશ્રેષ્ઠિનો પુત્ર “આમ્ર' આ કામ કરી શકે તેવો છે. તે સાંભળતાં જ રાજાએ તેને સૌરાષ્ટ્રનો દંડનાયકનીમ્યો, અને તેણે રાજ-ઇચ્છા-અનુસાર ગિરનાર પર “પાપ” (પગથિયાં) નિર્માવી.' આ આખોય પ્રસંગ એટલો તો વાસ્તવિક અને તેથી વિશ્વાસ છે કે આ જાણ્યા પછી પેલી ચમત્કારકથા અવાસ્તવિક હોવાનું લાગ્યા વિના ન જ રહે. કુ. પ્ર.ની રચના શ્રીહેમાચાર્યના સ્વર્ગારોહણ પછી આશરે બાર વર્ષે જ (વિ. સં. ૧૨૪૧) થઈ છે. સોમપ્રભાચાર્ય સ્વયે હેમાચાર્યના અનુસમકાલીન ગ્રન્થકાર છે અને કુ. પ્ર. નું અક્ષરશઃ શ્રવણ હેમાચાર્યના શિષ્યો મહેન્દ્રસૂરિ, ગુણચન્દ્ર તથા વર્ધમાનગણિએ કરીને તે પર મંજૂરીની મહોરછાપ મારી આપી છે. તે લક્ષ્યમાં લેતા કુ. પ્ર.ની શ્રદ્ધેયતા નિર્વિવાદ વધી જાય છે, અને તેની સરખામણીમાં પ્રભાવકચરિત', “પ્રબન્ધચિન્તામણિ', “કુમારપાલચરિતાદિ ગ્રન્થોની વિશ્વસનીયતા વિશે થોડાંક વધુ પ્રશ્નચિહ્નો સહેજે મૂકી શકાય તેમ છે પ્રસંગોપાત્ત, કુ. પ્ર.માં બીજી પણ કેટલીક વાતો નવીન અને ઐતિહાસિક દષ્ટિએ જાણવાજોગ છે, તે પણ જોવી જોઈએ : (૧) ગિરનારની તળેટીમાં “દશામંડપ'નું અસ્તિત્વ: જ્યારે કુમારપાલ ગિરનાર પહોંચ્યા ત્યારે તેમની નજરે દશામંડપ તરીકે ઓળખાતું એક વિશિષ્ટ સ્થાપત્ય તથા ઉગ્રસેન રાજાનો અખાડો અને આવાસ પડતાં તેમણે તેનો ઇતિહાસ આચાર્યને પૂક્યો. આચાર્યે કહ્યું કે નેમિનાથ અને શ્રીકૃષ્ણના કાળમાં સમુદ્રવિજય આદિ દશ દશારો તથા ઉગ્રસેન રાજાનો આ પ્રદેશ હોઈ તેમણે નિર્માવેલ આ સ્થાપત્યો-સ્થાનો છે. પુનઃ રાજાએ પૂછ્યું કે તો આ બધું તે સમયનું જ હજી પણ જળવાયું હશે ? ત્યારે આચાર્યો ગૌરવ કે ચમત્કારની પ્રણાલિકાનો આશરો લેવાને બદલે વાસ્તવિક બયાન આપતાં કહ્યું કે ના, આ બધું તેનું તે જ નથી. પણ આચાર્ય પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધયોગી નાગાર્જુને આ દશામંડપ વગેરેનું પુનઃનિર્માણ કર્યું છે, અને તેમાં નેમિનાથનું જીવન આલેખાવ્યું છે." હેમચન્દ્રાચાર્યના ઇતિહાસબોધ તથા સત્યાન્વેષી દષ્ટિનો આ ઘટના દ્વારા આપણને યથાર્થ પરિચય મળી રહે છે. આપણે ત્યાં જે કોઈ જિનપ્રતિમા ધરતીમાંથી મળી આવે કે પ્રાચીન હોવાનું મનાય તે બધી પ્રતિમાને “સંપ્રતિ રાજાની કરાવેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130