Page #1
--------------------------------------------------------------------------
________________
#
હિમ સંગોષ્ઠી
(શ્રી હેમચન્દ્રાચાર્ય-ચન્દ્રક-પ્રદાન સમારોહ પ્રસંગને અહેવાલ તથા વિદ્વદ્રગથ્વીના નિબંધોનો સંચય)
* સંપાદક : મુનિ શીલચન્દ્રવિજય
####
B2BBBBBBB%BBBB%BB%BBB2B2wBBB Bapu
E
##########
####
શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી
સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ
અજવા
#####
૧૯૯૫
Page #2
--------------------------------------------------------------------------
________________
હૈમ સંગોષ્ઠી
(શ્રીહેમચન્દ્રાચાર્ય—ચન્દ્રક-પ્રદાન સમારોહ–પ્રસંગનો અહેવાલ તથા વિદ્વદ્ગોષ્ઠીના નિબંધોનો સંચય)
: સંપાદક : મુનિ શીલચંદ્રવિજય
શ્રી હેમચંદ્રાચાર્ય
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ
L
D80FX
અમદાવાદ.
૧૯૯૫
Page #3
--------------------------------------------------------------------------
________________
હૈમ સંગોષ્ઠી (નિબંધલેખ-સંચય)
સં. મુનિ શીલચંદ્રવિજય
પ્રકાશક: કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ
સંસ્કાર શિક્ષણનિધિ, અમદાવાદ.
ઈ. ૧૯૯૫
વિ. સં. ૨૦૧૧
© સર્વાધિકાર સુરક્ષિત પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર
૧૧ ૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧
મૂલ્ય : રૂ. ૨૫/
: મુદ્રક : ક્રિષ્ના પ્રિન્ટરી હરજીભાઈ એન. પટેલ ૯૬૬, નારણપુરા જૂના ગામ,
અમદાવાદ-૧૩ (ફોન : ૪૮૪૩૯૩)
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જેવી વિશ્વવન્દનીય વિભૂતિના નામ અને કામ સાથે સંબંધ ધરાવતા અને પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા આ ટ્રસ્ટના ઉપક્રમે, પૂજ્ય આચાર્યશ્રીના માર્ગદર્શનાનુસાર ચાલી રહેલી વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ : આપણા સાહિત્ય અને સંસ્કૃતિની અમૂલ્ય સેવા કરનાર વિશિષ્ટ પ્રતિભાસંપન્ન વિદ્વાનોને “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક” અર્પણ કરીને તેમનું બહુમાન કરવાની પ્રવૃત્તિ છે.
ભૂતકાળમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજક, અધ્યાપક શ્રી શાંતિભાઈ ગુલાબચંદ શાહ તથા સ્વ. ડૉ. ઉમાકાન્ત છે. શાહને આ ચન્દ્રક અર્પણ કરવાનું સૌભાગ્ય આ ટ્રસ્ટને મળેલું. તે શંખલામાં આગળ વધતાં અમોએ આપણા મૂર્ધન્ય વિદ્વાનો પં. શ્રી દલસુખભાઈ માલવણિયા અને ડૉ. શ્રીહરિવલ્લભ ભાયાણીને આ ચન્દ્રક પ્રદાન કરવાનું નિર્ધાર્યું હતું. પરંતુ,એક યા બીજા કારણોસર તેનો સમારોહ ઠેલાતો જતો હતો, જે ઈ. સ. ૧૯૯૩માં બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થતાં યોજી શકાયો.
તા. ૧૭-૧૦-૯૩ના રોજ, શેઠ હ. કે. ટ્રસ્ટના પાંજરાપોળના ઉપાશ્રયમાં, પૂ. આચાર્યશ્રીના સાંનિધ્યમાં યોજાયેલો ચન્દ્રક-પ્રદાન સમારોહ એ સાચા અર્થમાં
જ્ઞાન ભક્તિ-મહોત્સવ” બની રહ્યો, અને તે સૌને માટે સંતૃપ્તિ આપનારો નીવડ્યો. તેનો અમોને અપાર આનંદ છે. એ પ્રસંગે અનેક વિદ્વાનો અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિને લીધે વિદ્વાનોના મેળા જેવું વાતાવરણ રચાયેલું, તો ભાવિક શ્રોતાવર્ગ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલો. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના ઉપકુલપતિ અને જાણીતા કવિ શ્રી સુરેશ દલાલ તેમજ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, એ બને તદન ભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓની અતિથિવિશેષ રૂપે હાજરી સોનું અને સુગંધના સુભગ સમન્વય સમી હતી. આ પ્રસંગ માણ્યા પછી સૌને થયું કે આવો અવસર ફરી ફરી યોજવો જ જોઈએ.
ચન્દ્રક-પ્રદાનના ઉપલક્ષ્યમાં, તે જ દિવસે બપોરે એક વિદ્વદ્ગોષ્ઠી (સેમિનાર)નું આયોજન કરવામાં આવેલું. તેમાં પણ વિવિધ વિદ્વાન પ્રાધ્યાપકોએ ડિૉ. હરિવલ્લભ ભાયાણીની અધ્યક્ષતા હેઠળ, શ્રી હેમચન્દ્રાચાર્યના ગ્રંથો
(૩)
WWW.jainelibrary.org
Page #5
--------------------------------------------------------------------------
________________
વિશે તાત્ત્વિક શોધ તથા વિમર્શ રજૂ કરેલા, જે ખરેખર વિદ્વભય અને જિજ્ઞાસાની તૃપ્તિ કરે તેવા હતા.
એ વિદ્વદ્ગોષ્ઠીમાં રજૂ થયેલા નિબંધોનો તથા ચન્દ્રકપ્રદાન સમારોહની આછી ઝલક આપતો અહેવાલનો સંચય “હૈમ સંગોષ્ઠી” નામના આ પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. પં. શ્રી શીલચન્દ્ર વિજયજી ગણિનું માર્ગદર્શન તથા સૂચન આવાં કાર્યોમાં અમોને સતત મળતું હોય છે, અને તેથી પણ આગળ, તેમના પરિચયને કારણે, ડૉ. હરિવલ્લભ ભાયાણી તથા અન્ય વિદ્વજ્જનોનો સહયોગ તથા માર્ગદર્શન પણ આ ટ્રસ્ટને મળતાં રહે છે, તેનો અમને આનંદ છે.
હૈમ સંગોષ્ઠી”ના પ્રકાશનમાં, પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી-સમુદાયનાં પૂજ્ય સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજીની સત્વેરણાથી, શ્રી શાહપુરી જૈન શ્વે. મૂ. સંઘ, કોલ્હાપુર તરફથી જ્ઞાનદ્રવ્યની સંપૂર્ણ સહાય ટ્રસ્ટને પ્રાપ્ત થઈ છે, તે બદલ તેઓના આભારી છીએ.
ઠે. લાલભાઈ દલપતભાઈનો વંડો પાનકોર નાકા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ માર્ચ, ૧૯૯૫
લી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર - શિક્ષણ નિધિના ટ્રસ્ટીઓ
(૪)
Page #6
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિનો પરિચય
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જન્મને વિ. સં. ૨૦૪૫માં ૯૦૦ વર્ષ પૂર્ણ થયા. તેના ઉપલક્ષ્યમાં, લોકોપકારક અને આપણી સંસ્કૃતિ તેમજ સાહિત્યની સેવારૂપે કાંઈ પ્રવૃત્તિ કરવાની પુનિત પ્રેરણા પ. પૂ. આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે આપતાં, અમોએ એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉદ્દેશો ધરાવતું ટ્રસ્ટ સ્થાપ્યું, અને તેની સાથે ગૂર્જર ભૂમિના મહાન સંસ્કારદાતા તથી જીવદયાના જ્યોતિર્ધર એવા શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતનું નામ જોડ્યું. ટ્રસ્ટનું પૂરું નામ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ છે. આ ટ્રસ્ટના વિવિધ ઉદ્દેશોમાં :
(૧) આપણા રાષ્ટ્રધન સમાન પ્રાચીન સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન, પ્રકાશન, પુનર્મુદ્રણ કરવું તથા કરાવવું.
(૨) પ્રાચીન સાહિત્યના સંશોધનાદિનું તથા સમાજને ઉપકારક શિષ્ટ સાહિત્યનું નવસર્જનાદિનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કરનાર સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન, સર્જક – લેખક યા લેખકોને વિશિષ્ટ પારિતોષિક - પુરસ્કાર - એવોર્ડ અર્પણ કરવા કરાવવા.
(૩) સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન દ્વારા સંશોધિત, સર્જિત, સંપાદિત, ગ્રંથકૃતિ કૃતિઓનું મુદ્રણ પુનર્મુદ્રણ કરવું, કરાવવું તથા તે માટે અનુદાન આપવું.
(૪) સંસ્કૃતિની વિશિષ્ટ સેવા-રક્ષા કરનાર તથા સમાજની સંસ્કારિતાને પોષનાર પ્રેરણા આપનાર / પાનાર વિશિષ્ટ વ્યક્તિ-વ્યક્તિઓની સ્મૃતિમાં યોગ્ય સ્મારક કરવું અને તેવું થતું હોય તો તે માટે અનુદાન આપવું.
(૫) સાહિત્ય અને સંશોધનને અર્થે વ્યાખ્યાનો, વ્યાખ્યાન માળાઓ તથા પરિસંવાદો (સેમિનારો) વગેરેનું આયોજન કરવું તેમ જ સાહિત્યિક અને સંશોધન અંગેના સામયિકો / જર્નલોનું પ્રકાશન કરવું વગેરેનો સમાવેશ થાય છે.
(4)
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ટ્રસ્ટ તરફથી શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતનું નામ જોડીને, આ તથા આવી વિવિધ સમુચિત સમ્પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ પ્રવૃત્તિઓની શૃંખલામાં જ, ભારતીય તત્ત્વજ્ઞાન તથા જૈન દર્શન વગેરેના મૂર્ધન્ય વિદ્વાન પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા વિખ્યાત ભાષાશાસ્ત્રી તથા પ્રાકૃત ભાષાઓના મૂર્ધન્ય સંશોધક વિદ્વાન તથા સાહિત્યકાર ડો. શ્રી હરિવલ્લભભાઈ ભાયાણી આ બંને વિદ્વજ્જનોએ ભારતીય તથા જૈન સાહિત્ય તેમજ સંસ્કૃતિમાં કરેલા ભવ્ય પ્રદાનને “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' થી સન્માનવાનો એક સમારોહ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદય સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ ઉપાશ્રય (પાંજરાપોળ. અમદાવાદ)ના સ્થળે સં. ૨૦૪૯ આસો સુદી ૨, રવિવાર તા. ૧૭-૧૦-૧૯૯૩ના રોજ સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ના સમયે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમારંભના અતિથિવિશેષ તરીકે ડૉ. સુરેશ દલાલ (મ.સ. યુનિવર્સિટી, વડોદરાના ઉપ-કુલપતિ) તથા શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ) પધારેલા. સન્માન-સમારોહનું સંચાલન ડૉ. કુમારપાળ દેસાઈએ કર્યું હતું. મુનિશ્રીઓ તથા ડૉ. નગીન જે. શાહ, ડૉ. કે. ઋષભચંદ્ર, ડૉ. રઘુવીર ચૌધરી, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. નલિની બલબીર વગેરે આમંત્રિત વિદ્વાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગોચિત વક્તવ્યો આપ્યાં હતાં.
આ સન્માન-સમારોહ પ્રસંગે, ડૉ. હરિવલ્લભ ભાયાણીકૃત અને આ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત “અપભ્રંશ વ્યાકરણ (ગુજરાતી)” નું તથા શોધ-માહિતી-પત્રિકા અનુસંધાન”ના પ્રથમ અંકનું વિમોચન પણ થયું હતું. છે તે જ દિવસે બપોરે ૨-૦૦ થી ૫-૦૦ “શ્રી હૈમ-સાહિત્ય-સંગોષ્ટી' રાખવામાં આવેલી. જેમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના અધ્યક્ષપદે શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી નગીન જે. શાહ, શ્રી જયંત કોઠારી, શ્રી લક્ષ્મશ જોષી, શ્રી નારાયણ કંસારા, શ્રી કે. આર. ચન્દ્ર, શ્રી રમણીકભાઈ શાહ, શ્રી વિજય પંડ્યા, શ્રી કનુભાઈ શેઠ, શ્રી શાંતિકુમાર પંડ્યા વગેરે વિદ્વાનોએ શ્રી હેમચન્દ્રાચાર્યના રચેલા ગ્રંથો અને તેમાં નિરૂપાયેલા વિચારો વિશે વિદ્વદ્ભોગ્ય કરી હતી. જે નિબંધરૂપે પ્રસ્તુત પુસ્તકમાં પ્રગટ થઈ રહેલ છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
વિક્રમ સંવત ૨૦૪૯, ઇસવીસન ૧૯૯૩ના વર્ષના શ્રી હેમચન્દ્રાચાર્ય-ચન્દ્રક-પ્રદાન સમારોહનો
અહેવાલ
Page #9
--------------------------------------------------------------------------
________________
આર્થિક સૌજન્ય સ્વીકાર
સાધ્વી શ્રી પુષ્પાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી હર્ષપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી કોલ્હાપૂર – શાહૂપુરી જૈન સંઘ તરફથી આ પ્રકાશનમાં સંપૂર્ણ આર્થિક સહાય પ્રાપ્ત થયેલ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજીનાં
આશીર્વચન
વિક્રમ સંવત ૨૦૪૫માં શ્રી હેમચન્દ્રચાર્ય મહારાજની નવમી જન્મશતાબ્દીનો રૂડો અવસર આવ્યો, ત્યારે સાહિત્ય, સંસ્કાર, જીવદયા અને ધર્મશાસનના ક્ષેત્રોમાં અપૂર્વ પ્રદાન તથા ઉપકાર કરનાર આ મહાપુરુષની સ્મૃતિમાં અને તેમના નામે કાંઈક સત્યવૃત્તિ કરવા-કરાવવાની ભાવના થઈ. યોગ્ય અવસરે યોગ્ય રીતે એ વાત મૂકતાં હાલ મુંબઈ વસેલા શ્રી બિપિનભાઈ માણેકલાલ તથા તેમના ધર્મ પતી અરૂણાબેને તે વાતને ઝીલી લઈ તે કાર્યમાં નક્કર લાભ લીધો. એ પછી શ્રી બિપિનભાઈ ચંદુલાલ ઝવેરી, શ્રી પંકજભાઈ શેઠ, શ્રી બાબુભાઈ ટમટમ, શ્રી રસિકભાઈ સલોત વગેરે ઉત્સાહી શ્રાવકોએ આ શ્રી હેમચન્દ્રાચાર્ય ટ્રસ્ટનું આયોજન કર્યું, જેના આશ્રયે અત્યાર સુધીમાં વિવિધ ઉત્તમ કાર્યો થયાં છે અને થઈ રહ્યાં છે.
આજે આ ટ્રસ્ટના ઉપક્રમે દલસુખભાઈ તથા હરિવલ્લભભાઈ જેવા પ્રખ્યાત વિધાનોનું સન્માન ચન્દ્રપ્રદાન વગેરે દ્વારા થઈ રહ્યું છે, તે આપણા બધા માટે આનંદનો વિષય છે.
આ બંને વિદ્વાનોને મારા તરફથી પણ અભિનંદન આપું છું, અને આ ટ્રસ્ટ હજી ખૂબ ખૂબ આગળ વધે તથા આવાં ઘણાં શુભ કાર્યોનું આયોજન કરતું રહે તેવી શુભેચ્છાઓ છે.
– વિજય સૂર્યોદયસૂરિ
Page #11
--------------------------------------------------------------------------
________________
પં. દલસુખભાઈ માલવણિયા તથા ડો. હરિવલ્લભ ભાયાણીને અમદાવાદ-પાંજરાપોળના શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ ઉપાશ્રયમાં તા. ૧૭-૧૦-૯૩ના દિને અર્પણ થયેલા “શ્રી હેમચંદ્રાચાર્ય-ચન્દ્રક” પ્રસંગે યોજાયેલા સમારોહમાં પં. શીલચન્દ્રવિજય ગણીનું વક્તવ્ય.
भूमिं कामगवि ! स्वगोमयरसैरासिंच, रत्नाकरा ! मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुंभीभव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणा
न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥ ગુર્જરરાષ્ટ્રનો રાજા સિદ્ધરાજ જયસિંહ, માળવા ઉપર વિજય વરીને વિજયમાળ પ્રાપ્ત કરીને પાટણનો નગર-પ્રવેશ કરી રહ્યો છે. નગર-પ્રવેશ દરમ્યાન હાથીના હોદ્દે બેઠેલા, અસંખ્ય નગરજનો દ્વારા જેનાં વધામણાં અને ઓવારણાં લેવાય છે એવા, રાજાના મનની અંદર ઘટમાળ ચાલે છે. બહાર ભવ્ય આડંબર રચાયો છે, બહાર અનુપમ સ્વાગત થઈ રહ્યું છે, પણ રાજા અંદરથી બેચેન છે. રાજાના મનની અંદર જરાક હતાશા અથવા ઉદ્વેગની લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. એના અંતરમાં ગમ છે કે તાકાતથી હું ભલે જીત્યો છું, પણ સંસ્કારિતાથી હું આ રાષ્ટ્રને જીતી શક્યો નથી. સાહિત્યથી હું રાજા ભોજના માળવાને જીતી શક્યો નથી. તાકાત તો પશુઓમાં પણ હોય, પણ ત્યાં જે વિદ્યા, કળા, સાહિત્ય અને સંસ્કારિતા છે, તે મારા ગુજરાતમાં ક્યાં? એના મનની અંદર આ વિચાર રમે છે. એક શ્લોક એણે સાંભળ્યો છે, એ શ્લોક એને બેચેન બનાવે છે :
“મણ્ય શ્રીમોગરાન, દયમેવ સુહુર્ત' આ રાજા ભોજ-ધારાનગરીનો ભોજ - માલવદેશનો રાજા ભોજ, એની બે જ વસ્તુ અતિશય દુર્લભ છે :
“તૂપ સુંવáë, તામ્ર શાસનપત્રવૈ' || એણે એટલા બધા શત્રુઓને જીત્યા અને જીતીને એ શત્રુઓને બેડીઓ - લોખંડની પહેરાવી કે એના રાજ્યમાં લોખંડ મળતું બંધ થઈ ગયું, લોખંડની તંગી છે અને એ માણસે – એ રાજાએ વિદ્યાવંતોને, કળાવંતોને, પંડિતોને એટલા બધાં
(૮)
Page #12
--------------------------------------------------------------------------
________________
દાન આપ્યાં છે - તામ્રપત્રો આપ્યાં છે કે એને લીધે તાંબુ પણ એના રાજ્યમાં RARE—વિરલ બની ગયું.
રાજા સિદ્ધરાજના મનમાં એક ગમ છે - બેચેની છે. એ વિચારે છે કે – મેં પૂર્વાર્ધ તો સાચો ઠરાવ્યો, અનેક રાજાઓને જીતીને લોખંડની બેડીઓ તો પહેરાવી પરંતુ ઉત્તરાર્ધ મારા માટે બહુ જ તકલીફભર્યો છે. ક્યારે મારા રાજ્યમાં એવા સંસ્કાર પ્રગટશે, એવું સાહિત્ય સર્જાશે અને મારા રાષ્ટ્રની અંદર એવા વિદ્વાનો એવા પંડિતો, એવા કળાવંતોનું હું ગૌરવ કરીશ ? એ દિવસ ક્યારે આવશે ?’
આવા વિચારોએ બેચેન બનેલા સિદ્ધરાજની વિજયયાત્રા ચાલી રહી છે. માર્ગમાં એક પછી એક ધર્માચાર્યો આશિષ આપી રહ્યા છે. એમાં, હેમચન્દ્રસૂરિ પણ એક ઓટલા ઉપર ઊભા - ઊભા આશીર્વચન આપે છે કે ભૂમિ ામાવિ ! સ્વોમયક્ષૈ: આસિØ, રબારા ! મુક્તાસ્વસ્તિમાતનુમ્ ।
‘અરે કામધેનુ ગાય’ ! હેમચન્દ્ર સૂરિ બોલે છે ઃ તારા ગોમૂત્રથી આખી ધરતીને પવિત્ર કર ! અને હે રત્નાકર ! સમુદ્ર ! તારા પેટાળમાં પડેલાં. મોતી બહાર કાઢ અને એની ગહુંલી કાઢ, એનો સાથિયો રચાવ, અને હે ચન્દ્રમા ! ત્યું પૂર્ણમ્ભીમવ પૂર્ણ કળશથી જ સ્વાગત થાય, માટે તું નીચે આવ અને પૂર્ણકળશ બનીને આ સિદ્ધરાજનું સ્વાગત કર !
દશે દિગ્ગજો ! તમે આવો, કલ્પવૃક્ષનાં પાંદડાં લાવો, એનાં તોરણો બનાવો અને આ રાજાના વિજય વધામણાં માટે તોરણો બાંધો.
કેમ ? દિગ્ગજો પૂછે છે, કેમ ? સમુદ્રો પૂછે છે, શા માટે ?
તમને ખબર નથી ભલા ! અરે, સ્વરવિનિત્ય ખાતર્તી નવ્રુતિ સિદ્ધાષિવ: પોતાના બહુબળથી પૃથ્વીને જીતીને આ સિદ્ધરાજ જયસિંહ આવી રહ્યો છે. એના સ્વાગત માટે તમે સજ્જ થાઓ !
રાજાના કાને આ શ્લોક સંભળાય છે. આ શબ્દો, આ અલંકારો એની કાવ્યછટા, આ બધું એના અંતરને અપીલ કરે છે. અને રાજા, હેમચન્દ્રસૂરિને કહે છે...મનની વાત. રાજા જેવો રાજા છે. એને બધું જ મળે છે, મળ્યું છે, પણ મન ખાલી કરવાની જગ્યા-વિસામો નથી એની પાસે. ગમ ક્યાં ઠલવવો ? જગ્યા મળી ગઈ. હાથી ઊભો રહી ગયો રાજાના ઇશારે. રાજા કહે છે આચાર્યને. રાજા પણ પંડિત છે. એ એક શ્લોક બોલે છે ત્યાં -
(૬)
Page #13
--------------------------------------------------------------------------
________________
‘યશો મમ તવ રહ્યાતિ:, પુછ્યું ૨ મુનિનાય ! विश्वलोकोपकाराय, कुरु व्याकरणं नवम्' ||
‘મારો યશ ફેલાશે, મહારાજ ! અને તમારી ખ્યાતિ થશે અને પુણ્ય તમને અને મને ઉભયને મળશે. કૃપા કરો, ગુજરાતનું સંસ્કારદારિત્ર્ય દૂર કરો અને સાહિત્યક્ષેત્રે ગુજરાતની કંગાલિયત દૂર કરો.'
રાજાના મનમાં સરસ્વતી કંઠાભરણના ગ્રન્થો રમે છે. રાજાના મનમાં એક પ્રસંગ—માલવવિજય વખતે જાણેલો એક ભવ્ય પ્રસંગ—ઘૂંટાય છે
ભોજરાજા મરણપથારીએ પડ્યો છે. ચારે બાજુ દુશ્મનોનો ઘેરો લાગેલો છે. મંત્રીઓએ રાજાને ભોંયરામાં છુપાવી દીધો છે. કિલ્લાના અને નગરના દરવાજા બંધ છે. આથી ભોજ ઘાયલ થઈ ગયો છે – મનથી, ‘હું હારવાનો ? મારે કાયરની જેમ ભોયરામાં ભરાઈ રહેવાનું ?’ ને એને શોષ પડે છે. મરણ નજીક છે. શોષ પડે છે ને રાજા દાસીને કહે છે કે પાણી લાવ.
-
એ મારી તમારી જેમ - ‘પાણીનું ડોલચું લાવ કે પ્યાલો લાવ, એમ પાણી નથી માગતો. ના ! ભોજ માટે એ શક્ય નથી.
એ માગણી કરે છે જરા જુદી રીતે, કલાત્મક રીતે. મરણપથારીએ પડેલો રાજા, હૈયાથી જમ્મી બનેલો રાજા, પણ એની સંસ્કારિતા, એનું સાહિત્ય અહીં પણ પ્રગટે છે. એ દાસીને કહે છે
'स्वच्छं सज्जनचित्तवत् लघुतरं दीनार्थिवत् शीतलं पुत्रालिंगनवत् तथा च मधुरं बालस्य संजल्पवत् । एलो शीरलवंगचंदनलसत् कर्पूरक स्तूरिका जातीपाटलकेसरासुरभितं पानीयमानीयताम् ॥'
‘સ્વછે સપ્નપિત્તવત્.... દાસીને કહે છે - રાજા ભોજ કે સ્વચ્છ પાણી મારે પીવું છે બહેન ! પણ કોના જેવું સ્વચ્છ? સન્નચિત્તવત્ સજ્જનોનું હૈયું જેવું નિર્મળ હોય, એવું પાણી લાવજે.
વળી, એ પાણી બહુ ભારે ન જોઈએ. હળવું જોઈએ. હ્રદ્યુતાં...કોની જેમ ? વીધિવત્ દીન બનીને ભીખ માગવા આવેલો યાચક જેમ હલકો હોય, હળવો હોય ભારે નહોય, પાણી પણ એવું હળવું જોઈએ. અને વળી, શીતલ ઠંડું શાંતિ ઉપજાવે એવું ઠંડું પાણી જોઈએ. ફ્રીજનું નહિ, બરફ નાખેલું નહિ, મશીન
(૧૦)
Page #14
--------------------------------------------------------------------------
________________
કા ઠંડા પાની નહિ. ઠંડું, પણ કોના જેવું ? પુત્રાન્તિનવત્ ભોજ રાજા (ઉપમા આપે છે ઃ પોતાના દીકરાના દીકરાને તેડે અને આલિંગન કરે તે જેમ ઠંડું, શાતા ઉપજાવનારું બને, એવું પાણી ઠંડું જોઈએ. અને મધુર વાતસ્ય સંનત્ત્વવત્ - કાલી-ધેલી જબાનમાં બોલતા બાળકના બોલ જેવું મધુર. એમાં એલચી, લવીંગ, તજ વગેરે તેજાના અને મસાલા નાખ્યા હોય- તોશીરાવ પનતસ પૂરસ્ફૂરિા – ગાતી પાટલòસરાસુરક્ષિતં-એ બધાથી સુરભિત.... પાનીયમાનીયતામ્ ...મારે પાણી પીવું છે.’
અને પેલી દાસી...એ પણ કમ નથી. એ પણ રાજાને જવાબ આપે છે. જેના દરબારમાં દાસીઓને પણ સંસ્કૃતબદ્ધ જવાબ આપવાની ટેવ હતી.. ટેવ હતી એટલું જ નહિ ! છૂટ હતી; વિદ્યા ત્યાં જ પાંગરે જ્યાં સ્વતંત્રતા હોય, વિદ્યા અને કળા ઉપર બંધન મૂકો એટલે વિદ્યા અને કળાનું નિધન થાય. અહીં વિદ્યા પાંગરે છે. દાસી બોલે છે
वक्त्रांभोजं सरस्वत्यधिवसति सदा शोण एवा । ऽधरस्ते बाहुः काकुत्स्थवीर्यस्मृतिकरणपटुर्दक्षिणस्ते समुद्रः । वाहिन्यः पार्श्वमेताः क्षणमपि भवतो नैव मुंचंत्यभीक्ष्णं स्वच्छेऽन्तर्मानसेऽस्मिन् कथमवनिपते ! तेऽम्बुपानाभिलाष: ? ||
‘દાસી કહે છે, મહારાજ ! તમને પાણી પીવાનો અભિલાષ થાય ? તેડવુવાનમિત્તાષ: ? બહુ જ શ્લેષમૂલક કાવ્ય છે આ. અને હેમચન્દ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’માં ટાંકવામાં આવેલું કાવ્ય છે. વસ્ત્રા મ્મોનું સરસ્વત્યધિવસતિ સા
તમારા મુખ કમળની અંદર તો સરસ્વતી રમે છે. સરસ્વતી-નદી, ઉત્તર ગુજરાતની અને સરસ્વતી વાણી, ગોળ વાધરસ્તે - શોણ-નદ, અને તમારા હોઠ તો હંમેશા શોણ-લાલ છે, હોઠ શોણ-નદથી છલકાય છે, વાડુ: જાત્મ્યવીર્યસ્મૃતિરળपटुर्दक्षिणस्ते समुद्रः રઘુકુળના તિલક રામ, એનું વીર્ય, એની તાકાત, એના કૌવતની યાદ અપાવનારો તમારો બાહુ – જમણો હાથ-સમુદ્રઃ એક તો મુદ્રાથી યુક્ત છે અને બીજી બાજુ દક્ષિણ સમુદ્ર સુધીની ધરતી તમારા વશમાં છે. જમણો સમુદ્ર તમારો હાથ છે, અને વાહિત્યઃ વાહિની એટલે નદી અને વાહિની એટલે સેના - વાહિની એટલે સેનાની નદીઓ તમારું પડખું એક ક્ષણ પણ મૂકવા તૈયાર નથી. અને એ બધા કરતાંય વધુ મહત્ત્વનું એ છે કે સ્વચ્છેઽન્તમાંનસેઽસ્મન્ – તમારા ચિત્તનું માનસરોવર સ્વચ્છતાથી છલકાઈ રહ્યું છે, ઉભરાઈ રહ્યું છે અને તો પણ રાજન્ ! તમને પાણી પીવાનો અભિલાષ કેમ થાય ?’ આ દાસી બોલે છે...
આ પ્રસંગ સિદ્ધરાજ જયસિંહના મનમાં આ પળે રમી રહ્યો છે ને એ સાથે જ એક Jealousy, એક Curiosity જે કહેવું હોય કહી શકાય, એક ગમ જાગે છે કે આ સંસ્કાર, આ સાહિત્ય મારા ગુજરાતમાં ક્યાં ? કેમ નહિ ? ક્યારે આવે ?
(૧)
Page #15
--------------------------------------------------------------------------
________________
અને આનું પરિણામ ? મણિ-કાંચન સંયોગ જેવો હેમચન્દ્રસૂરિ અને સિદ્ધરાજ જયસિંહનો સમાગમ. એના પ્રતાપે સવાલાખ શ્લોક પ્રમાણ વ્યાકરણ અને એ પછી એનાં પાંચે અંગો, પુરાણો, ચરિત્રો, અલંકારગ્રન્થો બધાનું સર્જન. ગુજરાતનું પોતાનું આ બધું જ સર્જાયું. હેમચન્દ્રાચાર્યે બે ચીજ આપી, આપણા ગુજરાતને. એક સાહિત્ય અને બીજો સંસ્કાર. ઉમાશંકરભાઈએ કહ્યું છે
‘જે જન્મતાં આશિષ હેમચન્દ્રની, પામી વિરાગી જિનસાધુઓ તણી’ ગુજરાતી ભાષા માટે ઉમાશંકરે કહ્યું છે - જેનો જન્મ હેમચન્દ્રાચાર્યના આશીર્વાદ સાથે થયો અને વિરાગી જૈન સાધુઓના જેને ઓવારણાં મળ્યાં.... આ ગુજરાતની ભાષાની વાત. અને એનું સંસ્કરણ અને સંસ્કારિતા ! લોકમાન્ય તિલકે કહેલું કે –‘ગુજરાતની લોકપ્રકૃતિમાં વણાયેલી, સહજ નીખરેલી અહિંસા, સંસ્કારિતા, એ ગુજરાતમાં પ્રવર્તતા જૈન ધર્મ અને એના પ્રવર્તક જૈન સાધુઓને આભારી છે.’ અને એ વાત આજ સુધી તો બિલકુલ યથાર્થ હતી. પણ આજે ગુજરાત બદલાઈ ગયું છે. આજના ગુજરાતની સંસ્કારિતા બદલાઈ ગઈ છે. ભાયાણીસાહેબે લખેલો લેખ હમણાં જ વાંચ્યો – મૃત્યુઘંટો વિશેનો લેખ. આપણો યુગ મૃત્યુઘંટોનો યુગ છે. ખેર !... ગુજરાત બદલાઈ ગયું છે. પણ સંસ્કાર દયાના, સંસ્કાર અહિંસાના, સંસ્કા૨ ૫૨ધર્મસહિષ્ણુતાના... આ બધા સંસ્કાર; એની નીંવ, એનો પાયો નાખ્યો હેમચન્દ્રાચાર્યે; અને એ પાયાની, એ સંસ્કારની, એ સાહિત્યની પોતાના આખા જીવન દરમ્યાન ઉપાસના કરનારા આ બે વિદ્વાનો; વિદ્વાન શબ્દ જરા પાંખો લાગે. છે - બે પંડિતો; પણ્ડા સગ્રાતાઽસ્ય રૂતિ વૃષ્ણુિતાઃ; અદ્ભુત શબ્દ છે પંડિત, સંસ્કૃત સાહિત્ય ભણીએ તો ઘણા-ઘણા શબ્દોનાં રત્નો જડી આવે; આ બે પંડિતો છે. પંડિતો ક્યાં છે આજે ? આપણે આક્ષેપ કરીએ છીએ કે મધ્યકાળનું સાહિત્ય અને વિદ્વાનો રાજ્યાશ્રિત હતા. આ એક આક્ષેપ આજના વિદ્વાનો, ખાસ કરીને ગાંધીયુગના અને એ પછીના લોકશાહીના યુગમાં ઉછરેલા વિદ્વાનો અથવા સ્કોલર્સ કરે છે અને ઉપેક્ષાત્મક રીતે બોલે છે આ શબ્દ- ‘રાજ્યાશ્રિત’. પણ, મને લાગે છે કે આખાય વિશ્વમાં સહુથી વધુ અધ્યયનો અને સંશોધનો થતાં હોય તો તે રાજ્યાશ્રિત પંડિતો ઉપ૨ જ થાય છે. અને બીજી વાત, આજે રાજ્યાશ્રય નથી તો કલ્પના કરો કે વિદ્યાની કેવી હાલત છે ? કલ્પના કરો કે કળાની શી સ્થિતિ છે ?
એક કવિ હતો - જગન્નાથ. ‘રસગંગાધર'નો પ્રણેતા રસકવિ જગન્નાથએ કહે છે
गिरां देवी वीणागुणरणनहीनादरकरा यदीयानां वाचाममृतमयमाचामति रसम् । वचस्तस्याकर्ण्य श्रवणसुभगं पंडितपतेरधुन्वन् मूर्धानं नृपशुरथवाऽयं पशुपतिः ।।
(૧૨)
Page #16
--------------------------------------------------------------------------
________________
વાણીની દેવી સરસ્વતી વીણા વગાડતી વગાડતી, જેનાં કાવ્યો સાંભળીને વીણા વગાડતી અટકી જાય છે એ પંડિતરાજ જગન્નાથનાં કાવ્યો સાંભળીને માથું ડોલે નહિ એ કાં તો મનુષ્યના રૂપમાં પશુ હોય, કાં તો પશુઓનો પતિ ઈશ્વર હોય.'
આ સિવાય જેને માથું હોય અને વળી ઠેકાણે હોય–તે તો ડોલાવ્યા વિના રહે જ નહિ. આ કવિ ! આ કવિતા ! એ આજે ક્યાં છે ? આજે તો આપણે ત્યાં સાચા પંડિતોનો કારમો દુકાળ પ્રવર્તે છે અને એ પરિસ્થિતિમાં “રણમાં મીઠી વીરડી' જેવા આ બે દિગ્ગજ અથવા મૂર્ધન્ય, આપણા રાજ્યના, આપણી ભાષાના, આપણા સાહિત્યના પંડિતો – માલવણિયા અને ભાયાણીજી, આ બન્ને મૂર્ધન્ય વિદ્વાનો આપણી પાસે હોય એ કેવું અહોભાગ્ય છે !
દલસુખભાઈની વાત કરું. હું દલસુખભાઈને ૨૫-૨૭ વર્ષથી જાણું છું અને હું એમને માટે એક શબ્દ પ્રયોજું છું – આગમવૈજ્ઞાનિક – એક જ શબ્દ. અમારી પરંપરા છે, જૈન સાહિત્યની કે – દરેક આગમ તીર્થકર ભગવંતે કહેલા હોય છે. એમની વાણીસ્વરૂપ હોય છે. પરંતુ કાળની ચાળણીમાં ચળાતા-ગાતા-અટવાતા એમાંનું ઘણું સાહિત્ય લુપ્ત થયું. જે રહ્યું તેની અંદર પણ મૂળભૂત રીતે તીર્થકરના પોતાના મુખમાંથી નીકળેલાં વચનો ક્યાં છે? એની પરીક્ષા, વૈજ્ઞાનિક ઢબે, ભાષા સાહિત્ય અને બીજાં અનેકવિધ પ્રમાણોના આધારે–સાધાર, નિરાધાર નહીં, એના સ્તરો, એના તબક્કાઓ આ બધું નક્કી કરી આપે એવા એ આગમવિજ્ઞાની છે. હેમચન્દ્રાચાર્યે કહ્યું – પોતાના વ્યાકરણમાં; વ્યાકરણનું એક સૂત્ર છે – “તેન પ્રોજો'; એમાં કહ્યું કે- ‘ઉત્તરાધ્યયન' સૂત્ર એ ભદ્રબાહુસ્વામીની રચના છે અને જુદા-જુદા સાધુઓની વાણીનું સંકલન છે. અમે એમ માનીએ છીએ કે એ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે, પણ હેમચન્દ્રાચાર્ય બહુ સ્પષ્ટ છે. એ “ઉત્તરાધ્યયન'માં પણ ભગવાનના પોતાના મોઢામાંથી નીકળેલા શબ્દો જળવાયા છે તે દલસુખભાઈ વગેરેએ શોધી આપ્યા કે આ શબ્દો ભગવાનના છે. આ, આગમવૈજ્ઞાનિક અને છતાં આપણે એમને કહીએ માન આપીએ તો કહે કે - હું એને માટે લાયક નથી. - મને એક સાધુએ પૂછ્યું એક દહાડો - “આ બધા વિદ્વાનો છે, એ મહાવીરસ્વામી માટે – મહાવીર, હેમચન્દ્રાચાર્ય માટે હેમચન્દ્ર એમ બોલે છે. તમને નથી લાગતું કે આ તોછડાઈ કરે છે?' બિલકુલ નહિ મેં કીધું. મને તે જ ક્ષણે જે જવાબ ઊગ્યો તે મેં આપ્યો; મેં કીધું :- “આમાં તોછડાઈ નથી, પરંતુ, વાત એવી છે કે જે વ્યક્તિ, મહાવીરસ્વામી, હેમચન્દ્રાચાર્ય વગેરે સ્વયં પૂર્ણ છે એને આવા શ્રી અને, જી અને, મહારાજ સાહેબ વગેરે લટકણિયાંની આવશ્યક્તા નથી હોતી. આમાં તોછડાઈ નથી, બલ્ક, એમની પૂર્ણતાનો બહુમાનપૂર્વક સ્વીકાર છે.” આવો મેં જવાબ આપ્યો.
(૨૩)
Page #17
--------------------------------------------------------------------------
________________
દલસુખભાઈને માટે એક વાત વર્ષોના અભ્યાસ અને પરિચયથી Mark કરી કે એ પોતાનો મત રજુ કરે પ્રમાણથી, યુક્તિથી, આધારસહિત, પણ, પછી એનો આગ્રહ ન રાખે - આમ જ હોય, આમ જ છે... તમે એમની પાસે યુક્તિ લઈને જાઓ, દલીલ લઈને જાઓ અને તમે પ્રમાણ બતાડો તો એક મિનિટમાં લેખિત એકરાર કરે કે આ મારું પ્રતિપાદન ખોટું છે. મતાગ્રહ નહિ.
મતનો મમત આજે સાધુઓને પણ સંતાપે છે, ત્યારે એમાંથી બચવું એ બહુ મહત્ત્વનું છે.
ભાયાણીસાહેબની વાત કરું - એમને માટે પણ આ જ કહી શકાય. એમના વિષયમાં ‘ઢ’ જેવો હું; બિલકુલ ઢ જેવો. એમનો જે વિષય છે ભાષાવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, પ્રાકૃત, અપભ્રંશ, પાલિ, સંસ્કૃત વિગેરે-વિગેરે, એમાં અમે પા પા પગલી કે ચંચુપાત પણ નથી કરતા. દરિયો છે. પણ એ વિષયમાં ‘અટકળ પંચા એકોતેર’ના ન્યાયે કોઈ ભૂલ અમારા જેવાને લાગી હોય ને એમનું ધ્યાન દોર્યું હોય તો એકરાર કરે - લખીને - મિચ્છામિ દુક્કડમ્ આ મારી ભૂલ છે. આ લઘુતા, આ સરળતા ! ભાયાણીસાહેબનો છેલ્લા કેટલાક અઠવાડિયાથી હું ટાઈમ ખાઈ રહ્યો છું, એમનો રસ લૂંટી રહ્યો છું, એમાં મેં એક અનુભવ કર્યો - આપણા કવિ સિતાંશુ યશશ્ચંદ્રનો નિબંધ છે : ‘રમણીયતાનો વાગ્વિકલ્પ'. ભાયાણી સાહેબ એટલે, મારી દૃષ્ટિએ ‘રમણીયતાનો મૂર્તિમંત અવતાર', વિકલ્પ નહિ પણ મૂર્તિમંત અવતાર. क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ||
ક્ષણે-ક્ષણે નિત્ય નૂતન; એમની દૃષ્ટિ નૂતન—એમનો અભિગમ નૂતન—એમના આગ્રહો નૂતન—એમનો અભિનિવેશ પણ નૂતન–એમની ઉદારતા પણ નૂતન— એમની જ્ઞાનધારા અને એ ધારાની વૈજ્ઞાનિકતા પણ નૂતન, નિત્યનૂતન, જ્યારે જુઓ ત્યારે કાંઈક નવું જ મળે. આ રમણીયતાનો મૂર્તિમંત અવતાર, એટલે ભાયાણીસાહેબ.
આ બન્ને વિદ્વાનો, એમનું બહુમાન હેમચન્દ્રાચાર્ય ભગવંતના નામ સાથે જોડાય છે એ કેટલું બધું ગૌરવભર્યું છે ! કેટલું બધુ ઉચિત લાગે છે ! આ એમની કદર નથી, એમની કદર કરનારા આપણે કોણ ? પણ આ નિમિત્તે એમની જ્ઞાનોપાસનાનું ગૌરવ થાય છે અને તેની સાથે શ્રી હેમચન્દ્રાચાર્યનું નામ જોડાય છે એ ખરેખર ખૂબ આનંદદાયક બીના છે.
★ ★
(૧૪)
Page #18
--------------------------------------------------------------------------
________________
ચંદ્રકપ્રદાન પ્રસંગે પંડિત દલસુખ માલવણિયાજીનું વક્તવ્ય
ક્યાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અને ક્યાં હું ? પણ સમિતિએ મને શ્રી હેમચન્દ્રાચાર્યની સ્મૃતિમાં અપાતા પુરસ્કાર માટે મને યાદ કર્યો તે માટે અત્યંત આભારી છું આ પુરસ્કારની યોગ્યતા મારામાં કેટલી ? જ્યારે એનો વિચાર આવે છે ત્યારે આશ્ચર્યની લાગણી અનુભવું છું. પણ સમિતિએ જે નિર્ણય કર્યો છે તેને માથે ચડાવી લેવો એ મારું કર્તવ્ય માની પુરસ્કાર સ્વીકારુંછું. ફરી સમિતિનો આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું અને પંન્યાસ શ્રી શીલચન્દ્રજીને વંદન કરી બેસી જવા રજા લઉં છું.
– પં. દલસુખ માલવણિયા
-
(૫)
Page #19
--------------------------------------------------------------------------
________________
ચંદ્રકપ્રદાન પ્રસંગે | હરિવલ્લભ ભાયાણીનું વક્તવ્ય
આદરણીય સૂર્યોદયસૂરિજી, શીલચંદ્રવિજયજી તથા સાધુ-સાધ્વીગણ, મુરબ્બી દલસુખભાઈ, ઉપસ્થિત શ્રોતાજનો,
આ સંમાન-સત્કાર માટે હું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ શિક્ષણ સંસ્કાર નિધિના ટ્રસ્ટીશ્રીઓનો તથા તેના પ્રેરક આચાર્ય મહારાજ સૂર્યોદયસૂરિજી અને મુનિશ્રી શીલચંદ્રવિજયજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. મુ. દલસુખભાઈ જેવા ઋષિકક્ષ વિદ્વાનની સાથે આ અવસરમાં મારે જોડાવાનું થયું છે તેને પણ હું મારું અનન્ય સદ્ભાગ્ય સમજું છું. હું ૨૮ વરસથી અમદાવાદમાં વસું છું. અઠવાડિયાનો એક કલાક પણ દલસુખભાઈને ચરણે બેસીને શીખવાનું મેં રાખ્યું હોત હું ક્યારનોયે દર્શનશાસ્ત્રના મહાપંડિત બની ગયો હોત. પણ એ સૂઝયું નહીં. સદ્ગત પુણ્યવિજયજી, જિનવિજયજી, સુખલાલજી વગેરેની પરંપરાના દલસુખભાઈ ઋષિસમા જ કહેવાય, કેમ કે ‘દર્શનાઋષિ અને ઉક્ત સૌ વિદ્વાનોએ પોતપોતાના સમયની વિદ્યાક્ષેત્રનું દર્શન કર્યું અને તેને સમૃદ્ધ કર્યું.
મારું વિદ્યાક્ષેત્રનું કાર્ય અત્યાર સુધી ચાલ્યું છે તે પરોક્ષપણે પ્રાચીન આચાર્યો અને સાહિત્ય સ્વામીઓ તથા અર્વાચીન વિદ્વાનો પાસેથી, તો પ્રત્યક્ષપણે જિનવિજયજી જેવા સાત્ત્વિક વિદ્યાગુરુઓની પાસેથી જે પ્રેરણા અને માર્ગદર્શન અને મળ્યા અને સદંતર મળતા રહે છે તેને આધારે જ ચાલ્યું છે. વળી સ્વજનો તથા સમભાવીઓની સતત સહાય અને સહકાર મને ન મળતાં હોત તો તે કેટલું શક્ય બનત એ સમજી શકાય તેમ છે. આથી એવો પ્રશ્ન સહેજે થાય કે જેને માટે મને સન્માન-સત્કાર મળી રહ્યા છે તેમાં ખરેખર મારું કર્તુત્વ કેટલું ગણવું? એક દષ્ટિએ જોઈએ તો પ્રચીન સાહિત્ય સંસ્કૃતિના સંશોધક અધ્યેતાનું કામ પિરસણિયાનું કામ છે. સામગ્રી ક્યાંકની, રસોઈ કોઈએ બનાવેલી, અમારા જેવા તે પીરસે. બહુ તો વાનગીઓ કેટલી આસ્વાદ્ય છે, કેટલીક પૌષ્ટિક કે પથ્ય છે તે બતાવીએ. આ કાર્યનો આદર થાય તેથી આનંદ થવો સ્વાભાવિક છે, પણ તેની સાર્થકતા તો નવી પેઢીને તેમાંથી પ્રેત્સાહન મળે તેમાં જ ગણાય.
Page #20
--------------------------------------------------------------------------
________________
આ સંમાન હેમચંદ્રાચાર્યની સ્મૃતિમાં સ્થપાયેલા ટ્રસ્ટ તરફથી થઈ રહ્યું છે. હેમચંદ્રાચાર્યે જે સાહિત્યઘનું નિર્માણ કર્યું તેણે તત્કાલીન ભારતના વિદ્યાકીય નકશા પર ગુજરાતને ગૌરવવંતું સ્થાન અપાવ્યું અને એમ વલભીયુગની આપણી વિદ્યા અને સંસ્કારની ઉજ્વળ પરંપરાને પુનર્જીવિત કરવામાં તેમણે સર્વોત્તમ યોગદાન કર્યું. એટલું જ નહીં, તેમના આચારવિચારનાં ઉચ્ચ ધોરણો પછીથી સોલંકીયુગ અને વાધેલાયુગમાં પણ પ્રબળપણે પ્રેરક અને ફળપ્રદ બન્યાં. તેમની
સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ એક રીતે જ આપી શકાય : આપણે આજના ગુજરાતમાં પ્રાચીન સાહિત્ય અને સંસ્કારની પરંપરામાં જે કાંઈ ઉત્તમ હોય તે વિશાળ વર્ગને સુલભ કરીએ અને તેમની જેમ વર્તમાન યુગનાં વિદ્યાક્ષેત્રોની સિદ્ધિઓને આપણા લોકો સુધી પહોંચાડીએ.
થોડાંક જ વર્ષોમાં ઘણું પ્રશસ્ય કાર્ય હેમચન્દ્રાચાર્યની સ્મૃતિમાં મુનિવર્યોની પ્રેરણાથી જ સ્થપાયેલા આ ટ્રસ્ટ દ્વારા થોડા જ વરસોમાં ઘણું પ્રશસ્ય કાર્ય થયું છે અને સાહિત્યસંશોધનની પ્રવૃત્તિને પુરસ્કારી છે. અત્યારની શોચનીય પરિસ્થિતિમાં આ એક પ્રબળ આશાસંકેત છે. આપણે જાણીએ છીએ, વિદ્યા, કળા, સાહિત્ય અને સંસ્કારની પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે વ્યક્તિ, સંસ્થા, સમાજ અને રાજ્યશાસન એ ચારેની ભાગીદારી અનિવાર્ય છે. "વિનાશ્રયા ન શોભને પંડિતા વનિતા લતા." દુર્ભાગ્યે અત્યારે એ સર્વ અંગ ખોખલા બની ગયાં છે અથવા તો આપણે સૌએ સાથે મળીને તેમને ખોખલાં બનાવી દીધાં છે. કોઈ પણ પ્રજા વિદ્યા, કળા, સાહિત્ય વિચાર તથા વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં કેટલું યોગદાન કરે છે, તે તેના સંસ્કારની પારાશીશી છે. ગુજરાત સ્પષ્ટપણે આ બાબતમાં ભારતના બીજા કેટલાક પ્રદેશોથી સારી રીતે પછાત છે. આપણા સમાજ કે રાજ્ય આ પરિસ્થિતિથી ખાસ ચિંતિત હોય એમ લાગતું નથી. આપણી ઘણીખરી વિદ્યા સંસ્થાઓ પણ ઝડપથી તેજ અને ચેતન ગુમાવી રહી છે અને તેમના મૂળ હેતુની કાર્યકરો અને સંચાલકો દ્વારા પોતાનાં સ્થળ હિતો પોષવા સંસ્થાઓના મૂળ હેતુઓની છડેચોક અવગણના થઈ રહી છે, તો ભાવના અને નિષ્ઠાવાળા વિદ્યોપાસકો અને કલાકારોની ભારે ખોટ વરતાય છે.
પ્રાકૃત ભાષા સાહિત્ય અને જૈન અધ્યયનોનાં ક્ષેત્રોની જ વાત કરીએ તો પુણ્યવિજયજી, જિનવિજયજી, સુખલાલજી, બેચરદાસજી વગેરેની પેઢી પછી જે
(૨૭)
Page #21
--------------------------------------------------------------------------
________________
અમે પાંચ-સાત જણ હજી ટકી રહ્યા છીએ, દલસુખભાઈ, ડૉ. ચન્દ્ર, આ વક્તા (અને ગુજરાત બહાર કુલકર્ણી, જગદીશચન્દ્ર જૈન, ઘાટગે વગેરે) તેમની શક્તિ અત્યંત ઘટી ગઈ છે અને બહુ ઓછી જવાબદારી લઈ શકે એવી અવસ્થાએ પહોંચી ગયા છે. જૈન મુનિવરોમાં પણ મુનિશ્રી જંબુવિજયજી જેવા બહુ થોડાનું ઉચ્ચ કક્ષા અને વ્યાપતા જાળવતું વિઘાકાર્ય ચાલે છે. પરદેશમાં પ્રશિષ્ટ પ્રાકૃત ભાષા અને સાહિત્યનું અધ્યયન સંશોધન કરતા વિદ્વાનોની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. ભારતીય સંસ્કારવારસાનું જતન કરવાની જેમની ખેવના છે, તે સૌએ–જૈન સમાજ સહિત સૌએ અધ્યેતાઓની નવી પેઢી તેમને પૂરતો આર્થિક ટેકો અને સર્વોચ્ચ તાલીમ મળે તેવો પ્રબંધ કરીને તૈયાર કરવા બધું જ કરી છૂટવું જોઈએ. સંસ્થાઓ પડી ભાંગી છે. તેમને પૂરી બેઠી કરવી જોઈએ અને અત્યારે જૂની નવી તાલીમી તેમ જ ઉચ્ચતર સંશોધન સંસ્થાઓ શરૂ કરવી જોઈએ. તો જ આપણી સંસ્કારદરિદ્રતા ઓછી થશે અને ઝડપથી નષ્ટ થઈ રહેલા પ્રાચીન સાહિત્યવારસામાંથી થોડુંક પણ બચશે, ભાવનાશીલ નિઃસ્પૃહ અને નિષ્ઠાવાન મૂઠીભર લોકો પ્રયાસ કરે તો પણ આપણી દુર્દશા અવશ્ય સુધરે.
અત્યારે જે જૂની સંસ્થાઓ પડી ભાંગી છે તેમને ફરી બેઠી કરવી જોઈએ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ માલિકની જેમ વરતે છે, તેમણે લોકોનો ટ્રસ્ટ પાછો મેળવવો જોઈએ. લક્ષ્મી અને સત્તાએ સરસ્વતીને બંદી બનાવી મૂકી છે, તેમાંથી તેને મુક્ત કરવી જોઈએ. દેવમંદિરોની જેમ વિદ્યામંદિરો કે સરસ્વતી મંદિરોની પુનઃ પ્રતિષ્ઠા થવી જોઈએ અને તેમાં પેટભરુ ગણતરીબાજ પૂજારીઓને બદલે સાચા આરાધક ભક્તોને પૂજારીની પ્રતિષ્ઠા આપવી જોઈએ. નવી તાલીમાર્થી સંસ્થાએ અને ઉચ્ચતર સંસ્થાઓ શરૂ કરવી જોઈએ, તો જ આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવી શકીંશું અને આપણી સંસ્કારદરિદ્રતા કંઈક ઓછી કરી શકીશું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અને તેનું સમાયોજન કરનાર સૌના પ્રત્યે હું મારી આભારની લાગણી વ્યક્ત કરું છું.
(૧૮)
Page #22
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયાને
પ્રશસ્તિ પત્ર
જન્મે સૌરાષ્ટ્રના, કાર્યક્ષેત્રે સમગ્ર ભારતના, માનવીય સત્તત્ત્વોથી ઓપતા સૌજન્યશીલ સારસ્વત તથા આદર્શ વિદ્યાપુરુષ, જૈન-બૌદ્ધ અને વૈદિક દર્શનોના વિશ્વવિખ્યાત અને મર્મજ્ઞ પંડિત તથા જૈન આગમ સાહિત્ય, સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અપભ્રંશ ઇત્યાદિ ભાષાઓ, તેના ઇતિહાસ તથા વિકાસક્રમના વૈજ્ઞાનિક વિદ્વાન, ન્યાયતીર્થ, સિદ્ધાંતભૂષણ, સમાજ ગૌરવ, જૈન વિદ્યા મનીષી, પ્રાકૃત જ્ઞાનભારતી તથા પદ્મભૂષણ જેવા સામાજિક, વિદ્યાકીય તેમજ રાષ્ટ્રીય બહુમાનોથી વિભૂષિત,
પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાને,
તેમના આગમિક તેમજ દાર્શનિક સાહિત્યના સંશોધન સંપાદનક્ષેત્રે આગવા તથા વિપુલ સાહિત્યના પ્રદાનને અનુરૂપ શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરતાં કરતાં અમો હર્ષ અને ગૌરવનો અનુભવ કરીએ છીએ.
: નિવેદક :
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ - અમદાવાદના સંચાલકો
વિ. સં. ૨૦૪૯ આસો સુદ-૨, રવિવાર,
તા. ૧૭-૧૦-૧૯૯૩
અમદાવાદ
(૧૬)
Page #23
--------------------------------------------------------------------------
________________
ડૉ. શ્રી હરિવલ્લભ ચુનીલાલ ભાયાણીને
પ્રશસ્તિ પત્ર
જન્મ સૌરાષ્ટ્રના, કાર્યક્ષેત્રે ગુજરાતના, પણ પ્રચંડ મેઘા અને વિદ્વત્તાથી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિને વરેલા, પ્રકાંડ ભાષાશાસ્ત્રી અને વૈયાકરણી, પ્રાચીન તથા મધ્યકાલીન સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અપભ્રંશ, ગુજરાત, રાજસ્થાની ભાષા-સાહિત્યના મર્મજ્ઞ સંશોધક, કાવ્ય-અલંકાર-સાહિત્ય શાસ્ત્રો તથા મધ્યકાલીન કથાસાહિત્યના મૂર્ધન્ય અભ્યાસી, સાત્ત્વિક અને સદાચારી જીવનપદ્ધતિ દ્વારા ઉઘડેલી મર્મગામી દૃષ્ટિથી વિશ્વના પુરાતન તથા સમકાલીન સાહિત્ય તથા તત્ત્વજ્ઞાનના ચિંતક તથા વિવેચક ડૉ. હરિવલ્લભ ભાયાણીને, તેમણે કરેલી ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિની તેમજ વિશેષતઃ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના સાહિત્યની સેવાને અનુરૂપ “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક" અર્પણ કરતાં અમો હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ.
: નિવેદકઃ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ
જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ – અમદાવાદના
સંચાલકો વિ. સં. ૨૦૪૯ આસો સુદ-૨, રવિવાર,
તા. ૧૭-૧૦-૧૯૯૩
અમદાવાદ,
(૨૦)
Page #24
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
(૧) ‘જન્મભૂમિ’ દૈનિકમાં તા. ૨૫-૧૦-૯૩ના અંકમાં પ્રકાશિત સમારોહના અહેવાલમાંથી
“જેમ્સ ક્રીસલ દરિયાનાં જ ચિત્રો ચીતરતો હતો. આપણા વિવેચકો તો એવા કે ખાંડ ખાય તો શરદી થાય અને ગોળ ખાય તો ગરમ પડે. એમને પૂછ્યું કે - તમે દરિયાનાં જ ચિત્રો કેમ કરો છો ? ત્યારે જેમ્સ ક્રીસલરે જવાબ આપ્યો કે – લાઈફ સાઈઝનાં માણસો જ ક્યાં છે? પણ જેમ્સ ક્રીસલર જો માલવણિયાસાહેબને કે ભાયાણીસાહેબને મળ્યો હોત તો તેણે દરિયાના ચિત્રો ન કર્યાં હોત.’”
ઉપરના શબ્દો, પદ્મભૂષણ પંડિત દલસુખભાઈ માલવણિયા તથા જાણીતા ભાષાશાસ્ત્રી ડો. હરિવલ્લભ ભાયાણીને ‘શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરવા માટે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં, એમ. એસ. યુનિવર્સિટી - વડોદરાના ઉપકુલપતિ અને સુપ્રસિદ્ધ કવિ ડૉ. સુરેશ દલાલે ઉચ્ચાર્યા હતા.
આ બંને મૂર્ધન્ય સાક્ષરોનું અભિવાદન કરતાં પંન્યાસ શીલચન્દ્રવિજયજી ગણીએ દલસુખભાઈ માલવણિયાને મતાગ્રહમુક્ત એવા શ્રેષ્ઠ આગવિજ્ઞાની હોવાનું જણાવ્યું હતું. તેમણે ભગવાન મહાવીરના પોતાના મુખેથી બોલાયેલા શબ્દો આપણને શોધી આપીને અદ્ભુત કામ કર્યું છે. ડૉ. ભાયાણી વિશે મુનિએ જણાવ્યું કે ભાયાણીસાહેબ એટલે રમણીયતાનો મૂર્તિમંત અવતાર; એમનો અભિગમ, એમની વાતો, એમનો અભિનિવેશ અને એમનું બધું જ નિત્ય નૂતન અને તેથી, રમણીય હોય છે. આ બન્ને વિદ્વાન પંડિતો-રણમાં મીઠી વીરડી જેવા છે.
આમંત્રિત વક્તાઓ પૈકી, ડૉ. નગીન જે. શાહ, ડૉ. કે. આર. ચન્દ્ર, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. કનુભાઈ શેઠ વગેરેએ પણ બન્ને વિદ્વાનોનું અભિવાદન કર્યું હતું. તદુપરાંત પેરીસના, ઇન્ડોલોજીના અભ્યાસી પ્રાધ્યાપિકા ડૉ. નલિની બલબીરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ઇન્ડોલોજીના વિદેશી વિદ્વાનો વતી બંને સન્માનનીય પંડિતોનું અભિવાદન કર્યું હતું.
ડૉ. સુરેશ દલાલે બંને વિદ્વાનોને હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક તથા સરસ્વતીદેવીની પ્રતિમા અર્પણ કર્યા પછી પોતાના મનનીય અને સહુને રસતરબોળ કરી મુકનારા,
(૨)
Page #25
--------------------------------------------------------------------------
________________
વક્તવ્યમાં આ ચન્દ્રકને નોબલ પ્રાઈઝ' તરીકે વર્ણવતા કહ્યું કે “નોબેલ પ્રાઈઝની કિંમત હું ઓછી આંકતો નથી પણ બર્નાડ શોએ કહ્યું હતું કે, નોબેલ પ્રાઈઝ માણસ જ્યારે દરિયામાં હોય, ડૂબવાની અણી પર હોય અને કોઈ તેના પર લાઈફ જેકેટ ફેકે અને તેના સહારે પેલો કિનારે પહોંચે ત્યારે અપાય છે. પણ આ ચન્દ્રક એ નોબેલ પ્રાઈઝ નથી, આ તો નોબલ પ્રાઈઝ છે. અને આ શબ્દોની રમત નથી કરતો, આ તો મારા અંતરની પ્રતીતિ છે.” ડૉ. સુરેશ દલાલે માલવણિયાને દર્શનશાસ્ત્રના વિદ્વાન તરીકે વર્ણવ્યા હતા અને જે પોતાની બારી ખુલ્લી રાખે અને બારણાં બંધ ન રાખે તે ભાયાણીસાહેબ, બીજો કોઈ માણસ ભાયાણીસાહેબ થઈ ન શકે, એમ કહીને ડૉ. ભાયાણીને બિરદાવ્યા હતા.
બંને સન્માનનીય વિદ્વાનોએ પોતાને મળેલાં ચંદ્રક તથા અભિવાદનના પ્રત્યુત્તરમાં અવસરોચિત વક્તવ્ય આપ્યું હતું, અને વિદ્યાના ક્ષેત્રમાં આજે પ્રવર્તતી વિષમ પરિસ્થિતિ પરત્વે વેદના પણ પ્રગટ કરી હતી. આચાર્ય સૂર્યોદય સૂરીશ્વરજીએ પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે, શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના આધારે ડિૉ. ભાયાણીએ તૈયાર કરેલ “અપભ્રંશ વ્યાકરણ' તેમ જ અન્ય બે ગ્રન્થોનું વિમોચન માનનીય દલસુખભાઈ માલવણિયાના હસ્તે થયેલું. બંને વિદ્વાનોને અપાયેલ તામ્રપત્રનું વાંચન ડૉ. ચન્દ્રકાંત શેઠ તથા ડૉ. ચિમનલાલ ત્રિવેદીએ કર્યું હતું. સમારોહનું સંચાલન ડૉ. કુમારપાળ દેસાઈએ સંભાળ્યું હતું. (૨) હેમચન્દ્રાચાર્ય ચન્દ્રકપ્રદાન સમારંભ
(કૃષ્ણવીર દીક્ષિતના અહેવાલમાંથી) જન્મભૂમિ'માં દર સપ્તાહે વર્ષોથી સાહિત્યવિવેચન અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો કલમ અને કિતાબ શીર્ષક નીચે પ્રમાણ ભૂત અને દૃષ્ટિસંપન્ન અહેવાલ આપતા શ્રી કૃષ્ણવીર દીક્ષિત આ સમારંભ વિષેના અહેવાલમાં લખ્યું હતું આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવવા ભાવનાશીલ, નિઃસ્પૃહ અને નિષ્ઠાવાન લોકોના પુરુષાર્થની જરૂર,
ગયા રવિવાર, તા. ૧૭-૧૦૧૯૯૩ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે, અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલા પાંજરાપોળના શેઠ હઠીસિહ કેસરીસિંગ ટ્રસ્ટ ઉપાશ્રયના પ્રવચન ખંડમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીની સ્મૃતિમાં સ્થપાયેલ સંસ્કાર શિક્ષણનિધિ સંસ્થાના ઉપક્રમે ગુજરાતના
(૨૨)
Page #26
--------------------------------------------------------------------------
________________
મૂર્ધન્ય સાહિત્યકારો પદ્મભૂષણ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાને તથા ભાષાશાસ્ત્ર વ્યાકરણ, શબ્દશાસ્ત્ર તથા સંશોધન-વિવેચન આ સર્વ ક્ષેત્રે એક સંપૂર્ણ વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા ડૉ. હરિવલ્લભ ભાયાણીને, એમ બે મૂર્ધન્ય વિદ્વાનોને શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક અર્પણ કરવાનો એક સાદો પણ ગૌરવ ભર્યો એવો સમારંભ યોજવામાં આવ્યો તો. આ બંને વિદ્વાનોને ભારતીય તત્ત્વજ્ઞાન, ભાષા અને સાહિત્યની તથા સંસ્કૃતિની તેમણે બજાવેલી દીર્ઘકાલીન તથા સંગીન એવી સેવા બદલ તેમને આ ચંદ્રક અર્પણ થયો હતો. અત્રે એ ખ્યાલમાં રહે કે પંડિત દલસુખભાઈ માલવણિયાને ગયે વર્ષે જ ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મભૂષણ'નું સન્માનપદ એનાયત થયું હતું અને ડો. હરિવલ્લભ ભાયાણીને તાજેતરમાં જ, લંડનની સ્કૂલ ઓફ એશિયન એન્ડ આફ્રિકન સ્ટડીઝની માનદ
ફ્લોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી માલવણિયાએ ભારતીય તત્ત્વજ્ઞાન અને વિશેષતઃ જૈન તથા બૌદ્ધ દર્શનનો ઇતિહાસ તથા વિકાસક્રમ ઉપર સઘન તેમજ વિપુલ પ્રદાન કર્યું છે. જ્યારે ડૉ. ભાયાણીએ પ્રાકૃત અને અપભ્રંશ સુદ્ધાં વિવિધ ભારતીય ભાષાઓ તથા સાહિત્યના ક્ષેત્રમાં અજોડ પ્રદાન કર્યું છે. આ સાથે તેમણે તે પ્રસંગે ડૉ. ભાયાણીએ પ્રસ્તુત કરેલા વક્તવ્યનો મુખ્ય ભાગ પણ રજૂ કર્યો હતો. ડૉ. ભાયાણીના અનેક રચનાત્મક સૂચનો તરફ ધ્યાન ખેંચીને ખાસ મુદ્દો કૃષ્ણવીર દીક્ષિતે દોહરાવ્યો હતો.
- (૨૩)
Page #27
--------------------------------------------------------------------------
________________
|| અનુક્રમ
વિગત
લેખક પૃષ્ઠ ૦ હેમચન્દ્રાચાર્ય અને યૌગિક-આધ્યાત્મિક હરિવલ્લભ પૂર્વપરંપરા
ભાયાણી ...૧ ૦ હેમચન્દ્રાચાર્યનું અનુભવસિદ્ધ યોગવિજ્ઞાન ડૉ. નારાયણ
મ. કંસારા ...૯ ૦ આચાર્ય હેમચન્દ્રવિરચિત બે દ્વાáિશિકાઓ, એક અધ્યયન
નગીન જી. શાહ .. ૨૧ ૦ શ્રી હેમચન્દ્રાચાર્યની “પ્રમાણમીમાંસા'માં (વાદ) કથાસ્વરૂપ
ડૉ. લક્ષ્મશ જોષી ..૨૯ ૦ હેમચન્દ્રાચાર્ય પ્રણીત “વીતરાગસ્તવ': રસ અને કાવ્યની દષ્ટિએ
જયંત કોઠારી .૩૮ ૦ આચાર્ય હેમચના ગુણવિચારની અનન્યતા પ્રા. ડૉ. શાન્તિકુમાર
પંડ્યા ૦ પરમ્પરા સાથે અને સામે : હેમચન્દ્રાચાર્ય વિજય પંડ્યા ..પ૯ ० हेमचन्द्राचार्य का प्राकृत व्याकरण, वररुचि और। अर्धमागधी
. આર. વન્દ્ર ૬૮ ૦ સોમપ્રભાચાર્યકૃત કુમારપાલ-પ્રતિબોધ : એક સમીક્ષાત્મક પરિચય
ડૉ. કનુભાઈ વ્ર. શેઠ..૮૦ ૦ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનપ્રસંગો :
પં. શીલચન્દ્ર કુમારપાલ પ્રતિબોધ'ના પરિપ્રેક્ષ્યમાં
વિજય ગણિ ..૯૭
. પર
(૨૪)
Page #28
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય અને યૌગિક-આધ્યાત્મિક પૂર્વપરંપરા
– હરિવલ્લભ ભાયાણી
(૧) “કુમારપાલચરિત’ ગત મૃતદેવીનો ઉપદેશ
હેમચંદ્રાચાર્ય-રચિત કુમારપાલચરિત' (=પ્રાકૃત યાશ્રય-કાવ્ય) (કુચ.)ના આઠમા સર્ગમાં પદ્ય ૧૪થી ૮૩માં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' (સિહ.)ના અપભ્રંશ વિભાગને ઉદાહત કરેલ છે. તેના વિષય તરીકે શ્રુતદેવીએ કુમારપાલ રાજાને આપેલો ઉપદેશ છે.
“સિદ્ધહેમ'ના અપભ્રંશ સૂત્રો માટે હેમચંદ્રાચાર્યે આપેલ ઉદાહરણો પૂર્વવર્તી અપભ્રંશ સાહિત્યમાંથી ઉદ્ધત કરેલ છે, જ્યારે કુચ.નાં અપભ્રંશ ઉદાહરણો હેમચંદ્રાચાર્યે પોતે રચેલાં છે. સિહે.નાં ઉદાહરણો વિવિધ વિષયનાં છે : શૃંગાર અને વીરરસનાં, પૌરાણિક કથાવસ્તુને લગતાં, ધાર્મિક અને વ્યાવહારિક આચારનીતિ વિશેનાં (એટલે કે ઔપદેશિક સદુક્તિઓ), વૈરાગ્યભાવનાં વગેરે. પરંતુ કુચ.નાં અપભ્રંશ ઉદાહરણો, આ પહેલાં કહ્યું તેમ, ઉપદેશનો વિષય હોવાથી, માત્ર ધર્મબોધ, વૈરાગ્ય અને આચારનિયમોને લગતાં છે. સિહે ના સૂત્રોનુસાર એક એક પદ્યમાં અમુક અમુક અપભ્રંશ રૂપોનાં ઉદાહરણ આપવાના હોવાથી એ બેચાર રૂપોને ધ્યાનમાં રાખીને, નિયત વિષય અનુસાર તે તે પદ્યની રચના- તે પણ સાહિત્યિક ગુણવત્તા સાધીને– કરવાનું કપરું કામ હેમચંદ્રાચાર્ય (‘છંદોનું શાસન અને “દેશીનામમાલા'માં તેમણે રચીને આપેલાં ઉદાહરણોની જેમ), અનાયાસ લાગે એવી સહજતાથી પાર પાડ્યું છે.
કુચ માંની અપભ્રંશ રચનાઓ માટે વિષયદષ્ટિએ હેમચંદ્રાચાર્યની પાસે કઈ પૂર્વપરંપરા હતી, કયા મૂળ સ્રોતો તેમણે ખપમાં લીધા હતા તેની અટકળ તે ખંડમાંથી મળતા સંકેતોને આધારે કરી શકાય છે. પરસ્પર સંકળાયેલા ચારેક પ્રવાહો તરફ આપણે આંગળી ચીંધી શકીએ.
એક રીતે જોતાં એમ કહી શકાય કે આગળ જતાં હેમચંદ્રાચાર્યે જે વિષયોનું ‘યોગશાસ્ત્ર'માં વ્યવસ્થિત અને સવિસ્તર નિરૂપણ કર્યું, તેમાંના જ કેટલાક વિષયોને
Page #29
--------------------------------------------------------------------------
________________
લગતા વિચારોનો તેમણે અહીં સ્પર્શ કર્યો છે. મુનિશ્રી જંબુવિજયજીએ “યોગશાસ્ત્રના પોતાના વિદ્વત્તાપૂર્ણ સંપાદનમાં હેમચંદ્રાચાર્યની વૃત્તિમાંના અનેક ઉદ્ધત સંદર્ભો ઉપર ટિપ્પણી આપી છે અને પાતંજલ યોગસૂત્ર', “ધર્મબિંદુ’, ‘જ્ઞાનાર્ણવ વગેરેનો પ્રભાવ ચીંધી બતાવ્યો છે.
કુચ.નાં શ્રુતદેવીના ઉપદેશમાંથી નીચેના પૂર્વ સ્રોતોનો સંકેત આપણને મળે છે: (૧) સહજયાની નાથ-સિદ્ધયોગીઓની-કહપા, સરહપા વગેરેના દોહોકોશોની અને તાંત્રિક ધારા; (૨) યોગદુદેવે અપભ્રંશ ભાષામાં રચિત “પરમાત્મપ્રકાશ” અને “યોગસારમાં જોવા મળતી આધ્યાત્મિક ભાવનાવાળી ધારણા; (૩) તેની સાથે મેળ ધરાવતી રામસિંહકૃત “દોહાપાહુડ અને દેવસેનકૃત “સાવયધર્મો-દોહા'માં જોવા મળતી, સામાન્ય જૈન ધર્મતત્ત્વો, વ્રતો અને આચારનો ઉપદેશ કરતી પરંપરા; (૪) અપભ્રંશ સદુક્તિઓ-સુભાષિતોની લોકસામાન્ય પરંપરા. પ્રસ્તુત ધારાઓના પ્રભાવ તરફ તથા કુચ. ચરિતના અપભ્રંશ ખંડના છંદસ્વરૂપની સૂચકતા તરફ આ પહેલાં ઘટતું ધ્યાન નથી અપાયું તો તે દર્શાવવાનો અહીં ઉપક્રમ છે.
રચનાનું છંદસ્વરૂપ આ બાબતમાં જે કેટલુંક માર્ગદર્શન આપે છે તે આપણે પ્રથમ જોઈએ. સરહકૃત ‘દોહાકોશ-ગીતિ' એ તે સંગ્રહનું પરંપરાગત નામ છે. પરંતુ તેમાંના બધાં પદ્યો દોહાછંદમાં નથી. દોહા ઉપરાંત વદનક છંદનાં પદ્યોનું પ્રમાણ પણ ઘણું મોટું છે. ઉપરાંત કોઈ કોઈ પદ્ય વસ્તુવદનક(સાર્ધ છંદ)માં છે, તો થોડીક પ્રાકૃત ગાથાઓ પણ છે. “દોહાકોશ' સિવાયની ઉપર નિર્દિષ્ટ કરેલી કૃતિઓ દોહાબદ્ધ છે. નીતિવિષયક અપભ્રંશ સુભાષિતો માટે દોહા ઉપરાંત માત્રા કે રફા ( માત્રા + દોહા) તથા વદનક વપરાતા હોવાનાં ઉદાહરણ નવમી શતાબ્દીના “સ્વયંભૂછંદ'ના સમયથી જોવા મળે છે.
કુચ ના અપભ્રંશ પદ્યો માટે પણ હેમચંદ્રાચાર્યે વદનક (૧૪થી ૨૭, ૭૭, ૮૦), દોહા (૨૮થી ૭૪, ૮૧), પપદ કે સાર્ધ છંદ (= વસ્તુવદન + કપૂર) (૭૬), માત્રાછંદ (૭૫, ૭૮) વાપર્યા છે. તે ઉપરાંત એક એક પદ્ય ઝંબટક (૭૯), સુમનોરમા (૮૨) અને કપૂર છંદ (૮૩)માં છે, જે વૈવિધ્ય ખાતર વપરાયા હોવાનું સમજી શકાય. ટીકાકાર પૂર્ણકલશગણિએ આ પ્રત્યેક છંદ ઓળખી બતાવ્યો છે. આમાંનો પપદ (=પાછળથી રોલા નામે પ્રસિદ્ધ થયો તે) “પ્રાકૃત ઈંગલ' અને શામળ ભટ્ટ વગેરેની રચનાઓમાં –પ્રાચીન હિંદી તથા ગુજરાતી કાવ્યોમાં પુષ્કળ વપરાયો છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
3
કુચ.ના અહીં ચર્ચાપ્રાપ્ત ખંડમાં તાંત્રિક-યૌગિક પરિભાષા અને ઉપદેશશૈલીનો પ્રભાવ પ્રગટપણે જોઈ શકાય છે. ગંગા (=ઇડા નાડી) અને યમુના (= પિંગલા નાડી)નું ભીતર તજીને હંસ (=આત્મા) સરસ્વતી (=સુષુમ્યા નાડી)ની ભીતર પહોંચે ત્યારે મોક્ષસુખ પામે છે. (૧૫). મનને ચંદ્ર (– ઇડા નાડી) અને સૂર્ય (= પિંગલા નાડી)માં નિવિષ્ટ કરો. (૧૮). ઇડા, પિંગલા વગેરે નાડીઓના જ્ઞાન વિના યોગસાધના નિરર્થક છે. (૧૮). ૨૩મા પદ્યમાં અદૃષ્ટ તંત્રી વડે વાગતી વીણાનો, અને વિવિધ દેહસ્થાનોમાં રણકી ઊઠતા તેના અનાહત નાદનો નિર્દેશ છે. ૨૫મા પદ્યમાં બ્રહ્મરંધ્રમાં મનનો નિરોધ કરવાનો ઉપદેશ છે. ‘ગગન’, ‘સુધારસ’(૨૪)’, ‘મનઃસ્થિરીકરણ’ (૬૭) પણ નોંધપાત્ર છે. પદ્ય ૧૮મામાં ‘દોહાકોશ'ના ૫૫મા અને ૫૭મા દોહાનો પડઘો સાંભળી શકાય. આઠમા અધ્યાયમાં જૈન આચારવિચારના સામાન્ય તત્ત્વોનું જે રીતે નિરૂપણ થયું છે તેમાં વારંવાર પપ્ર. અને ‘યોગસાર’ની શૈલી અને સૂર વરતાય છે. એ જ રીતે પ્રસિદ્ધ યોગી ગોરખનાથ (ગોરક્ષનાથ)ના ‘અમનસ્કયોગ' (=અયો.)નો પ્રભાવ પણ પ્રતીત થાય છે. જેનું મુક્તિ લક્ષ્ય છે તેને માટે કરણાભ્યાસ આસન વગેરેનો અભ્યાસ - નિરર્થક છે (૧૭). ‘યોગશાસ્ત્ર’માં પણ હેમચંદ્રાચાર્ય કહે છે કે રેચક, પૂરક, કુંભક અને કરણાભ્યાસ વિના પણ, સાચો પ્રયત્ન કરીને વિમનસ્કતા સાધવાથી પવનનો આપોઆપ નાશ થાય છે. ‘યોગશાસ્ત્ર’ના પાંચમા પ્રકાશની સ્વરચિત વૃત્તિની પ્રસ્તાવનામાં પણ પ્રાણાયામ વગેરે મોક્ષમાર્ગીને ઉપયોગી ન હોવાનું કહ્યું છે. અયો. માં પણ વાણી, મન અને કાયાનો સંક્ષોભ વર્જિત ગણ્યો છે. (૨.૫૭). પ્રયત્નલેશ પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી પરમ-તત્ત્વને પહોંચવાની સંભાવના નકારી છે. (૨.૫૮).
મનને સ્તંભિત કરી પવનમાં નિયોજવાથી, મનપવનના નિરોધથી, સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાનો જે નિર્દેશ છે (૨૨), તેની સાથે અયો. માં પવનનો નાશ અને મનનો નાશ સાધવા જે કહ્યું છે (૨.૩૦, ૨.૩૧) તે સરખાવી શકાય. ઉન્મનીભાવ (યોશા. ૧૨.૫૪), વિમનસ્કતા (યોશા. ૧૨, ૪૫), અમનસ્કતા (યોશા. ૧૧, ૧૨) એ પરિભાષા પણ ગોરક્ષનાથના યોગની છે. કુચ.માં કાયાને ‘કુટી’ કહી છે (‘કાયકુડુલ્લી’, ૭૨). ‘પરમાત્મપ્રકાશ'માં પણ આ રૂપકનો પ્રયોગ છે. (‘જીવિ જંતિ કુડી ણ ગય', ૨:૧૨૯). સિહે. ૮.૪.૪૨૨ (૧૪)માં એ જ પરંપરાનો જે દોહા ઉદ્ધૃત છે તેમાં પણ એવો જ પ્રયોગ છે. (‘એક્ક કુડુલ્લી પંચહિં
-
Page #31
--------------------------------------------------------------------------
________________
સુધી’). ‘જીવિયડલ’, ‘દોસડા' (૭૨) જેવાં, ઘણું ખરું તો છંદની જરૂરિયાત પૂરી કરવા પ્રયોજાતાં, સ્વાર્થિક ; પ્રત્યયવાળ રૂપો ‘દોહાકોશ', ‘પરમાત્મપ્રકાશ', દોહાપાહુડ' વગેરેની અપભ્રંશ ભાષા માટે લાક્ષણિક છે, અને તે લૌકિક શૈલીના અપભ્રંશનાં સૂચક છે.
યોગવિષયક જૈન પરંપરાના સાહિત્યમાં પ્રકરણગ્રંથોમાં સંસ્કૃતમાં રચાયેલ યોગપ્રદીપ’ પણ આ જ પરંપરાની કૃતિ છે. એમાં કર્તાનો કે રચના સમયનો નિર્દેશ નથી. પરંતુ તેના ઉપર જે જૂની ગુજરાતી બાલાવબોધ મળે છે, તેની ભાષા પંદરમા શતક લગભગની જણાતી હોવાથી, ‘યોગપ્રદીપ'ને તેરમા-ચૌદમા શતકમાં મૂકી શકાય. તેમાં “સોમસૂર્યનાડી”, “ઉ”ન્નીભાવ', ‘સમરસ', ‘સહજાવસ્થા”, “અનાહત નાદ' એવી પરિભાષા મળે છે. (સંપાદનને અંતે આપેલી શબ્દસૂચિમાં આ શબ્દોનો સ્થાનનિર્દેશ આપેલો છે). તેના ઉપર પરમાત્મપ્રકાશનો ઘણો પ્રભાવ છે. સરખાવો યોપ્ર. ૪, ૯, ૧૦ અને પu, ૨. ૮૫, ૧૩૩, ” ૧૧, ૨૭ ” ” ૧. ૧૭ ” ૧૪. ૩૫ ? ” ૨.૧૭૬ ” ૨૨ ” ” ૧.૩૪
= " ૧.૩૨ ર૯ " " ૧.૩૭
” ૧.૧૦૮ ” ૧.૧૧૪
*
૨૬
૧૦૧
૧. સરખાવો “પરમાત્મપ્રકાશ', ૨.૧૬૯ :
અદ્ધમ્મીલિય-લોયણહિ, જોઉ કિ ઝૂપિયએહિ !
એમઈ લમ્ભઇ પરમ ગઇ, સિચ્ચિતિ કિયએહિ || ૨. પરમાત્મા પ્રકાશમાં ‘ભાવડા' (૧.૭૯, ૨.૧૫, ૨૯, ૩૦, ૧૯૦, ૧૯૪), વેલડી' (૧.૩૨), “અવકુખડી' (૧.૧૧૫), ‘કમ્મડા' ૧.૭૭), “જીવડઉ' (૧.૭૬, ૭૭, ૮૪, ૨.૧૨૬, ૧૮૨, ૧૮૮), 'હિયવડ' (૧.૧૨૦, ૧૨ ૧), ‘પંથડા' (૨.૬૯), ‘લકૂખડો' (૨.૧૨૫), કરહડા” (૨.૧૩૬), ‘દિવહડા” (૨.૧૩૮), ‘જમ્મુડા” (૨.૧૪૩), ‘જોઇયડા (૨.૧૫૯), “સાસડા” (૨.૧૬૨), “સલડા' (૨.૧૮૭).
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨) “યોગશાસ્ત્ર'
હેમચંદ્રાચાર્યે સ્વયં જણાવ્યું છે તેમ તેણે ‘યોગશાસ્ત્ર' (== યોશા.)ની રચના આગળની શાસ્ત્રીય પરંપરા, ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન અને સ્વાનુભવ-એને આધારે કરેલી છે. કુમારપાલ રાજાને યોગના આચાર-વિચારનો ઉપદેશ આપવા નિમિત્તે રચેલા યોગા. માં તેણે જૈન ધર્મના સામાન્ય આચાર-વિચારનાં તત્ત્વોનો સમાવેશ કરવા સાથે, યોગશાસ્ત્રની વિવિધ પૂર્વપરંપરાઓનો વ્યાપક સમન્વય સાધવા એક સમર્થ પ્રયાસ કર્યો છે. એનું ઉચિત મહત્ત્વ દર્શાવતું અને ગૌરવ કરતું વિવરણવિવેચન સુખલાલજી, હીરાલાલ કાપડિયા વગેરે દ્વારા અને વિશેષ તો મુનિ જંબુવિજયજી વડે સંપાદિત આવૃત્તિમાં પ્રસ્તુત કરેલ સવિસ્તર, પાંડિત્યસભર, મર્મગામી અધ્યયન દ્વારા જિજ્ઞાસુઓને સુલભ થયું છે.
એક દષ્ટિએ યોગા. ને અમુક અંશે આપણે હેમચંદ્રાચાર્યના “કુમારપાલચરિત” ( કુચ.)માં શ્રુતદેવીએ કુમારપાલને જે ઉપદેશ આપ્યો છે (આઠમો સર્ગ) તેમાં જે અત્યંત સંક્ષેપમાં કહ્યું છે – તેનું જ, વિવિધ યૌગિક પરંપરાઓનો સમાવેશ કરતું વિસ્તરણ અને વ્યવસ્થિત નિરૂપણ ગણી શકીએ. અને એ બન્ને માટે જે વિભિન્ન સ્રોતો પ્રેરક અને આધારભૂત બન્યા હશે તેના પૂર્વસંકેતો, “સિદ્ધહેમ શબ્દાનુશાસન (સિ.)ના આઠમા અધ્યાયમાં અપભ્રંશ વિભાગમાં જે ઉદાહરણો આપ્યાં છે તે દ્વારા મળે છે. અપભ્રંશ વ્યાકરણમાં આપેલ ઉદાહરણો તત્કાલીન ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્યમાંથી લીધેલાં છે, - પોતે સીધાં ઉદ્ધત કર્યા હોય, અથવા તો પુરોગામી અપભ્રંશ વ્યાકરણોમાંથી સ્વીકાર્યા હોય. સામે પક્ષે, કુચ.ના આઠમાં સર્ગના અપભ્રંશખંડ માટે તેમણે પોતે જ રચના કરી છે. એ ખંડ (કુચ. ૮, ૧૮-૮૩). ની આ દૃષ્ટિએ કરેલી તપાસ ઠીક ઠીક દ્યોતક નીવડે તેમ છે.
સિહે નાં અપભ્રંશ ઉદાહરણોના સંકેત પરથી જે અપભ્રંશ સાહિત્યપ્રકારોની અટકળ કરી શકાય તે નીચે પ્રમાણે છે : ૧. રડ્ડાબંધ-(૩૫૦-૧)ગોવિદ કવિવાળું ઉદાહરણ (૪૨૨-૬) અને ૪૪૬ નીચેનું
કામ-રતિને લગતું ઉદાહરણ. ૨. સંધિબંધ - ચતુર્મુખના અપભ્રંશ રામાયણમાંથી લીધેલ ઉદાહરણ
. (૩૩૧).
Page #33
--------------------------------------------------------------------------
________________
૩. રાસાબંધ – ૪, વદનકબંધ - ૫. દોહાબંધ -
૩૫૭-૨ અને ૪૧૪-૧ નીચેનાં ઉદાહરણ . ૩૮૨, ૪૨૨-૧૫ નીચેનાં ઉદાહરણ. (૧) ‘ઢોલા-મારુ પ્રકારના દુહા (૩૩૦-૧, ૨, ૪૨૫
૧) તથા (૨) અન્ય પ્રેમકથાઓના (મુંજરચિત -૩૫૦-૨, ૩૯૫
૨, ૪૨૪-૩, ૪૩૧-૧; મુંજ-મૃણાલને લગતા :
૪૩૯-૩, ૪). (૩) વીરરસના દુહા - ૩૩૦-૪, ૩૮૪, ૩૫૮-૨,
૩પ૭-૨, ૩૫૮-૧, ૩૭૦-૩, ૩૭૧-૧, ૩૭૯
૨, ૩, ૩૮૬-૨, ૩૮૭-૩, ૪૪૫-૩ (૪) પૌરાણિક કથાઓના - ૩૮૪-૧, ૪૦૨, ૩૯૧-૨ (૫) જૈન યૌગિક-આધ્યાત્મિક પરંપરાના (જુઓ નીચે
આગળ ઉપર) (૬) આણંદ-પરમાણંદની ઉક્તિ-પ્રયુક્તિ જેવા, નીતિ કે
વ્યાવહારિક અનુભવજ્ઞાનને લગતા લૌકિક દુહા
૪૦૧-૩
(૭) ફુટકળ સુભાષિતો - શૃંગારિક, વીરરસનાં,
ઔપદેશિક, અન્યોક્તિરૂપ. આમાંથી ચોથા વર્ગના અને પાંચમા વર્ગના વિભાગ (પ) અને (૭) આપણી અહીંની ચર્ચા માટે ઉપયોગી છે.
અપભ્રંશ સાહિત્યની આધ્યાત્મિક ધારાનો સહજયાની સિદ્ધ કે નાથાયોગી પરંપરાથી આરંભ થયો છે. દોહાકોશો અને ચર્ચાગીતિઓમાં સરહ, કાન્ત વગેરે નાથસિદ્ધોની રચનાઓથી આપણે પરિચિત છીએ. એનેજ અનુસરતી જૈન અપભ્રંશ સાહિત્યની આધ્યાત્મિક ધારા દિગંબર કવિ યોગીન્દુદેવ (૧૦મી શતાબ્દી ?)ના “પરમાત્મપ્રકાશ' (=પ પ્ર.) અને “યોગસાર', રામસિંહના (ઇ. સ. ૧૧૦૦ લગભગ) દોહાપાહુડ (=દોપા.) વગેરેમાં જોવા મળે છે.
ચંડકૃત ‘પ્રાકૃતલક્ષણ'ની એક પાઠપરંપરામાં જે ઉદાહરણ આપેલું છે. (‘કાલ લહેવિણ જોઇયા વગેરે) તે પક, દોહા ક્રમાંક ૧-૮૫ છે. તે જ રીતે
Page #34
--------------------------------------------------------------------------
________________
૭
સિહે ના અપભ્રંશ-વિભાગમાંના ૩૬૫, ૩૮૯ અને ૪૨૭ (૧) એ સૂત્રો નીચેનાં ઉદાહરણ અનુક્રમે પપ્ર.ના દોહા ૨-૧૪૭, ૨-૧૩૦ અને ૨-૧૪૦ છે. તે જ પ્રમાણે દોપા. ના દોહા ૮૮, ૧૫૧, ૧૬૭, ૧૭૬ અને ૧૭૭ અનુક્રમે સિહે. નાં ૩૬૬, ૪૨૨ (૨), ૪૧૪ (૨), ૪૧૮ (૫) અને ૩૯૩ (૪) એ સૂત્રોનાં ઉદાહરણ તરીકે આપેલાં છે. પત્ર. ૨-૧૧૪માં ‘લોહ’ ઉપર શ્લેષ કરીને (૧‘લોભ’, ૨-‘લોહ’) કહ્યું છે કે ‘લોહ’નો સંગ કર્યાથી અગ્નિને એરણ અને ઘણની વચ્ચે પિટાવાનું અને સાણસાથી કપાવાનું દુઃખ સહેવું પડે છે. તેવી જ રીતે સિંહે. ઉદાહરણ ક્રમાંક ૪.૩૯૨માં ‘અતિરક્ત’ ઉપર શ્લેષ કરીને (૧-‘રાતારંગની’, ૨-‘અનુરક્ત’) મજીઠને ‘રાગ’ને લીધે મૂળમાંથી ઉખેડાવું, આગથી કઢાવું અને ઘણથી કુટાવું- એવાં દુ:ખ સહેવા પડવાની વાત છે. યોશા.માં મળતા બહિરાત્મા, અંતરાત્મા અને ૫૨માત્મા એવા વિભાજનનો આધાર પપ્ર. હોવાનું કહી શકાય.
દોપા. માં પચાસ જેટલા દોહા પપ્ર.માંથી લીધેલા જણાય છે. બીજી બાજુ, દોપા.માં અગિયાર દોહા સરહના ‘દોહાકોશ'માંથી લીધેલા છે, જેમાંથી ચારેક પપ્ર.માં પણ મળે છે.
આ બૌદ્ધ અને જૈન યોગમાર્ગી અપભ્રંશધારા કુચ.ના શ્રુતદેવીના ઉપદેશની રચનાવેળા હેમચન્દ્રાચાર્યની સમક્ષ હોવાનું આપણે જરુર કહી શકીએ. એ સંબંધમાં પહેલા ખંડમાં કુચ.માં ‘ગંગા', ‘યમુના’, ‘સરસ્વતી', તેમાં સ્નાન કરતો ‘હંસ’,‘રવિ’, ‘શશી’, ‘ઇંડા’, ‘પિંગલા’, ‘ગગન’, ‘સુધારસ’, ‘બ્રહ્મરંધ્ર’ ‘અનાહત નાદ’ (૮-૨૫), ‘મનઃસ્થિરીકરણ’ (૮-૬૭) એ પરિભાષા નાથપંથી યોગધારાનો પ્રભાવ દર્શાવતી હોવાનું ઉપ૨ (૧)માં મેં બતાવ્યું છે.
આ ઉપ૨થી હેમચંદ્રાચાર્યને જે પૂર્વવર્તી (વિશેષે અપભ્રંશ ભાષાના) સ્રોતોનો લાભ મળ્યો હશે તેની થોડીક ઝાંખી કરી શકાશે. વળી પ્રસ્તુત વિચારણાથી, હરિભદ્રસૂરિની જેમ હેમચંદ્રાચાર્યનું વલણ આવા વિષયમાં જૈન પરંપરા સાથે સંલગ્ન રહીને અન્ય પરંપરાનાં ઇષ્ટ અને આદેય તત્ત્વો પ્રત્યે કેટલું ઉદાર હતું તેની પ્રતીતિ પણ થશે.
જે વિચારણા અને ખોજનો પ્રાચીન ઉપનિષદોમાં સૂત્રપાત થયો તેને પરિણામે- ભારે આંતરિક મથામણ, ચિંતન અને ઊહાપોહને પરિણામે ત્રણ તત્ત્વો ઉત્તરકાલીન તત્ત્વવિચારના આલંબન તરીકે હાથ લાગ્યાં : આંતર-બાહ્યના
-
Page #35
--------------------------------------------------------------------------
________________
નિરીક્ષણ, ચિંતન અને અનુભવે જગત, આત્મા અને બ્રહ્મ (કે જીવાત્મા અને પરમાત્મા)- એ ઉત્તરકાલીન ચિંતનદર્શનનો આધાર બન્યાં. એમના સ્વરૂપની સમજ બાબત જે વિવિધ દૃષ્ટિઓ ઉદ્ભવી અને પ્રવર્તી તેના થોડાક સંકેત ભગવદ્ગીતા-ઉપનિષદ'માંથી પણ મળે છે. ક્ષરપુરુષ, અક્ષર પુરુષ અને પુરુષોત્તમ એવે નામે ઉપર્યુક્ત વ્યવસ્થાનું તેમાં વિધાન કર્યું છે.
આ આત્મવિચાર કે અધ્યાત્મવિચાર તો સાધન હતું. સાધ્ય હતો – આત્માનુભવ, યોગ. યોગવિચારને દાર્શનિક પરંપરાઓમાં આથી ઘણું જ મહત્ત્વ મળ્યું. જૈન પરંપરામાં, “ભગવદ્ગીતા'વાળી પરંપરામાં, પાતંજલ યોગવાળી પરંપરામાં અને ઉત્તરકાલીન સિદ્ધયોગીઓ અને નાથપંથીઓની પરંપરામાં વિવિધ રીતે યોગસંજ્ઞા પાયાની ભૂમિકા ભજવવા લાગી. યોગસિદ્ધિ માટે પ્રારંભનું સોપાન તે ધ્યાન. એથી ધ્યાનના સ્વરૂપ, પ્રક્રિયા અને મહત્ત્વ વિશે પણ ઘણી દૃષ્ટિએ વિચારણા થઈ.
‘આત્મા’, ‘યોગ’ કે ‘સમાધિ અને ધ્યાન'એ સંજ્ઞાઓના પ્રભાવ નીચે ઉત્તરકાલીન વિવિધ પરંપરાઓની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલતી રહી છે તેમાં શૈવ, શાક્ત અને વૈષ્ણવ આગમો, તંત્રો, સહજયાન- વજયાન, અને જૈન આધ્યાત્મિક પરંપરા-એવા વિવિધ પ્રવાહો છે. એમનું એતિહાસિક અને તુલનાત્મક અધ્યયને ઘણું ફલપ્રદ નીવડે તેમ છે. સંદર્ભસૂચિ
કુમારપાલચરિત (પ્રાકૃત-વ્યાશ્રય-કાવ્ય), હેમચંદ્રાચાર્ય કૃત. પૂર્ણકલશગણિત ટીકા સહિત. સંપા. શ. પાં. પંડિત. બોમ્બે સંસ્કૃત સિરીઝ, ક્રમાંક ૬૦, ૧૯૦૦, મુંબઈ.
અમનસ્કયોગ. ગોરક્ષનાથકૃત. પરમપ્રયાસુ (પરમાત્મપ્રકાશ. યોગદુદેવકૃત, સંપા. આ. ને ઉપાધ્ય.
૧૯૬૦. અગાસ યોગપ્રદીપ. જૂની ગુજરાતી બાલાવબોધ સાથે. પ્રકાશક: જૈન સાહિત્ય વિકાસ
મંડળ, ૧૯૬૦, મુંબઈ. યોગશાસ્ત્ર, હેમચંદ્રાચાર્યકૃત, સંપા. મુનિ જંબુવિજય, ૧૯૩૭, ૧૯૯૦, મુંબઈ.
***
Page #36
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્યનું અનુભવસિદ્ધ યોગવિજ્ઞાન
લે. ડૉ. નારાયણ મ. કંસારા
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સ્વપજ્ઞ વિવરણ સહ રચેલા પોતાના યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં આરંભમાં “યોગીનાથ', “શ્રી વીરનાથ', “સિદ્ધ અદભુત યોગસંપત્તિ પ્રાપ્ત કરનાર' મહાવીરને નમન કરીને મૂળ શ્લોકાત્મક ગ્રંથ અને ગદ્યાત્મક વિવરણની રચના આરંભી છે. આ યોગશાસ્ત્ર' કુલ બાર પ્રકાશોમાં વિભાજિત છે અને તેમાં “શ્રત' અર્થાત જૈન આગમગ્રંથો, ગુરુપરંપરા અને અનુભવના આધારે ગ્રંથરચના કરી હોવાનું જાહેર કર્યું છે. પહેલાથી અગિયારમા પ્રકાશ સુધીમાં આગમગ્રંથો તથા ગુરુપરંપરાને આધારે યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે, અને બારમાં પ્રકાશમાં “અનુભવસિદ્ધ તત્ત્વ'નું નિરૂપણ કર્યું છે; અર્થાત પ્રથમ અગિયાર પ્રકાશમાં શાસ્ત્રીય કે સિદ્ધાન્તનિષ્ઠ નિરૂપણ છે, જ્યારે બારમાં પ્રકાશમાં “યોગ'ના અનુભવસિદ્ધ તત્ત્વ કે મૂળભૂત સ્વરૂપનું નિરૂપણ છે. આ ભેદ સૂક્ષ્મ છે અને સપ્રયોજન છે, એ અંગે આગળ ઉપર કિંચિત વિચારણા કરીશું. અહીં પ્રથમ તો આ બારમાં પ્રકાશમાં નિરૂપેલ ‘તત્ત્વ' શું છે, અને “યોગ વિષે હેમચંદ્રાચાર્ય કેવો અભિગમ ધરાવે છે, તથા આ વિજ્ઞાન પાસેથી શી અપેક્ષા રાખે છે, તેના કયા કયા દાવા તે સ્વીકારે છે તે જોવું પ્રસ્તુત છે.
પ્રથમ પ્રકાશના આરંભે જ “યોગ'ના માહાભ્યનું નિરૂપણ કરતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે યોગ એ સર્વ વિપત્તિઓને દૂર કરનાર અચૂક ઉપાય છે; જડીબૂટીઓ, મંત્ર તથા તંત્ર વગરનું વશીકરણ છે. ઘણાં અત્યંત જૂનાં પાપો પણ યોગના પ્રભાવે નાશ પામે છે. યોગીનાં કફ, શ્લેખ, મલ, સ્પર્શ એ બધાં પણ ઔષધીય મહાપ્રભાવશાળી બની જવાની, અને વિવિધ ઇન્દ્રિયો દ્વાર અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવાની સિદ્ધિઓ એ યોગનો જ ચમત્કાર છે. ૬ ચારણવિદ્યા અર્થાત્ આકાશગમન વગેરે સિદ્ધિઓ, ઝેર પચાવવાની શક્તિ, અવધિજ્ઞાન અર્થાત સામાન્ય ઈન્દ્રિયોને ગોચર ન હોય તેવા પદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન પ્રાપ્ત કરવાની સિદ્ધિ અને મન:પર્યાય અર્થાત્ બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ, આ બધું યોગથી જ પ્રાપ્ત થાય છે. બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગોહત્યા જેવાં ઘોર મહાપાપોના કરનારને પણ નરકગતિમાંથી યોગ જ બચાવી લે છે. “રાજા ભરત ચક્રવર્તીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ યોગ દ્વારા થઈ હતી; મરુદેવી, દઢપ્રહારી, ચિલતીપુત્ર વગેરેનો ઉદ્ધાર પણ યોગ
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૦
દ્વારા જ થયો હતો. હેમચંદ્રાચાર્ય તો ત્યાં સુધી કહે છે કે જેના કાને ‘યોગ’ એ શબ્દ જ પડ્યો ન હોય એવો વ્યક્તિ દેખીતો માણસ હોવા છતાં વાસ્તવમાં પશુ છે, અને એનો જન્મ નિરર્થક છે; તે ન જન્મ્યો હોત તો જ સારૂં ! ૧૦ ચારેય પુરુષાર્થોમાં શ્રેષ્ઠ મોક્ષ પુરુષાર્થ માટે યોગ જ કારણરૂપ બને છે, અને યોગ જ જ્ઞાન, શ્રદ્ધા તથા ચારિત્રરૂપ રત્નત્રય છે. આવા યોગની પ્રાપ્તિ કરવાની ઇચ્છા કોણ ન કરે ? ૧૨ ‘યોગ’ વિષે હેમચંદ્રાચાર્યની આ સ્પષ્ટ ધારણા, અપેક્ષા તથા શ્રદ્ધા છે.
૧૧
૧૩
હવે ‘અનુભવસિદ્ધ’ યોગ અંગે હેમચંદ્રાચાર્ય કહે છે કે યોગવિજ્ઞાનનો અભ્યાસ કરનાર યોગીને ચિત્તની વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એ ચાર અવસ્થાઓની આશ્ચર્યજનક જાણકારી પ્રાપ્ત થાય છે. કારણ કે, સામાન્યતઃ માનવી બહિમુર્ખ હોય છે અને અંતર્મુખ થઈને સાક્ષીભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચિત્તની અવસ્થાઓ વિષે સભાનતા જાગવી સંભવિત જ નથી; જો કે પ્રત્યેક મનુષ્યમાં ઓછેવત્તે અંશે કોઈકવાર અલ્પકાળ માટે સંજોગોવશાત્ આવી ક્ષણિક સભાનતા જાગે છે ખરી, પણ તે અસ્થાયી અને મોટે ભાગે અર્ધસભાન કે ધૂંધળી હોય છે. પછી આ ચાર અવસ્થાઓ અંગે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે વિક્ષિપ્ત એટલે ચલ કે ભટકતું; યાતાયાત એટલે થોડીક સ્થિરતા પ્રાપ્ત થવાથી આનંદનો અનુભવ કરતું; શ્લિષ્ટ એટલે સ્થિર થવાથી સતત આનંદનો અનુભવ કરતું; અને સુલીન એટલે અતિશય નિશ્ચલ અર્થાત્ એક જ વિષયમાં એકાગ્ર થયેલું ચિત્ત. ૧૪
આ ચાર અવસ્થાઓમાંથી પસાર થતાં થતાં, અભ્યાસ પાકો થઈ જતાં, યોગીનું ચિત્ત ‘નિરાલંબ' અર્થાત્ નિર્વિષય સમરસભાવરૂપ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરીને પરમ આનંદનો અનુભવ કરે છે. અહીં હેમચંદ્રાચાર્ય ભલામણ કરે છે કે બાહ્ય વિષયોમાંના આત્મભાવને છોડી દઈને પ્રસન્ન અંતઃકરણ દ્વારા યોગીએ પરમાત્માનું ચિંતન કરવું, જેથી તન્મયતા અર્થાત્ પરમાત્મમયતા પ્રાપ્ત થાય. ૧૫ આના અનુસંધાનમાં ‘બાહ્યાત્મા’ એટલે કે શરીર, ધન, પરિવાર, સ્રીપુત્રાદિ વગેરેમાં આત્મબુદ્ધિ, અને ‘અંતરાત્મા' એટલે કે શરીર વગેરેનો અધિષ્ઠાતા ચિદ્રૂપ, આનંદમય નિઃશેષ ઉપાધિવર્જિત, શુદ્ધ, અતીન્દ્રિય, અનંતગુણોથી યુક્ત આત્મા પ્રત્યે આત્મબુદ્ધિ; આ આત્મા એ જ પરમાત્મા છે એવું યોગના જાણકારોનું કથન છે.૧૭ આત્માને શરીરથી કાયમ અલગ જાણવો અને શરીરને આત્માથી અલગ અનુભવવું, એ બે અનુભવોથી આત્મા અને શરીરની ભિન્નતાને જાણનાર યોગી આત્મનિટ્ટામાંથી ચલિત થતો નથી.૧૮
૧૬
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૧
* આત્મા સિવાયના પદાર્થોમાં સંતોષ માનનાર મૂર્ણ મનુષ્યની આત્મજ્યોતિ અંદર અંદર જ ઢંકાયેલી રહે છે, જ્યારે બાહ્ય પદાર્થોમાંના સુખની ભ્રાન્તિ નિવૃત્ત થવાથી જ્ઞાની થયેલ યોગી પોતે પોતાના આત્મામાં તુષ્ટ કે મસ્ત રહે છે. ૧૯ આવા આત્મજ્ઞાનવાંછુ મનુષ્યો આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં આપોઆપ જ અવ્યયપદ એટલે કે નિર્વાણ પામે છે એ ચોક્કસ છે. ૨૦ આત્મજ્ઞાનથી જ આત્માને પરમાત્મપણાનો અનુભવ થાય છે. ૨૧ યોગીને પૂર્વજન્મના સંસ્કારથી તત્ત્વનો પ્રકાશ લાધે છે; એ માટે ઉપદેશની જરૂર રહેતી નથી. અહીં હેમચંદ્રાચાર્ય વિન પદ પ્રયોજીને પરંપરાની માન્યતાનો નિર્દેશ કરતા હોય તેમ લાગે છે, અથવા આ બાબત શાસ્ત્રગમ્ય નહીં પણ અનુભવગમ્ય હોવાનું પણ સૂચવતા હોય એવું સંભવિત છે. વિકલ્પ, કદાચ પોતાની જાતના કે પોતાના પરિચિત યોગીઓના અનુભવને આધારે, હેમચંદ્રાચાર્ય ઉમેરે છે કે ગુરુચરણની ઉપાસના કરનાર, પ્રશાન્ત અને શુદ્ધ થયેલા ચિત્તવાળા યોગીને ગુરુકૃપાથી આ જન્મમાં જીવતેજીવત જ તત્ત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે એમાં શંકા નથી. ૨૩
આના પ્રથમ પગથિયા રૂપે હેમચંદ્રાચાર્યે ગુરૂનો આશ્રય લેવાની ભલામણ કરતાં કહ્યું છે કે ગુરુ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરીને તેનું દર્શન અર્થાત અનુભવ કરાવે છે, અજ્ઞાનરૂપ અંધકારને હરાવે છે, માટે પ્રાણાયામ વગેરે ક્લેશમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને યોગાભ્યાસીએ ગુરુ પાસે જઈ આત્મસાધના પ્રત્યે રુચિ રાખવી. ૨૪ અહીં હેમચંદ્રાચાર્ય ઉપનિષદોમાંના શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની “ઉપસત્તિ ના ઉપદેશનો પડઘો પાડતા હોય એવું લાગે છે.
આત્મા અને શરીરને ભિન્ન તરીકે અનુભવતા યોગાભ્યાસીઓએ મન, વચન અને કાયાની ચંચળતાને પ્રયત્નપૂર્વક ટાળીને શાન્ત બનવું. ૨૫ એકદમ ઉદાસીનતા પરાયણ વૃત્તિ ધારણ કરવી અને કોઈ જ બાબતનું ચિંતન ન કરવું, કેમ કે સંકલ્પવિકલ્પોને લીધે ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરી શકતું નથી. મન, વચન, કાયાથી એકાગ્રતા માટે લેશમાત્ર પણ પ્રયત્ન કે સંકલ્પયુક્ત કલ્પના ન કરવી, કારણ કે પ્રયત્ન કે સંકલ્પકલ્પના હોય ત્યાં સુધી ચિત્ત લય પામતું નથી. ઉદાસીનવૃત્તિપરાયણ યોગીને તત્ત્વનો સાક્ષાત્કાર, અર્થાત અનુભવ, સ્વયંપ્રકાશ હોય છે; એનું વર્ણન કે વિશ્લેષણ તો ગુરુ પણ કરી શકતા નથી ૨૭ અહીં હેમચંદ્રાચાર્ય આડકતરી કબૂલાત કરતા લાગે છે કે આત્માનુભવ એ શાસ્ત્રમાંના આત્મવિષયક ભિન્નભિન્ન દર્શનોના શાસ્ત્રીય નિરૂપણોથી વિલક્ષણ એવો કેવળ સ્વાનુભવગમ્ય ગૂઢ અવર્ણનીય અનુભવ છે. ઉપનિષદો પણ આવું જ કહે છે !
Page #39
--------------------------------------------------------------------------
________________
૧ ૨
ધ્યાન માટે ઇન્દ્રિયલય તથા ચિત્તલયની પદ્ધતિ દર્શાવતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે એકાન્ત, અતિપવિત્ર રમણીય જગ્યામાં સદા સુખાસનમાં બેસીને, પગના અંગુઠાના છેડાથી માથાની ચોટી સુધીના સઘળા અવયવો શિથિલ કરીને, જ્ઞાનેન્દ્રિયોનો સામાન્ય વ્યાપાર ભલે ચાલુ રહે છતાં, ચિત્તની વૃત્તિને રોકવાની મથામણમાં પડ્યા વિના,. દાસી ભાવ ધારણ કરીને, વિષયસુખ અંગેની ભ્રાન્તિમાંથી મુક્ત થઈને, બાહ્ય અને આંતરિક ચેષ્ટાઓ ત્યજી દઈને, યોગાભ્યાસી તન્મયભાવ પ્રાપ્ત થતાં ઉન્મની અવસ્થાએ પહોંચે છે. ચિત્તને પ્રયત્નપૂર્વક રોકવાની પદ્ધતિ અહીં નથી, એથી ઉલટું હેમચંદ્રાચાર્ય કહે છે કે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોનું ગ્રહણ કરતાં રોકવી નહીં, કે ગ્રહણ કરવામાં પ્રવર્તાવવી નહીં, ચિત્ત પણ જ્યાં જ્યાં જાય ત્યાંથી તેને પાછું વાળવું કે વારવું નહીં. કેમ કે એમ કરવા જઈએ તેમ તેમ તે વધુને વધુ ભટકે છે; અને ન વારીએ તો થાકીને શાન્ત બને છે. જેમ જેમ અને જ્યાં જ્યાં ચિત્ત સ્થિર થાય ત્યાં ત્યાંથી ત્યારે ત્યારે યોગીએ તેને ચલિત ન કરવું; આ રીતે અભ્યાસ કરવાથી અતિશય ચંચળ ચિત્ત પણ એકદમ સ્થિર થઈ જાય છે. ૩૦ એ જ રીતે આંખની નજર જે કોઈ સ્થાને સ્થિર થાય ત્યાં ધીમે ધીમે વિલય પામે છે; આ રીતે પ્રસ્તુત થઈને વિલય પામતી દષ્ટિ પરમાત્મતત્ત્વરૂપ સ્વચ્છ દર્પણમાં સ્થિર થઈને જાતે જ આત્માનું દર્શન કરે છે.૩૧ વિશેષમાં હેમચંદ્રાચાર્ય કહે છે કે આત્મા ઉદાસીનભાવમાં મગ્ન થતાં તેને પરમ આનંદનો અનુભવ થાય છે. અને તે મનને ક્યાંય પણ પ્રેરતો નથી. આ રીતના ઉપેક્ષાભાવથી ચિત્ત કોઈ ઇન્દ્રિયો પર અધિષ્ઠિત થતું ન હોવાથી પોત પોતાના વિષયો હાજરાહજૂર હોવા છતાં ઇન્દ્રિયો તેમાં પ્રવૃત્ત થતી નથી. આમ આત્મા મનને પ્રેરતો ન હોવાથી, મન ઇન્દ્રિયોને પ્રેરતું નથી, અને બંને દ્વારા પ્રેરિત ન થવાથી તે આપોઆપ જ લય પામીને મનોનાશ કે ચિત્તલયની અવસ્થા પ્રાપ્ત થાય છે. મનોનાશ થતાં નિષ્કલ આત્મતત્ત્વ, સ્થિરજ્યોતિની જેમ પ્રગટ થાય છે. ૩૩
યોગીને તત્ત્વદર્શન થયાની કેટલીક નિશાનીઓ દર્શાવતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે પસીનો થયા વગર અને અંગમર્દન કર્યા વગર પણ આવા યોગીનું શરીર કોમળ બની જાય છે. તેલમાલીસ વગર શરીર સ્નિગ્ધ રહે છે. મનમાં કાંટો રહેતો નથી. શરીરની અક્કડતા છૂટીને એકદમ શિથિલતા આવી જાય છે. અવિદ્યા નષ્ટ થઈ જાય છે. ૩૪
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૩
મનોજ્ય માટે અમનસ્કતા, અર્થાત મનોલય એ અચૂક ઈલાજ છે. એ સિદ્ધ થતાં યોગીને પોતાનું શરીર જાણે કે હોય જ નહીં એવું લાગે છે. પરમ અમૃતનો આસ્વાદ અનુભવાય છે; રેચક, પૂરક અને કુંભક વગેરે પ્રાણાયામ વગર આપોઆપ જ પ્રાણગતિ સ્તંભન અને લય પામે છે, શ્વાસોચ્છવાસ પણ આપોઆપ થંભી જાય છે; જાગ્રત અવસ્થામાં પણ જે યોગી લય પામીને આ શ્વાસોચ્છવાસરહિત સ્વસ્થ સુષુપ્ત જેવી અવસ્થામાં રહેતો થાય છે, તે જીવતાં જ મુક્ત બની જાય, છે; તત્ત્વમાં લીન થયેલ યોગી નથી જાગ્રત હોતો નથી કે સુપ્ત હોતો;૩૫ તે તો પોતાની આગવી આત્માનંદની મસ્તીમાં વિહરતો રહે છે.
અંતે, નૈષ્કર્મનો પુરસ્કાર કરતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે કર્મો દુઃખહેતુરૂપ છે, જ્યારે નિષ્કર્મીપણું સુખહેતુક છે; ભલે મોક્ષ પ્રાપ્ત થાય કે ન થાય, પણ આ મનોલયની અવસ્થાથી પરમાનંદનો અનુભવ ચોક્કસ થાય છે, અને બીજાં બધાં દુન્યવી સુખો તેની તુલનામાં નગણ્ય લાગે છે. આ ઉન્મનીભાવ અને એનો ઉપદેશ કરનાર સરુની ઉપાસના કરવી એ જ સાધનાનું લક્ષ્ય બની જવું જોઈએ એવું હેમચંદ્રાચાર્યનું તાત્પર્યકથન છે. ૩૦
ઉપર આલેખેલા હેમચંદ્રાચાર્યના અનુભવસિદ્ધ યોગના નિરૂપણમાં નજર નાખતાં ક્યાંય જૈનદર્શનમાંનાં પંચમહાવ્રતો, પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓ, પાંત્રીસ ગુણો, સમ્યક્ત્વ, મિથ્યાત્વ, પાંચ અણુવ્રતો, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, સંખનાવિધિ, અતિચારો, બાવીસ પરિષદો તથા ઉપસર્ગો, આત્માના સ્વરૂપની ચર્ચા, કષાયો, મૈત્રી આદિ ભાવનાઓ, આસન, પ્રાણાયામ, ધ્યાનના રૌદ્રાદિ પ્રકારો- આ બધાનો કશો જ સીધી કે આડકતરો ઉલ્લેખ કર્યો નથી અને ઉપયોગ દર્શાવ્યો નથી, એ બાબત ખાસ નોંધવા જેવી છે, કારણ કે પ્રત્યક્ષ યોગસાધનાનાં એ બધા બહિરંગ કે બાહ્ય પાસાં છે, જ્યારે ધ્યાન દ્વારા મનોલય એ આંતરિક પાસું છે.
હેમચંદ્રાચાર્યના અનુભવસિદ્ધ યોગના ઉપર દર્શાવેલ નિરૂપણના સંદર્ભમાં ભગવદ્ગીતાના “ધ્યાનયોગ” નામના છઠ્ઠા અધ્યાયમાંના નિરૂપણની તુલના કરીએ તો ઘણું સામ્ય જોવા મળશે : ભગવદ્ગીતા કહે છે કે કર્મફળનો આશ્રય લીધા વિના જે કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી છે અને તે જ યોગી છે, નહીં કે અગ્નિનો ત્યાગ ક્રિયામાત્રનો ત્યાગ કરનાર.૩૮ સંકલ્પમાત્રનો ત્યાગ કર્યા વગર કોઈ યોગી બની શકતો નથી.૩૯ જ્યારે યોગી ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મોમાં
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
આસક્ત બનતો અટકી જાય છે, ત્યારે તેના સર્વસંકલ્પનો સંન્યાસ થઈ જાય છે. આ અવસ્થાને ‘યોગારૂઢ' અવસ્થા કહેવામાં આવી છે.
४०
યોગસાધનાવિધિ અંગે ભગવદ્ગીતા કહે છે કે યોગીએ આશારહિત અને અપરિગ્રહી બનીને ચિત્તને આત્મામાં જોડતાં રહેવું જોઈએ. એ માટે એણે એકાંત સ્થાનમાં પવિત્ર સ્થિર આસન સ્થાપીને મનને એકાગ્ર કરતા રહી આત્મવિશુદ્ધિ અર્થે યોગસાધના કરવી જોઈએ.૪૧ પછી યોગીનું ચિત્ત ધીમે ધીમે ઉપરામ પામીને, નિરોધ પામીને, આત્મદર્શન થાય ત્યાર સુધીની અવસ્થાનું નિરૂપણ કરતાં ભગવદ્ગીતા કહે છે કે ધીમે ધીમે ધીરજથી બુદ્ધિપૂર્વક મનને આત્મામાં સ્થિર કરવું, અને કોઈ જ વિચાર ન કરવો, કોઈપણ બાબતનું ચિંતન ન કરવું.૪ યોગાભ્યાસથી ચિત્ત જ્યારે ઉપરામ પામે છે ત્યારે આત્મદર્શન થતાં યોગીને પરમ સંતોષનો અનુભવ થાય છે. આ કેવળ બુદ્ધિગ્રાહ્ય, છતાં ઇન્દ્રિયોના ક્ષેત્રની પેલે પારનું આત્યન્તિક સુખ છે અને એમાંથી યોગી ચલિત થતો નથી; એનાથી બીજું કોઈ સુખ મોટું જણાતું નથી; મોટું દુઃખ પણ એને ચલિત કરી શકતું નથી. આ રીતનો દુ:ખસંયોગનો વિયોગ જ યોગ નામે ઓળખાય છે. માટે આવો યોગ થાક્યા વગર ચોક્કસ સાધવો જોઈએ.૪૩
આ ઉપરથી જણાય છે કે પ્રથમ અગિયાર પ્રકાશમાં પાતંજલયોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ બહિરંગોના સ્થાને, હેમચંદ્રાચાર્યે જૈન પરંપરાને અનુસરીને રત્નત્રયને સ્થાપી દીધું છે. જ્યારે બારમા પ્રકાશમાં તેમણે અનુભવસિદ્ધ યોગને જૈનયોગના અંતરંગ તરીકે સ્થાપી દીધું છે, અને એમાં પાતંજલ યોગસૂત્ર તથા વ્યાસભાષ્ય, શંકરાચાર્યનું ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનું અર્થઘટન, શાંકર અદ્વૈતપરંપરામાં પ્રચલિત મનોનાશની તથા ધ્યાનને લગતી યોગસાધનાની પરંપરાનો યથેચ્છુ લાભ લીધો જણાય છે. સંભવતઃ આ બાબતમાં તેમને આવા કોઈ સિદ્ધયોગીનો સત્સંગ પણ અવશ્ય પ્રાપ્ત થયો હશે. હેમચંદ્રાચાર્યની મનોનાશની પ્રક્રિયાનું પગેરૂં તો અદ્વૈત વૈદાન્ત પરંપરામાં શંકરાચાર્યના યોગસિદ્ધ ગુરુ શ્રી ગોવિંદયોગી સુધી જાય છે. વેદાન્તી યોગીઓમાં અને ઉપાસ્નીબાબા જેવા આધુનિક યોગીઓમાં આ પરંપરા આજ સુધી જીવંત રહેલી છે. આજકાલ મહર્ષિ મહેશયોગીએ નવા લેબાસમાં વિક્સાવીને ભાવાતીત ધ્યાન (Transcendental Meditation કે TM) તરીકે પ્રસાર પમાડેલી ધ્યાનપ્રક્રિયા એ મૂલતઃ શંકરાચાર્યની પરંપરામાં જ ઉતરી આવેલી પદ્ધતિની છે, જેમાં ત્રિક શ્રીવિદ્યાની સહાયથી સહજ રીતે પ્રાણોત્થાન કરવામાં સરળતા રહે
त
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૫
છે. ઉપરાંત ધ્યાનયોગીઓના સંપ્રદાયોમાંની પ્રાણોત્થાનની પ્રક્રિયામાંની, પ્રાણાયામો દ્વારા મનની ગતિને રોકવાને બદલે, ઉદાસીનવૃત્તિ અને સાક્ષીભાવ દ્વારા મનોલય સાધવાની, પદ્ધતિ પણ હેમચંદ્રાચાર્યના આ નિરૂપણમાં સમાવિષ્ટ થયેલી છે. આ ઉપરથી કોઈ સિદ્ધયોગીના સત્સંગ અંગેની અટકળને સમર્થન મળે છે, જો કે ઉપલબ્ધ હેમચંદ્રચરિત્રોમાં આ અંગેનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પણ “યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં હેમચંદ્રાચાર્યે તીર્થકર શ્રી મહાવીર સ્વામીનો યોગીનાથ” અને “શ્રી વીરનાથ' એમ ઉલ્લેખ કરીને, જૈન પરંપરામાં અપ્રચલિત અને વૈદિક કે તાંત્રિક પરંપરામાં જ પ્રચલિત “નાથ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે કદાચ સૂચક હશે, કારણ કે આ બીજી પરંપરામાં સિદ્ધ યોગીઓનો એક વિશિષ્ટ સંપ્રદાય છે, જેમાં મત્યેન્દ્ર, ગોરખ, જાલંધર, કાનીફ, ભર્તૃહરિ વગેરે ખૂબ પ્રસિદ્ધ નાથયોગીઓનો સમાવેશ કરવામાં આવે છે. નવ નાથો તરીકે જાણીતા આ યોગીઓ પણ અપ્રતિમ અહિંસા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ માટે, અને છતાંય “સિદ્ધ અદ્ભુત યોગસંપત્તિ માટે સુપ્રસિદ્ધ છે. વળી આ યોગીઓમાં કર્ણવેધ એક મહત્ત્વની દીક્ષાવિધિ છે, જેનો આડકતરો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યે વિપરીતલક્ષણાથી પ્રથમ પ્રકાશમાં કર્યો છે.શૈવશાક્ત પરંપરામાં પણ ભૂતનાથ, આદિનાથ, આનંદનાથ, સિદ્ધિશાબરનાથ, સહજાનંદનાથ જેવા યોગીઓ કે સિદ્ધોના ઉલ્લેખો મળે છે. જૈન પરંપરામાંના ચોવીસ તીર્થકરોમાંના ઓછા ઓછા સત્તર (૧૭) તીર્થકરોને “નાથ” શબ્દ લાગેલો જોવા મળે છે, જેમ કે, અજિતનાથ, સંભવનાથ, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, નમિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ.
મ.મ.ડૉ. ગોપીનાથ કવિરાજે સ્વાનુભવને આધારે નોંધેલ ૮૪ સિદ્ધ અને સંતપરંપરાની યોગ પદ્ધતિઓમાં “ગુરુનું મહત્ત્વ અપૂર્વ છે; પરમાત્માની સમકક્ષ છે. હેમચંદ્રાચાર્યે પણ ગુરુના મહત્ત્વનું યોગશાસ્ત્રમાં ખાસ પ્રતિપાદન કર્યું છે, અને “ગુરુપ્રસાદ” અર્થાત્ ગુરુની પ્રસન્નતા કે ગુરુકૃપાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. આ “ગુરુકૃપા' એ માત્ર ગુરુની માનસિક ખુશી કે આનંદિત અવસ્થા નથી, પણ એને કારણે શિષ્યયોગીને પ્રાપ્ત થતી, યોગની “ધ્યાન' નામની પ્રક્રિયામાં સરળ રીતે પ્રવેશ કરાવતી, એક વિશિષ્ટ ગુરુગમ્ય પ્રક્રિયા છે, જેને લીધે શિષ્યનું પ્રાણોત્થાન થઈને પ્રાણગતિમાં પરિવર્તન આવી જઈ, અંતર્મુખ થવામાં તેને એકદમ સરળતા થઈ જાય છે. સિદ્ધપરંપરામાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ ચાર અંગોના
Page #43
--------------------------------------------------------------------------
________________
દઢ અભ્યાસ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ કરવા હઠયોગનો આશરો લેવામાં આવે છે, અને પ્રત્યાહારના અંગમાં પ્રવેશ કરાવવા ગુરુ વિવિધ રીતે “દીક્ષા આપી “ગુરુકૃપા' દ્વારા શિષ્યની અંદર સુષુપ્ત રહેલી દિવ્યશક્તિને જાગ્રત કરે છે. સિદ્ધ અને સંતપરંપરા એ ઉભયમાં આ “દીક્ષા” અને “ગુરુકૃપા'ની વિશિષ્ટ યોગ્યતા ધરાવનાર જ “ગુરુ” ગણાય છે. જ્યારે ધર્મના ઉપદેશક માટે “આચાર્ય' શબ્દ જ પ્રયોજાય છે. “આચાર્ય અનિવાર્યપણે “ગુરુ” હોય પણ ખરા અને ન પણ હોય; ખરું જોતાં દિવ્ય આધ્યાત્મિક સિદ્ધિ અને અનુભવ ધરાવનાર અને કરાવનાર જ “ગુરુ” ગણાય છે; આચાર્યમાં આ યોગ્યતા હોવી અનિવાર્ય નથી. વળી યોગસિદ્ધ મહાત્માઓ મોટે ભાગે કોઈ પંથ, ફિરકા, અખાડા કે ગચ્છમાં ભળવાને બદલે સ્વતંત્ર એકાકી જીવન જીવવાનું જ વધુ પસંદ કરતા હોય છે, તેથી હેમચંદ્રાચાર્યના અનુભવસિદ્ધ યોગના નિરૂપણને આધારે તે પણ આવા કોઈ મહાત્માના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા જણાય છે, અને આ વિષયમાં રસ ધરાવતા વિદ્વાનોને તેની ખોજ કરવા પ્રેરણા મળે તેમ છે.
જૈન આચારપરંપરામાં વિકાસ પામેલ યોગશાસ્ત્ર તેની આગવી દાર્શનિક દૃષ્ટિ અને આગવી સાધના પરંપરા સાથે સંકળાયેલું હોય એ સ્વાભાવિક છે. કદાચ જૈન પરંપરાના એક સ્વતંત્રમાર્ગ તરીકે અનુયાયીઓ માટે તેની આવશ્યકતા પણ હોય જ. ડો. દિગેએ નોંધ્યા મુજબ ૫ જૈનયોગનો મૂળ આધાર શ્રમણ સંસ્કૃતિ છે. તેથી તેની યોગવિષયક પ્રક્રિયામાં ચારિત્રવિષયક અને આધ્યાત્મિક દર્શનાનુસારી પાર્શ્વભૂમિ અન્ય પરંપરાઓની તુલનામાં વધુ સ્થિર અને સુવિસ્તૃત હોય તે પણ સ્વાભાવિક છે. અને છતાં, જ્યારે પ્રત્યક્ષ યોગસાધનાના અનુભવમૂલક ક્ષેત્રમાં પ્રવેશવામાં આવે ત્યારે બધી જ દાર્શનિક વિચારપૂર્વક પરિકલ્પનાઓ પાછળ રહી જાય છે, અને શુદ્ધ પરમાનંદમૂલક આત્માનુભવ એ જ અંતિમ લક્ષ્ય બની રહે છે એ જોતાં “યોગ' એ સર્વ ધર્મો અને દર્શનો માટે આદરણીય સાધનાપ્રણાલી બની રહી છે. કદાચ આ કારણે જ હેમચંદ્રાચાર્યે બારમા પ્રકાશમાં અનુભવસિદ્ધયોગનું નિરૂપણ કરવાનું ઉચિત અને આવશ્યક માન્યું જણાય છે.
પાદટીપો : ૧. હેમચન્દ્રાચાર્ય યો. શા. ૧.૧ : નમો દુર્વારા વિવૈરિવારનવાળેિ છે તે
યોનિનાથાય નહાવીરાય તાયિને ; યો. શા. સ્વ. વિવ. ૧.૧ : પ્રાપ્ય सिद्धाद्भुतयोगसम्पदे श्रीवीरनाथाय विमुक्तिशालिने। स्वयोगशास्त्रार्थविशेषनिर्णयो भव्यावबोधाय मया विधास्यते ।।
Page #44
--------------------------------------------------------------------------
________________
१७ २. मे४, १.४ : श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सद्गुरोः । स्वसंवेदनतश्चापि
योगशास्त्रं विरच्यते ॥ .. 3. मेन, १२.१ : श्रुतिसिन्धोर्गुरुमुखतो यदधिगतं तदिह दर्शनं सम्यक् ।
अनुभवसिद्धमिदानी प्रकाश्यते तत्त्वमिदममलम् ॥ ४. मे४न, १.५ : योगः सर्वविपद्वल्लीविताने परशुः शितः । अमूलमन्त्रतन्त्रं च
कार्मणं निर्वृतिप्रियः ॥ ५. मेन, १.६ : भूयांसोऽपि हि पाप्मानः प्रलयं यान्ति योगतः ।;
१.७ : क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि । ६. मे४न, १.८ : कफविपुण्मलामर्शसर्वौषधिमहर्द्धयः । संभिन्नस्रोतोलब्धिश्च योगं
ताण्डवडम्बरम् ॥ ७. मे४न, १.८ : चारणाशीविषावधिमन:पर्याय सम्पदः । योगकल्पद्रुमस्यैता:
विकासिकुसुमश्रियः ।। ८. ४न, १.१२ : ब्रह्मस्त्रीभ्रूणगोधातपातकान्नरकातिथे: । दृढप्रहारिप्रभृतेर्योगो
हस्तावलम्बनम् ॥ ८. मे४, १.१०-१२. १०. सेन, १.१४ : तस्याजननिरेवासु नृपशोर्मोघजन्मनः । अविद्धकर्णो यो 'योग'
इत्यक्षरशलाकया ॥ नाथपंथी योगायोनी विधानी विपिनो माउतरी
ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. ११. से४, १.१५ : चतुर्वर्गाग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं
रत्नत्रयं च सः ॥ १२. मे४न, १.१3 : योगाय स्पृहयेन्न कः ॥ १३. मे४न, १२.२ : इह विक्षिप्तं यातायातं श्लिष्टं तथा सुलीनं च । चेतश्चतुःप्रकारं
तज्ज्ञचमत्कारकारि भवेत् ॥ १४. मे४, १२-3-४ : विक्षिप्तं चलमिष्टं यातायातं च किमपि सानन्दम् । प्रथमाभ्यासे
द्वयमपि विकल्पविषयग्रहं तत्स्यात् ॥ श्लिष्टं स्थिरसानन्दं सुलीनमतिनिश्चलं
परानन्दम् । तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदाम्नातम् ॥ १५. मे४, १२.६ : बाह्यात्मानमपास्य प्रसत्तिभाजान्तरात्मना योगी। सततं परमात्मानं
विचिन्तयेत् तन्मयत्वाय ॥ ૧૬. અહીં હેમચંદ્રાચાર્યની “આત્મા' વિષયક વિભાવના શંકરાચાર્ય અને રામાનુજાચાર્યની તવિષયક વિભાવનાની ખૂબ નજીક પહોંચી ગઈ છે !
Page #45
--------------------------------------------------------------------------
________________
१७. उभयंद्रायार्य-यो. २. १२.७-८ : आत्मधिया समुपात: कायादिः कीर्त्यतेऽत्र
बहिरात्मा । कायादेः समधिष्ठायको भवत्यन्तरात्मा तु ॥ चिद्रूपानन्दमयो
नि:शेषोपाधिवर्जितः शुद्धः । अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ।। १८. मे४न, १२.८ : पृथगात्मानं कायात् पृथक् च विद्यात् सदात्मनः कायम् ।
उभयोर्भेदज्ञाताऽऽत्मनिश्चये न स्खलेद योगी ।। सहयोगी ५२५२मा प्रयलित स्थूण, सूक्ष्म अने १२५ मे त्रिविध शरीरोनो निर्देश काय'१०८ प्रयोछने હેમચંદ્રાચાર્યે કર્યો હોય અને એમાં સાંખ્યયોગદર્શનની તવિષયક વિભાવનાનું આડકતરૂં સૂચન થયું હોય, અને પ્રકૃતિ પુરુષ વિવેકની વિભાવનાના પડઘા
सडी पडत होय, तेम लागे छे. १८. मे४न, १२.१० : अन्त:पिहितज्योतिः संतुष्यत्यात्मनोऽन्यतो मूढः ।
___तुष्यत्यात्मन्येव हि बहिर्निवृत्तभ्रमो ज्ञानी ॥ २०. स४न, १२.११ : पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् ।
यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ।। २१. मे४न, १२.१२ : आत्मध्यानादात्मा परमात्मत्वं तथाऽऽप्नोति ॥ २२. मे४न, १२.१३ : जन्मान्तर संस्कारात् स्वयमेव किल प्रकाशते तत्त्वम् ।
सुप्तोत्थितस्य पूर्वप्रत्ययवन् निरुपदेशमपि ॥ २३. भेटन, १२.१४ : अथवा गुरुप्रसादाद् इहैव तत्त्वं समुन्मिषति नूनम् ।
गुरुचरणोपास्तिकृतः प्रशमजुषः शुद्धचितस्य ॥ २४. मे४न, १२. १५-१७. २५. भेन, १२.१८ : वचनमन:कायानां क्षोभं यत्नेन वर्जयेच्छान्तः ।
रसभाण्डमिवात्मानं निश्चलं धारयेन्नित्यम् ॥ २६. ४न, १२.१८ : औदासीन्यपरायणवृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव ।
यत्संकल्पाकुलितं चित्तं नासादयेत् स्थैर्यम् ॥ २७. मे४, १२.२१ : यदिदं तदिति न तत्त्वं साक्षाद्गुरुणाऽपि हन्त शक्येत ।
औदासीन्यपरस्य प्रकाशते स्वयं तत्त्वम् । २८. मे४न, १२. २२-२५. २८. मे४न, १२. २६-२८. 30. मेन, १२. २८-30. ३१. मे४न, १२. ३१-३२.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૯
३२. ४न, १२. उ५ : आत्मा प्रेरयति मनो न मनः प्रेरयति यहि करणानि ।
उभयभ्रष्टं तहि स्वयमेव विनाशमाप्नोति ॥ 33. सेन, १२.३६ : नष्टे मनसि समन्तात् सकले विलयं च सर्वतो याते ।
निष्कलमुदेति तत्त्वं निर्वातस्थायिदीप इव ॥ ३४. भेटन, १२.३७-४०. ३५. मे४न, १२. ४१-४८. उ६. मे४- १२. ५१ : मोक्षोऽस्तु माऽस्तु यदि वा परमानन्दस्तु वेद्यते स
खलु । यस्मिन् निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव ॥ उ७. भे४, १२.५3. 3८. म.सा. ६.१ : अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः । स संन्यासी
च योगी च न निरग्निर्न चाक्रियः ॥ 3८. मे४न, ६.२ : न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन । ४०. मे४न, ६.४ : यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषञ्जते । सर्वसंकल्पसंन्यासी
योगारूढस्तदोच्यते ॥ ४१. मेटन, ६.१०-१२ : योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः । एकाकी
यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥ शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
उपविश्यासने युज्याद् योगमात्मविशुद्धये ॥ ४२. मे४न, ६.२५ : शनैः शनेरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया । आत्मसंस्थं मनःकृत्वा
न किञ्चिदपि चिन्तयेत् ॥ ४3. मेन, ६.२०-२3 : यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया। यत्र चैवात्मनात्मानं
पश्यन्नात्मनि तुष्यति ॥ सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् । वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥ यं लब्ध्वा न परं लाभं मन्यते नाधिकं ततः। यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥ तं विद्याद् दुःखसंयोगवियोगं
योगसंज्ञितम् । स निश्चयेन योक्तव्यो योगोऽनिविण्णचेतसा ।। ૪૪. ડૉ. બૂલેરનું તારવણ એવું છે કે “હેમચંદ્ર પણ યોગના સિદ્ધાન્તોમાં ખૂબ
નિષ્ણાત હતા અને પોતાના જાતિ અનુભવનું એક પ્રકરણ પોતાના ગ્રંથમાં ઉમેરે છે તે પરથી માલુમ પડે છે કે તેને માટે કહેલી યોગપ્રક્રિયાઓ એ જાતે ५९। ७२ता उता.' 6५२रात, "प्रबंधोम ४ थान मा५वामा माव्यां छ તેની મોટી સંખ્યા હેમચંદ્રની અસાધારણ શક્તિઓ, એની ભવિષ્યવાણીની
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૦
બક્ષીસ, બહુ જુના ભૂતકાળનું એનું જ્ઞાન, વ્યંતરાદિક પર એનું પ્રભુત્વ અને જૈન ધર્મની વિરુદ્ધ પડતી બ્રાહ્મણ દેવીશક્તિઓ પરનો એનો કાબૂ કેવો હતો તેનું વર્ણન કરે છે.” (કાપડીયા, મો.ગી.- હેમચંદ્રાચાર્ય, પ્રકા. શેઠ દેવચંદ દામજી કુંડલાકર, ભાવનગર, ૧૯૩૪ પૃ. ૯૪, અને પૃ. ૧૨૬-૧૨૭, Patel Dr. Manilal - The Life of Hemachandracharya, Publ. in Singhi Jain Series, Shantiniketan, 1936. pp. 38 and 53; આ બંને ગ્રંથો મૂળ જર્મન ભાષામાં Dr. J. Buhler
રચિત ગ્રંથના અનુક્રમે ગુજરાતી અને અંગ્રેજી અનુવાદો છે) ૪૫. વિરાગ, મુ. ૫. ડો. પીનાથ - ભારતીય સંસ્કૃતિ મૌર સાધના. મા. ૨
(પ્ર. વિહાર રાષ્ટ્રભાષા પરિષ, પટના, ૨૨૭૬), પૃ. ૪૨-૪૮; અહીં વિહંગમ અને પિપીલિકામાર્ગ એ નામની અનુક્રમે સંતમાર્ગ તથા સિદ્ધમાર્ગની સાધના
પરંપરાઓનું નિરૂપણ છે. જૈન યોગમાં સિદ્ધાર્ગનું અનુસરણ જણાય છે. ૪૬. ોિ . હો. માસ વીડીવા - નૈનો મનોવનાત્મક અધ્યયન (પ્રા.
सोहनलाल जैनधर्म प्रचारक समिति, अमृतसर, १९८१) , पृ २४२.
Page #48
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હેમચંદ્રવિરચિત બે ધાત્રિશિકાઓ એક અધ્યયન
નગીન જી. શાહ
ગુજરાતના સંસ્કારગુરુ, વિદ્યાસાગર, મહાપ્રજ્ઞ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર રચેલી બે ધાત્રિશિકાઓનો આપણે અહીં થોડોક અભ્યાસ-પરિચય કરીશું. શ્લોક સંખ્યાને આધારે પાડવામાં આવતા સાહિત્યપ્રકારો સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત છે. શતક, સપ્તતિ, પંચાશિકા, દ્વાત્રિશિકા, વિશિકા, ત્રિશિકા, અષ્ટક વગેરે. આ બધાને લઘુકાવ્ય ગણવામાં આવે છે. દાર્શનિક વિચારોને સંસ્કૃત પદ્યોમાં વ્યક્ત કરવાની રીતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. તેમાં ઈશ્વરકૃષ્ણની સાંખ્યસપ્તતિ, વિજ્ઞાનવાદી બૌદ્ધ આચાર્ય વસુબંધુની વિંશિકા અને ત્રિશિકા તથા મહાન જૈન ચિંતક સિદ્ધસેન દિવાકરની બત્રીસ દ્વાત્રિશિકાઓ અતિ પ્રસિદ્ધ છે. આ થઈ લઘુકૃતિઓની વાત. દાર્શનિક મહાગ્રંથો પણ સંસ્કૃત પઘોમાં રચાયા છે; ઉદાહરણાર્થ કુમારિલ ભટ્ટનું શ્લોકવાર્તિક અને ધર્મકીર્તિનું પ્રમાણવાર્તિક. આચાર્ય હેમચંદ્ર સિદ્ધસેન દિવાકરની દ્વત્રિશિકાઓનું અનુસરણ કરીને જ બે પ્રૌઢ દાર્શનિક કાત્રિશિકાઓની રચના કરી છે - એક છે અયોગવ્યવચ્છેદઢાત્રિશિકા અને બીજી છે અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા. બન્ને ભગવાન મહાવીરની સ્તુતિરૂપ છે. અયોગવ્યવચ્છેદકાત્રિશિકામાં આચાર્ય પોતે જણાવે છે કે ક્યાં સિદ્ધસેનની મહાન અર્થવાળી સ્તુતિઓ અને ક્યાં મારી અશિક્ષિત વચનકલાવાળી સ્તુતિઓ. તેઓ સિદ્ધસેનને શ્રેષ્ઠ સ્તુતિકાર ગણે છે.
અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકામાં ભગવાન મહાવીર આપ્તપુરુષ કેમ છે અને તેમનાં વચનો (આગમો) પ્રમાણ કેમ છે તે જ મુખ્યપણે સમજાવવામાં આવ્યું છે. આખી સ્તુતિનો ધ્વનિ એ છે કે ભગવાન મહાવીર આપ્ત છે કારણ કે તે વીતરાગ છે. રાગ એ સર્વદોષોનું મૂળ છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય. વીતરાગ સંપૂર્ણ દોષરહિત છે. ભગવાન રાગદ્વેષરહિત છે. રાગદ્વેષ જ્ઞાનમાં બાધક છે અને જ્ઞાનને વિકૃત * આ લેખનો અમુક અંશ અન્યત્ર છપાયો છે. પરંતુ કેટલીક મહત્ત્વની બાબતો તેમાં નથી, અહીં જ પ્રથમ પ્રગટ થાય છે. १. क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा ।3 ૨. યથાવદ્રારંવપરીક્ષયા તું ! ૨૯
Page #49
--------------------------------------------------------------------------
________________
ર ર
બનાવે છે. જે રાગદ્વેષરહિત હોય તે શુદ્ધ(કેવળ) જ્ઞાનવાળો હોય. રાગદ્વેષનું આવરણ હટી જતાં અનંતજ્ઞાન પ્રગટે છે. આ જ વાત મહર્ષિ પતંજલિએ તેમના યોગસૂત્રમાં જણાવી છે. તેઓ લખે છે : તદ્દા સર્વાવરણમતાતિ જ્ઞાનાનન્યર્
યમન્ ! (૪.૩૧). વીતરાગ હોવાથી જ ભગવાન સર્વજ્ઞ છે, શુદ્ધજ્ઞાની છે, પૂર્ણ આપ્ત છે. તેથી જ તેમનાં વચનો હિતનો ઉપદેશ કરે છે, પૂર્વાપરવિરોધરહિત છે અને મુમુક્ષુઓ તેમ જ સાધુજનો વડે પરિગૃહીત છે. ભગવાન સાધના કરી વીતરાગ થયા હોઈ વીતરાગ થવાનો માર્ગ તેમણે અનુભવથી પ્રત્યક્ષ જાણ્યો છે. તેથી જ ભગવાન પરમ ઉપદેખા છે. તેમનો ઉપદેશ જ ભવક્ષયક્ષમ છે. વીતરાગ થવાના વીતરાગે ઉપદેશેલ તે માર્ગને જે અનુસરે નહિ તે ભલે હજારો વર્ષ તપ કરે તો પણ વીતરાગપણે પામે નહિ, મોક્ષ પામે નહિ. પ:સદા: રસ્તપતિ युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो न मोक्ष्यमाणा अपि यान्ति મોક્ષમ્ અહીં સિદ્ધિસેનની પ્રથમ દ્વાત્રિશિકાનો ૨૩મો શ્લોક સરખાવવા જેવો છે. તેઓ લખે છે: તપોરેન્તિશરીડર્નર્વતનુવચૈઃ કૃતસંપૂતાપિ વા વંતીયપ્રતિવોરેનર્વવાળને નૈવ શિવં વિરાપ | વળી, મહાવીરને ઉદ્દેશી આચાર્ય કહે છે : “મનીષી જનોનું મન આપ તરફ આકર્ષાય છે તેનું કારણ આપ વીતરાગ છો એ છે, અને નહિ કે તેમનો આપના પ્રત્યેનો રાગ." મારો પણ આપના તરફ પક્ષપાત કેવળ શ્રદ્ધાને કારણે નથી કે બીજા પ્રત્યે અરુચિ કેવળ તેમના પ્રત્યેના દ્વેષને કારણે નથી. પરંતુ આપ્તત્વની પરીક્ષા કર્યા પછી મને જણાયું કે આપ જ વીતરાગ હોવાથી આપ્ત છો. જે વીતરાગ નથી તે આપ્ત નથી. એટલે આપના અને આપનાં વચનોના આશ્રયે હું આવ્યો છું.'' અહીં આચાર્ય હરિભદ્રના શબ્દોનું સ્મરણ થઈ આવે છે. તેઓ લોકતત્ત્વનિર્ણયમાં (૩૮) કહે છે : પક્ષપાતો ન છે वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।
આ સઘળાનો સાર એ છે કે જ્યાં કોઈ પણ સ્થળે કે જ્યારે કોઈ પણ કાળે જે કોઈ વીતરાગ છે–પછી ભલે તેને કોઈ પણ નામ કેમ ન અપાયું હોય – તે
3. हितोपदेशात् सकलज्ञक्लृप्तेर्मुमुक्षुसाधुपरिग्रहाच्च ।
પૂર્વાપરાર્થેશ્ર્વવિરોધસિદ્ધર્તા || જીવ સતાં પ્રમાણમ્ !૧૧ ૪, શ્લોક ૧૯ ૫. નીષિMાં તુ ર્વીય વીતી ન માત્રે મનોડનુર: ર૬ ६. न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु ।
यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ॥२८
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૩
જ ભગવાન છે, આપ્ત છે. આમ આચાર્ય હેમચન્દ્રના મતે જે વીતરાગ છે, જે વાતદોષકલુષ છે, તે જ આપ્ત છે, તે જ પ્રમાણ છે, તે જ મોક્ષમાર્ગનો ઉપદેખા છે, બીજો કોઈ નહિ. વીતરાગ સિવાય કોઈ પરમાત્મા નથી, વીતરાગ જ પરમાત્મા છે.
અન્યયોગદ્વાત્રિશિકામાં આચાર્ય હેમચંદ્ર અન્ય દર્શનોના મહત્ત્વના સિદ્ધાન્તોને તારવી તે સિદ્ધાન્તોમાં રહેલી નબળાઈઓ તરફ નિર્દેશ કર્યો છે તેમ જ જૈન સ્યાદ્વાદ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે.
શ્લોક ૪ થી ૧૦માં ન્યાય-વૈશેષિકોના મહત્ત્વના સિદ્ધાન્તોની સમીક્ષા છે. ન્યાય-વૈશેષિકો વસ્તુની અનુવૃત્તિ અને વ્યાવૃત્તિને ઘટાવવા માટે વસ્તુથી તદ્દન ભિન્ન સામાન્ય અને વિશેષ એ બે સ્વતંત્ર પદાર્થોને સ્વીકારે છે. હેમચંદ્રાચાર્ય જણાવે છે કે વસ્તુની અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ વસ્તુના પોતાના સ્વભાવથી જ થાય છે, તેને માટે વસ્તુથી તદ્દન ભિન્ન બે સ્વતંત્ર પદાર્થો માનવાની જરૂર નથી. ન્યાયવૈશેષિકો કેટલીક વસ્તુઓને એકાન્ત નિત્ય માને છે જ્યારે કેટલીક વસ્તુઓને અનિત્ય માને છે. તેના ખંડનમાં કહ્યું છે કે બધી વસ્તુઓ અનેકાન્તાત્મક છે, અર્થાત્ બધી વસ્તુઓ નિત્યાનિત્ય છે. ગુણોની અંદર થતાં પરિવર્તનો એકાન્ત નિત્ય દ્રવ્યોને સ્પર્શે નહિ એ આશયથી ન્યાય-વૈશેષિકોએ ગુણોને દ્રવ્યથી અત્યંત ભિન્ન માન્યા છે અને તે બન્નેને જોડતો સમવાય નામનો એક પદાર્થ માન્યો છે. દ્રવ્ય અને ગુણ વચ્ચે ધર્મધર્માભાવ ઘટાવવા સ્વીકારવામાં આવેલો સમવાય પદાર્થ તર્કથી ટકી શકતો નથી. ગુણો દ્રવ્યમાં રહે છે, એટલું જ નહિ પણ સમવાય પણ દ્રવ્યમાં રહે છે એવી ન્યાય-વૈશેષિક માન્યતા છે. તેથી પ્રશ્ન ઉદ્ભવે છે કે સમવાય દ્રવ્યમાં ક્યા સંબંધથી રહે છે? સંયોગ સંભવે નહિ કારણ કે તે બે દ્રવ્યો વચ્ચે જ સંભવે છે. બીજો સમવાય માનતાં અનવસ્થાદોષ આવે છે. વળી, દ્રવ્ય, ગુણ
७. यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्याभिधया यया तया ।
वीतदोषकलुषः स चेद्भवान् एक एव भगवन् नमोऽस्तु ते ॥ ३१ ૮. ને વીતરાત્ પરમતિ રૈવતં .. | ૨૮
અહીં સમન્તભદ્રાચાર્યની આપ્તમીમાંસાના પ્રારંભિક શ્લોકોનું સ્મરણ થઈ આવે છે : देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉપરાંત ત્રીજો સમવાય દેખાતા નથી. આમ સમવાયનો સિદ્ધાન્ત ટકતો નથી. સત્ પદાર્થોમાંથી કેટલાકમાં જ (અર્થાત્ દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ) સત્તા રહે છે (સતામfપ ચત્ વિવેવ સત્તા), જ્ઞાન આત્મામાં સ્વાભાવિક નથી પણ ઔપાધિક છે તેમ જ આત્માથી અત્યન્ત ભિન્ન છે (ચૈતન્યમ્ પાધિમાત્મનોડ), અને મોક્ષમાં જ્ઞાન પણ નથી કે આનંદ પણ નથી – આ ત્રણ સિદ્ધાન્તોની તર્કહીનતા એટલી પ્રગટ છે કે તેનું ખંડન કરવાની કોઈ આવશ્યતા નથી એમ આચાર્ય સૂચવે છે. ન્યાય-વૈશષિકો સમવાય, સામાન્ય અને વિશેષને પણ સત તરીકે સ્વીકારે છે પરંતુ તેમાં સત્તા નથી સ્વીકારતા તેમાં સ્પષ્ટ વિરોધ છે. જ્ઞાન આત્મામાં સ્વાભાવિક ન હોય અને આત્માથી તદ્દન ભિન્ન હોય તો આત્મા જડ જ બની જાય. જો મોક્ષમાં જ્ઞાન અને આનંદ ન હોય તો જડ પથરા જેવી મુક્તિને કોણ ઇચ્છે? ન્યાય-વૈશેષિકો આત્માને વિભુ માને છે. આ માન્યતા બરાબર નથી કારણ કે જ્યાં ગુણ હોય ત્યાં જ તે ગુણવાળું દ્રવ્ય હોય. આત્મગુણો દેહની બહાર ઉપલબ્ધ નથી. એટલે આત્માને પણ દેહની બહાર ન મનાય.
શ્લોક અગીઆરમામાં વેદવિહિત હિંસા ધર્મ છે એ મીમાંસક મતનો પ્રતિષેધ છે. આચાર્ય કહે છે કે વેદવિહિત હિંસા પણ ધર્મનું કારણ નથી. હિંસા એ હિંસા જ છે – તે વેદવિહિત હોય કે વેદવિહિત ન હોય. હિંસા અધર્મ જ છે. પશુને યજ્ઞમાં હોમી સ્વર્ગમાં જવાની ઇચ્છા કરનારો પુત્રનો ઘાત કરી રાજ્ય મેળવવાની ઇચ્છા કરનાર જેવો જ છે. આચાર્યશ્રીના આ મતને સાંખ્યમત સાથે સરખાવવો રસપ્રદ થશે. સાંખ્યો પણ વૈદિક ક્રિયાકલાપને અશુદ્ધ ઉપાય ગણે છે. તેનાથી આત્યંતિક દુઃખમુક્તિ ન થાય એમ તેઓ સ્પષ્ટપણે જણાવે છે. ૯ સાંગનો સાધનશુદ્ધિ ઉપરનો ભાર નોંધપાત્ર છે.
૧૨મા શ્લોકમાં જ્ઞાન પોતે પોતાને જાણતું નથી એ મીમાંસક અને નૈયાયિક મતનું ખંડન છે. મીમાંસક મતે જ્યારે કોઈ વસ્તુને આપણે જાણીએ છીએ ત્યારે તે વસ્તુમાં જ્ઞાતતા નામનો ધર્મ ઉદ્ભવે છે અને વસ્તુગત જ્ઞાતતા ઉપરથી જ્ઞાનનું અનુમાન થાય છે, પ્રત્યક્ષ નહિ. તેમના મતે જ્ઞાન નિત્ય પરોક્ષ છે. નૈયાયિકના મતે જ્ઞાન પોતે પોતાને જાણતું નથી પરંતુ બીજું અનુવ્યવસાયરૂપ માનસ-પ્રત્યક્ષ તેને જાણે છે. આમ તેમના મતે જ્ઞાન પ્રત્યક્ષગમ્ય છે. આમ મીમાંસક અને નૈયાયિક બન્ને જ્ઞાનને સ્વસંવેદી માનતાં ન હોવા છતાં મીમાંસક જ્ઞાનને નિત્ય પરોક્ષ માને
૯. છવાનુશ્રવિક્ર: ૧ ચૈવિશુદ્ધિક્ષયાતિશયયુ: | સાં. રૂ. 2
Page #52
--------------------------------------------------------------------------
________________
૨ ૫
છે, જ્યારે નૈયાયિક તેને માનસપ્રત્યક્ષગ્રાહ્ય માને છે. શ્લોકની પ્રથમ પંક્તિ બન્નેના ખંડનારક ઘટાવી શકાય તેમ છે. સ્વાર્થીવવધક્ષન પર્વ વો: પ્રવેશતે નાર્થવાથી ન્યથા તુ. આચાર્ય જણાવે છે કે જ્ઞાન પોતાને અને બાધાર્થને બન્નેને જાણે છે. જો તે પોતાને ન જાણે તો અર્થને પણ ન જાણી શકે. જ્ઞાન પોતે પોતાને જાણતું નથી પણ બીજું જ્ઞાન (અનુમિતિરૂપ કે માનસપ્રત્યક્ષરૂપ) તેને જાણે છે એમ માનતાં અનવસ્થા થાય અને પરિણામે અર્થ અજ્ઞાત જ રહે. બીજી પંક્તિ છે - પરે પરેગ્યો મત તથાપિ પુરિ જ્ઞાનમનાત્મનિષ્ઠમ્ ! મલ્લિષેણસૂરિ અનુસાર ઘરે નો અર્થ છે પૂર્વપક્ષવાદીઓ અર્થાત્ મીમાંસકો અને નૈયાયિકો. “પરેગ્યો મત:' નો અર્થ છે (જ્ઞાન પોતે પોતાને જાણે છે એમ માનતાં) “વાત્મન ક્રિયાવિરોધ'નો દોષ આવે એવા ઉપાલંભના ભયથી. “વિજ્ઞાનમનાત્મનિષદ્' નો અર્થ છે -- જ્ઞાન સ્વપ્રકાશક છે એમ પ્રતિપાદન કરતા નથી, પરંતુ સંભવ છે કે જે થી આચાર્યશ્રીને માત્ર મીમાંસકો જ અભિપ્રેત હોય. ‘ો મતઃ'નો સીધો અર્થ “બીજા (દાર્શનિકો)ના ભયથી' હોય. આ બીજા દાર્શનિકો ક્યા ? વિજ્ઞાનવાદી બૌદ્ધો. વિજ્ઞાનવાદી બૌદ્ધોથી તેમને ભય કે સંત્રાસ કેમ? કારણ કે તેઓ બાહ્યર્થનો પ્રતિષેધ કરે છે. આ વસ્તુ જયંત ભટ્ટની ન્યાયમંજરીના આધારે અત્યંત સ્પષ્ટ થાય છે. જયંત કહે છે : અહો ! કેવી દુઃખની વાત છે કે કોઈકથી ભય પામીને આ મીમાંસકો અત્યંત બુદ્ધિ ગુમાવી બેઠા છે. જ્ઞાન હંમેશા પરોક્ષ જ રહે એ તો બને જ નહિ... મીમાંસકોને એટલો બધો શો ભય લાગ્યો [કે તેમણે આવું વિચિત્ર માની લીધું? મીમાંસકોને વિજ્ઞાનવાદી બૌદ્ધોનો ભય લાગ્યો હોવો જોઈએ. તેથી વિષયનું પ્રત્યક્ષ
જ્યારે થાય છે ત્યારે જ્ઞાનનું પ્રત્યક્ષ થતું નથી [પણ પછીથી જ્ઞાનનું અનુમાન થાય છે] આટલું જ માનીશું તો બાહ્યર્થને નહિ માનનાર વિજ્ઞાનવાદી બૌદ્ધોને પરાસ્ત કરી શકીશું એમ તેમણે સ્વીકાર્યું લાગે છે. મો વત રૂપે ખ્યો વિગતઃ શ્રોત્રિયા परं किमपि वैक्लव्यमुपागताः । न खलु नित्यं परोक्षं ज्ञानं भवितुमर्हति। ... कश्चायमियान्सन्त्रासः । विषयग्रहणकाले विज्ञानाग्रहणमात्रकेण बाह्यार्थनिह्नववादिनः શક્યા: શક્યા: શમયિતુમ્ | પ્રથમહ્નિત જ્ઞાતિતીર_ન આ ઉપરથી ‘પૂરે પરેગ્યો મત:' નો સીધો અર્થ છે. “પરે શ્રોત્રિયા: માદૃમીમાંસ):, પળો વિજ્ઞાનવાવિષ્ય: भयत: बिभ्यतः'।
અદ્વૈતવેદાન્તની સમીક્ષા કરતાં આચાર્યશ્રી ૧૩મા શ્લોકમાં કહે છે કે અવિદ્યા જો સત્ હોય તો અદ્વૈતની સિદ્ધિ ન થાય અને અવિદ્યા જો અસત્ હોય તો તેમાંથી
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૬
જગતની ઉત્પત્તિ ક્યાંથી થાય? અવિદ્યા અસત્ હોવા છતાં અર્થક્રિયાકારી છે એમ માનવું વિરુદ્ધ છે.
સાંખ્યમતના ચાર મુખ્ય સિદ્ધાન્તો પ્રત્યે આચાર્યશ્રી વિરોધ પ્રગટ કરે છે. તે ચાર સિદ્ધાન્તો છે – પુરુષને અર્થજ્ઞાન હોતું નથી, બુદ્ધિ ચેતનાહીન જડ છે, આકાશ વગેરે શબ્દાદિતન્માત્રજન્ય છે, અને બંધ અને મોક્ષ પુરુષના નથી. (શ્લો.૧૫)
સર્વ વસ્તુઓ ક્ષણિક છે એ બૌદ્ધ માન્યતાની સમીક્ષા કરતાં આચાર્યશ્રી જણાવે છે કે આ ક્ષણિકતાના સિદ્ધાન્તમાં કૃતપ્રણાશ, અકૃતકર્મભોગ, પરલોકનાશ, મોક્ષાસંભવ, સ્મૃતિભંગ વગેરે દોષ આવે છે. આત્મા ક્ષણિક હોવાથી કર્મ કરતાંની સાથે જ તેનો નાશ થઈ જતો હોવાથી તે કર્મનું ફળ તે ભોગવી શકતો નથી; આ એ છે કૃતપ્રણાશ. પછી જે તે કર્મનું ફળ ભોગવે છે તે તો બીજો જ આત્મા છે જેણે તે કર્મ કર્યું નથી; આ છે અમૃતકર્મભોગ. ક્ષણિક આત્માનો નાશ જ થઈ જતો હોવાથી પરલોક અને મોક્ષ ઘટતા નથી. સ્મૃતિમાં જેણે અનુભવ્યું હોય છે તે સ્મરણ કરે છે. ક્ષણભંગવાદમાં આ શક્ય નથી. વસ્તુઓ ક્ષણિક હોવાથી કારણ અને કાર્ય બને સમકાલ અસ્તિત્વ ધરાવી ન શકે અને કારણના નાશ પછી ફળની ઉત્પત્તિન સંભવે. આમ ક્ષણિક્તાના સિદ્ધાન્તમાં કાર્યકારણભાવ પણ ઘટતો નથી. (શ્લો. ૧૬ અને૧૮)
વિજ્ઞાનાદ્વૈતમાં અર્થજ્ઞાન ઘટતું નથી એમ કહી આચાર્ય વિજ્ઞાનવાદનો પ્રતિષેધ કરે છે. શૂન્યવાદીને બધું શૂન્ય હોઈ પ્રમાણ જ નથી અને પ્રમાણ વિના તો તે સ્વપક્ષની સિદ્ધિ કરી શકે નહિ – આમ જણાવી આચાર્યશ્રી શૂન્યવાદનો નિકાસ કરે છે. અનુમાનનું પ્રમાણ ન માનનારા ચાર્વાકો બીજાના અભિપ્રાયને ક્યાંથી જાણવાના ? –- એવો પ્રશ્ન કરી ચાર્વાકમતની નબળાઈ દર્શાવી છે.
જેઓ જીવોની સંખ્યા પરિમિત માને છે તેમણે કાં તો મુક્ત જીવોનો ફરી સંસારમાં પ્રવેશ માનવો પડે કાં તો સંસાર કોઈક દિવસ ખાલી થઈ જશે એમ માનવું પડે. બેમાંથી એક પણ વિકલ્પ સ્વીકારવો યોગ્ય નથી. (શ્લો. ૨૯) જૈનદર્શને છવોને અનંત માન્યા હોઈ મુક્ત જીવ ફરી સંસારમાં પ્રવેશતો ન હોવા છતાં સંસાર ખાલી થઈ જવાની કોઈ જ સંભાવના નથી. મુક્ત જીવો ફરી સંસારમાં પ્રવેશે છે એવું માનનાર આજીવિક સંપ્રદાય છે, પરંતુ તેઓ જીવોની પરિમિત સંખ્યા માનતા હોય એવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ Dr. A. L. Basham માને છે કે આજીવિકો જીવોની સંખ્યા પરિમિત (finite) માનતા હોય તેવો સંભવ
Page #54
--------------------------------------------------------------------------
________________
છે અને તેથી તેમને માનવું પડ્યું હોય કે મુક્ત જીવો ફરીથી સંસારમાં આવે છે અને પરિણામે જગત જીવોથી ખાલી નથી થતું. ૧૦
છેવટે સંક્ષેપમાં જૈન સિદ્ધાન્ત અને સ્યાદ્વાદનું પ્રતિપાદન છે. વસ્તુ પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ-
પ્રયુક્ત છે એવું પ્રત્યક્ષથી જણાય છે. પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. વસ્તુમાં અનંત ધર્મો ન હોય તો તેનું સત્ત્વ જ ઘટે નહિ.૨ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે. વસ્તુગત દ્રવ્ય (સામાન્ય) ઉપર દષ્ટિ કેન્દ્રિત કરીએ તો 20. It is thus clear that for some Ajivika schools a any rate,
nirvana was not the end. Sin penetrated even beyond the bounds of the universe, and was still liable to drag back the emancipated soul for another round of 8,400,000 mahakalpas in samsara....
Nilakeci states explicitly that the doctrine of mandala, the return of souls from the highest bliss, was devised in face of the objections we have suggested above to the older Ajivika cosmic theories. In a given place there is a limited number (of souls), and so by devising (the doctrine of) mandala the Ajivikas remove objections, bringing back (the saved souls). The elliptical verse is much expanded by the commentator Vamanamuni, who makes it clear that the Ajivikas postulated the doctrine to allow for the continuity of the universe. But for that purpose, he continues, it is quite unnecessary, for the number of jivas or living souls in the universe is infinitely infinite (anantanantam), and no subtraction from the total can make it less than infinity. The Jaira commentator's logic is sound, but we have no confirmation that the Ajivikas did actually believe that the number of souls in the universe was infinite. The sharply defined an classified nature of the Ajivika cosmos, and the Ajivika predilection for very high numbers, suggest that the total number of souls in the universe was considered to be finite, as the Jaina commentator's insistence on the infinity of souls also indicates.
History and Doctrines of the Ajivikis, A. L. Basham, Delhi
1981, pp. 259-260 99. femicirGahraifft 484917 to: 1 92. 377774749 ha ragaszen H74444767
Page #55
--------------------------------------------------------------------------
________________
વસ્તુ પર્યાયરહિત (વિશેષરહિત) જણાય અને પર્યાયો (વિશેષો) ઉપર દષ્ટિ કેન્દ્રિત કરીએ તો વસ્તુ દ્રવ્યરહિત (સામાન્યરહિત) જણાય. પ્રત્યેક વસ્તુમાં અસ્તિત્વ, નાસ્તિત્વરૂપ પરસ્પર વિરોધી ધર્મો જુદી જુદી અપેક્ષાએ જ પ્રતિપાદિત કરવામાં આવે છે, એટલે અહીં વિરોધથી ડરવાનું કોઈ કારણ નથી.૧૪ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. વસ્તુ અનેકાન્તાત્મક છે, તે સર્વથા નિત્ય નથી કે સર્વથા અનિત્ય નથી. પરંતુ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે. તેથી એકાન્તનિત્યવાદ અને એકાન્તક્ષણિકવાદમાં જે દોષો આવે છે તે અનેકાન્તવાદમાં આવતા નથી. એકાન્તનિત્યવાદ અને એકાન્તક્ષણિકવાદમાં સુખભોગ-દુઃખભોગ, પુણ્ય-પાપ, બંધ-મોક્ષ ઘટતા નથી.૧૫ ‘વસ્તુ સર્વથા સત્ છે એમ કહેવું દુર્નય છે. ‘વસ્તુ સત્ છે” એમ કહેવું નય છે. ‘વસ્તુ કથંચિત્ સત્ છે” એમ કહેવું પ્રમાણ છે. ૧૬ નય સ્વાભિમત ધર્મનું પ્રતિપાદન કરે છે. સ્વાભિમત ધર્મથી ભિન્ન ધર્મોની પંચાતમાં તે પડતો નથી, તેમનો પ્રતિષેધ કરતો નથી, તે યોગ્ય મર્યાદામાં રહે છે. પરંતુ જે સ્વાભિમત ધર્મના નિવેદન સાથે ઈતર ધર્મનો નિષેધ કરે તે નય નહિ, પણ દુર્નય છે. “ચાત' શબ્દથી બીજા પણ ધર્મો સાપેક્ષ રીતે ધ્વનિત કે સૂચિત થાય ત્યારે તેને પ્રમાણ કહેવાય છે. નય વસ્તુમાં એક અંશને ગ્રહે છે જ્યારે પ્રમાણ સમગ્ર અખંડ વસ્તુને ગ્રહે છે.
લોકો સ્વપક્ષ અને પરપક્ષ એવો ભેદ કરી દેખતા હોઈ એકબીજાની ઇર્ષા કરે છે પણ જે એવો ભેદ કર્યા વિના બધા પક્ષોને અપનાવી એમનો સમન્વય કરી અખંડને ગ્રહે છે તે કોઈની ઇર્ષ્યા કરતો નથી.૧૭ આ છે સ્યાદ્વાદ કે અનેકાન્તવાદ,
જૈનો અહિંસાને પરમ ધર્મ માને છે. આ અહિંસાધર્મે જે સ્યાદ્વાદને કે અનેકાન્તવાદને જન્મ આપી બીજાના મતોમાં સત્ય જોવાનું, બૌદ્ધિક સહિષ્ણુતા કેળવવાનું અને વૈચારિક સમત્વ ધારણ કરવાનું શીખવ્યું છે. સ્વાવાદ એ સંઘર્ષના માર્ગને છોડી સમન્વયના માર્ગને ગ્રહવાનું બોદ્ધિક દબાણ કરે છે. સ્યાદ્વાદ સુમેળ અને સંવાદિતાને પોષનારો સિદ્ધાન્ત છે. ક્યારેય ન હતી તેટલી અત્યારે તેની ઉપયોગિતા અને પ્રસ્તુતતા છે. ૧૩. અપર્ચર્ય વસ્તુ સમયમનમદ્રવ્યતન વિવિખ્યાનમ્ |
શર્મોતિતસનમમીદશર્ત વુધરૂપવેદ્યમ્ | ૨૩ ૧૪. ઉપાધમેવોપતિ વિરુદ્ધ નાર્હષ્યત્વે સવાગત છે | ૨૪ ૧૫. નૈઋન્તિવા સુરદુઃgમોૌ ને પુષ્યપાપે ન વન્યૂમોક્ષૌ I ૨૭ ૧૬. સવ સત્ સત્સિિત ત્રિધાર્થો મીત ટુર્નાતિનયામક | ૨૮ ૧૭. શ્લોક ૩૦
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા’માં (વાદ)કથાસ્વરૂપ (ડૉ. લક્ષ્મશ જોષી, પ્રોફેસર અને અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ. અમદાવાદ)
પ્રમાણોની ચર્ચા કરતો ‘પ્રમાણમીમાંસા' નામનો ગ્રંથ હેમચંદ્રાચાર્યને ન્યાયદર્શનના ક્ષેત્રમાં એક વિશિષ્ટ સ્થાન અપાવે છે. આ ગ્રંથની રચનાલીને અવલોકતાં લાગે છે કે ગ્રંથકાર ન્યાયદર્શનના સૂત્રકાર અક્ષપાદમુનિની, ગ્રંથવિભાજનની પદ્ધતિને અનુસરે છે. ન્યાયસૂત્રમાં પાંચ અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાયના બબ્બે આફ્રિકો છે. કુલ ૫૩૩ ન્યાયસૂત્રોછે. પ્રમાણમીમાંસા ગ્રંથ અપૂર્ણ છે. બીજા અધ્યાયના પ્રથમ આફ્રિક સુધી જ આ ગ્રંથ ઉપલબ્ધ છે. પ્રથમ અધ્યાયનાં બે અને બીજા અધ્યાયનું એક એમ ત્રણ આફ્રિકમાં (૪૨ + ૨૩ + ૩૫ =) ૧૦૦ સૂત્રો છે. પ્રમાણમીમાંસા એ હેમચંદ્રાચાર્યની અંતિમ કૃતિ હોય તેમ જણાય છે. સ્વોપજ્ઞ વૃત્તિમાં આચાર્ય પોતે જ કહે છે કે આહ્નિક-સમૂહના સ્વરૂપવાળા પાંચ અધ્યાયો દ્વારા આ શાસ્ત્ર આચાર્યે (=પોતે) રચેલું છે. પરંતુ આ ગ્રંથનો દોઢ જ અધ્યાય આપણને મળે છે.
१. अपूर्ण उपलब्ध प्रमाणमीमांसा । सम्भव है, वह हेमचंद्र के जीवन की अंतिम कृति हो । – रसिकलाल छो. परीख, पृ. ४२ ग्रंथकार का परिचय, प्रस्तावना प्रमाणमीमांसा, कलिकालसर्वज्ञ- श्री हेमचंद्राचार्य विरचिता स्वोपज्ञवृत्ति सहिता, संपा. पण्डित सुखलालजी સંધવી, પું. મહેન્દ્રકુમાર, પં. વાસુજી માળિયા; હેમચંદ્રાચાર્ય. નિધિ, અમદ્રાવાવ, पुनर्मुद्रण १९८९ ।
ai: The Pramāṇamimamsa is most probably the last work of Hemachanra and form all available manuscripts of the work which end abruptly in the same place it is evident that he could not fininsh it. - Satkari Mookerjee, Preface p. xii, Hemachandra's Pramāna-Mimamsa, By Satkari Mookerjee in collaboration with Nathmal Tatia, Varanasi 1970.
૨. બાપ્તિસમૂહાત્મવૈ: પદ્મમિધ્યાયૈ: શાસ્ત્રનેતરચયવાચાર્ય:।
સ્વપજ્ઞવૃત્તિ, પ્રમાણમીમાંસા, અમદાવાદ આવૃત્તિ, તદેવ પૃ. ૧
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૦
અકલંક, વિદ્યાનન્દ, પ્રભાચન્દ્ર, સિદ્ધસેન, હરિભદ્રસૂરિ, સિદ્ધર્ષિ, અભયદેવ વગેરે મહાન નૈયાયિકોએ જૈન ન્યાયક્ષેત્રમાં, હેમચંદ્રાચાર્યની પૂર્વે, વિસ્તૃત વાયગ્રંથો રચેલા છે. તો પછી “પ્રમાણમીમાંસા' ગ્રંથ રચવાનું પ્રયોજન શું? વૃત્તિના પ્રારંભે આના જેવો પ્રશ્ન ઉઠાવીને કહે છે કે પાણિનિ, પિંગલ, કણાદ, અક્ષપાદ વગેરેની પૂર્વે શું તે તે વિષયના ગ્રંથો હતા જ નહીં ? ગ્રંથો તો હતા જ. વિદ્યાઓ અનાદિ છે. સંક્ષેપ કે વિસ્તાર સાથે વર્ણવવાની ઇચ્છાને લીધે વિદ્યાઓ નવી નવી બનતી રહે છે. જૈન ન્યાયનો સામાન્ય જિજ્ઞાસુ ન્યાયના સિદ્ધાન્તો સમજી શકે તે રીતે હેમચંદ્રાચાર્યે સંક્ષેપ સાથે પ્રમાણમીમાંસા ગ્રંથની રચના કરી છે.
વળી, કોઈક પૂછે કે “પ્રમાણમીમાંસા' જેવા સૂત્રગન્થ લખવાને બદલે પ્રકરણ ગ્રંથ લખ્યો હોત તો ચાલત! આચાર્ય હળવી શૈલીમાં કહે છે – જનની રુચિ ભિન્ન ભિન્ન હોય. જેને સૂત્રશૈલી ગમે તે તેમાં લખે એવો કોઈ કાયદો નથી કે અમુક જ શૈલીમાં ગ્રંથ રચવો. તત્ત્વના પુનઃ પુન:પરિશીલનથી, બુદ્ધિશાળીઓના જ્ઞાનબીજને ઉપસ્કૃત (-અંકુરિત) કરવા માટે (-બીજમાં વૃદ્ધિ કરવા માટે) હેમચંદ્રાચાર્ય પ્રમાણમીમાંસા ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચે છે.
સુખલાલજી નોંધે છે કે ન્યાયદર્શનના છલ વગેરેના પ્રયોગોમાં હિંસા જોઈને, તેમને નિન્દ તરીકે નિશ્ચિત કરવાનો અને એક માત્ર વાદકથાને જ પ્રતિષ્ઠિત બનાવવાનો માર્ગ જૈન તાર્કિકોએ જ પ્રસ્થાપિત કર્યો. આ વસ્તુ તરફ તત્ત્વચિન્તકોનું લક્ષ્ય ખેંચાય એ જરૂરી છે."
ન્યાયદર્શનમાં કથા એ એક ચર્ચા પ્રકાર છે. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન પરંપરા પ્રમાણે કથાનું મુખ્ય પ્રયોજન તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપવી અથવા પ્રાપ્ત તત્ત્વજ્ઞાનનું રક્ષણ કરવું એ છે. કથા એટલે શું ? વાચસ્પતિ મિશ્ર કહે છે કે કથા
3. अनादय एव एता विद्याः संक्षेपविस्तरविवक्षया नवनवीभवन्ति, तत्तत्कर्तृकाश्चोच्यन्ते । - સ્વપજ્ઞવૃત્તિ, અ'વાદ આ. પૃ. ૧ સરખાવો.
कुतो वा नूतनं वस्तु, वयमुत्प्रेक्षितुं क्षमाः ।
વોવિન્યાસવૈવિધ્યમાત્રનેત્ર વિવાર્યતામ્ || ૮ || જયન્ત ભટ્ટ, ન્યાયમંજરી પ્રારંભ પૃ. ૨, પ્રથમ આફ્રિક, ગુજરાતી ભાષા અનુવાદ સહિત, સંપાઅનુવાદક નગીન જી. શાહ, લા. દ. ભારતીય સંરકૃતિ વિદ્યામંદિર, અમદાવાદ,
૧૯૭૫ (પ્રથમ આવૃત્તિ). ४. भिन्नरुचिर्हि अयं जमः । ततो नास्य स्वेच्छाप्रतिबन्धे लौकिकं राजकीयं वा
શાસનમતિ ! – સ્વોપજ્ઞવૃત્તિ, તદેવ પૃ. ૧ ૫. મીમાંસા – અ'વાદ આવૃત્તિ તદેવ પૃ. ૩૦ (પ્રસ્તાવના)
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૧
એક એવી વાક્યરચના છે કે જેમાં જુદા જુદા વક્તાઓના વિચારો, વિષયરૂપે આવે છે.”
ભાષ્યકાર વાત્સ્યાયન કથાના ત્રણ પ્રકારો દર્શાવે છે. (૧) વાદકથા (૨) જલ્પકથા અને (૩) વિતડાકથા. હેમચંદ્રાચાર્યના કથાસ્વરૂપને સમજવામાં ઉપયોગી, ન્યાયસૂત્રના વાદકથાના પ્રકારને પહેલાં વિચારી લઈએ. વાદમાં કોઈ એક જ વિષયમાં પક્ષ અને પ્રતિપક્ષનું ગ્રહણ કરવામાં આવે છે. વાદમાં પ્રમાણ અને તર્ક દ્વારા, સ્વપક્ષની સ્થાપના અને પ્રતિપક્ષનું ખંડન કરવામાં આવે છે. વાદમાં ચર્ચા, સિદ્ધાન્તથી વિરુદ્ધ ન જાય તે રીતે ચાલે છે. તેમાં પ્રતિજ્ઞા, હેતુ, સોદાહરણ વ્યાપ્તિ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવો પ્રયોજાય છે. આવાં લક્ષણોવાળી કથાને વાદ કહે છે.
હવે જલ્પ પ્રકારની કથાનું ન્યાયસૂત્ર લક્ષણ વિચારીએ. જલ્પમાં વાદમાં જે લક્ષણો છે તે તો હોય જ. તદુપરાંત, છલ, જાતિ અને નિગ્રહસ્થાન દ્વારા સ્વપક્ષનું સ્થાપન અને પ્રતિપક્ષનું ખંડન કરવામાં આવે તેવા કથાપ્રકારને જલ્પ કહે છે. નવસ્વનોડવું માનવ: - “આ માણસ નવ-કમ્બલ છે”- આ છલનું ઉદાહરણ છે. પ્રતિપક્ષી જો “નવ કામળા (=ધાબળા)વાળો” અર્થ કરે તો એ અર્થ ખોટો પાડીને કહે – “નવા કામળાવાળો” અને જો પ્રતિપક્ષી “નવા કામળાવાળો' કહે તો તે અર્થ ખોટો પાડીને “નવ કામળાવાળો'' એ અર્થ વિવક્ષિત છે એમ કહેવું. અસત્ ઉત્તર કે ભળતા ઉત્તર દ્વારા કોઈક સાધર્મ્સ વગેરેને આધારે વિરોધ ઊભો કરવો તે જાતિ. આમાં વ્યાપ્તિવિશિષ્ટ હેતુ હોતો નથી. જેમ કે, પર્વત અને જલાશય બને દ્રવ્યત્વથી યુક્ત છે. તેથી જેમ જલાશય અગ્નિ-અભાવવાળું છે તેમ પર્વત પણ અગ્નિ-અભાવવાળો છે. આમ ધૂમના આધારે પર્વતને અગ્નિયુક્ત સિદ્ધ કર્યો હોય તેની સામે ઉપર ઉઠાવેલો વિરોધ તે જાતિ.“હવે, નિગ્રહસ્થાનની વાત ६. नानाप्रवकतृकविषया वाक्यसन्दृब्धिः कथा- इति तात्पर्यटीका-सम्मतं कथालक्षणम् ।
- પાદટિપ્પણ ૧, પૃ. ૫૯ ચાર્શનમ્ વદ્ધમારતી, વીરાણી ૨૬૭૬ સં. સ્વામી દરિદ્વાજ શાસ્ત્રી, દ્વિતીય સંસ્જરા સરખાવો : વાલિપ્રતિવાહિનો પક્ષપ્રતિપક્ષપરિહેઃ કથા | - ન્યાયસાર (-ન્યાયભૂષણ), લે. ભાસર્વજ્ઞ, સં. સ્વામી યોગીન્દ્રાનન્દ,
વારાણસી ૧૯૬૮ પૃ. ૩૨૯ 9. प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहो
વૈદ્રઃ / - ન્યાયસૂત્ર ૧-૨-૧, ન્યાયદર્શન તદેવ પૃ. ૫૯ ૮. દૂરસાધર્ષાત્ દ્રવ્યત્વવસ્વાસ્ વહ્નિ-૩માવવી પર્વ (પર્વત:) વુિં ન થાત્ તિ ! -
ન્યાયકોશ, પૃ. ૨૯૩, ભીમાચાર્ય ઝળકીકર પૂના ૧૯૭૮.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૨
કરીએ. બોલનારના જ્ઞાનમાં જ વિરોધ કે વિસંવાદ આવી જાય અથવા વક્તા વાદીનો મુદ્દો સમજી ન શકે અને તેથી ન તો બીજાના મતનું ખંડન કરી શકે કે ન તો પોતાના મતના ખંડનને અટકાવવા સમર્થ બને. આવી પરિસ્થિતિમાં જકડાઈ જવું તેનું નામ નિગ્રહસ્થાન, નિગ્રહસ્થાન પરાજ્યનું કારણ બને છે. જેમ કે, અનિત્ય ઘટની જેમ શબ્દ ઇન્દ્રિયગમ્ય હોવાથી અનિત્ય છે તેમ કોઈક સિદ્ધ કરે છે. તેની સામે કોઈ દલીલ કરે કે શબ્દ, ઇન્દ્રિયગમ્ય સામાન્યની જેમ નિત્ય છે. ન્યાયદર્શન અનુસાર જે ઇન્દ્રિયથી ગાયનું ગ્રહણ થાય તે જ ઇન્દ્રિયથી ગોત્ર સામાન્યનું પણ ગ્રહણ થાય. સામાન્ય નિત્ય મનાય છે. સામાન્ય ઇન્દ્રિયગમ્ય છે. અને નિત્ય છે તેમ શબ્દ પણ ઇન્દ્રિયગમ્ય છે અને તેથી નિત્ય છે. આ પ્રસંગે, પ્રથમ શબ્દને અનિત્ય સાધવા જનાર વાદી શબ્દને નિત્ય તરીકે સ્વીકારી લે. એટલું જ નહીં પણ તે તો કહે કે – ત્યારે ભલે ઘટ પણ નિત્ય તરીકે સ્વીકારાય ! આમ બોલે ત્યારે પોતે કરેલી, ઘટ અનિત્ય છે તેમ શબ્દ અનિત્ય છે- એવી પ્રતિજ્ઞાને પોતે જ છોડી દે એવો પ્રસંગ આવે. આનું નામ વિપ્રતિપત્તિ (= વિરોધ કે વિસંવાદ) એટલે કે નિગ્રહસ્થાન. આને લીધે વાદીનો વાદમાં પરાજય થાય.૧૦ આમ જલ્પ કથાપ્રકારમાં વાદનાં લક્ષણો તો હોય જ. તદુપરાંત ઉપર કહ્યું તેમ, જેમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો પણ પ્રયોગ થાય તેવી કથાને જલ્પ કહે છે. ૧૧
હવે વિતા પ્રકારની કથાને વિચારીએ. જલ્પના જ લક્ષણ વિતામાં હોય છે. બન્ને વચ્ચે ભેદ એ છે કે વિતષ્ઠામાં પ્રતિવાદી પોતાના કોઈ પક્ષનું સ્થાપન કરતો જ નથી. પરપક્ષનું માત્ર ખંડન જ કરે છે. એટલે પોતાના પક્ષની સ્થાપના વગરનો જલ્પ એ જ વિતષ્ઠા.૧૨
આમ ન્યાયદર્શન અનુસાર, કથાના ત્રણ પ્રકારો : વાદ, જલ્પ અને વિતડા. કેટલીક વાર અમુક દાર્શનિકો પોતાના પક્ષ તરફના અનુરાગને કારણે ન્યાયનું ઉલ્લંઘન કરે છે – બીજાના સાચા મત ઉપર પણ આક્રમણ કરે છે. આવા પ્રસંગે,
૯. વિપ્રતિપત્તિઃ પ્રતિપત્તિશ નિગ્રહસ્થાનમ્ | - ન્યા. સૂ. ૧-૨-૧૯ १०. ऐन्द्रियकत्वात् अनित्यः शब्दो घटवत् इति कृते अपर आह-दृष्टम् ऐन्द्रियकम् सामान्यम्
नित्यम्, कामं घटो नित्योऽस्तु इति । स खल्वयं साधकस्य दृष्टान्तस्य नित्यत्वम् પ્રસન્નયન નિમન્તમેવ પક્ષ નહાતિ, પક્ષ નહતું પ્રતિજ્ઞા નહીતિ – ન્યાયભાષ્ય,
ન્યા. સૂ. ૫-૨-૨ ૧૧. યથોપિપુનઃ જીજ્ઞાતિનપ્રસ્થાનસાધનોપતિમો નઃ ધ – ન્યા. સૂ. ૧-ર-૨ ૧૨. આ પ્રતિપક્ષસ્થાપનાહીનો વિતાવું || – ન્યા. સૂ. ૧-૨-૩
Page #60
--------------------------------------------------------------------------
________________
33
જેમ બીજના અંકુરનું રક્ષણ કરવા માટે, તેની આસપાસ કાંટાની વાડ કરવામાં આવે છે તેમ જિજ્ઞાસુએ પોતાના તત્ત્વનિશ્ચયનું રક્ષણ કરવા કાંટાની વાડ જેવા જલ્પ અને વિતણ્ડાનો પ્રયોગ કરવો જોઈએ. પરંતુ વાત્સ્યાયન મુનિ કહે છે કે જેમને તત્ત્વજ્ઞાન ન થયું હોય તેવા જિજ્ઞાસુઓ માટે જ જલ્પ અને વિતણ્ડા છે.
આટલી અક્ષપાદ ન્યાયની ભૂમિકા પછી, આપણે હવે હેમચન્દ્રાચાર્યનું વાદલક્ષણ તપાસીએ, આચાર્ય કહેછે કે તત્ત્વના સમ્યક્ રક્ષણ માટે, પ્રાક્ષિક વગેરેની
સમક્ષ વાદી કે પ્રતિવાદી પોતાના પક્ષના સ્થાપન માટે અને પ્રતિપક્ષના ખંડન અર્થે જે બોલે અર્થાત્ ચર્ચા કરે તે વાદ૧૩. અહીં આચાર્યના લક્ષણમાં તત્ત્વનું રક્ષણ એ જ વાદનું મુખ્ય પ્રયોજન છે. પ્રાશ્નિકો એટલે સભ્યો. તેમાં વાદી, પ્રતિવાદી અને સભાપતિને ઉમેરતાં ચાર અંગો બને. તે આ કથાને ચતુરંગા કહે છે.૧૪ સભાપતિ ન્યાય-અન્યાયનો નિશ્ચય કરવા સમર્થ, પક્ષપાતરહિત હોવો જોઈએ. વાદસભાના સભ્યો, પોતાના તથા અન્યના સિદ્ધાન્તો સમજવામાં સમર્થ, કુલીન અને વાદમાર્ગના જાણકાર હોવા જોઈએ. સૂત્રના ‘તત્ત્વ’ શબ્દનો અર્થ સાધુજનના હૃદયમાં રહેલો તત્ત્વનિશ્ચય. તેનું કુતાર્કિકોના વિકલ્પોથી રક્ષણ કરવું એ વાદનું લક્ષ્ય છે.
હેમચંદ્રાચાર્ય વાદના સ્વરૂપ અંગે વૃત્તિમાં કેટલીક સ્પષ્ટતાઓ કરે છે. સૂત્રમાં આચાર્યે તત્ત્વનું રક્ષણ કરવું એ, વાદનું પ્રયોજન છે એમ બતાવ્યું. આની સામે કોઈ વાંધો ઉઠાવતાં કહે કે તત્ત્વનું રક્ષણ કરવું એ તો જલ્પ અને વિતણ્ડાનું પ્રયોજન છે, વાદનું નહીં.
આનો ઉત્તર આચાર્ય, વાદના ન્યાયસૂત્રના લક્ષણને આધારે આપે છે. તેઓ કહે છે કે તત્ત્વના રક્ષણ માટે જલ્પ અને વિતણ્ડાની જરૂર નથી; કારણ કે વાદના સ્વરૂપમાં પણ નિગ્રહસ્થાન છે જ. અક્ષપાદમુનિના ન્યાયસૂત્રમાં દર્શાવેલાં વાદનાં લક્ષણોમાંના બે લક્ષણો અહીં ઉપયોગી છે. એક ‘સિદ્ધાન્ત-અવિરુદ્ધ' અને ૧૩. તત્ત્વસંરક્ષાર્થ પ્રાશ્તિાવિસમક્ષ સાધનનૂપાવવનું વાવ: ।- પ્રમાણમીમાંસા ૨-૧
૩૦
૧૪. સેયં ચતુર ા થા । સ્વોપજ્ઞવૃત્તિ, પ્ર.મી. અ'વાદ આવૃત્તિ તદેવ પૃ. ૬૩. સરખાવો : સા ચતુરા વાવિપ્રતિવાસિમાપતિઽરિનાl I- ન્યાયસાર (સ્વોપન્ન ટીકા ન્યાયભૂષણ) લે. ભાસર્વજ્ઞ (૧૦મી સદી) સં. સ્વામી યોગીન્દ્રાનન્દ, ષગ્દર્શન પ્રકાશન પ્રતિષ્ઠાન વારાણસી, પ્રથમ સંસ્કરણ ૧૯૬૮, પૃ. ૩૩૨
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪
બીજું ‘પંચાવયવ-ઉપપત્ન’. આમાંનું પ્રથમ લક્ષણ સૂચવે છે કે પ્રતિવાદી કોઈ પણ પ્રસંગે, પોતે સ્વીકારેલા સિદ્ધાન્તથી વિરુદ્ધ જાય તો ત્યાં ‘અપસિદ્ધાન્ત’ નામનું નિગ્રહસ્થાન બને છે.૧૫ પ્રતિવાદીના નિરૂપણમાં આવું નિગ્રહસ્થાન બતાવીને, વાદી વાદકથા દ્વારા પણ પોતાના તત્ત્વનું રક્ષણ કરી શકે છે.
બીજું ‘પંચાવયવ-ઉપપત્ન’ લક્ષણ સૂચવે છે કે વાદના પ્રસંગે પ્રતિવાદી કોઈ પણ અવયવને ન્યૂન (ઓછું) કરે કે અધિક કરે તો ‘ન્યૂન’ અને ‘અધિક’ નામનાં બે નિગ્રહસ્થાનો બને છે.૧૬ એક હેતુ કે ઉદાહરણ સાધ્યને સિદ્ધ કરવા પૂરતું હોય છતાં વધારાનો હેતુ કે ઉદાહરણ પ્રતિવાદી પ્રસ્તુત કરે તો તે ‘અધિક’ નિગ્રહસ્થાનમાં ફસાઈ જાય છે. વળી, પ્રતિવાદી પાંચ અવયવોમાંના હેતુને બદલે હેતુનો આભાસ પ્રસ્તુત કરે તો સવ્યભિચાર, વિરુદ્ધ, પ્રકરણસમ, સાધ્યસમ અને કાલાતીત એ પાંચ હેત્વાભાસો બને.૧૭ આ હેત્વાભાસો એ નિગ્રહસ્થાન જ છે.૧૮
આમ હેમચન્દ્રાચાર્યના મતે, વાદના સૂત્રલક્ષણમાં આઠ (અપસિદ્ધાન્ત, ન્યૂન, અધિક અને પાંચ હેત્વાભાસો મળીને આઠ) નિગ્રહસ્થાનોનો પણ વાદમાં પ્રયોગ કરી શકાય એમ ન્યાયસૂત્રનું વાદલક્ષણ સૂચવે છે. એટલે પ્રતિવાદીના નિરૂપણમાં વાદી આવાં નિગ્રહસ્થાનો બતાવીને પોતાના તત્ત્વનિશ્ચયનું રક્ષણ કરી શકે છે. એટલે જલ્પ અને વિતણ્ડા એ બે કથાપ્રકારોની જરૂર જ નથી.૧૯ અલબત્ત, આપણે ઉપર જોયું તેમ, અક્ષપાદે સૂત્ર પરંપરામાં જલ્પ-વિતણ્ડાને તત્ત્વના રક્ષણ માટે સ્વીકારેલાં છે. ન્યાયભૂષણમાં ભાસર્વજ્ઞ કહે છે કે પોતાના આત્મામાં કે શિષ્યાદિના આત્મામાં તત્ત્વના નિશ્ચયનો અંકુર ઉત્પન્ન થયો હોય ત્યારે બૌદ્ધ
૧૫. સિદ્ધાન્તમ્ અમ્યુવેત્ય અનિયમાત્ થાપ્રસંફ્રીોડપસિદ્ધાન્તઃ । - ન્યા. સૂ. ૫-૨-૨૪. ૧૬. હીનમ્ અન્યતમેન અપિ અવયવેન ન્યૂનમ્ ।' - ન્યા. સૂ. ૫-૨-૧૨. हेतूदाहरणाधिकम् अधिकम् ॥ ન્યા. સૂ. ૫-૨-૧૩
૧૭. જુઓ ઃ ન્યાયસૂત્ર ૧.૨.૫, ૬, ૭, ૮, ૯. ૧૮. હેત્વાભાસાથ નિપ્રહસ્થાનાનિ | વાત્સ્યાયનભાષ્ય, ન્યા. સૂ. ૫-૨-૨૫. १८. सिद्धान्ताविरुद्ध इत्यनेन अपसिद्धान्तस्य पञ्चावयवोपपन्न इत्यनेन न्यूनाधिकयोः हेत्वाभासपञ्चकस्य चेति अष्टानां निग्रहस्थानानाम् अनुज्ञानात् तेषां च निग्रहस्थानान्तरोपलक्षणत्वात् । अत एव न जल्पवितण्डे कथे, वादस्यैव तत्त्वसंरक्षणार्थत्वात् । સ્વોપક્ષવૃત્તિ, પ્ર. મી. સૂ. ૨-૧-૩૦
1
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૫
દાર્શનિકરૂપી મૃગો એ અંકુરને ભક્ષી ન જાય તે માટે જલ્પ-વિતષ્ઠા દ્વારા અંકુરની આસપાસ કાંટાવાળી શાખાઓથી વાડ કરવી. ૨૦ આમ છતાં હેમચંદ્રાચાર્યના મતે તો જેમાં છલ અને જાતિ (અસત્ ઉત્તર, દૂષણાભાસ)૨૧ ના હિંસક પ્રયોગો થતા હોય તેવા જલ્પ અને વિતડા જેવા કથાપ્રકારોને સ્વીકારવાની જરૂર નથી.
આચાર્યની સામે કોઈ પ્રશ્ન કરે કે અક્ષપાદમુનિના ન્યાયસૂત્રમાં તો જલ્પ અને વિતષ્ઠાને લક્ષણો આપીને કથાના પ્રકાર તરીકે સ્વીકારેલ છે. તેમનો અસ્વીકાર કેમ? આના ઉત્તરમાં આચાર્ય કહે છે કે વિતખ્તામાં કોઈ પક્ષનું સ્થાપન જ હોતું નથી. સામા પક્ષનું માત્ર ખંડન જ કરતા વૈતષ્ઠિકના વચન તરફ કોણ ધ્યાન આપે ? જલ્પમાં સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ બન્ને હોવાથી જલ્પને કથાપ્રકાર કહી શકાય. પરંતુ, જલ્પ એ વાદથી ભિન્ન નથી.૨૨
આની સામે કોઈ કહે કે જલ્પમાં તો છલ, જાતિ અને નિગ્રહસ્થાનોનું બાહુલ્ય હોય. વાદમાં છલ વગેરે હોતાં નથી. તેથી જલ્પનું કાર્ય વાદ કથાપ્રકાર સાધી શકે નહીં. આચાર્ય ઉત્તર આપે છે કે છલ અને જાતિના પ્રયોગ તો પ્રતિપક્ષમાં દોષ ન હોય ત્યાં પણ દોષ ઊભા કરીને દૂષણાભાસ દ્વારા પ્રતિપક્ષીને બોલતો બંધ કરવા માટે થાય છે. આ કોઈ રીતે યોગ્ય નથી. વળી, નિગ્રહસ્થાનનો પ્રયોગ તો વાદમાં પણ માન્ય છે. પ્રતિપક્ષીને કોઈ પણ રીતે બોલતો બંધ કરી દેવો હોય તો તેને ચાબુક ફટકારીને અથવા તમાચો મારીને કે મુખે ડૂચો દઈને – વગેરે ઉપાયોથી પણ તેમ કરી શકાય. પરંતુ જલ્પમાં આવા પ્રયોગોને ઉચિત ગણ્યા નથી. તેમ છલ, જાતિના પ્રયોગમાં પણ ઔચિત્ય નથી.
२०. स्वात्मनि शिष्याद्यात्मनि चोत्पन्नः तत्त्वाध्यवसायाङ्करः शाक्यादिमृगैः भक्ष्येतापि यदि
નર્વાવતUામ્યાં પટણાવાગ્યા બાવર ન યિતે | – ન્યાયભૂષણ, તદેવ
પૃ. ૩૩૨. ૨૧. ૩મૂતરોણોદ્ધીવનન તૂષામાસા નાત્યુત્તરાળા - પ્ર. મી. ૨.૧.૨૯. સામા પક્ષમાં
ન હોય તેવા દોષો ઊભા કરવા તે દૂષણાભાસ. એ જ જાતિ પ્રકારના ઉત્તર. ૨૨. નતુ.... વાતાર્ અર્થાતરમ્ ! વાનૈવ વરિતાર્થાત્ ! - સ્વોપજ્ઞવૃત્તિ, પ્ર.
મી. સૂ. ૨-૧-૩) ૨૩. તમતિ ગત્પવિતÇનિરીકરો વા
થથાં તમતે રૂતિ સ્થિતિમ્ | -સ્વોપજ્ઞ વૃત્તિ, પ્ર. મી. ૨-૧-૩૦.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬
વળી, વાદ કરનાર વિદ્વાન લાભ, સમ્માન, કીર્તિ વગેરેની ઇચ્છા કરે એ માનવસહજછે. એ પુરુષધર્મ છે. પરંતુ તત્ત્વના નિશ્ચયના રક્ષણનું મુખ્ય ફલ પ્રથમ સિદ્ધ થવું જોઈએ. એ ફલની સાથે વાદમાં કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાય તો એમાં કોઈ વાંધો લઈ શકે નહીં.૨૪
-
પુનઃ આચાર્ય વૃત્તિમાં પૂર્વપક્ષ ઊભો કરતાં કહે છે કે છલ અને જાતિ એ અસત્ ઉત્તરરૂપ (-કપટ અને દૂષણાભાસરૂપ) હોવાથી વાદમાં ન પ્રયોજાય. જલ્પમાં પ્રયોજાય બન્ને વચ્ચે આ ભેદ છે. છલ જાતિ વગેરેની ઉપયોગિતા વિષે જયન્ત ભટ્ટ કહે છે કે – “દુષ્ટ શિક્ષણ પામેલાઓમાં તાર્કિકતા ખૂબ ઓછી હોય છે અને જે હોય છે તેય વિકૃત હોય છે. પરિણામે તેઓ ખૂબ વાચાળ હોય છે અને વિતણ્ડાનો વિસ્તાર કરવામાં નિપુણ હોય છે. તેમને (છલ, જાતિ અને નિગ્રહસ્થાનને પ્રયોજ્યા વિના) બીજી રીતે કેમ કરીને જીતી શકાય ? ગતાનુગતિક લોકો વૈÎિકથી છેતરાઈને અવળે રસ્તે ન ચઢી જાય એટલા માટે દયાળુ મુનિએ (અક્ષપાદે) છલ વગેરે શું છે તે સમજાવ્યું છે.
''+ ૫
જયન્ત ભટ્ટના આ મતને ટાંકીને હેમચંદ્રાચાર્ય તેનો પ્રતિષેધ કરે છે. તેમના મતે અસત્ ઉત્તરો દ્વારા અર્થાત્ આભાસી દલીલો દ્વારા બીજાના મતનું ખંડન કરવું યોગ્ય નથી. મહાત્માએ અન્યાયથી જય, યશ અથવા ધન મેળવવા પ્રયત્ન કરતા નથી.
આચાર્યની સામે કોઈક દલીલ કરે છે. ધારો કે ચર્ચામાં પ્રતિવાદી પ્રબળ હોય, તેવા પ્રતિવાદીનો ચર્ચામાં વિજય થાય તો ધર્મનો નાશ થવાની સંભાવના હોય, અને એ ક્ષણે ચિત્ત મૂઢ થઈ જવાથી સાચો ઉત્તર સૂઝતો ન હોય ત્યારે જેમ કોઈ બીજાની આંખ તરફ ધૂળ નાખે તેમ છલ વગેરેનો પ્રયોગ કરી શકાય અને
२४.लाभपूजाख्यातिकामितादीनि तु प्रयोजनानि तत्त्वाध्यवसायसंरक्षणलक्षणप्रधानफलानुबन्धीनि પુરુષધર્મત્વાત્ વવેપિ ન નિવારયિતું પર્યન્ત સ્વોપજ્ઞટીકા પ્ર. મી. સૂ. ૨-૧-૩૦ ૨૫. દુ:શિક્ષિતજીત શહેશવાન્નાતિતાનના:।
शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ||
गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः ।
मा गादिति छलादीनि प्राह कारुणिको मुनिः ॥
न्यायमञ्जरी
(પ્રથમમ્ સાહિમ્ ) મૂર્તરમાષાનુવાસહિતા, સં-અનુવાદ્મ નશીન નૌ. શાહ, તા. ૬. મા. સંસ્કૃતિ વિદ્યામંતિ, અમદ્રાવાવ ૨૬૭ પૃ. ૨૨-૨
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૭
ચર્ચામાં નિશ્ચિત પરાજય કરતાં સંદેહ રહેવા દેવો એ વધારે સારું કહેવાય એમાં દોષ આવતો નથી.
હેમચંદ્રાચાર્ય કહે છે કે ધારો કે એવા અપવાદરૂપ પ્રસંગમાં જાતિ (-અસત્ ઉત્તર, ખોટી રીતે દોષ ઊભો કરવા) દ્વારા વાદમાં એમ કરી શકાય તો પણ એના દ્વારા જલ્પને વાદથી જુદા પ્રકાર તરીકે સિદ્ધ કરી શકાય તેમ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરીને જાતિનો પ્રયોગ વાદમાં કરી શકાય. પરંતુ તેનાથી ભિન્ન કથાપ્રકાર સિદ્ધ થતો નથી.
આમ હેમચંદ્રાચાર્ય વાદના સ્વરૂપ અંગે અનેક રીતે ઊહાપોહ કરીને પ્રસ્થાપિત કરે છે કે જલ્પ અને વિતષ્ઠા જેવા કથાપ્રકારોને સ્વીકારી શકાય નહીં તેથી વાદ એ એક જ કથા પ્રકાર છે એમ સિદ્ધ થાય છે. ૨૩
૨૩. તમન્ ન–વિતëનિરીરને વાદ્ વ : વથાણાં નમતે ત સ્થિતમ્ ! – સ્વોપજ્ઞ વૃત્તિ, પ્ર. મી. ૨-૧-૩૦.
Page #65
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્યપ્રણીત વીતરાગસ્તવ” રસ અને કાવ્યની દૃષ્ટિએ
જયંત કોઠારી
એ જાણીતું છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પહેલાં આઠ રસ જ ગણાવાયેલા હતા. પછીથી નવમો શાંત રસ ઉમેરાયેલો છે. શાંત રસ એટલે શમ કે નિર્વેદના ભાવનું ચિત્રણ. સંભવ એવો છે કે શમ કે નિર્વેદના ભાવનું - જ્યાં રાગાદિ કોઈ લાગણીઓ રહી ન હોય, એ સર્વ શમી ગઈ હોય તે સ્થિતિનું - ચિત્રણ કાવ્યત્વ કે રસત્વ કેમ પામી શકે એની મૂંઝવણ હશે. ધોળો રંગ એ રંગહીનતા જ લાગે અને તેથી મનોરમ ન બની શકે તેમ વીતરાગતા કે નિર્લેપતા એ કોરી પાટી જ, નિર્વર્ણ સ્થિતિ. એનું વર્ણન કેમ થઈ શકે ? એ રસમય કેમ બની શકે ? ' આ પ્રશ્નનો જવાબ આપણને હેમચંદ્રાચાર્યવિરચિત ‘વીતરાગસ્તવમાંથી મળે છે. એ વીતરાગસ્થિતિને વર્ણવતી કૃતિ છે અને છતાં કાવ્યત્વ તથા રસત્વને પામેલી કૃતિ છે. એ કૃતિનો અભ્યાસ કરતાં સમજાય છે કે એકલા શમભાવ કે નિર્વેદભાવનું નિરૂપણ તો અશક્યવત છે, એમાં બીજા કોઈક ભાવનો અનુપ્રવેશ અનિવાર્ય છે. અહીં વિસ્મય, દેવરતિ, ભક્તિ અને એના સંચારિભાવોની ગૂંથણી થઈ છે. એટલેકે શાંત રસના નિરૂપણમાં અદૂભુત, ભક્તિ વગેરે રસોનો અનુપ્રવેશ થયો છે. અદ્ભુતના આધારો છે વીતરાગદેવની અન્યદેવવિલક્ષણતા, અનન્યતા, અસાધારણતા, અલૌકિકતા, ઐશ્વર્ય ઇત્યાદિ, ભક્તિના આધારો છે વીતરાગદેવ પ્રત્યેની રતિ, શરણાગતિ, આત્મનિંદા, સમર્પણભાવ વગેરે. આ કેવી રીતે તે આપણે જોઈએ.
વીતરાગદેવની નિર્વેદની અને નિવૃત્તિની સ્થિતિનું સીધું વર્ણન ભલે ન થઈ શકે, પણ એ અલોકસામાન્ય છે એમ તો બતાવી શકાય. એટલે વીતરાગદેવમાં આ નથી, આ. નથી એમ તો વર્ણવી શકાય. હેમચંદ્રાચાર્યે અન્ય દેવોનાં ચરિત્રલક્ષણોની સામે વીતરાગદેવનાં નિર્વેદ-નિવૃત્તિને મૂકી એમની વિલક્ષણતાને ઉઠાવ આપ્યો છે. જેમકે, અન્ય દેવો કેટલાકનો કોપથી નિગ્રહ કરે છે, એમને વશમાં આણે છે, તો વળી તુષ્ટ થઈને કેટલાક પર અનુગ્રહ કરે છે. (૧૯, ૨) વીતરાગદેવ આવા રોષ કે તોષના ભાવથી અલિપ્ત છે. વીતરાગદેવ જો તુષ્ટ છે પ્રસન્ન ન થતા હોય તો એ ફળ કેમ આપી શકે એવો પ્રશ્ન થાય, તો એનો જવાબ
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૯
એ છે કે અચેતન ચિંતામણિ વગેરે પણ ફળે છે તો રાગાદિભાવોથી મુક્ત વીતરાગદેવ કેમ ન ફળે? (૧૯૩) કવિ, આમ, અન્યદેવવિલક્ષણતા દ્વારા વીતરાગદેવની અલૌકિકતા સ્થાપિત કરે છે.
વીતરાગદેવ અન્ય દેવોની પેઠે પ્રવૃત્તિપરક નથી ને કશી ભૌતિક ઉપાધિઓ ધરાવતા નથી એ વાત નક્કર વીગતોથી અને લાક્ષણિક વાક્યછટાથી મુકાયેલી છે :
ન પક્ષિપશુસિહાદિવાહના સીનવિગ્રહ, ન નેત્રગાત્રવક્માદિવિકારવિકૃતાકૃતિ. ૧૮.૨ . ન ભૂલચાપચક્રાદિશસ્ત્રાંકકર પલ્લવઃ, નાંગનાકમનીયાંગપરિન્કંગપરાયણઃ. ૧૯૩ ન ગણીયચરિતપ્રકંપિત મહાજન, ન પ્રકોપપ્રસાદાદિવિડમ્બિતનરામર:. ૧૯.૪ ન જગનનસ્થમવિનાશવિહિતાદર,
ન લાસ્ટહાસ્યગીતાદિવિપ્લવપડુતસ્થિતિઃ.૧૯.૫ બીજા દેવો પશુ કે પક્ષીના વાહન પર બેઠેલા હોય છે (જેમકે સરસ્વતી મયૂરવાહન છે વગેરે), વીતરાગદેવને આવું કોઈ વાહન નથી. બીજા દેવોની આકૃતિ આંખ, મુખ આદિના વિકારોવાળી હોય છે (જેમકે કાલી બહાર નીકળેલી જીભવાળા મોઢાવાળી છે), વીતરાગદેવની આકૃતિમાં આવો કોઈ વિકાર નથી. બીજા દેવોના હાથમાં ત્રિશૂળ, બાણ, ચક્ર વગેરે હથિયારો હોય છે (જેમકે શંકરના હાથમાં ત્રિશૂળ) વીતરાગદેવ કોઈ શસ્ત્ર ધરાવતા નથી. બીજા દેવ સ્ત્રીનાં કમનીય અંગોનું આલિંગન કરી રહેલા હોય છે જેમકે શંકર ભગવાનના ખોળામાં પાર્વતી), વીતરાગદેવ કોઈ અંગનાના દેહને આલિંગવાને તત્પર નથી હોતા. અન્ય દેવો પોતાના નિદ્ય ચરિત્રથી મહાજનોને ધ્રુજાવનાર કે પ્રકોપ-પ્રસાદ વગેરેથી નરોની તેમજ દેવોની વિડંબના કરનારા હોય છે, વીતરાગદેવમાં આવું કશું નથી. બીજા દેવો જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનાં કાર્યોમાં રસ લેનારા હોય છે, વીતરાગદેવને આવો કશો રસ નથી. બીજા દેવો હાસ્ય-લાસ્ય વગેરેના સંક્ષોભવાળી સ્થિતિમાં રહે છે, વીતરાગદેવની તો આવા કોઈ સંક્ષોભ વિનાની શાંત મૂર્તિ છે.
આવા વીતરાગદેવનું દેવત્વ જ ક્યાં રહ્યું એવો પ્રશ્ન જરૂર થાય, પણ આચાર્યથી દષ્ટાંત આપે છે કે પ્રવાહની સાથે વહેતાં પર્ણ, તૃણ, કાષ્ઠ વગેરેની વાત બુદ્ધિગમ્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
४०
છે, પણ પ્રવાહની સામે વહેતી વસ્તુની વાત જલદીથી કેમ ગળે ઊતરે ? (૧.૭) તાત્પર્ય કે વીતરાગદેવનું દેવત્વ લૌકિક બુદ્ધિથી ગ્રાહ્ય બનતું નથી. એમના ચરિત્રની નિરુપાધિકતા એ જ એમની વિશેષતા છે, વિલક્ષણતા છે, અનન્યતા છે. આ વિલક્ષણદેવત્વ આપણામાં અહોભાવ જગવે છે, આપણા હૃદયને વિસ્મયથી ભરી દે છે. શાંત અને અદ્ભુતનો, આમ, સાથેલાગો અનુભવ થાય છે.
ઉષ્કૃત પંક્તિઓમાં ભાષાભિવ્યક્તિની જે કલા પ્રગટ થઈ છે તે પણ રસપોષક છે. ‘ન’થી આરંભાતાં વાક્યોની છટા, સમાસબહુલ પદાવલીની ઘનતા અને સર્વત્ર સંભળાતો વર્ણાનુપ્રાસનો રણઝણકાર (૧૯.૨માં ‘હ’ તથા ‘ત્ર’, ૧૯.૩માં ‘ગ’, ૧૯.૫માં ‘સ્ય’ અને ‘પ્લ’નાં આવર્તનો જુઓ) ભાષાભિવ્યક્તિને વૈચિત્ર્યશોભા અને પ્રભાવકતા અર્પે છે.
વીતરાગદેવની અલૌકિકતા પ્રદર્શિત કરતાં કવિએ વિરોધાભાસ, વિષમ, વિશેષોક્તિ એ અલંકારોનો આશ્રય લીધો છે એ કેવો કારગત નીવડ્યો છે !: લોકવ્યવહારમાં પ્રભુત્વ - સ્વામિત્વની નિશાની એ કે કોઈને કંઈ આપવું, પ્રસન્ન થઈ ક્ષિસ કરવી અને કોઈનું કંઈ હરી લેવું, દંડ કે કર ઉઘરાવવો. વીતરાગદેવની ખૂબી એ છે કે એ કોઈને કંઈ આપતા નથી, કોઈનું કંઈ હરી લેતા નથી, છતાં એમનું પ્રભુત્વ – એમનું શાસન પ્રવર્તે છે. (૧૧.૪)
વળી,
અનાહૂતસહાયરૂં ત્વમકારણવત્સલઃ,
અનભ્યર્થિતસાધુરૂં, ત્વમસંબંધબાન્ધવઃ, ૧૩.૧
સામાન્ય રીતે કોઈને બોલાવીએ ત્યારે એ મદદે આવે, એ વાત્સલ્ય કે પ્રીતિ રાખે એની પાછળ કશુંક કારણ રહેલું હોય, સારાપણું દાખવે આપણી અભ્યર્થનાથી, અને બંધુજન બની રહે કશાક સગપણને લીધે, પણ વીતરાગદેવ સંસા૨ના આ નિયમો, આ લોકનીતિઓથી પર છે. એ વણબોલાવ્યા મદદગાર છે, નિર્વ્યાજ વત્સલ છે, વણપ્રાણ્યે ભલાઈ કરનાર છે, સગપણ વિનાના સગા છે. એમના ચિરત્રની આ લોકવિરુદ્ધતા, અલૌકિકતા.
કવિ વીતરાગદેવની કાયાને વણધોયેલી છતાં સ્વચ્છ (અધૌતશુચિ, ૨.૧), તેમનાં અંગોને ગંધદ્રવ્યોના ઉપયોગ વિના સુગંધિત (અવાસિત-સુગન્ધિત, ૨.૨) તેમના મનને વિલેપન કર્યા વિના સ્નિગ્ધ - મુલાયમ પ્રેમભાવયુક્ત (૧૯.૨) તથા એમની વાગભિવ્યક્તિને માંજ્યા વિનાની છતાં ઉજ્જ્વળ (૧૯.૨) કહે છે, તે
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૧
પણ એમનું સર્વ કંઈ આપણી પરિચિત લોકસ્થિતિથી કેવું અનેરું છે તે બતાવે છે અને એ અનેરાપણું આપણા ચિત્તને વિસ્મયાતિશયથી ભરી દે છે.
**
વીતરાગદેવમાં પરસ્પર વિરોધી ગુણલક્ષણો રહેલાં કવિએ દર્શાવ્યાં છે તે ઘટના એમના અલૌકિક સ્વરૂપને સ્ફુટ કરી ચમત્કાર જન્માવે છેઃ વીતરાગદેવમાં એક બાજુથી સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉપેક્ષા છે - ઉદાસીનભાવ છે, બીજી બાજુથી ઉપકારિતા છે. (૧૦.૫) એક બાજુથી નિથતા છે, તો બીજી બાજુથી ચક્રવર્તિતા છે. (૧૦.૬) અલબત્ત, આ વિરોધ તે આભાસી વિરોધ છે. એનું નિરસન આ રીતે થઈ શકે છે ઃ વીતરાગદેવમાં ઉદાસીનતા એ અર્થમાં છે કે એ સંસારી જીવોના સુખદુઃખથી લેપાતા નથી, એમને માટે પ્રવૃત્ત થતા નથી, એ નિવૃત્તિમાર્ગી છે, પણ આ સંસારમાં એમનું વિચરણ જ સંસારી જીવોને ઉપકારક બને છે, પોતાના આચાર અને ઉપદેશથી એ એમને સન્માર્ગે વાળે છે. વીતરાગદેવની નિગ્રંથતા - પરિગ્રહરહિતતા તો સ્વયંસ્પષ્ટ છે, તો એમનું ધર્મશાસન પ્રવર્તે છે એ અર્થમાં એ ચક્રવર્તી છે. જગતના ચક્રવર્તીઓ અનેક પ્રકારના વૈભવોથી વીંટળાયેલા હોય છે તેનાથી આ જુદી ચીજ છે.
વીતરાગદેવના નીચેના ચરિત્રવર્ણનમાં પણ દેખીતો વિરોધ ચતુરાઈથી મુકાયેલો છે :
અરક્તો ભુક્તવાન્મુક્તિમ્ અદ્વિષ્ટો હતવાન્દ્વિષઃ,
અહો ! મહાત્માનાં કોઽપ મહિમા લોકદુર્લભઃ. ૧૧.૨
વીતરાગદેવ રાગી નથી (અરક્ત), છતાં ભોગી છે – અલબત્ત, એ મુક્તિનો ભોગ કરનાર છે. એ દ્વેષભાવરહિત છે (અદ્વિષ્ટ), છતાં શત્રુઓને તો હણે છે - અલબત્ત, કામક્રોધાદિ શત્રુઓને.
આમ, અનેક પ્રકારે થયેલું વીતરાગદેવના લોકદુર્લભ મહિમાનું ગાન એક બાજુથી એમની વીતરાગદશાને - એમના નિવૃત્તિભાવને મૂર્ત કરે છે, તો બીજી બાજુથી આપણને આશ્ચર્યભાવમાં લીન કરે છે. શાંત અને અદ્ભુત રસના પ્રવાહો સાથેલાગાં વહે છે.
વીતરાગદેવના આ પ્રકારના ચરિત્રવર્ણનમાં ભક્તિનો ભાવ પણ અનુસૂત રહેલો જોઈ શકાય છે. વીતરાગદેવનું અલૌકિક ચરિત્ર કવિને માત્ર આશ્ચર્યથી અભિભૂત કરે છે એવું નથી, એમને એમના પ્રત્યે આકર્ષિત કરે છે, એમને એમના અનુરાગી બનાવે છે, એમનું શરણ સ્વીકારવા પ્રેરે છે. બીજાથી પાંચમા પ્રકાશ
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૨ સુધી વીતરાગદેવના અતિશયો વર્ણવાયા છે. તેમાં દેવોએ રચેલા એમના સમવસરણસ્થાન તથા છત્રચામરાદિના વૈભવનું વર્ણન આપણા ચિત્તને આશ્ચર્યથી પ્રભાવિત કરે છે તે સાથે આપણામાં એમના પ્રત્યે પ્રીતિ પણ જન્માવે છે. પણ આ સિવાય કેટલાક પ્રકાશોમાં ભક્તિનો ભાવ સ્વતંત્ર રીતે અને વિસ્તારથી, અનેક સંચારિભાવોથી પુષ્ટ થઈને અભિવ્યક્તિ પામ્યો છે. જેમકે, પંદરમા પ્રકાશમાં વીતરાગ શાસનની અવગણના કરનાર, એનો વેષ કરનારની નિંદા કરી છે ને એ શાસનની પોતાને થયેલી પ્રાપ્તિની ધન્યતા આર્ટ ભાવે અને હૃદયંગમ રીતે પ્રગટ કરી છે :
તેભ્યો નમોડજલિય, તેષાં તાન્ સમુપાસ્મો, વચ્છાસનામૃતરસૈર્યરાત્માડસિચ્યતાન્વહમ્. ૧૫.૭ ભુવે તસ્ય નમો યસ્યાં, તવ પાદનખાંશવઃ, ચિર ચૂડામણીયન્ત, બ્રમહ કિમતઃ પરમ્. ૧૫.૮ જન્મવાનસ્મિ ધન્યોડસ્મિ કૃતકૃત્યોડર્મિ ય—હુ,
જાતોડસ્મિ વર્ગુણગ્રામરામણીયકલમ્પટ:. ૧૫.૯ વીતરાગદેવના શાસનના અમૃતરસથી પોતાના આત્માને પ્રતિદિન સીંચતા રહેનારાઓની ઉપાસના કરવામાં, એમને અંજલિ ધરી પ્રણામ કરવામાં તથા વીતરાગદેવના પગના નખોનાં કિરણો જેનાં ચૂડામણિરૂપ બન્યાં છે એ એમની વિહારભૂમિને પણ પ્રણમવામાં હૃદયની આદ્રતા રહેલી છે અને વધુ શું કહીએ?” એ શબ્દોથી ભક્તિભાવની પરાકાષ્ઠા સૂચવાયેલી છે. વીતરાગદેવના ગુણસમૂહની રમણીયતામાં લુબ્ધ બન્યાની ધન્યતા તો કેવી પર્યાયપદોના આવર્તનથી, જાણે ઊભરાતી હોય એમ વ્યક્ત થઈ છે !- “જન્મવાનું થયો છું, કૃતકૃત્ય થયો છું, ધન્ય થયો છું.” સ્થૂળ રીતે પર્યાય સમા ત્રણે શબ્દો ઉદિષ્ટ ભાવની ચડતી શ્રેણી દર્શાવે છે એ આપણે પામી શકીએ તો જ એની તીવ્રતા આપણે સાચેસાચી અનુભવી શકીએ. “જન્મવાનું એટલે ખરું અસ્તિત્વ – જીવન પામેલો, “કૃતકૃત્ય” એટલે જેનું અસ્તિત્વ સાર્થક થયું છે એવો અને “ધન્ય' એટલે સદ્ભાગ્ય, ઐશ્ચર્ય પ્રાપ્ત કર્યું છે એવો. - સોળમાં પ્રકાશમાં આત્મનિંદાપૂર્વક વીતરાગસ્તુતિ કરવામાં આવી છે. એમાં મનની ડામાડોળ સ્થિતિનું વર્ણન છે – એક બાજુથી વીતરાગદેવના ધર્મમતથી મનમાં ઊઠતી શમ રસની ઊર્મિઓ અને બીજી બાજુથી અનાદિ સંસ્કારવશતાથી નીપજતી
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૩ રાગાદિ વૃત્તિઓની મૂર્છાના. (૧૬ ૨-૩) અહીં પણ પદની પુનરાવૃત્તિથી મનની ચંચળતાને આબાદ રીતે પ્રત્યક્ષ કરાવી છે :
ક્ષણ સક્તઃ ક્ષણે મુક્તઃ ક્ષણે કુદ્ધઃ ક્ષણે ક્ષમી,
મોહાદ્યઃ ક્રીડર્યવાહે કારિત કપિચાપલ. ૧૬.૪ “ક્ષણમાં આસક્ત, ક્ષણમાં મુક્ત, ક્ષણમાં કુદ્ધ, ક્ષણમાં ક્ષમાવાન્ – એમ મોહાદિ વૃત્તિઓએ ખેલ કરીને મારી પાસે વાંદરવેડા કરાવ્યા છે.”
પોતાનાં દુષ્કર્મોનો ઘેરો સંતાપ “શિરે અગ્નિ જલાવ્યો” (૧૬.૪) એવી અલંકારોક્તિથી કવિએ પ્રગટ કર્યો છે અને “મારા જેવો કોઈ કૃપાપાત્ર નથી” (૧૬.૦) એમ કહી પોતાની અપાર દીનતા સૂચવી છે. છેવટે, વીતરાગદેવનું શરણું સ્વીકારી “તારો રે તારો” એમ આર્જવપૂર્વક વિનંતી કરી છે. (૧૬ ૭)
સત્તરમાં પ્રકાશમાં ભક્તિ ધર્મોત્સાહનું રૂપ લે છે. દેખીતી રીતે જ, તેથી, અહીં વર્ણવાયેલા સંચારિભાવો સોળમા પ્રકાશ કરતાં જુદા જ છે. અહીં સત્પથનો અનુરાગ, સુકૃતોની અનુમોદના અને વીતરાગ શાસનમાં રહેવાનો સંકલ્પ વ્યક્ત થયાં છે. (૧૭.૧-૫) નિર્મળ ક્ષમાભાવ (૧૭.૬) અને અસંગતા (૧૭.૭)નો મનોભાવ બતાવે છે કે આગળના પ્રકાશ કરતાં અહીં ભક્તમાનસની ઊંચી ભૂમિકા અભિપ્રેત છે. અસંગતાનું ચિત્રણ અસરકારક છે : “એકોડહં નાસ્તિ મે કથિન્ન ચાહમપિ કસ્યચિત.” આ કારણે જ હવે દૈન્ય રહ્યું નથી ને અદૈન્યનો ઉદ્દગાર થાય છે – “તવરૃદ્ઘિશરણસ્ય મમ દૈન્ય ન કિન્શન'. (૧૭.૭) હા, હવે વીતરાગદેવનું શરણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે.
વીસમા પ્રકાશમાં ભક્તિભાવની પરાકોટિ સમું આત્મસમર્પણ આલેખાયેલું છે. વીતરાગદેવના નિત્ય દર્શનસુખની અભિલાષા દ્વારા જે પ્રીતિભક્તિ પ્રગટ થઈ છે તે તો આપણા હૃદયને પણ ભીંજવી દે તેવી છે :
તદ્દફત્રકાન્તિજ્યો—ાસુ નિપીતાસુ સુધાસ્વિવ,
મદીયેર્લોચનામો: પ્રાપ્યતાં નિર્નિમેષતા. ૨૦.૫ “સુધા સમી તારા મુખની કાન્તિરૂપી જ્યોજ્ઞાનું પાન કરતાં મારા નયનકમળોને નિર્નિમેષતા પ્રાપ્ત થજો.”
વીતરાગદેવ પ્રત્યેની આસક્તિ – રતિ એ ભક્તિ જ છે, કેમકે એ પુણ્યભાવની પ્રેરક છે :
Page #71
--------------------------------------------------------------------------
________________
४४
મદશી ત્વનુખાસક્ત હર્ષબાષ્પકલોમિભિઃ,
અપ્રેક્ષ્યપ્રેક્ષણભૂત ક્ષણાત્સાલયમાં મલમ્. ૨૦. ૨ . તારા મુખમાં આસક્ત મારી આંખો હર્ષજન્ય અશ્રુપ્રવાહથી, ન જોવા યોગ્ય વસ્તુ જોવાથી ઉદ્ભવેલા મેલને ક્ષણમાં જ ધોઈ નાખો.”
પોતાનું સર્વ કંઈ વીતરાગદેવની પ્રીતિ-સેવાભક્તિ અર્થે હોય એવું ઇચ્છી કવિ સર્વસમર્પણભાવમાં લીન થાય છે :
- ત્વદાસ્યવિલાસિની નેત્ર, તંદુપાતિકરી કરી, - ત્વગુણશ્રોતૃણી શ્રોત્રે ભૂયાતાં સર્વદા મમ. ૨૦.૬
“મારાં નેત્રો સદા તમારા મુખમાં રમણ કરનારા હો, હાથ તમારી ઉપાસના - સેવા કરનારા હો, કાન તમારા ગુણોનું શ્રવણ કરનારા હો.”
અને નરી શરણાગતિને મૂર્ત કરતું આ ચિત્ર જુઓ : “તારા પગે આળોટતા મારા મસ્તકે પુણ્યના પરમાણુ સમી તારા પગની રજ ચિરકાલ વસ્યા કરો.” (૨૦.૧) પણ શરણાગતિની - સમર્પણભાવની પરાકાષ્ઠા તો આ શ્લોકમાં છે :
તવ શ્રેષ્યોડર્મિ દાસોસ્મિ સેવકોડમ્યમિ કિડ્રકર, - ઓમિતિ પ્રતિપદ્યસ્વ નાથ ! નાતઃ પર બ્રુવે. ૨૦.૮
“પ્રેષ્ય', ‘દાસ', “સેવક', “કિંકર' આ પર્યાયાત્મક શબ્દોથી શરણાગતિનો - સમર્પણનો ભાવ ઘૂંટાતો અનુભવાય છે. પર્યાયશબ્દોની જુદીજુદી અર્થછાયાઓ સેવકભાવનો વિસ્તાર દર્શાવી સર્વાગી શરણાગતિનું સૂચન કરે છે - “પ્રેષ્યએટલે કાસદ, આંટાફેરા કરનારો; ‘દાસ’ એટલે ગુલામ, ક્ષુદ્ર પુરુષ; “સેવક એટલે અંગસેવા કરનાર; ‘કિંકર એટલે શું કરું એમ પૂછતો રહેતો માણસ, નર્યો આજ્ઞાપાલક.
આ શરણાગતિને ‘ભલે” એમ કહીને સ્વીકારની મહોર મારવા કવિ વીતરાગદેવને વિનવે છે અને “આથી વધારે હું કંઈ કહેતો નથી” એ શબ્દો વડે પોતાના પ્રયત્નની અવધિ દર્શાવે છે, પોતાની કથા પૂરી કરે છે.
બેશક, આ કૃતિ વીતરાગકથા છે તે સાથે કવિકથા પણ છે. વીતરાગચરિત્રમાં શાંત રસની સામગ્રી છે ને એના મહિમાનિરૂપણમાં અભુત રસની સામગ્રી છે, તો કવિકથામાં - કવિના મનોભાવના આલેખનમાં ભક્તિ રસની સામગ્રી છે. રસોનો જાણે પુનિત ત્રિવેણીસંગમ અહીં રચાયો છે.
કવિએ આ કાવ્યમાં પોતાનો ભક્તિભાવ વહાવ્યો છે તેમ ભક્તિનો મહિમા પણ ગાયો છે. એક આખો પ્રકાશ (નવમો) ભરીને કલિકાલની પ્રશંસા કરવામાં
Page #72
--------------------------------------------------------------------------
________________
આવી છે તે વસ્તુતઃ ભક્તિનું મહિમાગાન છે. કલિયુગમાં સહજપ્રાપ્ય તે ભક્તિ છે અને કલિયુગમાં ભક્તિ સત્વર ફલદાયી છે તેથી જ કલિયુગનો મહિમા છે. એક રીતે આ વ્યાજસ્તુતિ છે કેમકે દુ:ખાર્ત માણસ ભક્તિ તરફ સહેલાઈથી વળે છે અને કલિ દુ:ખભર્યો કાળ (દુષમકાળ) છે, બહુ દોષભર્યો છે અને વામકેલિ' (અવળી ક્રીડા કરનારો, અનિષ્ટકારક) છે. વ્યાજસ્તુતિ હંમેશાં ચાતુર્યથી જ નીપજે છે અને અહીં આપણે આ ચાતુર્યનો એક અદકેરો રસ માણીએ છીએ. આવા કલિકાલને – એ વીતરાગદર્શન કરાવે છે માટે જ – કૃતજ્ઞતાપૂર્વક કવિ નમસ્કાર પાઠવે છે એમાં કવિના હૃદયની આદ્રતા પ્રગટ થાય છે અને કલિકો સાથે કવિકથા જોડાઈ જાય છે. - આચાર્યશ્રીએ માત્ર કવિચાતુર્યનો જ વિનિયોગ કર્યો છે એવું નથી, એમણે પોતાની તર્કપટુતા પણ પ્રદર્શિત કરી છે. જેમકે, એ કહે છે કે “વિપક્ષ જો વિરક્ત હોય તો તે તું જ છે અને જો એ રાગવાન હોય તો એ વિપક્ષ નથી.” (૬.૩) ‘વિરક્ત” અને “રાગવાન'ના સંકેતો બદલાવીને કવિએ યુક્તિ લડાવી છે એ સ્પષ્ટ છે. વિપક્ષ વીતરાગદેવ પ્રત્યે વિરક્ત હોય, રાગ ન ધરાવતો હોય, તેમાં એમણે સર્વસામાન્ય વિરક્તતાનું આરોપણ કર્યું અને તેથી વિપક્ષને વીતરાગદેવને સ્થાને મૂક્યો તથા ‘રાગવાન' શબ્દને વીતરાગદેવના અનુરાગીના અર્થમાં જ લઈ એના વિપક્ષત્વનું નિરસન કરી નાખ્યું.
ઈશ્વર જગત્કર્તા છે એવા મતનું સાતમા પ્રકાશમાં કવિએ ખંડન કર્યું છે તેમાંયે એમની તર્કપટુતા આપણે અનુભવીએ છીએ (અલબત્ત, આ બધી પરંપરાગત દલીલો છે) :
ક્રીયા ચે...વર્તત રાગવાન્યાકુમારવતું, કૃપયાડથ સૃજેરહિ સુવેવ સકલ સુકેતુ. ૭.૩ કર્માપક્ષ સ ચેન્નહિં ન સ્વતન્નોડર્માદાદિવતું,
કર્મજન્ય ચ વેચિચે કિમ્ અનેન શિખચ્છિના. ૭.૫ ઇશ્વરે જો લીલા રૂપે જ જગતનું સર્જન કર્યું હોય તો એ બાળકના જેવા રાગી ઠરે અને જો એણે કૃપાથી જગતનું સર્જન કર્યું હોય તો જગત સુખી હોવું જોઈએ. પણ જગત તો આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલું છે. એમાં ઈશ્વરની કૃપાળતા
ક્યાં રહી? ઈશ્વર જો કર્મની અપેક્ષા રાખતો હોય, જીવોને કર્મ પ્રમાણે ફળ આપતો હોય તો એની સ્વતંત્રતા ક્યાં રહી? એ આપણા જેવો જ બની રહ્યો અને જગતનું
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૬
વૈચિત્ર્ય જો કર્મના પરિણામરૂપ હોય તો નપુંસક જેવા ઈશ્વરની જરૂર પણ શી છે ?
આઠમા પ્રકાશમાં એકાંતવાદનું ખંડન કરી અનેકાંતવાદની સ્થાપના કરી છે તેમાં તો કેવળ શાસ્રબુદ્ધિનું પ્રવર્તન છે. આ બધો ખંડનમંડનવ્યાપાર સ્તવનનું ભાવકાવ્યનું સ્વરૂપ લુપ્ત કરી એને જાણે શાસ્ત્રના પ્રદેશમાં લઈ જાય છે. તર્ક એક સંચારિભાવ છે પણ એ કવિબુદ્ધિજન્ય તર્ક, શાસ્ત્રબુદ્ધિજન્ય તર્ક નહીં. વિચાર પણ રસનીય બની શકે છે, ભાવપોષક બની શકે છે પણ આ જાતનું દાર્શનિક ખંડનમંડન એ જુદી ચીજ છે. આ સ્તવનકાવ્ય બહુધા એક આસ્વાદ્ય પ્રશસ્તિમૂલક ભાવોત્કટ રચના બની રહેલ છે તેમાં આ જાતની ખંડનમંડનપ્રવૃત્તિ જુદી પડી જાય છે અને આ કેવળ કવિની રચના નથી, એક સાંપ્રદાયિક આચાર્યની રચના છે એની યાદ આપણને કરાવે છે.
કાવ્યના મૂળ વસ્તુમાંથી ફૂટતા, એને ઉપકારક બનતા વિચારોના દાખલા આપણને અહીં મળે જ છે. કેટલાક વિચારો તો એની નૂતનતાથી આપણને આકર્ષિત કરે છે. જેમકે, કવિ કામરાગ અને સ્નેહરાગ કરતાંયે દૃષ્ટિરાગ એટલેકે મતાનુરાગને દુર્નિવાર ગણે છે, ‘પાપિયો’ કહી એના પ્રત્યે ધૃણા વ્યક્ત કરે છે. (૭.૧૦) એ વીતરાગદેવની સેવા કરતાં એના આજ્ઞાપાલનને વધુ મહત્ત્વનું ગણે છે. એમની આજ્ઞા તે કર્મબંધ કરનાર કષાયાદિનો ત્યાગ અને કર્મબંધ નિવારનાર સમ્યક્ત્વાદિનું પાલન. આજ્ઞાપાલન જ આત્મકલ્યાણ કરે છે અને આજ્ઞા ન પાળીએ તો સંસારમાં ભટક્યા કરવાનું બને છે. સેવા-પ્રસાધનામાં તો કવિ દૈન્ય જુએ છે. (૧૯.૪-૮) આ પ્રશસ્તિમૂલક કાવ્યમાં પણ કવિની દૃષ્ટિ વ્યક્તિ૫૨ક નહીં, તત્ત્વપ૨ક કે ગુણપરક છે એનો આ સંકેત છે. કવિ વીતરાગદેવને વિનંતી કરે છે કે “મારી પ્રસન્નતાથી તારી પ્રસ્નતા અને તારી પ્રસન્નતાથી મારી પ્રસન્નતા એ અન્યોન્ય આશ્રયપણું ભેદી નાખ” (૧૦.૧) એમાં પણ આત્મનિષ્ઠતાની એક આગવી ભૂમિકા રજૂ થઈ છે.
આ વિચારો કવિની અભિલાષાઓને, એમના જીવનલક્ષ્યને પ્રતિબિંબિત કરે છે ને તેથી એ કવિસંવેદનનો અંશ બને છે, ભાવરૂપ બને છે.
આ રચનાની રસસૃષ્ટિ અને ભાવસૃષ્ટિમાં કવિની હૃદયસંપત્તિ છલકાય છે, પણ એ આપણને હૃદ્ય બને છે તે એમાંની કાવ્યકલાને કારણે, એના અભિવ્યક્તિકૌશલને કારણે. આ અભિવ્યક્તિકૌશલનાં બે અંગોછે - અલંકાર-રચનાઓ અને અન્ય કેટલાંક ઉક્તિવૈચિત્ર્યો. વિરોધમૂલક અલંકારોના દાખલા આ પૂર્વે
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૭
આવી ગયા. તે ઉપરાંત, સાદશ્યમૂલક અલંકારો પણ અહીં પ્રચુરપણે વિનિયોજાયા છે. શબ્દાલંકારો છે અને એકસાથે એકથી વધુ અલંકારોની ગૂંથણી પણ છે. અંગાંગિભાવે કે માલા રૂપે યોજાયેલાં રૂપકાદિ છે અને અલંકારરચનાની બીજી કેટલીક વિદગ્ધતા પણ છે. કાવ્યનું આ પ્રસિદ્ધ ઓજાર કવિને કેટલુંબધું હસ્તગત છે તે આ પરથી આપણને અવગત થાય છે. કવિની અલંકારરચનાનો વૈભવ માણવા જેવો છે.
આપણે થોડાંક લાક્ષણિક ઉદાહરણો લઈએ.
ત્વય્યાદર્શતલાલીનપ્રતિમાપ્રતિકરૂપકે,
ક્ષરસ્વેદવિલીનત્વ-કથાપિ વપુષઃ કુતઃ ૨.૪
અહીં વીતરાગદેવને અરીસામાં પડેલા પ્રતિબિંબની સાથે સરખાવ્યા છે - એમના શરીરમાંથી પરસેવો છૂટતો નથી તેથી. આ ઉપમા અરૂઢ અને તાજગીભરી છે.
શબ્દરૂપ૨સસ્પર્શગન્યાખ્યા પર્ચે ગોચરાઃ,
ભજન્તિ પ્રાતિમૂલ્ય ન ત્વદર્ચે તાર્કિકા ઇવ. ૪.૮
શબ્દાદિ પાંચ ઇન્દ્રિયવિષયોને અહીં તાર્કિકોની સાથે સરખાવ્યા છે - બન્ને વીતરાગદેવને પ્રતિકૂળ રીતે વર્તતા નથી, વશ થઈને રહે છે. ઉપમામાં સામાન્ય રીતે ઉપમાન અપ્રસ્તુત હોય છે, પણ અહીં ‘તાર્કિકો’ એ ઉપમાન અપ્રસ્તુત નથી, કેમકે તાર્કિકો - વાદીઓ (બૌદ્ધ, સાંખ્યો, નૈયાયિક, મીમાંસક, ચાર્વાક - એ પાંચ) પણ વીતરાગદેવને વસ્તુતઃ વશ થયેલા છે. આ સાદશ્યરચનાની આ વિલક્ષણતા છે.
નિશિ દીપોડમ્બુધૌ દ્વીપ મરૌ શાખી હિમે શિખી, કલૌ દુરાપઃ પ્રાપ્તોડયું ત્યત્પાદાજરજઃકણઃ
૯.૬
દુષ્પ્રાપ્ય એવું વીતરાગદેવનું શરણું (એમના પગનાં રજકણ) કલિયુગમાં પ્રાપ્ત થયું છે એને માટે ચાર દૃષ્ટાંતો અહીં યોજાયા છે - રાત્રે દીવો, સાગ૨ વચ્ચે દ્વીપ, મરુભૂમિમાં વૃક્ષ અને ઠંડીમાં અગ્નિ. આમ, આ દૃષ્ટાંતમાલાનું ઉદાહરણ થયું. અપ્રાપ્યની પ્રાપ્તિનો ભાવ વિવિધ ચિત્રોથી મૂર્ત થઈ ઘૂંટાય છે. મેરુતૃણીકૃતો મોહાત્પયોધિર્ગોષ્પદીકૃતઃ,
ગરિષ્ઠભ્યો ગરિષ્ઠો યૈઃ પા»ભિસ્ત્વમપોહિતઃ. ૧૫.૨
“મહાનોમાં મહાન એવા તમારી જે પાપીઓએ અવજ્ઞા કરી છે એમણે મેરુને અને સાગરને ગાયપગલા સમો કર્યો છે.'' અહીં પણ બે સરખામણીઓ
તૃણવત્
Page #75
--------------------------------------------------------------------------
________________
છે અને સઘન વાક્યરચનાથી મુકાયેલી છે. વીતરાગદેવનું મેરુ અને સાગર સાથેનું સાદશ્ય સૂચવવામાં આવ્યું છે તેમાં એમની ઉચ્ચતા અને વિશાળતાના સંકેતો રહેલાં છે અ લક્ષ બહાર રહેવું ન જોઈએ.
મદારદામવન્નિત્યમ્ અવાસિતસુગન્વિનિ, તવાગે ભૂજ્ઞતાં યાન્તિ નેત્રાણિ સુયોષિતામ્ ૨.૨
અહીં બે અલંકારો પરસ્પરાશ્રિત રીતે આવેલા છે – વીતરાગદેવનાં અંગો મન્દીરમાલાની પેઠે નિત્ય અને અવાસિતપણે સુગંધી હોવાં (ઉપમા) અને દેવાંગનાઓનાં નેત્રોનું ત્યાં ભમરા રૂપે ભમવું (રૂપક) રૂપકની રચના ચીલાચાલુ નથી એ ધ્યાન ખેંચે છે.
એકોડયમેવ જગતિ સ્વામીત્યાખ્યાતુમુચ્છિતા, ઉરિન્દ્રધ્વજવ્યાજાત્ તર્જની જન્મવિદ્વિષા. ૪.૨ વીતરાગદેવના સમવસરણસ્થાને ઇન્દ્ર (જમ્મવિદ્વિષા) ઇન્દ્રધ્વજ રોપ્યો છે તે વસ્તુતઃ એણે આંગળી ઊંચી કરી છે એમ કલ્પવામાં આવ્યું છે. આ અપહતુતિ અલંકાર કહેવાય વળી, એની સાથે આંગળી ઊંચી કરવાના હેતુની કલ્પના કરવામાં આવી છે. જગતમાં આ એક જ સ્વામી છે એમ કહેવા માટે આંગળી ઊંચી કરી છે. આમ, અહીં અપહતુતિ અને હેતૂસ્નેક્ષા એ બે અલંકારો પરસ્પર જોડાયેલા છે.
યથાનિચ્છનુપેયસ્ય પરાં શ્રિયમશિશ્રિય:. ૩.૧૩ આ ઉદાહરણમાં બે શબ્દાલંકારો જોડાયેલા છે – “યનો વર્ણાનુપ્રાસ અને શ્રિય'નો યમક.
કેટલેક સ્થાને એકથી વધુ વર્ણના અનુપ્રાસો પણ યોજાયેલા જોવા મળે છે - “મારયો ભુવનારય:(૩.૭), “કલયે વામકલયે” (૯.૪) વગેરે, તથા “લમ્બા સુધા મુધા' (૧૫.૩) એમ એકસાથે ત્રણત્રણ પ્રાસશબ્દો આવે છે તે કવિનું વર્ણરચના પદરચના-પ્રભુત્વ દર્શાવે છે.
બેથી વધુ અલંકારોની ગૂંથણી કવિના સવિશેષ કૌશલનો આપણને પરિચય કરાવે છે. જેમકે,
કલ્યાણસિદ્ધયે સાધીયાનું કલિરેવ કષપલા, વિનાગ્નિ ગન્ધમહિમા કાકતુમ્હસ્ય નૈધતે. ૯.૫
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૯
કલ્યાણ' શબ્દ પર અહીં શ્લેષછે – કલ્યાણ એટલે શુભ, મંગલ અને કલ્યાણ એટલે સોનું. એ શ્લેષ પર આધારિત છે રૂપક અલંકાર - કલિયુગને કલ્યાણસિદ્ધિ માટેનો કસોટીપથ્થર (કપોપલ) કહેવામાં આવ્યો છે. એ વાતને, વળી, દષ્ટાંતથી સમર્થિત કરવામાં આવી છે – અગ્નિ વિના અગરુનો ગન્ધમહિમા વિસ્તરતો નથી એમ કલિયુગ વિના કલ્યાણસિદ્ધિ થતી નથી. .
ગાયન્નિવાલિવિરુતૈનૃત્યન્નિવ ચલૅઈલઃ
ત્વદ્ગëરિવ રક્તોડસ મોદતે ચૈત્યપાદપ, ૫.૧ રક્ત” શબ્દ અહીં શ્લિષ્ટ છે - ચૈત્યવૃક્ષ એટલે અશોકવૃક્ષ (૧) રક્ત એટલે રાતા રંગનું છે અને (૨) રક્ત એટલે વીતરાગગુણનું અનુરાગી છે. ભ્રમરોના ગુંજારવથી જાણે ગાતું અને હલતાં પાંદડાંઓથી નૃત્ય કરતું હોય એવી કલ્પના કરવામાં આવી છે તે બન્ને ઉ—ક્ષાલંકારો છે અને ચૈત્યવૃક્ષના આનંદના ભાવને મૂર્ત કરતાં ચિત્રો છે. આ શ્લોકમાંની સ્વરભંજનરમણા ખાસ ધ્યાનાર્હ છે – પહેલી પંક્તિમાં “ન” “વ” “લ” “ર' એ વ્યંજનોનાં અને “ઇ” “એ” એ સ્વરોનાં તેમજ બીજી પંક્તિમાં વળી પાછાં “ઐ” ને “ઔ” એ સ્વરોનાં કેટલાં આવર્તનો છે તે જુએ આ સ્વરભંજનરમણામાં જાણે અશોકવૃક્ષ ગાતું સંભળાય છે, નાચતું અનુભવાય છે. આ શ્લોક, આમ, કાવ્યકલાના ઉત્કર્ષનો એક સુંદર નમૂનો બની રવું છે
તવેન્ડધામધવલા ચકાસ્તિ ચમરાવલી,
હંસાલિરિવ વક્માન્જપરિચર્યાપરાયણ: ૫.૪ અહીં ઉપમા-રૂપકનો રમણીય સંશ્લેષ છે : હંસપંક્તિ જેવાં ચમરો (ઉપમા) મુખરૂપી કમળ(રૂપક)ની પરિચર્યા કરે છે, પણ મજાની વાત તો એ છે કે કવિએ અલંકાર પર અલંકાર ચડાવ્યો છે. હંસપંક્તિ સમી ચમરાવલીને ચન્દ્રપ્રકાશ જેવી ધવલ કહીને એની શુભ્રતાને શગ ચડાવી છે. અલંકારોક્તિનો કવિનો આવેશ અહીં દેખાય છે તે ખરેખર તો એમના કવિત્વનું એક વ્યાપક લક્ષણ છે.
આ ઉદાહરણોમાં, કાવ્યની રસસૃષ્ટિની ચર્ચા કરતાં ઉધૃત કરેલા શ્લોકમાં આવી ગયેલાં અલંકારોનાં ઉદાહરણો ઉમેરો એટલે કવિના અલંકારરચનાના કૌશલનો યથાર્થ અદાજ આવી જશે.
આ તો થઈ શબ્દાલંકારોની અને સાદેશ્યમૂલક અલંકારોની વાત. કવિએ બીજાં ઘણાં ઉક્તિવૈચિત્રોનો લાભ લીધો છે, જેમાંથી કેટલાંક તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ઝીણવટમાં અલંકારોક્તિમાં જ સ્થાન પામે. દાખલા તરીકે,
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૦
યસ્ત્વય્યપિ દૌ દૃષ્ટિમુલ્યુકાકારધારિણીમ્, તમાશુશુક્ષણિઃ સાક્ષાદાલપ્પાલમિદં હિ વા.
૧૫.૪
“તારા પ્રત્યે ઉંબાડિયાના જેવી (સળગતી) દૃષ્ટિ જેણે રાખી છે તેને અગ્નિ (આશુશુક્ષણિ) સાક્ષાત્ – આટલું બોલીને હવે બસ થયું.’’ ઉક્તિને અરધેથી છોડી દઈને વણબોલાયેલા શબ્દો માર્મિક રીતે સૂચવવાની આ એક લાક્ષણિક લઢણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એને આક્ષેપ અલંકારમાં મૂકે, પણ આપણે એવી ઓળખ વિના પણ એની અસરકારકતા અનુભવી શકીએ છીએ. કવિએ ‘અલમ્’ (બસ થયું) અને ‘વધુ શું કહું ?’ એવી વાક્યછટાઓ જાણે કથનની અવધિ દર્શાવવા વારેવારે યોજી છે.
પદપુનરાવૃત્તિ આ રચનામાં વારંવાર જોવા મળતી એક ઉક્તિછટા છે. થોડાંક ઉદાહરણો આગળ આવી ગયાં છે. અહીં એક વિશેષ ઉદાહરણ જોઈએ : શમોઽદ્ભુતોઽદ્ભુતં રૂપં સર્વાત્મસુ કૃપાદ્ભુતા,
સર્વાદ્ભુતનિધીશાય તુવ્યં ભગવતે નમઃ. ૧૦.૮
‘મધુરાષ્ટક’ની વાક્છટાની મસ્તીમાં જે મગ્ન બન્યા છે એમના મનનું આ ‘અદ્ભુત’-લીલા પણ અવશ્ય આકર્ષણ કરશે.
કોઈ વાર આંશિક ફેરફારવાળી પદપુનરાવૃત્તિ પણ અસરકારક છટા ઊભી કરતી હોય છે. જેમકે,
તેન ત્યાં નાથવાન્ તસ્મૈ સ્પૃહયેયં સમાહિતઃ,
તતઃ કૃતાર્થો ભૂયાસં, ભવેયં તસ્ય કિડ્કરઃ. ૧.૫
વીતરાગદેવ સાથેના અનેકવિધ, અનેકરૂપી સંબંધની અભિલાષા અહીં વ્યક્ત થઈ છે. તેમાં દરેક ચરણમાં ‘તદ્’ (તે)નાં વિવિધ રૂપો પ્રયોજાયાં છે તે જોયું ? - ‘તેન’ (તેના વડે), ‘તસ્મૈ’ (તેના પ્રત્યે), ‘તતઃ’ (તેના દ્વારા), ‘તસ્ય’ (તેનો). પદ એક પણ વિભક્તિરૂપો ભિન્નભિન્ન. ‘તદ્’ (તે) આપણા ચિત્તમાં સતત અથડાય છે.
ક્યારેક એક જ શબ્દને જુદી અર્થછાયા આપીને ઉક્તિવૈચિત્ર્ય જન્માવ્યું છે. “ક્વાણું પશોરપિ પશુ:’” (ક્યાં હું પશુમાં પશુ) (૧.૭)માં ‘પશુ’ શબ્દ અબુધતાના પર્યાય રૂપે છે. “પશુમાં પશુ'' એટલે સાવ નીચલા સ્તરનો પશુ, તદ્દન અબુધ. “પશુમાં પશુ” એ ઉક્તિની પોતાની જ આગવી ચોટ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ૧ બંગ-વ્યંગ્યપ્રધાન કેટલીક ઉક્તિછટાઓ પણ નોંધપાત્ર છે. જેમકે, “તારો પણ પ્રતિપક્ષ છે અને તે વળી કોપથી વિક્ષુબ્ધ છે એવી કિવદન્તી લઈને શું વિવેકીઓ જીવે છે?” (૬.૨) મતલબ એ છે કે આવી કિંવદન્તી હોય તો વિવેકી પુરુષોએ ડૂબી મરવા જેવું થાય. આ મતલબનોયે મતલબ એવો છે કે આ કિંવદન્તી સાચી નથી, વીતરાગદેવને કોઈ પ્રતિપક્ષ હોઈ જ ન શકે અને વિવેકી પુરુષોએ એ કિંવદન્તીનું ખંડન કરવું જોઈએ.
કર્માપેક્ષા રાખતા ઈશ્વરને કવિએ “શિખંડી' (નપુંસક) જેવા ભારે શબ્દથી નવાજ્યો છે એ આપણે આગળ જોયું. પણ જગત્કર્તા ઈશ્વરમાં માનનારાઓનો કવિએ જે શબ્દોમાં ઉપહાસ કર્યો છે તે એમને કેવી ર્તિમંત અને મહારાત્મક અભિવ્યક્તિ પણ સિદ્ધ છે તેની નવલી પ્રતીતિ આપણને કરાવે છે :
ખપુષ્પપ્રાયમુન્ગશ્ય કિશ્ચિન્માન પ્રકટ્ય ચ, સમ્માન્તિ દેહ ગેહે વા ન ગેહેનર્દિનઃ પરે. ૬.૯
“આકાશપુષ્પ જેવી કોઈક વસ્તુની સંભાવના કરીને અને કોઈક પ્રમાણ કલ્પી લઈને ઘરશુરા (ઘરમાં ગાજનારા) અન્ય મતવાદીઓ દેહમાં કે ગેહમાં - શરીરમાં કે ઘરમાં સમાતા નથી”. “ગેહેનર્દિ એ શબ્દ અને “દેહમાં અને ગેહમાં ન સમાવું' એ રૂઢિપ્રયોગ કેવા તાજગીભર્યા અને સબળ, સચોટ છે !
વીતરાગદેવને વિષય કરતી આ રચનામાં વિવિધ યુક્તિઓથી રસત્વ અને કાવ્યત્વ સિદ્ધ કરવામાં હેમચંદ્રાચાર્યની ઉજ્વળ કવિપ્રતિભાનું નિદર્શન છે. સ્તોત્રકાવ્યની દીર્ધ પરંપરામાં આ રચના ક્યાં બેસે તેમ છે અને પરંપરાનો પ્રભાવ એણે કેટલો ઝીલ્યો છે એ તપાસનો જુદો મુદ્દો છે. આપણે અહીં તો આ રચનાના રસત્વ અને કાવ્યત્વમાં અવગાહન કરવાના પ્રસન્નકર અનુભવથી કૃતાર્થ થઈએ એ જ ઉપક્રમ છે.
સંદર્ભ : ૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવ (સવિવેચન સકાવ્યાનુવાદ), ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, ૧૯૬૫. ૨. હેમસમીક્ષા, મધુસૂદન ચિમનલાલ મોદી, ૧૯૪૨. ૩. દર્શન અને ચિંતન ભા. ૧, પંડિત સુખલાલજી ૧૯૫૭ - “સ્તુતિકાર માતૃચેટ અને એમનું અધ્યદ્ધશતક (આમાં રૂા. આ સ્તોત્રનો વીતરાગસ્તવ પરનો પ્રભાવ બતાવાયો છે.)
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૨
આચાર્ય હેમચંદ્રના ગુણવિચારની અનન્યતા
પ્રા. ડૉ. શાન્તિકુમાર પંડ્યા સેંટ ઝેવિયર્સ કૉલેજ, અ'વાદ-૯
અન્ય આલંકારિકોની જેમ આચાર્ય હેમચંદ્રે પણ કાવ્યના એક અત્યંત મહત્ત્વના અંગ ગુણનો વિચાર વિસ્તાર અને વિશદતાથી કર્યોછે. કાવ્યનાં ઘણાં ઘટક તત્ત્વોની વિચારણામાં આચાર્ય હેમચંદ્ર આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટની તે તે વિષયની વિચારસરણિથી સ્પષ્ટ પ્રભાવિત છે. ગુણવિચારમાં પણ ઘણા વિચારોમાં તેઓ આ ત્રણે વિદ્વાનોથી પ્રભાવિત છે. આમ છતાં એમાં આચાર્ય હેમચંદ્રનું ઘણું મૌલિક અને અનન્ય પ્રદાન પણ છે. જેની ડૉ. રાઘવન જેવા વિદ્વાનોએ યોગ્ય નોંધ લીધી છે. આ નિબંધમાં આચાર્ય હેમચંદ્રના ગુણવિચારની કેટલીક અનન્યતાઓની નોંધ લેવાનો ઉપક્રમ છે.
આચાર્ય હેમચંદ્રનો સામાન્ય ગુણવિચાર કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાં કાવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં અને વિસ્તૃત વિચાર ચોથા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાં કાવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં એમણે જ્યારે અદોષ, સગુણ અને સાલંકાર શબ્દાર્થને કાવ્ય કહ્યું ત્યારે ગુણો અંગેની એમની પ્રથમદર્શી વિભાવના સ્પષ્ટ થઈ. ગુણદોષનું સામાન્ય લક્ષણ રજૂ કરતાં એમણે કહ્યું. ‘રસસ્યો વિર્ષહેતુ મુળવોષી, મસ્ત્યા શબ્દાર્થયો: ।' ગુણો રસના જ ધર્મો છે એ વાત મમ્મટને અનુસરીને આચાર્ય હેમચંદ્રે પણ વારેવારે કરી છે. ગુણ અને દોષનો આશ્રય રસ જ છે અને રસના સંદર્ભમાં જ એનું નિર્ધારણ થવું જોઈએ એ બાબત એમણે અન્વય વ્યતિરેકથી સિદ્ધ કરી આપી છે.
આચાર્ય હેમચંદ્રે પ્રસ્તુત કરેલા કાવ્યલક્ષણ ‘ઞોષો સમુળી સાતકુતરી ન શવ્વાર્થી ાવ્યમ્' માંના ચ શબ્દની સાર્થકતા સમજાવતાં વૃત્તિમાં એમણે કહ્યું કે ‘વારો નિરદ્વારયોરપિ શબ્દાર્થયો: વિાવ્યત્વાપનાર્થ:' પણ આ નિતફ઼્રાયોરવિ ની વિવેક ટીકામાં વધુ સમજૂતી આપતાં એટલે કે મૂળ લક્ષણમાંના 7 કારને અધિક સ્પષ્ટ કરતાં એમણે કહ્યું કે ‘અનેન વાળ્યે ગુણાનામવસંભાવમાદ । તથા દિ अनलङ्कृतमपि गुणवद्वचः स्वदते । यथोदाहरिष्यमाणं 'शून्यं वासगृहं .... इत्यादि । અનલક્ષ્કૃતપ નિપુર્ણ ન સ્વતે । યથા સ્તનપૂરપૃષ્ઠસ્થા .... વગેરે' કાવ્ય અનલંકૃત પણ હોઈ શકે એ બાબત તો આચાર્ય મમ્મટને અનુસરીને હેમચંદ્રે ભલે કરી પણ
Page #80
--------------------------------------------------------------------------
________________
કાવ્યની અલંકૃતતાના સંદર્ભમાં ગુણ અને અલંકારનો કાવ્ય સાથેના અનિવાર્ય અને અનિત્ય સંબંધ પ્રસ્થાપિત કરવાની આચાર્ય હેમચંદ્રની પ્રસ્તુત રીત અનન્ય . બની છે.
ગુણોનો કાવ્ય સાથે સમવાય સંબંધ છે અને અલંકારોનો સંયોગ સંબંધ છે એ બાબતે હેમચંદ્રનો વિસ્તૃત ગુણવિચાર સમજતા પહેલાં વામનનો ગુણવિચાર સમજી લેવાનું જરૂરી બને છે. ગુણની સર્વપ્રથમ સ્પષ્ટ વિભાવના ઉપસાવવાનું શ્રેય વામનને ફાળે જાય છે. એમને મતે કાવ્યસૌંદર્યનાં નિષ્પાદક તત્ત્વો-કારક ધર્મો તે ગુણો છે જ્યારે અલંકારો તે નિષ્પન્ન સૌંદર્યના ‘અતિશયના કારક છે. વામન અલંકારને કાવ્યસૌંદર્યના વ્યાપક અર્થમાં નિરૂપે છે એટલે એમને મતે ગુણ પણ કાવ્યનું અલંકરણ જ છે. “ગુણ” અને “અલંકાર' બન્નેને આચાર્ય વામન શબ્દ અને અર્થના ધર્મો માને છે. આ બન્ને શબ્દાર્થધ વચ્ચેનું વિશેષ પાર્થક્ય વામનને મતે એ છે કે ગુણો શબ્દાર્થના નિત્ય ધર્મો છે, તેમના વિના કાવ્યશોભા ઉદ્ભવતી નથી" જ્યારે અલંકારો અનિત્ય ધર્મો છે જે કાવ્યશોભાની વૃદ્ધિ કરે છે.
આની સામે આચાર્ય હેમચંદ્ર અલંકારોને માત્ર અંગાશ્રિત એટલે કે શબ્દાર્થોશ્રિત જ માને છે. વળી અંલકાર હંમેશાં રસને ઉપકારક હોય જ એવું નથી. તે ક્યારેક પ્રસ્તુત રસને ઉપકારક હોય. ક્યારેક ઉપકારક ન હોય તો વળી ક્યારેક રસની અનુપસ્થિતિમાં એ માત્ર વાચ્યવાચકના વૈચિત્ર્યરૂપે જ હોય."
આચાર્ય વામને ગુણોને કાવ્યશોભાના નિષ્પાદક ધર્મો કહ્યા અને અલંકારોને એના અતિશયના કારણરૂપ કહ્યા. એનું ખંડન કરતાં આચાર્ય હેમચંદ્ર કહ્યું કે આચાર્ય વામને ગુણ અને અલંકાર અંગેનો આ જે વિવેક કર્યો છે તે દોષયુક્ત છે. ઉદાહરણ આપીને એમણે જણાવ્યું કે અતોસ્તમ કાવ્યમાં પ્રસાદ, શ્લેષ, સમતા, માધુર્ય, સૌકુમાર્ય કે અર્થવ્યક્તિ જેવા ગુણો હોવા છતાં ત્યાં કાવ્ય નથી, જ્યારે ૩ [વિસ્કૃત વાર્તા .. માં ઉન્ઝક્ષા અલંકાર વ. થી વિવક્ષિત ત્રણ કે ચાર ગુણથી કાવ્યનો વ્યવહાર થતો જોવા મળે છે. આમ ગુણો કાવ્યસૌંદર્યના નિષ્પાદક હેતુઓ છે અને અલંકારો માત્ર એને વધારનારા છે તો તેવું નથી. ઉપરનાં બન્ને ઉદાહરણોથી સ્પષ્ટ થયું છે કે ગુણો હોવા છતાં પદ્ય કાવ્ય ન બન્યું હોય જ્યારે માત્ર અલંકારની ઉપસ્થિતિ કે થોડા ગુણની ઉપસ્થિતિથી પણ કાવ્ય બન્યું હોય.
ગુણવિચારના સંદર્ભમાં આચાર્ય હેમચંદ્ર કરેલું ઉદ્ભટના ગુણવિચારનું ખંડન પણ નોંધપાત્ર છે. ઉભટનો ગુણવિચાર એણે પોતે રચેલા, પણ હાલ ઉપલબ્ધ ગ્રંથ “કાવ્યાલંકારસાર સંગ્રહમાં પ્રાપ્ત થતો નથી પણ ઉદ્ભટે ભામહના “કાવ્યા લંકાર' ઉપર ‘ભામતવિવરણ'નામે ગ્રંથ રચ્યો હતો. આ ગ્રંથ પણ અત્યારે ઉપલબ્ધ
Page #81
--------------------------------------------------------------------------
________________
પ૪ નથી પણ એમાંની કેટલીક વિગતો પરવર્તી આલંકારિકોએ ઉધૃત કરી છે. ઉલ્કટ એમ માને છે કે ગુણ અને અલંકાર બને કાવ્યનાં શોભાધાયક તત્ત્વો છે અને એમાં કોઈ ભેદ નથી. ચ્યક ઉભટના મતને આ પ્રમાણે સમજાવે છે, “ મિસ્તુ गुणालङ्काराणां प्रायशः साम्यमेव सूचितम् । विषयमात्रेण भेदप्रतीतिपादनात् । संघटनाજર્મન વેછેઃ ' ગુણનો કાવ્ય સાથે સમવાય સંબંધ અને અલંકારનો સંયોગ સંબંધ એવું ગુણાલંકારનું વામને કરેલું વર્ગીકરણ કદાચ ઉભટને સ્વીકાર્ય જણાયું નથી અને આ પ્રકારના વર્ગીકરણને તે અજ્ઞાનજન્ય અથવા ગાડરિયાપ્રવાહરૂપ ગણાવે છે. ઉભટ વામનના મતને રદિયો આપતા જણાય છે અને “ગુણ” અને “અલંકાર' બને તત્ત્વો કાવ્ય સાથે સમવાય સંબંધથી જ રહેલાં છે એમ માને છે. મમ્મટે ઉદુભટના મતને જે રીતે ઉધૃત કર્યો છે એમાંથી આ સમજી શકાય છે. આચાર્ય હેમચંદ્ર પણ મમ્મટને પગલે પગલે ઉદુભટના મતનું સયુક્તિક ખંડન કરે છે.’ આચાર્ય હેમચંદ્ર કહે છે કે અલંકારો પ્રયોજવા કે ન પ્રયોજવા એ કવિઓની ઇચ્છા ઉપર નિર્ભર છે. ગુણોની બાબતમાં એમ નથી. કાવ્ય પંક્તિમાં ગુણનો પ્રયોગ કે પરિહાર કવિ સ્વેચ્છાએ કરી શકતો નથી. આનંદવર્ધન, અભિનવગુપ્ત કે મમ્મટમાં પણ ન મળતાં એવાં કેટલાંક ઉદાહરણોથી તે પોતાના મતને દઢાવે છે જે એના ગુણનિરૂપણની મૌલિકતા પ્રગટ કરે છે. અલબત્ત અહીં આપણે નોંધવું જોઈએ કે આ પ્રકારનું વિધાન કરવામાં આચાર્ય હેમચંદ્રની થોડી અતિશયતા છે. કારણ કે કાવ્યમાં અનાયાસે આવી ગયેલો અલંકાર પણ કાવ્યના આંતરિક સૌંદર્યનો ભાગ બની જતાં રસ નિષ્પત્તિને અસર કર્યા વિના એને દૂર કરવાનું કામ મુશ્કેલ બને જ અને આથી જ કુન્તકે ‘વકોક્તિજીવિત’માં નોંધ્યું છે કે “
સારી વ્યિતા, ન પુનઃ કાવ્યર્ચ કનારો :' (વક્ટોષિીવિત, રૂ.૭) :
ગુણ વિશેના આચાર્ય હેમચંદ્રના વિગતપૂર્ણ અને વિશિષ્ટ વિચારો અથવા ગુણો અંગેની એમની વિશેષ વિભાવના કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયમાં નિરૂપાઈ છે. ગુણોની સંખ્યા અંગે એમણે ભરતમુનિ, દંડી અને વામનના મતોનું સ્પષ્ટ નીરસન કર્યું છે. આચાર્ય હેમચંદ્ર સ્પષ્ટ કહ્યું કે માધુર્યોન:પ્રસાસ્ત્રયો ગુI: ! ત્રયો ન તુ દ્રશ પરા વા કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયનાં સાત સૂત્રોમાં આચાર્ય હેમચંદ્રનો ગુણવિચાર વૃત્તિમાંના ઉદાહરણોથી સ્પષ્ટ થયો છે. જ્યારે “વિવેક' ટીકામાં દસ ગુણો પરત્વેના ભરત, દંડી અને વામનના મતોનું સયુક્તિક નીરસન કરવામાં આવ્યું છે. આ આખી ચર્ચા વિદ્રોગ્ય છે. ગુણો માત્ર ત્રણ છે એમ સ્વીકારવા માટે આચાર્ય હેમચંદ્ર ત્રણ દલીલો આગળ ધરે છે. (૧) પૂર્વાચાર્યોએ
Page #82
--------------------------------------------------------------------------
________________
પપ
આપેલી દસ ગુણોની વ્યાખ્યા અતિવ્યાપ્તિથી યુક્ત-એકબીજાને અતિક્રમનારી છે અને એમાં જુદાપણું છે. (૨) ભરત, દંડી અને ભામણે આપેલા દસ ગુણોનો ઉપરના ત્રણ ગુણો માધુર્ય, ઓજ અને પ્રસાદમાં સહેલાઈથી અંતર્ભાવ થઈ શકે છે. અને (૩) આમાંના કેટલાક ગુણો દોષાભાવરૂપ છે.
ગુણવિચારના સંદર્ભમાં હેમચંદ્ર જ્યારે માત્ર ત્રણ જ ગુણોને સ્વીકારે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે વૈયક્તિક રીતે કોઈ એક ગુણ એ બધા રસોનો ગુણ છે કે માત્ર થોડાનો ? જો એ રસનો ધર્મ છે તો તે ક્યા અર્થમાં તે રસાશ્રિત છે ? આ પ્રશ્નોનો જવાબ આપવો અપેક્ષિત હોય એમ આચાર્ય હેમચંદ્ર ચોથા અધ્યાયમાં નીચે પ્રમાણેની વિષયનિરૂપણ પદ્ધતિ સ્વીકારી છે. સર્વપ્રથમ ત્રણે ગુણોને વ્યાખ્યાબદ્ધ કરવા. એ પછી પ્રત્યેકનો નિશ્ચિત રસ સાથે સંબંધ સ્પષ્ટ કરવો અને પછી તે ગુણની લાક્ષણિકતાઓ ઉદાહરણો અને પ્રતિઉદાહરણો આપીને નિશ્ચિત કરવી. આ ચર્ચાક્રમમાં ગુણ અંગેની એની વિભાવનાની વિશદતા અને ચોકસાઈ ધ્યાન ખેંચે તેવી છે.
ગુણવિચાર અંગેની આચાર્ય હેમચંદ્રની મૌલિકતા, પુરોગામી આલંકારિકોના મતોનું તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન, વિચારોની વિશદતા અને ઊંડાણનો ખ્યાલ, આચાર્ય મમ્મટે વિવેકમાં ભરત, દંડી વામન અને ક્યારેક ભામહ અને મંગલના વિચારોનાં કરેલા નીરસન પરથી આવે છે. વામને બંધગુણ તરીકે ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ અને કાન્તિ એમ દસ ગુણો દર્શાવ્યા હતા. આચાર્ય હેમચંદ્ર પ્રત્યેક ગુણોની વ્યક્તિગત વિચારણામાં પ્રસંગોપાત્ત ભારત અને દંડીના મતોનો વામનના મતનું નીરસન કરવા ઉપયોગ કર્યો છે. ભરતનો મત ઉધૃત કરતી વખતે તે એના મતને શબ્દશઃ રજૂ કરવાને બદલે સારરૂપે રજૂ કરે છે. પણ વામનના મતને વિસ્તારથી અને ઘણું કરીને શબ્દશઃ રજૂ કરે છે. અલબત્ત ભરતના મતનું સબળ કે સુયક્તિક નીરસન કરવા એણે વામનયા: એટલે કે વામનના અનુયાયીઓના મતોને વારેવારે ઉધૃત કર્યા છે. આ મતો મૂળમાંથી જ અક્ષરશઃ લીધા છે કે એના પોતાના શબ્દોમાં રજૂ થયા છે તે બહુ સ્પષ્ટ થતું નથી કારણ કે એ મતોનો સ્રોત અજ્ઞાત છે અથવા અત્યારે નષ્ટ થયો છે. વામનના મતોનું પ્રાચર્ય જોતાં વામનના વિશાળ વાચક વર્ગનો કે અનુયાયીઓનો ખ્યાલ જરૂર આવે છે. આચાર્ય હેમચંદ્ર ગુણવિચારના સંદર્ભમાં જે અનેક પુરોગામી વિચારો અને વિચારપ્રવાહોનાં ઉદ્ધરણો આપ્યાં છે અથવા એનો નામ દીધા વિના જે નિર્દેશ કર્યો છે તે જોઈને આચાર્ય હેમચંદ્રની આ કૃતિને મહાનદની
Page #83
--------------------------------------------------------------------------
________________
જે ઉપમા આપવામાં આવી છે તે યોગ્ય છે. “ઓજ' અને “અન-ઓજ'ના નિરૂપણમાં એણે વિવિધ વિદ્વાનોના મતને યુક્તિઓ અને પ્રતિયુક્તિઓ રૂપે જે રીતે રજૂ કર્યા છે તે એના વિચારોની વિશદતા સ્પષ્ટ કરે છે.
સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે આચાર્ય હેમચંદ્ર મમ્મટને જ અનુસરે છે અથવા મમ્મટમાંથી બહુધા શબ્દશઃ ઉતારા કરે છે પણ એ નિયમનો અપવાદ કહી શકાય એવી કેટલીક વિચારધારા કે જે હેમચંદ્રની મૌલિકતા કે વિદ્વત્તા બતાવવા પર્યાપ્ત છે તે એના આ ગુણવિચારમાં પ્રાપ્ત થાય છે.દા.ત., આચાર્ય વામને પ્રસાદને અભિવ્યક્તિમાં શૈથિલ્ય તરીકે ઓળખાવ્યો જ્યારે ઓજસને ગાઢત્વ' તરીકે ઓળખાવ્યો છે. હવે આ એકબીજાથી તદ્દન ભિન્ન એવી બાબતો એકી સાથે એક જ આશ્રયમાં કેવી રીતે રહી શકે? એવો પ્રશ્ન હેમચંદ્ર કરે છે. વામનના અનુયાયીઓ દલીલ કરે છે જો સાચા ભાવકની રસાનુભૂતિને લક્ષ્યમાં લેવામાં આવે તો આ વિરોધાભાસ દૂર થઈ શકે એમ છે. જેમ નાટકમાં કોઈ કરુણ દશ્યનો અનુભવ કરતી વખતે ભાવકને હર્ષશોકની મિશ્ર લાગણીનો અનુભવ થાય છે તે રીતે પ્રસાદ અને ઓજનું મિશ્રણ શક્ય છે.
करुणप्रेक्षणीयेषु संप्लवः सुखदुःखयोः ।
यथानुभवतः सिद्धः तथैवौजःप्रसादयोः । હેમચંદ્ર વામનના અનુયાયીઓના મતને જોરદાર રદિયો આપ્યો છે જે મમ્મટમાં પણ જોવા મળતો નથી. આચાર્ય હેમચંદ્ર એક નૈયાયિકની અદાથી કહે છે કે જ્યારે દૃષ્ટાન્ત જ ટકતું નથી ત્યારે દષ્ટાન્ત ઉપર અવલંબતી અન્ય બાબતો (દષ્ટાન્તિક) તો ન જ ટકે એ સ્પષ્ટ છે. આચાર્ય હેમચંદ્ર દસ ગુણોના ભરત, દંડી અને વામને કરેલા નિરૂપણની પારસ્પરિક વિરોધિતા બતાવીને વ્યવહારમાં ત્રણ જ ગુણો છે એ બાબતને સયુતિક સિદ્ધ કરી છે.
કાવ્યાનુશાસનના ચોથા અધ્યાયમાં ગુણવિચારના અનુસંધાનમાં એણે ગુણવિચારને લગતા અન્ય બે મતોનું કરેલું ખંડન પણ એના ગુણવિચારની અનન્યતા બતાવે છે. વામને ગુણોને પાઠધર્મો તરીકે ઓળખાવવાના પ્રયાસનો સ્પષ્ટ નિષેધ કર્યો હતો આમ છતાં, હેમચંદ્ર સમક્ષ એવી કોઈ સ્પષ્ટ વિચારધારા પડેલી હતી જેમાં પાઠધર્મોને ગુણ સાથે સાંકળવામાં આવ્યા હોય. આચાર્ય હેમચંદ્ર નામ આપ્યા વિના આવી વિચારધારાને ઉધૂત કરી અને માત્ર અસત્ય કલ્પનાતંત્ર કહીને વખોડી કાઢી છે. આ વિચારધારા પ્રમાણે પદોને છૂટાં પાડ્યા સિવાય કરાતા પાઠને ઓજ, પદોને છુટા પાડીને કરાતા પાઠને પ્રસાદ, આરોહ-અવરોઘુક્ત પાઠને માધુર્ય, સૌષ્ઠવયુક્ત
Page #84
--------------------------------------------------------------------------
________________
પ૭
પાઠને ઔદાર્ય અને અતિ ઊંચે કે નીચે નહિ એવા પાઠને સામ્ય ગુણ તરીકે ઓળખાવે છે. આચાર્ય હેમચંદ્ર કહે છે કે સંવાદનો પાઠ કેવી રીતે કરવો એ પાઠને લગતા નિયમોને ગુણ તરીકે ખપાવવા યોગ્ય નથી.
જેમ રસ અને છંદનો સંબંધ કેટલાક વિદ્વાનોએ સ્પષ્ટ કર્યો છે એટલે કે ક્યા રસને કયો છંદ ઉપકારક બને છે તે સૂચવાયું છે તેમ છંદ અને ગુણનો સંબંધ દર્શાવવાનો પ્રયાસ પણ હેમચંદ્રની પૂર્વે થયો ગણાય છે. હેમચંદ્રાચાર્યે ઉધૃત કરેલી આવી કોઈ અજ્ઞાતનામા વિચારધારા પ્રમાણે ગ્રગ્ધરામાં ઓજ, ઇન્દ્રવજા, કે ઉપેન્દ્રવજામાં પ્રસાદ, મંદાક્રાન્તામાં માધુર્ય અને શાર્દૂલવિક્રીડિતમાં સમતા વ. છે. મમ્મટે પ્રતિઉદાહરણો આપીને આ છંદો હોવા છતાં એમાં પ્રસ્તુત ગુણો ન હોવાનું બતાવીને આ મતની નિરાધારતા સૂચવી છે. આચાર્ય હેમચંદ્રના આ ગુણવિચારની ડૉ. રાઘવને ભોજના શૃંગારપ્રકાશની સમીક્ષામાં ઘણી પ્રશંસા કરી છે, અને એની શૈલીને કાવ્યમીમાંસાની રાજશેખરની શૈલી સાથે સરખાવી છે. હેમચંદ્રની પૂર્વે ક્યાંય પ્રાપ્ત ન થતી આ વિચારણા આચાર્ય હેમચંદ્રના ગુણવિચારની અનન્યતા સિદ્ધ કરે છે. ડૉ. રાઘવન એની પ્રસંશા કરતા લખે છે. : ૨
“None of the ancients refuted definetly other's views on Gunas..... The value of this part of Hemachandra's commentry is enhanced by his reference to strange views on Gunas which we do not find referred to anywhere else.”
પાદટીપ (આ લેખમાં આચાર્ય હેમચંદ્રના વી. એમ. કાવ્યાનુશાસનની શ્રી રસિકલાલ પરીખ અને શ્રી કુલકર્ણી સંપાદિત, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્રકાશિત ૧૯૬૪ની બીજી સંવર્ધિત આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.) १. अदोषौ सगुणौ सालङ्कारो च शब्दार्थों काव्यम् । काव्यानुशासन् ३-३३ २. तथाहि - यत्रैव दोषास्तत्रैव गुणाः, रसविशेषे च दोषा न तु शब्दार्थयोः । यदि
हि तयोः स्युस्तद्विभत्सादौ कष्टत्वादयो गुणाः न भवेयुः हास्यादौ चाश्लीलत्वादयः । अनित्याश्चैते दोषाः यतो यस्याङ्गिनस्ते दोषास्तदभावे न दोषास्तद्भावे तु दोषा इत्यन्वयव्यतिरेकाभ्यां गुणदोषयो रस एवाश्रयः । (काव्यानुशासन, १-१२ ५२नी
विवेकवृत्ति) ૩. વામનઃ - વ્યકુિંરસ્તૂત્રવૃત્તિ, ૩., ૨.૨
Page #85
--------------------------------------------------------------------------
________________
४. ये खलु शब्दार्थयोर्धर्माः काव्यशोभां कुर्वन्ति ते गुणाः । ते च ओज:प्रसादादयः ।
વામન : ૩.૧ ૧. ઉપરની વૃત્તિ ५. वामन : काव्यालङ्कारसूत्रवृत्ति, 3.१.3. ५२नी वृत्ति ६. रसस्याङ्गिनो यदङ्ग शब्दार्थों तदाश्रिता अलङ्काराः । ते च रसस्य सतः
क्वचिदुपकारिणः क्वचिदनुपकारिणः । रसाभावे तु वाच्यवाचकवैचित्र्यमात्रपर्यवसिता
भवन्ति । काव्यानुशासन, १.१.३. ५२नी विवे व्यय ७. ओजःप्रभृतीनामनुप्रासोपमादीनां चोभयेषामपि समवायवृत्यां स्थितिरिति गड्डरिका
प्रवाहेणवैषां भेदः । काव्यप्रकाश, ८ ५२नी वृत्ति ये त्वङ्गिनि रसे भवन्ति ते गुणाः । एष एव गुणालङ्कारविवेकः । एतावता शौर्यादिसदृशा गुणा: केयूरादितुल्या अलङ्कारा इति विवेकमुक्त्वा संयोगसमवायाभ्यां शौर्यादीनामस्ति भेदः । इह तूभयेषां स्थितिरित्यभिधाय तस्माद्गड्डारिका प्रवाहेण । गुणालङ्कार भेद इति भामह विवरणे यद् भट्टोद्भट्टोऽभ्यधात्, तन्निरस्तम्, तथाहि कवितार: सन्दर्भणालङ्कारान् व्यवस्यन्ति न्यस्यन्ति च, न गुणान् । न चालङ्कृतीनामपोद्धाराहाराभ्यां वाक्यं दुष्यति पुष्यति वा ।
काव्यानुशासन, १.१३ ५२नी विवे व्यया. ८. सेयं दृष्टान्तस्यैव तावदसिद्धि: । दृष्टान्तविघातश्च दार्खान्तिकमपि प्रतिहन्ति । तथा
हि - सामाजिकजनो नाट्यकर्मणि करुणरसवासितचेताः प्रथमं दुःख्यति पात्रप्रयोगवैशारद्येन पश्चात्सुख्यति । ओजःप्रसादयोः पुनः युगपदेवानुभवप्रतिज्ञा ।
काव्यानुशासन, अ. ४ प्रसाद गुए। ५२नी विवे व्याच्या १०. ओज:प्रसादमधुरिमाणः साम्यमौदार्यं च पञ्चेत्यपरे । तथा हि - यददर्शित विच्छेदं
पठतामोज: विच्छिद्य पदानि पठतां प्रसादः, आरोहावरोहतरङ्गणि पाठे माधुर्यम्, असौष्ठवमेव स्थानं पठतामौदार्यम्, अनुच्चनीचं पठतां साम्यमिति । तदिदमलीकं कल्पनातन्त्रम् यद्विषयविभागेन पाठनियमः स कथं गुणनिमित्तमिति।
काव्यानुशासन अ. ४, पृ. २८७-८८ ५२नी विवे व्याच्या ११. छन्दोविशेषनिवेश्या गुणसंपत्तिरिति केचित् । तथा हि स्रग्धरादिष्वोजः... ।
इन्द्रवज्रोपेन्द्रवज्रादिषु प्रसादः ..... मन्दाक्रान्तादिषु माधुर्यं .... शार्दूलादिषु समता ... विषमवृत्तेष्वौदार्यं ..... इन्द्रवज्रादिष्वप्रसाद मन्दाक्रान्तादिष्वमाधुर्य .... शार्दूलादिष्वसाम्यं ......
એજન પૃ. ૨૮૭-૨૮૮ १२. Dr. V. Raghavan's, Bhoja's Srngaraprakas. P. 338
Page #86
--------------------------------------------------------------------------
________________
પ૯
પરમ્પરા સાથે અને સામે : હેમચન્દ્રાચાર્ય (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના સંદર્ભે)
– વિજય પંડયા રીડર, સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અ'વાદ-૯
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ નામ સૂચવે છે તેમ ૬૩ શલાકાપુરુષોનાં મહાપુરુષોનાં ચરિત્રો આલેખતું દસ પર્વમાં પથરાયેલું પરિશિષ્ટ પર્વ સાથેનું લગભગ ૩૬ ,૦૦૦ શ્લોકોનું વિપુલકાય મહાકાવ્ય છે. જૈન ધર્મ-સંસ્કૃતિના સંતપુરુષોમહાપુરુષોનાં ચરિત્ર આલેખવાની આ મહાકાવ્યની નેમ છે. એટલે કેટલાક વિદ્વાનો આને hagiography સંતકથાચક્ર પણ કહે છે. પણ જૈન ધર્મ સંસ્કૃતિની પરંપરામાં અને (ખાસ તો વિષયવસ્તુ પરત્વે) હેમચન્દ્રાચાર્યે આ કાવ્ય સર્યું છે એટલે આચાર્ય પરંપરા સાથે છે. અને તેથી, આ વિશાળ પટ પર પથરાયેલા મહાકાવ્યના વસ્તુગ્રથનમાં એકવિધતાની મર્યાદા આવી ગઈ છે. પરંપરાએ આપેલા માળખામાં રહીને કવિએ કામ કરવાનું સ્વીકાર્યું હોવાથી આ મર્યાદા સ્વ-સ્વીકૃત છે. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બલભદ્રો, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો એમ મળીને ૬૩ ત્રિષષ્ટિ શલાકા-ઉત્તમ પુરુષોનાં ચરિત્રો આ મહાકાવ્યમાં નિરૂપણ પામ્યાં છે. આ આલેખનયા પદ્ધતિ કંઈક આવી છે. સૌ પ્રથમ તો જે તે તીર્થકરનો પૂર્વભવ અતિસંક્ષેપમાં વર્ણવવામાં આવે. પછીના ભવમાં તે તીર્થકર તરીકે જન્મે. તીર્થકરને જન્મ આપનાર માતા ચૌદ સ્વમાં જુએ. આ સ્વપ્નાં પણ (ગજેન્દ્ર, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, સુવર્ણકુંભ, સરોવર, ક્ષીરસમુદ્ર, વિમાન, રત્નપુંજ, નિધૂમ અગ્નિ) નિશ્ચિત હોય. તીર્થકરનો જન્મ થતાં ઇન્દ્ર વગેરે દેવતાઓ આવે. નવજાત બાળક-પ્રભુને લઈ જાય. સ્તુતિ કરે, ને પાછા મૂકી જાય. દિકુમારિકાઓ આવે, પ્રભુને સ્નાન વગેરે જન્મોત્તર કર્મો કરાવે, પછી તીર્થંકર ભોગફળકર્મ હોય એટલે લગ્ન કરે. છેવટે દીક્ષા લે, ત્યારે દાન આપવા માંડે. અંતે
તા. ૧૭-૧૦-૯૩ના રોજ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ, આયોજિત શ્રી હૈમ-સાહિત્ય-સંગોષ્ઠીમાં
પ્રસ્તુત નિબંધ
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૦
તીર્થંકર દેશના-ઉપદેશ આપે, અને જનો-હજારો, લાખો, કરોડોની સંખ્યામાં તેમના અનુયાયીઓ બને. આ એકવિધતામાં થોડું પરિવર્તન બળદેવ, વસુદેવ અને પ્રતિવાસુદેવનાં કથાઘટકો ઉમેરાતાં આવે. આ કથાઘટકોની નિરૂપણ પદ્ધતિ પણ એક જ પ્રકારની પારંપરિક હોય. પ્રતિવાસુદેવના ચક્રપ્રહારથી વાસુદેવ મૂર્છિત થાય, બળદેવ તેમને ખોળામાં લે. વાસુદેવ ભાનમાં આવે અને પછી તે જ ચક્રથી પ્રતિવાસુદેવનો વધ કરે. આ પ્રમાણેનાં વત્તા ઓછાં પરિવર્તનો સાથે ચરિત્રો આલેખાયેલાં છે. હેમચન્દ્રાચાર્યે જૈન સંસ્કૃતિની પરંપરાએ વારસામાં આપેલી પદ્ધતિને અનુસરીને આ નિરૂપણ કર્યું છે. એટલે પુનરાવર્તનની એકવિધતા આવી છે તે સમજી શકાય તેમ છે. કવિ પોતે, આ એકસૂરીલાપણાથી સભાન છે અને તેથી, તેનો ભંગ કરવાનો પ્રયત્ન કરે છે, આ પ્રયત્નો તે પરંપરાની સામે.
આ એકવિધતાનો ભંગ કરવાના પ્રયત્નોનો અભ્યાસ પણ અનેક દૃષ્ટિથી થઈ શકે તેમ છે. આપણે ઉપર નોંધ્યુ તેમ તીર્થંકરના જન્મ જેવા પ્રસંગોએ શક્રાદિ દેવતાઓ સ્તુતિ કરે છે. ત્રિષષ્ટિમાં આ સ્તુતિઓનું પણ બાહુલ્ય છે અને એ પણ, એકવિધતાનો ભાગ હોવા છતાં, કવિ કેવી રીતે, આ એકતાનતાને તોડે છે એ પણ અભ્યાસનો રસપ્રદ વિષય બને તેમ છે.
ત્રીજા પર્વના પહેલા સર્ગમાં તીર્થંકર સંભવનાથની ઇન્દ્ર સ્તુતિ કરે છે ઃ नमो भगवते तुभ्यं विश्वनाथाय तायिने । तृतीयतीर्थनाथाय સનાથાય . મદ્ધિમિઃ ॥ ૩-૧-૧૯૮ ज्ञानैस्त्रिभिश्चतुर्भिश्चातिशयैः सहजन्मभिः । નાદ્વિલક્ષળોઽવ્યષ્ટસહસ્રમ્બુનક્ષણઃ || ૧૯૯
सदैव हि प्रमत्तानां प्रमादच्छेदकारणम् । ફર ત્વજ્ઞમળ્યાનું ત્યાળાય માદશમ્ ॥ ૨૦૦ सकलापि श्लाघनीया यामिनीयं जगत्पते । अकलंकतनुर्यस्यामुदगास्त्वं સુધારી | ૨૦૧
देव
त्वद्दर्शनसुधास्वादसंतुष्टचेतसाम् ।
પર્યાપ્ત નીળસુધયાત: પરેખ સુધાંધસામ્ ॥ ૨૦૩
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૧
भरत क्षेत्रसरोवर सरोरुह ।
भगवन् ભૂયામધુવ્રતસ્યેવ યિ મે પરમો હ્રયઃ ॥ ૨૦૪૧
હે ભગવાન્ તને નમસ્કાર હજો ! હે વિશ્વનું પ્રતિપાલન કરનાર, મોટી સમૃદ્ધિઓથી યુક્ત ત્રીજા તીર્થનાથ એવા આપને હું નમસ્કાર કરું છું. ત્રણ જ્ઞાન અને ચાર અતિશયોથી આપ જગતમાં વિલક્ષણ છો અને તમારામાં સ્પષ્ટપણે એક હજાર આઠ લક્ષણો છે. આપ પ્રમાદીઓના પ્રમાદના છેદનું કારણછો, અને આપનું જન્મકલ્યાણ મારા જેવાના કલ્યાણ માટે જ થયું છે. હે જગત્પતિ, આ આખી રાત્રિ આજે પ્રશંસનીય બની છે, કારણ કે આમાં નિષ્કલંક ચન્દ્રરૂપ એવા આપ પ્રગટ થયા છો. તમા૨ા દર્શનરૂપી અમૃતની સુધાના સ્વાદથી સંતુષ્ટ થયેલા ચિત્તવાળા અમૃતભોજી દેવતાઓને હવે, સ્વર્ગનું અમૃત વાસી થઈ ગયું છે. આ ભરતરૂપી ક્ષેત્ર સરોવરમાં છે કમળરૂપ ભગવાન, તમારામાં મારો ભમરાની જેમ લય થઈ જાવ.
આગળ
अस्मिन्वससि संसारे संसारेण न लिप्यसे ।
પદ્મન પદ્મનપિ યાતિ પરૢિતતાં 1 ત્તિ ॥ ૩-૧-૨૯૫ निर्ममोऽपि कृपालुस्त्वं निर्ग्रन्थोऽपि महर्द्धिकः । તેનાપ સવા સૌમ્યો ધીરોપિ મવકાતર: || ૨૯૭ વળી આગળ
अनाहूतसहायस्त्वं त्वमकारणवत्सलः । અન થિતસાધુહ્યં ત્વમસંબંધવાંધવ: ॥ ૩-૧-૩૪૨ अनक्तस्निग्धमनसममृजोज्ज्वलवाक्पथम् ।
अधौतामलशीलं त्वां शरण्यं शरणं श्रये ॥ 3४3 અમવાય મહેશયાાવાય નર‰િવે। ૩૪૫ એ
જેમ પંકજ કાદવમાંથી જ જન્મતું હોવા છતાં, કાદવથી ખરડાતું નથી તેમ, તમે સંસારમાં વસો છો છતાં, સંસારથી લેપાતા નથી. તમે મમતા રહિતછતાં કૃપાલુ છો, નિગ્રંથ છતાં મોટી ઋદ્ધિવાળા છો. તેજસ્વી છતાં સૌમ્ય છો, અને ધીર છતાં સંસારથી ભય પામેલા છો ... તમે ન બોલાવ્યા છતાં સર્વને સહાય કરનારા છો, કારણ વગર વત્સલ છો, પ્રાર્થના કર્યા વગર ઉપકાર કરનારા છો, અને સંબંધ વગરના બાંધવ છો. હે નાથ, અમ્બંગ કર્યા વગર પણ સ્નિગ્ધ હૃદયવાળા છો, ૧. પાઠ સંદર્ભ માટે, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રકાશિત વિ. સં. ૧૯૬૨ની આવૃત્તિનો ઉપયોગ કર્યો છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
મલાકર્ષણ વિના ઉજ્જવળ વચનને બોલનારા છો, પ્રક્ષાલન કર્યા વગર પણ નિર્મળ શીલવાળા છો. શરણને યોગ્ય એવા તમારું હું શરણ લઉં છું. અભવ છતાં મહેશ છો, અગદ ગદા વગરના, રોગ વગરના) છતાં નરકને છેદનાર છો, વગેરે. આ સ્તુતિમાં જોઈ શકાશે કે, સંસ્કૃત સાહિત્યની stock-in-trade શ્લેષ જેવી પ્રયુક્તિનો આશ્રય લઈને, વિરોધાભાસ અલંકાર રચીને સ્તુતિને આકર્ષક બનાવવાનો કવિનો પ્રયત્ન છે.
વળી આગળ સુમતિનાથની ઇન્દ્ર કરેલી સ્તુતિ પણ રૂપક જેવા અલંકારથી આકર્ષક બની છે.
હે પ્રભુ, તમારા જન્મકલ્યાણથી આ પૃથ્વી કલ્યાણયુક્ત બની છે, તો પછી, તમે જ્યાં વિહાર કરશો ત્યારની તો વાત જ શી ? હે ભગવાન, તમારા દર્શનસુખથી અમારી દષ્ટિઓ કૃતકૃત્ય થઈ છે, અને જેનાથી તમારું પૂજન કર્યું છે તે હાથ કૃતાર્થ થયા છે. તે જિનનાથ, તમારા સ્નાન, ચર્ચા, અર્ચા વગેરે રૂપ મહોત્સવથી, મારા મનોરથચત્યને લાંબા સમય પછી કળશ ચઢયો છે. હે જગન્નાથ, અત્યારે તો હું સંસારની પણ પ્રશંસા કરું છું જ્યાં મુક્તિના કારણરૂપ તમારું દર્શન પ્રાપ્ત થાય છે. હે દેવ, ઉદધિનાં મોજાંઓ ગણી શકાય પણ અતિશયતાને પાત્ર એવા તમારા ગુણોને મારા જેવો ગણી ન શકે. ધર્મરૂપી મંડપના સ્તંભરૂપ, જગતને પ્રકાશિત કરવામાં સૂર્ય અને કરુણારૂપી વેલીના વૃક્ષ હે જગતપતિ, વિશ્વનું રક્ષણ કરો.
૨. હેવ વૈજ્ઞન્મચાળનાઈપ ત્યામHદી |
િપુનઃ પમિતૈિર્યત્ર નં વિવિધ્યસે || ૩-૩-૧૮૭ त्वद्दर्शनसुखप्राप्त्या कृतकृत्या दृशोऽधुना । #તાથઃ પાયશ્ચત મવપૂનિતોડનિ વૈઃ | ૩-૩-૧૮૮ जिननाथ तव स्नात्रचर्चा,दिमहोत्सवः । મનનોરથનૈત્ય વિરતિશતાં યૌ / ૩-૩-૧૮૯ जगन्नाथ प्रशंसामि संसारमपि संप्रति ।। યત્ર વર્ણને ટેવ મુક્ત નિવબ્ધનમ્ | ૩-૩-૧૯૦ उर्मयोऽपि हि गण्यन्ते स्वयंभूरमणोदधेः । તવાતિશયપાત્ર ન પુનદર્શTI || ૩-૩-૧૯૧ धर्मैकमण्डपस्तंभ जगदुद्योतभास्कर | પાર્વશ્રીમહાવૃક્ષ રક્ષ વિશ્વ નાતે | ૩--૧૯૨
Page #90
--------------------------------------------------------------------------
________________
આ જ સર્ગમાં આગળ ઇન્દ્ર કરેલી સ્તુતિને કેટલીક ઉન્મેક્ષાઓ રમણીય બનાવે છે.
હે પ્રભુ, આ અશોકવૃક્ષ ભમરાઓના ગુંજારવથી જાણે ગાતો હોય, ફરફરતાં પાંદડાંથી જાણે નૃત્ય કરતો હોય, અને તમારા ગુણોથી જાણે રક્ત હોય એમ આનંદ પામે છે. તમારી ચન્દ્રકાંતિ જેવી ધવલ ચામરોની હાર, જાણે તમારા મુખકમળની સેવા કરવામાં પરાયણ હંસપંક્તિ હોય એમ શોભે છે.
છેલ્લા ૩-૩-૨૨૧માં જોઈ શકાશે કે, ઉન્મેલાની સાથે સાથે, ઉપમા અને રૂપક અલંકારો પણ છે.
૩-૪માં પદ્મપ્રભચરિત્રમાં ઇન્દ્ર કરેલી સ્તુતિમાં પરાણિક કથાઘટકના નવા વિનિયોગની સાથે સાથે, ભાષાનું માધુર્ય પણ વહી રહ્યું છે. સીધું મૂળ જ જોઈએ.
अस्मिन्नसारे संसारे मरौ संचारिणां चिरात् । વૈદ્ર્શનમણૂદેવ તેમનાં સુધાપા || ૩-૪-૪૨ रूपेणाप्रतिरूपं त्वामश्रान्तं पश्यतां सताम् ।। कृतार्थेयं सममवद्देवानां निनिमेषता ॥ 3-४-४3 पुण्यैः संसारिणां देव कृपासारिणिवारिणा । સિન્ધી નસ વૃદ્ધિત્વ વિરોદ્ધર્મનીમ્ ૩-૪-૪૫ पद्मवर्ण पद्मचिह्न पद्मगन्धिमुखानिल । पद्मानन पद्मान्वित पद्मासद्म जय प्रभो ॥ 3-४-४७ अपारो दुस्तरश्चायं सदा संसारसागरः ।।
जानुदघ्नोऽधुना नाथ त्वत्प्रसादाद्भविष्यति ॥ 3-४-४८ હે દેવ, આ અસાર સંસાર રૂપી મરભૂમિમાં, ફરનારા દેહધારીઓને લાંબા સમય પછી, અમૃતની પરબ જેવું તમારું દર્શન થયું છે. દેવોની આંખો પલકારા મારતી હોતી નથી એવું કહેવાય છે એ દેવોની આંખોની નિર્નિમેષતા રૂપમાં અપ્રતિરૂપ, એવા તમને, થાક્યા વગર જોતાં, કૃતાર્થ બની છે. તરવો કઠિન એવો આ સંસારસાગર હવે, તમારી કૃપાથી ઘૂંટણ જેટલા પાણીવાળો થઈ ગયો છે. ૩. સવાનિતૈનૃત્યવિ વર્તતૈઃ |
રિવ રોડસ મોડો પાપ: // ૩-૩-૨૧૮ तवेन्दुधामधवला चकास्ति चमरावली । હૃત્નિરવ વત્રીબ્ધપરિવપરાયUTI || ૩-૩-૨૨૧
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૪ આચાર્ય, લગભગ દરેક સ્તુતિમાં સૂર બદલે છે. વારસામાં મળેલી સમૃધ્ધ સંસ્કૃત સાહિત્યપરંપરાની રૂઢ થયેલી અનેક યુક્તિઓને, કામે લગાડે છે અને સ્તુતિની એકવિધતા તોડે છે.
સુપાર્શ્વનાથચરિતમાં ૩-૫માં ઇન્દ્ર કહે છે કે તમારું સ્વરૂપ તો, ન જાણી શકાય તેવું અવિય છે પણ છતાં, તમારી સ્તુતિ કરવાનો આ મારો અર્થવાદાગ્રહ આદિત્યમંડળને ઝડપવા વાનરે મારેલી ફાળ બરાબર છે. તો પણ, હે પરમેશ્વર, તારા જ પ્રભાવથી હું તારી સ્તુતિ કરીશ કારણ કે, ચન્દ્રની કાન્તિના પ્રભાવથી જ ચન્દ્રકાન્ત પથ્થર ઝરે છે. જ્યારે જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રાસન ડોલતું હોય છે. આવું વર્ણન દર વખતે આચાર્ય કરે છે, કારણ કે એમ કરવું એ પ્રાપ્ત થયેલા માળખાનો ભાગ છે. પણ, અહીં એ ઇન્દ્ર કહે છે, અમારા પ્રમાદને ધિક્કાર છે કે તમારા જન્મની અમને ખબર ન પડી. પણ અમારાં આસનો ધન્ય છે જેમણે, કંપીને, તમારા જન્મ કલ્યાણની અમને જાણ કરી.'
પર્વ ત્રણના છઠ્ઠા સર્ગમાં “હે પ્રભુ, આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનારા ટીંટોડા પક્ષીની જેમ, અનંતગુણશાલી એવા તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું, તો હું હાસ્યાસ્પદ છું. પણ, તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલો હું તમારી સ્તુતિ કરવાને શક્તિમાન બનીશ. વાદળનો એક ટૂકડો પણ પૂર્વ દિશાના પવનના સંગમથી દિશાઓમાં વ્યાપી જાય છે..... ચન્દ્રનાં કિરણ પડવા માત્રથી ખરી પડતાં શેફાલિકાનાં ફૂલોની જેમ તમારા દર્શન માત્રથી મારું અશુભ કર્મ પણ ફળ આપ્યા સિવાય ખરી પડશે.”
વળી આજ સર્ગમાં આગળ આચાર્ય અભિવ્યક્તિની રીત બદલે છે. ४. अविज्ञेयस्वरूपे त्वय्यर्थवादाग्रहो मम ।
आदित्यमण्डलादाने फालदानं करिव ॥ 3-4-3८ तथापि त्वत्प्रभावेण स्तोष्ये त्वां परमेश्वर ।
ન્દ્રિત્તે વન્દ્રશાન્તા દિ વન્દ્રશ્નાન્તિપ્રવિતિઃ || ૩-૫-૩૯ ૫. ધન: પ્રમાવિનો ધન્યાન્યાસના િતાનિ : |
देवत्वज्जन्मकल्याणं चलित्वाऽज्ञापि यैः क्षणात् ॥ 3-४-४४ ६. त्वामनन्तगुणं स्तोतुं प्रवृतोऽस्मि हसास्पदम् ।।
आधारबुद्धया गगनस्योत्पाद इव टिट्टिभः ।। 3-६-3८ व्यापिप्रज्ञस्त्वत्प्रभावात्क्षमोऽस्मि नु तवस्तवे । दिशोऽश्नुतेऽभ्रलेशोऽपि पौरस्त्यानिलसंगमात् ॥ 3-६-४० निजं फलमदत्त्वापि गलिष्यत्यशुभं मम । शेफालिकापुष्पमिव निशाकरकराहतम् ।। 3-६-४३
Page #92
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી સૂર્યોદય થયો નથી ત્યાં સુધી જ અંધકાર રહે છે, જ્યાં સુધી કેસરીસિંહ આવતો નથી ત્યાં સુધી જ ગજેન્દ્રો મદાંધ રહે છે, જ્યાં સુધી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી જ દારિદ્ય રહે છે, જ્યાં સુધી વૃષ્ટિકારક મેઘ વરસતો નથી
ત્યાં સુધી જ પાણીની તંગી રહે છે, જ્યાં સુધી પૂર્ણચન્દ્ર ઊગતો નથી ત્યાં સુધી જ દિવસનો તાપ રહે છે, તે પ્રમાણે, જ્યાં સુધી તમારું દર્શન થતું નથી.
ત્યાં સુધી જ જગતમાં કુબોધ રહે છે. અહીં સ્પષ્ટપણે સૂરપરિવર્તન અનુભવાય છે. મૂળ જોવાથી તરત જ પ્રતીતિ થશે.
तावदेवांधकाराणि न यावद्दिवसेश्वरः । मदान्धास्तावदेवेभा यावत्पंचाननो न हि ॥ 3-६-८४ तावदेव हि दारिद्यं न यावत्कल्पापादपः । તાવવ પોતૌત્રં ન યાવદર્ભુજોડવુઃ | ૩-૬-૮૫ तावद्दिवससंतापो न यावत्पूर्णचन्द्रमाः । कुबोधास्तावदेवेह न यावत्त्वं निरीक्ष्यसे ॥ 3-६-८६ સાતમા સર્ગમાં શ્લેષનો આશ્રય લઈને સ્તુતિ કરવામાં આવી છે.
હે પ્રભુ, તમે જો વીતરાગ છો તો તમારા હાથપગમાં રાગ કેમ છે? તમે જો કુટિલતા છોડી દીધી છે તો તમારા કેશ કુટિલ કેમ છે? તમે જો પ્રજાના ગોપ છો તો તમારા હાથમાં દંડ કેમ નથી ? જો તમે નિઃસંગ છો તો રૈલોક્યના નાથ કેમ કહેવાઓ છો ? તમે મમતારહિત છો સર્વ પર શા માટે દયાળુ છો? જો તમે અલંકારમાત્રનો ત્યાગ કર્યો છે તો, તમને ત્રણ રત્ન કેમ પ્રિય છે? તમે જો સર્વને અનુકૂળ છો તો મિથ્યાષ્ટિ પર શા માટે દ્વેષ કરો છો ? જો તમે સ્વભાવે સરલ છો તો પૂર્વે છદ્મસ્થપણે કેમ રહ્યા હતા? જ દયાળુ છો તો કામદેવનો કેમ નિગ્રહ કર્યો ? જો તમે નિર્ભય છો તો સંસારથી કેમ ભય પામો છો? જો તમે ઉપેક્ષા કરવામાં તત્પર છો તો વિશ્વના ઉપકારક કેમ છો? જો અદીપ્ત છો તો ભામંડળથી દીપ્ત કેમ છો ? જો તમે શાંત સ્વભાવી છો તો, ચિરકાળ કેમ તપો છો ? જો રોષરહિત છો તો કર્મ પર કેમ રોષ રાખો છો ? ૭. વીતરાગોડસિ વેદ્રા'I: પform થં તવ !
कौटिल्यं च त्वया मुक्तं कि केशाः कुटिलास्तव ।। 3-७-७० प्रजानां यदि गोपस्त्वं दंडहस्तोऽसि किं न हि । નિ:સંડો દ્િ વસિ તં ત િત્રેતોનાથના || ૩-૭-૭૧ यदि त्वं निर्ममस्तत्कि सर्वत्र करुणापरः । ત્યરુન્નિશેત્ત્વ ત િરત્નત્રયપ્રિયઃ | ૩-૭-૭૨
Page #93
--------------------------------------------------------------------------
________________
પર્વ ૪ના સર્ગ ૪માં અનંતનાથના ચરિત્રમાં વળી બીજી એક રીત.
હે નાથ, જેઓ તમારી સમક્ષ ભૂમિ પર આળોટી પૃથ્વીની ધૂળથી ખરડાય છે તેઓને ગોશીષચન્દનનો અંગરાગ દુર્લભ નથી. જેઓ ભક્તિભાવથી એક પુષ્પ પણ તમારા મસ્તક પર ચઢાવે છે તેઓ મસ્તક પરછત્ર ધારણ કરીને નિરંતર વિચરે છે. તમારા અંગ પર જેઓ એક વાર પણ અંગરાગ કરે છે તેઓ દેવદૂષ્ય વસ્ત્રને ધારણ કરનારા થાય છે તેમાં કોઈ પણ શંકા નથી. જેઓ તમારા કંઠ પર એક વાર પણ પુષ્પમાળા ધરે છે તેઓના કંઠે દેવસ્ત્રીઓની ભુજલતાઓ વીંટળાય છે. જેઓ તમારા અતિ નિર્મળ ગુણોનું એક વાર પણ વર્ણન કરે છે તેઓ લોકમાં અતિશયવાન થઈ દેવતાઓની સ્ત્રીઓથી ગવાય છે. જેઓ ચાર ચતુરાઈથી તમારી આગળ નૃત્યાદિક ભક્તિથી કરે છે. તેઓને ઐરાવત હાથીના સ્કંધ પર આસન મળવું हुन नथी.
આગળના પાનનો સંદર્ભ ૭ ચાલુ
विश्वस्याप्यनुकूलश्चेत्तत्कि मिथ्यादृशां द्विषन् । स्वभावसरलश्चेत्त्वं छद्मस्थोऽस्थाः कथं पुरा ॥ 3-9-93 दयावान् यदि वासि त्वं न्यग्रहीमन्मथं कथम् । यदि च त्वं गतभयो भवागीतोऽसि तत्कथम् ॥ 3-७-७४ यापेक्षापरोऽसि त्वं तत्कि विश्वोपकारकः । अदीप्तो यदि वासि त्वं दीप्रभामण्डलः कथम् ॥ 3-७-७५ यदि शांतस्वभावस्त्वं तत्कुतस्तप्तवांश्चिरम् । अरोषणोऽसि यदि च रुषितः कर्मणां कथम् ॥ 3-७-७६ तवाग्रे भूमिलुठनैर्ये हि भूरेणुना चिताः । गोशीर्षचंदनेनांगरागस्तेषां न दुर्लभः ॥ ४-४-39 भक्त्यैकमपि यैः पुष्पं त्वन्मूर्धन्यधिरोप्यते । ते छत्राशून्यशिरसः संचरन्ति निरन्तरम् ॥ ४-४-3८ अंगरागस्तवांगे यैरेकदापि विधीयते । देवदूष्यांशुकधरास्ते भवन्ति न संशयः ।. ४-४-3८ निधीयते भवत्कण्ठे पुष्पदामैकदापि यैः । लुठन्ति तेषां कण्ठेषु दोलताः सुरयोषिताम् ॥ ४-४-४० ये वर्णयन्त्येकदापि त्वद्गुणानतिनिर्मलान् । ते गीयन्ते सुरस्त्रीभिरपि लोकातिशायिनः ॥ ४-४-४१ ये चारुचारीचतुरं भक्त्या वल्गन्ति ते पुरः । ऐरावतकरिस्कन्धासनं तेषां न दुर्लभम् ॥ ४-४-४२
Page #94
--------------------------------------------------------------------------
________________
૬૭ છઠ્ઠાપર્વમાં મુનિસુવ્રતસ્વામિના ચરિત્રમાં સ્તુતિમાં આ રીતે ચમત્કૃતિ આણી છે.
तवांगस्पर्शनस्तोत्रनिर्माल्यघ्राणदर्शनैः ।।
Tીતાનૈશ્ચ કૃતાર્થીનીન્દ્રિયળ : II ૬-૭-૧૩૫ તમારા અંગના સ્પર્શથી, તમારી સ્તુતિ કરવાથી, તમારાં નિર્માલ્ય સૂંઘવાથી તમારા દર્શનથી અને તમારાં ગુણગાનનું શ્રવણ કરવાથી, અમારી પાંચે ઇન્દ્રિયો કૃતાર્થ થઈ છે.
આમ આવી અનેકાનેક સ્તુતિઓમાં આચાર્ય ભાગ્યે જ કોઈ રીતિનું પુનરાવર્તન કરે છે.
આમ જો ત્રિષષ્ટિમાં સ્તુતિઓનું બાહુલ્ય હોય તો, તેની નિરૂપણપદ્ધતિનું પણ પ્રચુર વૈવિધ્ય છે, જે આચાર્યની કવિ તરીકેની પ્રતિભાની પ્રતીતિ કરાવી જાય છે. સરળ ભાષામાં અને છંદની પ્રવાહિતામાં જે રીતે સ્તુતિઓ વહી આવે છે તે પણ આલ્હાદક છે. આમ પરંપરાની સાથે રહીને પણ, નિરૂપણના એકધારાપણાને કેવી રીતે અતિક્રમી શકાય છે તેનું સ્તુતિઓ અચ્છું ઉદાહરણ પૂરું પાડે છે."
૯. આ જ રીતે ત્રિષષ્ટિની દેશનાઓનો, સંવિધાનનો, ચરિત્રચિત્રણનો, તેમજ અલંકરણનો અભ્યાસ કરી શકાય.
Page #95
--------------------------------------------------------------------------
________________
६८
हेमचन्द्राचार्यका प्राकृत व्याकरण, वररुचि और अर्धमागधी
श्री हेमचन्द्राचार्यका 'प्राकृत व्याकरण' अपने से दो पूर्ववर्ती व्याकरणकारों से विशाल है । श्री वरुचि के 'प्राकृत प्रकाश' में कुल 490 सूत्र हैं 427 + 63; परिच्छेद 9+3) जबकि हेमचन्द्राचार्य के व्याकरणमें 742 सूत्र (1119 में से धात्वादेश के 259, अपभ्रंश के 118 377 घटाने पर) हैं अर्थात् प्राकृत प्रकाश से डेढ़ा है और ये अन्य प्रकरण उसकी अपनी विशेषताएँ हैं । चण्ड के 'प्राकृत लक्षणम्' में तो मात्र 99 सूत्र ही हैं जिसमें अनेक मुद्दों का वर्णन ही नहीं हैं ।
=
के. आर. चन्द्र
सामान्य प्राकृत,
हैमव्याकरण में प्राकृत भाषाओं का क्रम इस प्रकार है शौरसेनी, मागधी, पैशाची और चूलिका पैशाची । मागधी और पैशाची के लिए कहा गया है 'शैषं शौरसेनीवत्' ( 8.4. 302, 324) और चूलिका पैशाची के लिए कहा गया है 'शेषं प्राग्वत्' । ( 8.4. 328) अर्थात् पैशाची के समान । प्राकृतप्रकाश में क्रम इस प्रकार है- पैशाची, मागधी और शौरसेनी । प्रारंभिक दोनों भाषाओं के लिए कहा गया है 'प्रकृतिः शौरसेनी' ( 10.2, 11.2 ) । इस अवस्था में शौरसेनी के लक्षण पहले आने चाहिए थे और तत्पश्चात् पैशाची और मागधी के । व्यवस्था का यह एक दोष माना जाय या नहीं ।
I
योनि, प्रकृति या उत्पत्ति का प्रश्न
हैमव्याकरण में सामान्य प्राकृत (महाराष्ट्री ) की प्रकृति संस्कृत बतायी गयी है - 'प्रकृति: संस्कृतम्' ( 8.1.1); शौरसेनी के लिए कहा गया हैं 'शेषं प्राकृतवत्' (8.4. 286); मागधी और पैशाची के लिए कहा गया ‘शेषं शौरसेनीवत्' । जबकि प्राकृत प्रकाश में प्राकृत की कोई 'प्रकृति' नहीं बतलायी गयी है, सिर्फ नौवें परिच्छेद के अन्त में कहा गया है- 'शेषं संस्कृतात् ' ( 9.18 ); वृत्ति: शेषं संस्कृतात् अवगन्तव्यः । शौरसेनी के लिए कहा गया है 'प्रकृतिः संस्कृतम्' ( 12.2) और 'शेषं महाराष्ट्रीवत् ' ( 12.32 ) ।
इन दो वैय्याकरणों के अलग अलग कथनानुसार संस्कृत ( प्राकृत) महाराष्ट्री
Page #96
--------------------------------------------------------------------------
________________
६८ की योनि या शौरसेनी की ? शौरसेनी भाषा को मागधी और पैशाची की योनि मानना अथवा 'प्राकृतवत्, शौरसेनीवत्, प्राग्वत्, महाराष्ट्रीवत् और संस्कृतात् अवगन्तव्यः' इन सभी शब्दों का अर्थ यही है कि किसी एक भाषा को समझाने के लिए दूसरी भाषा का आधार लिया गया है न कि उसमें से अन्य भाषा की उत्पत्ति हुई है । इसे हम सुविधा, स्पष्टता और सरलता से समझाने का एक तरीका माने या उत्पत्ति का स्रोत माने यह शिष्ट संस्कृत भाषा के विद्वानों के लिए विचारणीय है। अर्धमागधी में से ळकार व्यंजन अदृश्य
हेमचन्द्राचार्य के प्राकृत व्याकरण (पी. एल. वैद्य का संस्करण, १९२८) में किसी न किसी प्रकार बचा हुआ ळकार का प्रयोग एक स्थल पर मिल रहा हैं। सूत्र नं. 8.1.7 की वृत्तिमें सामान्य प्राकृत का एक पद्यांश इस प्रकार उद्धृत किया गया है -
'उवमासु अपज्जत्तेभ - कळभ - दन्तावहासमूरुजुअं' पैशाची भाषामें तो 'लो ळ:' 8.4.308 का एक सूत्र ही दिया गया है परंतु अन्य प्राकृतों के लिए (चूलिका पैशाची के सिवाय) इस व्यंजन के प्रयोग का उल्लेख नहीं हैं।
वेदों की छान्दस् भाषा और पालि भाषा में इसका प्रयोग मिलता है। आजकल की मराठी और गुजराती भाषा में इसका प्रचलन है। पालि और अर्धमागधी एक ही क्षेत्र और एक ही काल की भाषाएँ होते हुए भी अर्धमागधी में इस व्यंजन का प्रयोग क्यों नहीं ?
पिशल महोदयने अपने प्राकृत व्याकरण (240) में जिस आधार-सामग्री का उपयोग किया है उनमें विविध प्राकृत भाषाओं के साथ साथ अर्धमागधी भाषा में से भी ळकार वाले अनेक प्रयोग उद्धृत किये हैं। उनके अनुसार आगम-ग्रंथो में प्रयुक्त कुछ शब्द इस प्रकार हैं -
एळय, किळ्ळा , गरुळ, गुळ, तळाव, तळाग, दाळिम, पीळण, पीळा, इत्यादि इत्यादि ।
वररुचि और हेमचन्द्र के प्राकृत व्याकरणोंमें से भी ऐसे शब्द पिशल महोदयने उद्वत किये है। परन्तु आधुनिक संस्करणों में इस ळकार का प्रयोग नहीं मिलता है ।
पिशल के द्वारा हेमचन्द्राचार्य के व्याकरण से उद्धृत शब्द :- दाळिम, गरुळ, आमेळ ।
Page #97
--------------------------------------------------------------------------
________________
७० हेमचन्द्र के (पी. एल. वैद्य संस्करण) व्याकरण में उपलब्ध शब्द-दाडिम, दालिम, गरुल (8.1.202) आमेल (8.1.105,202, 234)।
वररुचि के (प्राकृत प्रकाश में कोवेल के संस्करण) अनुसार - आमेल (2.16) ।
प्राकृत काव्य साहित्य और रूपक साहित्य के कुछ संस्करणों में अभी भी ळकार का प्रयोग मिलता है । मूल ळकार का डकार या लकार में बदलने के दो कारण प्रतीत होते हैं, एक तो उच्चारण के कारण 'ळ' का 'ड' हो गया और दूसरा कारण यह कि 'ळ' और 'ल' दोनों अक्षरों में लिपि-दोष से 'ळ' का 'ल' हो गया क्योंकि लेखन में उन दोनों अक्षरों में बहुत कम अन्तर है।
इसी कारण प्राकृत व्याकरणकारों को 'ल=ळ' और 'ड = ल' के सूत्र बनाने पडे होंगे ऐसा कहना अनुपयुक्त नहीं होगा ।
__ळकार की चर्चा यहाँ पर इसलिए की गयी है कि इसका प्रयोग बन्द कर देने से अर्धमागधी भाषा का एक प्राचीन लक्षण लुप्त हो गया और उसकी प्राचीनता घट गयी । शौरसेनी भाषा
शौरसेनी सम्बन्धी हैमव्याकरण में 27 सूत्र हैं जबकि प्राकृत-प्रकाश में 32 सूत्र मिलते हैं । इस भाषा के विषय में दोनों में जो अन्तर है वह नीचे दर्शाया जा रहा है। (हेमचन्द्र के अनुसार
(वररुचि के अनुसार सामान्य प्राकृत के अन्तर्गत)
शौरसेनी के अन्तर्गत) 1. व्यापृत =वावड 8.1.206 1. 12.4 2. गृद्धि = गिद्धि 8.1.128 2. (गृद्ध = गिद्ध) 12.6 3. सर्वज्ञः = सव्वण्णू 8.2.83 3. सव्वण्णो 12.8 4. इव = विअ 8.2.182
4. 12.24 5. आश्चर्य = अच्छरिअ
5. 12.30 8.1.58, 2.66 6. वयं (वयम्, प्र. पु. ब. व.) 6 व 12.25
8.3.106 7. स्था = चिट्ठ 8.4.16 | 7. 12.16 8. स्मृ = सुमर 8.4.74 | 8. 12.17
Page #98
--------------------------------------------------------------------------
________________
. ७१ 9. दृश् = पेच्छ 8.4.181 9 . पेक्ख 12.18 (पेक्ख - अपभ्रंश
8.4.340, 419 आदि) 10. अस् = अच्छ 8.4.215 10. 12.19 11. भविष्यत् का प्रथम पुरुष | 11. करिस्सं 12.21
ए. व. का प्रत्यय - स्सं 8.3.169, 172 (यह प्रत्यय हालकी गाथासप्तशती
में प्रयुक्त; करिस्सं (पिशल 533) मागधी भाषा
हेमचन्द्राचार्य के प्राकृत व्याकरण में मागधी संबंधी 16 सूत्र हैं जबकि प्राकृत-प्रकाश में 17 सूत्र हैं। इन दोनों व्याकरण - ग्रन्थों में जो अन्तर है वह इस प्रकार है।
(i) प्राकृत-प्रकाश के अनुसार (11.13) पुं. अकारान्त शब्द में संबोधन एकवचन में - अ का - आ हो जाता है, पुलिशा । जबकि हेमचन्द्र के अनुसार सामान्य प्राकृत में (8.3.38)।
__ (ii) प्राकृत-प्रकाश के अनुसार कृ, मृ, गम् के भूतकृदन्त के रूप कडं, मडं, गडं बनते हैं (11.15)
हेमचन्द्र के अनुसार सामान्य प्राकृत मे - त = - ड (8.1.206 के अन्तर्गत) मडयं, वावडं मिलते हैं। कडं, गडं नहीं है । आर्ष के लिए सुकडं, दुक्कडं मिलते
हैं।
पैशाची भाषा
पैशाची भाषा के लिए हैमव्याकरण में 22 सूत्र हैं जबकि प्राकृत-प्रकाश में 14 सूत्र हैं।
(i) दोनों के अनुसार इस भाषा में मूर्धन्य णकार का दन्त्य नकार हो जाता है (हैम. 8.4.306 और प्रा. प्र. 10.5)। हेमचन्द्र के व्याकरण में जो उदाहरण हैं उनमें णकार वाला कोई शब्द नहीं है परन्तु प्राकृत-प्रकाश में (10.3) निर्झर शब्द के लिए णिच्छर (पाठान्तर - राचणकरो, राचाणिकरो) दिया गया है जो नियम के विरुद्ध प्रक्षिप्त शब्द हो ऐसा लगता है।
(ii) प्राकृत-प्रकाश में चूलिका पैशाची का उल्लेख नहीं है जबकि हेमचन्द्र के अनुसार पैशाची और चूलिका पैशाची दो अलग अलग भाषाएँ हैं ।
Page #99
--------------------------------------------------------------------------
________________
(iii) प्राकृत-प्रकाश के अनुसार पैशाची (10.3) में मध्यवर्ती घोष व्यंजन अघोष बन जाते हैं जबकि हेमचन्द्र के (8.4.325) अनुसार यह लक्षण चूलिका पैशाची का है। पैशाची में त = त और द = त (8.4.307) होता है। अतः प्राकृत-प्रकाश में दोनों भाषाओं का मिश्रण हो ऐसा प्रतीत होता हैं ।
पैशाची भाषा की निम्न विशेषताओं के बारे में दोनों एकमत नहीं हैं ।
(हेमचन्द्र के अनुसार) __ (वररुचि के अनुसार) 1 इव = पिव 8.2.182 1 पैशाची में 10.4
(सामान्य प्राकृत में) 2. ज्ञ = ञ (सव्वञो)
2. ज्ञ = अ (सव्वञ्जो) 8.4.303
10.9 3 न्य = ञ (कब्रका)
3. ज्ञ = ञ्ज, 8.4.305
(कञ्जका) 10.10 4. हृदयम् = हितपकं 8.4.310 4. हितअकं 10.14
हेमचन्द्राचार्य द्वारा दिये गये निम्न रूप वररुचि के प्राकृत-प्रकाश में नहीं मिलते हैं । (i) शौरसेनी के रूप 1. इदानीम् = दाणिं 8.4.277 | 2. इह = इध 8.4.268 3. एव = य्येव 8.4.280 | 4. तावत् = दाव 8.4.262 (वैकल्पिक) 5. ननु = णं 8.4.283 6. न्त = न्द 8.4.261
(कुछ शब्दोमें) अन्देउर 7. पूर्व = पुरव 8.4.270 8 . र्य = य्य (वैकल्पिक) 8.4.266 9. हीमाणहे, अम्महे, हीही (निर्वेद, | 10. -इन् अन्तवाले नाम शब्दों में
विस्मय और हर्ष के लिए संबोधन के लिए वैकल्पिक - आ, प्रयुक्त)
काञ्चुइआ, 8.4.282, 284, 285 8.4.263 11. तस्मात् = ता 8.4.278 12 सं. भू. कृ. का प्रत्यय - दूण
8.4.271
Page #100
--------------------------------------------------------------------------
________________
७3
(ii) मागधी के रूप 1. वयम् = हगे 8.4.301 2. ताव = दाव
न्त = न्द 8.4.302 3. च्छ = श्च 8.4.295 | 4. ट्ट = ष्ट = स्ट 8.4.290 5. ध = य्य 8.4.292
6. स्थ, र्थ = स्त 8.4.291 7. स्क, स्त, स्म के संयुक्त
8. ष्ट = स्ट, ष्ण = स्न, ष्म = स्म प्रयोग 8.4.289-291
8.4.289 (iii) पैशाची के रूप 1. ण्य = ञ 8.4.305 2. लकार का ळकार 8.4.308 3. टकारका वैकल्पिक तकार 8.4.311 4. तत् एवं इदम् के तृतीया एकवचन के पुंलिंग एवं स्त्रीलिंग के रूप 'नेन'
और 'नाए' 8.4.322 5. कर्मणि प्रयोग का प्रत्यय 'इय्य' 8.4.315 6. 'ष्ट्वा' कृदन्त प्रत्यय के बदले में 'त्थून' और 'खून' प्रत्यय 8.4.313 7. भविष्यत् काल का प्रत्यय ‘एय्य' 8.4.320 (- स्स - के बदले में) । 8. चूलिका पैशाची में रकार का वैकल्पिक लकार 8.4.326
वररुचिके द्वारा किये गये निम्नरूप हेमचन्द्र के प्राकृत व्याकरण में नहीं मिलते हैं। (i) शौरसेनी के रूप 1. पुत्र = पुड या पुट्ट 12.5 (कभी कभी) 2. ण्य, ज्ञ, न्य = ञ (अथवा ब), 12.7
अर्थात् सूत्र नं. 11.2 के अनुसार मागधी में भी। (हेमचन्द्र के अनुसार सिर्फ
मागधी में न 8.4.293) 3. कर्मणि भूतकृदन्त के अकारान्त शब्दोमें -अः का -अ, - इ, -उ, -ए हो
जाना (सूत्र 11.11) 4. पुं. प्र. ए. व. का विभक्ति प्रत्यय -इ (सूत्र 11.10) (ii) मागधी के रूप
हृदय = हडक्क 11.6; र्ज = य्य 11.7; अहं = हके, अहके 11.9; सं. भू. कृदन्त का प्रत्यय - क्त्वा = दाणि 11.16
Page #101
--------------------------------------------------------------------------
________________
७४ महाराष्ट्री प्राकृत
हेमचन्द्राचार्य के प्राकृत व्याकरण में वररुचि के प्राकृत-प्रकाश की तुलना में महाराष्ट्री प्राकृत के विषय में जो विशेषताएँ हैं उनकी चर्चा एक अलग लेखमें की जा चुकी है अतः उनका पुनः वर्णन न करके उनका सार दे देना ही उपयुक्त होगा । हैमव्याकरण की प्राकृत-प्रकाश की अपेक्षा निम्न विशेषताएँ है - ___1. कुछ नयी सामग्री, 2. कुछ क्षतियाँ और न्यूनताएँ दूर करना, 3. अमुक अंश में संशोधन, 4. कभी कभी पूर्ति करना, 5. कभी कभी अव्यवस्था को दूर करना और 6. कालक्रम से भाषा में जो नवीनता आयी उसके विषय में नये नियम । इस दृष्टि से हेमचन्द्राचार्य का अवलोकन सूक्ष्म, गहन तथा विशाल रहा
श्रीमती नीति डोल्ची द्वारा हेमचन्द्राचार्य के प्राकृत व्याकरण के विषय में जो आक्षेप लगाये गये हैं उनकी भी समीक्षा एक अलग लेख में की जा चुकी है। उनके आक्षेप इस प्रकार हैं -
हेमचन्द्राचार्य तेजस्वितारहित, परिपक्वतारहित, मौलिकतारहित, परंपरासे प्रतिबद्ध नकलची, अवैज्ञानिक, घालमेल करनेवाले थे और उनका व्याकरण परिपूर्णतारहित एक संग्रह मात्र है । इन सबका जवाब उस लेखमें दे दिया गया है ।
इन आक्षेपों के बावजूद श्रीमती नीति डोल्ची को हेमचन्द्राचार्य की प्रशंसा भी करनी पड़ी । उनका ऐसा अभिप्राय है कि हेमचन्द्र के प्राकृत व्याकरण का संस्करण अन्ततोगत्वा वररुचि से बेहत्तर है (पृ. 164)। वररुचि का प्राकृत व्याकरण अध्ययन-कक्ष की एक पुस्तिका मात्र है और एक प्रारंभिक प्रयत्न सा (पृ. 35) है । वह न ही महाराष्ट्री प्राकृत का पूरा व्याकरण है (पृ. 45) । हेमचन्द्राचार्य के प्राकृत-व्याकरण के स्रोत मात्र सामान्य प्राकृत ही नहीं परंतु जैन आगम और जैन महाराष्ट्री साहित्य भी है (पृ. 179, 180)। 1. देखिए : हैमवाङ्मय - विमर्श, लेखांक क्रम नं. 19, गुजरात साहित्य अकादमी,
गांधीनगर, 1990 2. देखिए वही, लेखांक क्रम नं. 20 3. Prakrit Grammarians, L. Nitti Dolci, Motilal Banarasidas,
1972 (page numbers quoted).
Page #102
--------------------------------------------------------------------------
________________
मूल अर्धमागधी भाषामें दन्त्यनकार के लिए नकार का प्रयोग ही उपयुक्त
हेमचन्द्राचार्य के प्राकृत व्याकरणमें प्रारंभिक नकार के लिए नियम है - वादौ (8.1.229)
वृत्ति - 'नस्य णो वा भवति' अर्थात् विकल्प से ण कार भी होता है । यह एक परंपरागत नियम हो ऐसा प्रतीत होता है क्योंकि उनके ही प्राकृत व्याकरण में प्रारंभिक तीन पादों में विविध नियम समझाते समय जो जो उदाहरण प्रस्तुत किये गये है उनमें प्रारंभिक नकार यथावत् रूप में आठ बार और ण कार में बदला हुआ एक बार ही मिलता है अर्थात् न और ण का अनुपात 8 : 1 का है।
उसी व्याकरण में मध्यवर्ती नकार का णकार में परिवर्तन होना (8.1.228) बताया गया है और साथ ही साथ वृत्तिमें यह भी स्पष्ट किया गया है कि आर्ष (अर्थात् अर्धमागधी) भाषा में मध्यवर्ती नकार के प्रयोग भी मिलते हैं, जैसेआरनालं, अनिलो, अनलो इत्यादि ।
दूसरी तरफ व्याकरणकार श्री वररुचि के प्राकृत-प्रकाश के अनुसार नकार का सर्वत्र णकार (आदि और मध्य में) (सूत्र 2.42) होता है । प्राकृत-प्रकाश का यह नियम प्राचीन और उत्तरवर्ती प्राकृत शिलालेखों की भाषा पर इस रूप में लागू ही नहीं होता है। शिलालेखों की भाषा के अध्ययन से यह स्पष्ट होता है कि नकार को णकार में बदलने की प्रवृत्ति मूलतः दक्षिण भारत की रही है और ई. सन् के पश्चात् यह प्रवृत्ति अन्य क्षेत्रों में फैली है। ई. स. पूर्व के पूर्वी भारत के शिलालेखों में तो उलटा णकार का नकार मिलता है और नकार अपने यथावत् रूप में है । अर्धमागधी आगमग्रंथों की रचना का स्थल भी पूर्वी भारत का मगध देश ही रहा है यह ध्यान में रखने का एक महत्त्वपूर्ण मुद्दा है।
पैशाची भाषामें तो णकार का नकार हो जाता है परंतु इसके सिवाय शौरसेनी और मागधी भाषा में हेमचन्द्राचार्य के व्याकरण में उद्धृत शब्दों में प्रारंभिक, मध्यवर्ती एवं संयुक्त व्यंजनों में कुछ नकार वाले प्रयोग मिलते हैं।
शौरसेनी भाषा में नकार के उदाहरण (अध्याय 8.4) (अ) प्रारंभिक : - निच्चिन्दो 261, नाऽयं 270, नियविधिणो 282,
नेदि 273, 274 (ब) माध्यमिक :
() विभक्ति :- पदिजेन, मारुदिना 260 (ii) संयुक्त :- संपन्ना 285, अन्नं 277 (न, न्य = त्र)
Page #103
--------------------------------------------------------------------------
________________
मागधी में नकार के प्रयोग - सूत्र नं. 8.4.302 के अनुसार शौरसेनी के विषय में उपर दिये गये सभी उदाहरण मागधी के लिए भी लागू हो जाते हैं। इनके सिवाय कुछ और उदाहरण इस प्रकार हैं (सूत्र नं. 287-302) नले (नरः), नलिन्दाणं (नरेन्द्राणाम्), निस्फलं, - नमिल - (-नम्र-), न, नु, धनुस्खंडं, विस्तूं (ण = न), आवन्न (आपन्न) ।
वररुचि के प्राकृत-प्रकाश में शौरसेनी एवं मागधी के लिए नकार वाले कोई उदाहरण नहीं मिलते हैं।
आचारांगकी अर्धमागधी भाषामें नकार के प्रयोग की स्थिति इस प्रकार है। प्रारंभिक नकार (i) शुब्रिग महोदय के संस्करण में प्रायः नकार (ii) आगमोदय संस्करण में 50 प्रतिशत णकार (iii) जैन विश्वभारती के संस्करण में प्रायः णकार (iv) महावीर जैन विद्यालय के संस्करण में 75 प्रतिशत णकार
मजैवि. से प्रकाशित अन्य आगम ग्रंथों में जो मुनि श्री पुण्यविजयजी द्वारा संपादित हैं उनमें प्रारंभिक नकार की बहुलता है जबकि मुनिश्री जंबूविजयजी द्वारा संपादित ग्रंथों में प्रारंभिक णकार की बहुलता है ।
प्रोफेसर आल्सडर्फ ' द्वारा संपादित आगम साहित्य के दो अध्ययनों में मध्यवर्ती नकार के अनेक उदाहरण मिलते हैं - सूत्रकृतांग - सुहुमेनँ, अंजनसलागं, मोनं, सुमिनं, सिनाणं, भोजनं, जवोदनं । दशवैकालिक सूत्र - न खने, सुनिसियं ।
इसिभासियाई में मध्यवर्ती नकार के अनेक प्रयोग मिलते हैं ।
आगमग्रंथों के विविध संस्करणों में दन्त्य नकार के प्रयोग की स्थिति एक समान नहीं है । किसी में नकार तो किसी में णकार मिलता है । हस्तप्रतों में भी यही स्थिति है।
1. देखिए Kleine Schriften, L. Alsdorf, Wiesbaden, 1974 में संपादित
अध्ययन और मेरा ग्रंथ 'परम्परागत प्राकृत व्याकरण की समीक्षा और अर्धमागधी'
का पृष्ठ नं. 53 2. देखिए शुब्रिग महोदय का ला. द. भा. सं. विद्यामंदिर, अहमदाबाद का संस्करण
और ऊपर पादटिप्पण नं. 1 में उल्लिखित मेरे ग्रंथ का पृष्ठ नं. 53
Page #104
--------------------------------------------------------------------------
________________
७७ __इस चर्चा का निष्कर्ष यह है कि अर्द्धमागधी भाषा पूर्वी भारत की भाषा थी और पूर्वी भारत के अशोक के शिलालेखों और पालि भाषा में भी नकार का प्रयोग यथावत् रहा है अत: अर्द्धमागधी में भी यथावत् रहना चाहिए था परंतु प्राकृत व्याकरण के प्रभाव के कारण तथा बदलती हुई लोकभाषा के प्रभाव में आकर नकार का शनैः शनैः णकार में परिवर्तन होता गया है ।
इस चर्चा के संदर्भ में अर्धमागधी आगमग्रंथों के एक नये संस्करण की आवश्यकता अभी भी बनी हुई है जिसकी भाषा का स्वरूप प्राचीन हो जो भ. महावीर के काल से मेल खाता हो, न कि क्षमाश्रमण देवधिगणि के समय के अनुकूल हो । इन दोनों के बीच एक हजार वर्ष का अन्तर रहा है और इस लम्बी अवधि में मूल अर्धमागधी में परिवर्तन आते रहे हैं । इसके बावजूद हस्तप्रतों में अभी भी भाषा की प्राचीनता संबंधी सामग्री यत्र-तत्र विद्यमान है। आवश्यकता है किसी भाषाविद् संपादक मुनिश्री की । आशा है कि कालान्तर में कोई न कोई विद्वान् इस कार्य के लिए आगे आएगा । संबोधनका एक लुप्त प्राचीन (अर्ध) मागधी प्रयोग ‘आउसन्ते'
आचार्य श्री हेमचन्द्र के व्याकरण में अव्यय ननु = णं समझाते (8.4.283) . हुए वृत्ति में कहा गया है 'आर्षे वाक्यालंकारेऽपि दृश्यते', उदाहरण - 'नमोत्थु णं'।
उत्तराध्ययन में एक 'ण' और सम्बोधन के लिए 'भंते' का प्रयोग है (मजैवि. 29.1105 इत्यादि). 'धम्मसद्धाए णं भन्ते' ।
सामायिक सूत्र में भी संबोधन के लिए 'भंते' का प्रयोग है - 'करेमि भंते सामाइयं'
इनमें संबोधन का शब्द 'भन्ते' और अव्यय 'णं' ध्यान में रखने योग्य हैं।
आचारांग के उपोद्घात में और अन्य जगह तथा अन्य आगम ग्रंथो में एक प्रयोग है -
_ 'सुयं मे आउसं तेणं' ('सुतं मे आउसंते णं') भगवया (भगवता) एवमक्खायं (तं)। ___ 'आउसं तेणं' और 'आउसंतेणं' दोनों ही वैकल्पिक प्रयोग हैं ऐसा चूर्णिकार और वृत्तिकार द्वारा समझाया गया है ।
'तेणं भगवया' में 'तेणं' भगवान महावीर का विशेषण बन जाता है। 'आउसंतेणं'
Page #105
--------------------------------------------------------------------------
________________
७८
में यह सुधर्मा स्वामी का विशेषण बन जाता है, इसका अर्थ किया गया है 'आवसता' पर्युपासना करते हुए, भगवान के पास में रहते हुए । संदर्भ को देखते हुए ये दोनों ही इस प्रकार के प्रयोग उपयुक्त नहीं लगते हैं, खींच-तानकर इनके अर्थ समझाये गये हैं और हस्तप्रतों की लेखन शैली की विशिष्टता के कारण इस प्रकार के शब्द- . विच्छेद हो गये हो ऐसा प्रतीत होता है ।
प्राचीन अर्धमागधी ग्रंथों में संबोधन के लिए 'आयुष्मत्' शब्द के लिए अन्य प्रयोग ‘आउसो' और 'आउसन्तो' मिलते हैं जो शौरसेनी और महाराष्ट्री प्राकृत के रूप हैं । ये दोनों ही प्रयोग एकवचन या बहुवचन दोनों के लिए प्रयुक्त हुए हैं । उदाहरणार्थ - भिक्षु द्वारा गृहपति के लिए 'आउसंतो'
आचा. सूत्र 445 (मजैवि. संस्करण) महिलाओं द्वारा भिक्षु के लिए 'आउसो'
. सूत्रकृ. सूत्र 198, 207 (मजैवि. संस्करण) भगवान महावीर के लिए निर्गन्थ और निर्गन्थियों द्वारा 'समणाउसो'
सूत्रकृ. सूत्र 644 भगवान महावीर द्वारा उदक पेढालपुत्र के लिए 'आउसंतो'
सूत्रकृ. सूत्र 867 परंतु संबोधन के लिए जहाँ पर भी 'आउसं' शब्द का प्रयोग है वहाँ पर उसके साथ 'तेणं' शब्द अवश्य मिलता है । इस संबंध में सूत्रकृ. चूर्णि का एक पाठ विचारणीय है । सूत्रकृतांग में उसके एक पद्यांश (मजैवि. 2.6.51) 'अहाउसो विप्परियासमेव' के बदले में चूर्णिकार द्वारा 'अधाउसे विप्परियासमेव' उद्धृत किया गया है । चूर्णिकार आगे समझाते हैं 'आउसे' त्ति 'आयुष्मन्तः' (सूत्रकृ. पृ. 232, पाटि. 4)। भाषिक दृष्टि से चूर्णिका पाठ प्राचीन है जो मागधी और अर्धमागधी भाषा के साथ सर्वथा अनुकूल है ।
जिस प्रकार 'आउसो' का अर्धमागधी में 'आउसे' होगा उसी प्रकार 'आउसन्तो' का 'आउसन्ते' क्यों नहीं ?
संबोधन के लिए जिस प्रकार 'भन्ते' शब्द है उसी प्रकार 'आउसन्ते' माना जाना चाहिए और ‘णं' को अव्यय माना जाना चाहिए ।
हस्तप्रतों में उनकी अपनी लेखन शैली के अनुसार वाक्य इस प्रकार लिखा • हुआ मिलता है -
Page #106
--------------------------------------------------------------------------
________________
"सुयंमेआउसंतेणंभगवयाएवमक्खायं" आचा. 1.1.1:1 अद्यपर्यन्त इस वाक्य में से शब्द-विच्छेद निम्न दो प्रकार से ही किया गया है --
'आउसं तेणं' और 'आउसंतेणं' परंतु तीसरे प्रकार से शब्द-विच्छेद इस प्रकार भी होगा - 'आउसंते णं'
सूत्रकृतांग की चूर्णि में जो नया प्रमाण 'आउसे' मिला है उस संदर्भ में 'आउसन्ते' रूप ही प्राचीन है और मगध देश की मागधी भाषा का है जहाँ पर भगवान महावीर ने उपदेश दिये थे। कालान्तर में यह मूल प्रयोग भुला दिया गया
और उसके स्थान पर अन्य दो प्रयोग 'आउसं तेणं' और 'आउसंते णं' प्रचलित हो गये और फिर खींच-तान कर उनका अर्थ समझाया जाने लगा।
अतः ‘आउसन्ते णं' प्रयोग* ही सर्वथा उचित माना जाना चाहिए ।
* मेरी पुस्तक "प्राचीन अर्धमागधी की खोजमें" के पृ. 98 पर “आउसन्तेण(णं)" पाठ को उचित समझाया गया है वह इस नये प्रमाण के आधार पर अब स्वतः निरस्त हो जाता है।
Page #107
--------------------------------------------------------------------------
________________
८०
-
સોમપ્રભાચાર્યકૃત કુમારપાલ-પ્રતિબોધ : એક સમીક્ષાત્મક પરિચય (नि-प्रतिमोय उमईमार-यरित्र.)
___डॉ. नुमाई प्र. शे 1. ६. भारतीय संस्कृति विद्यामंदिर, महापा६-८
-
-
3.
क्लृप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं
बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।।' “न व्या २९ प्युं, नपुं छह:शाख २य्यु, द्धयाश्रय महाव्य मने અલંકારશાસ્ત્રને વિસ્તર્યા અને નવાં જ પ્રકટ કર્યા. શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો, જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો, કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી” ?
तुलिय-तवणिज्ज-कंती सयवत्त-सवत्त-नयण-रमणिज्जा । पल्लविय-लो य-लो यण-हरिस-प्पसरा सरीर-सिरी ॥२०॥ आबालत्तणओ वि हु चारित्तं जणिय-जण-चमक्कारं । बावीसपरीसहसहण-दुद्धरं तिव्व-तवपवरं ।।२१।। मुणियविसमत्थसत्था निम्मिय वायरण पमुह गंथगणा । परवाइपराजयसंजाय-कित्ती मई जयपसिधा ।।२२।। धम्मपडिवत्तिजणणं, अतुच्छमिच्छत्तमुच्छिआणं पि । महुरवीरपमुहमहुरत्त - निम्मियं धम्मवागरणं ॥२३।। इच्चाइ गुणोहं हेमसूरिणो पेच्छऊण छेयजणो । सद्दहइ अदिठू वि हु तित्थक रगणहरप्पमुहे २ ।।२४।।
१. शतार्थव्य : सोमप्रभायात, संपा. मुनिश्री यतुरवि४य, पृ. १२४ ૨. કુમારપાલ-પ્રતિબોધ, સોમપ્રભાચાર્યવિરચિત, સંપા. મુનિ જિનવિજય, સેન્ટ્રલ
लायरी, २८, १८२०, पृ. १०
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૧
જેમની શરીરલક્ષ્મી સુવર્ણના વર્ણ જેવી હતી, અને કમલ સમાન નયનથી રમણીય અને લોકના લોચનમાં હર્ષના પ્રસારને પલ્લવિત કરનારી હતી; જેમનું ચરિત્ર બાળપણથી જ લોકોને આશ્ચર્ય પમાડતું, બાવીશ પરિસહ સહન કરવાથી દૂર્જય અને તીવ્ર તપ વડે ઉત્તમ હતું. જેમની મતિ વિષમાર્થ શાસ્ત્રના જ્ઞાનવાળી, વ્યાકરણની રચનારી અને પરવાદીઓનો પરાજય કરી કીર્તિ પ્રાપ્ત કરનારી વિજયિની હતી. જેમનું ધર્મકથન અનુચ્છ અને મિથ્યાત્વથી મુછિત એવાને પણ ધર્મની પ્રાપ્તિ કરાવનાર અને મધુ-ક્ષીરના પ્રમુખના માધુર્યવાળું હતું - ઈત્યાદિ ગુણવાળા હેમસૂરિને જોઈને ચતુરજનો અદષ્ટ એવા તીર્થકર ગણધર પ્રમુખને સદહે છે – સત્ય માને છે.
આમ સોમપ્રભાચાર્યે પોતાના ગ્રંથ “કુમારપાલ પ્રતિબોધ'માં હેમચંદ્રાચાર્યનું રેખાચિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ રચનાર સોમપ્રભાચાર્ય હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ રાજાના સમકાલીન હતા. ઉપરાંત આ ગ્રંથની રચના કુમારપાલના મૃત્યુ પછી નવ વર્ષે થઈ હોઈ તે વધુ વિશ્વસનીય છે.
પ્રસ્તુત ગ્રંથનો વણ્ય વિષય હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાલને જુદા જુદા સમયે જે બોધ વિવિધ વ્યાખ્યાન દ્વારા આપ્યો છે તે વિષયોની લગતી કથાઓ સહિત આપેલો અને તે ઉપદેશના પ્રભાવથી કુમારપાલે ક્રમશઃ જૈન ધર્મ અંગીકાર કર્યો તે કેવી રીતે અંગીકાર કર્યો તે છે. પ્રસ્તુત ગ્રંથ જુદા જુદા પાંચ પ્રસ્તાવમાં વિભક્ત છે.
આ ગ્રંથનું સંપાદન પાટણથી પ્રાપ્ત એક માત્ર તાડપત્રીય પ્રત પરથી કરવામાં આવ્યું છે. જે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં પ્રકાશિત થયેલ છે. આ પ્રત ખંભાતમાં ૧૪૫૮ (ઇ.સ.૧૪૦૨)માં ભટ્ટારક શ્રી જયતિલકસૂરિના ઉપદેશથી કાયસ્થ જ્ઞાતિના મંડલિકના પુત્ર ખતેશાએ લિપિબદ્ધ કરેલ છે.
संवत १४५८ वर्षे द्वितीय भाद्रपद शुदि - तिथौ शुक्र दिने श्री स्तंभतीर्थे बृहद्पोषधशालायां भट्टा. श्रीजयतिलकसूरिणां उपदेशेन श्री कुमारपाल प्रतिबोध पुस्तकं लिखितमिदं । कायस्थज्ञातीय महं मंडलिक खेता लिखितं ।'
આ ગ્રંથ સંવત ૧૨૪૧ (ઇ.સ. ૧૧૮૫)માં ભાદરવા માસની સુદ આઠમને રવિવારે પાટણમાં સમાપ્ત કર્યો છે. ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્ય વિરચિત. સંપા. મુનિ જિનવિજય, બરોડા,
૧૯૨૦, પૃ. ૪૭૮
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૨
शशिजलधिसूर्यवर्षे शुचिमासे रविदिने सिताष्टम्याम् । जिनधर्मप्रतिबोध: क्लृप्तोऽयं गूर्ज्जरेन्द्र पुरे ॥
પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. પરંતુ કેટલીક કથાઓ સંસ્કૃત અને કેટલોક ભાગ અપભ્રંશમાં લખાયેલ છે જે પરથી ગ્રંથકર્તાની ત્રણે ભાષાની જાણકારી હોવાનું જણાય છે.
પ્રસ્તુત ગ્રંથનો વિસ્તાર, રચના સમય અને મુખ્ય પાત્રો જોતાને પ્રથમ દૃષ્ટિએ ઐતિહાસિક જણાય પણ તે સમયના અન્ય ગ્રંથો ‘પ્રભાવક ચરિત્ર’, પ્રબંધ ચિંતામણિ કુમારપાલ ચરિત્ર (યાશ્રય) વગેરે જેટલાં પ્રમાણમાં ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થતી નથી. આ સંદર્ભમાં એ નોંધવું જોઈએ કે ગ્રંથકર્તાના જણાવ્યા અનુસાર એનું લક્ષ્ય પણ આવી ગ્રંથ રચનાનું ન હતું. તે જણાવે છે કે જો કે હેમચંદ્રસૂરિ તથા કુમારપાલના જીવન વૃત્તાન્ત બીજી દષ્ટિએ જોતા રસપ્રદ છે, પરંતુ હું માત્ર શિક્ષણ સંબંધી કાંઈ કહેવા ઇચ્છા રાખું છું.
ર
આ પરથી એમ કહી શકાય કે ગ્રંથમાં આવેલ ઐતિહાસિક મહાપુરુષો અંગેના ચરિત્ર કથા દ્વારા જૈનધર્મના સિદ્ધાંતો અને ઉપદેશનું શિક્ષણ આપી એમને પ્રતિબોધ પમાડવાની નેમ ગ્રંથકર્તાની છે.
કાલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર અને પરમ અર્હત મહારાજા કુમારપાલ (ઇ. સ. ૧૦૯૩-૧૨૩૦) સમકાલીન હતા અને તેમની વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ હતો તે ઐતિહાસિક ઘટના છે. આ બન્ને વચ્ચેના સંબંધ અંગેના બનાવોને વર્ણવતા અર્ધ-ઐતિહાસિક કે ઐતિહાસિક, લોકપ્રચલિત અનેક ગ્રંથો પ્રાપ્ત થાય છે. ૧. સોમપ્રભાચાર્યકૃત, ‘કુમારપાલ-પ્રતિબોધ’ (ઇ. સ. ૧૧૮૫) ૨. યશઃપાલમંત્રીકૃત ‘મોહપરાજય નાટક’.
૩. પ્રભાચંદ્રાચાર્યકૃત ‘પ્રભાવકચરિત્ર’ (ઈ.સ. ૧૨૭૮) ૪. મેરુતંગસૂરિકૃત ‘પ્રબોધ ચિંતામણિ’ (ઇ.સ.૧૩૦૫) ૫. રત્નશેખરસૂરિષ્કૃત ‘ચતુર્વિંશતિ પ્રબંધ’ (ઇ.સ.૧૩૪૯) ૬. જયસિંહસૂરિકૃત ‘કુમારપાલ ચરિત્ર’ (ઈ.સ.૧૩૬૬) ૭. સોમતિલકસૂકૃિત ‘કુમારપાલ ચરિત્ર’ (ઈ.સ. ૧૩૬૮) ૮. અજ્ઞાતકૃત ‘કુમારપાલ પ્રબંધ' (ઈ.સ. ૧૪૧૯) ૯. ચારિત્રસુંદરકૃત ‘કુમારપાલચિરત્ર’ (ઈ.સ. ૧૪૨૯-૧૪૫૧)
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત પૃ. ૪૭૮
૨. એજન પૃ. ૧૦-૧૧
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦. હરિચંદ્ર કૃત ‘કુમારપાલચરિત્ર' (ઈ.સ.૧૫મોશ.) ૧૧. જિનમંડનકૃત “કુમારપાલ પ્રબંધ' (ઈ. સ. ૧૪૪૬) ૧૨. દેવપ્રભગણિકૃત કુમાપાલ રાસ” (ઈ.સ. ૧૪૮૪) ૧૩. હીર કલશકૃત કુમારપાલ રાસ' (ઇ.સ.૧૫૮૪) ૧૪. ઋષભદાસકૃત કુમારપાલ રાસ' (ઈ.સ. ૧૬૧૪) ૧૫. જિનહર્ષકૃત ‘કુમારપાલ રાસ” (ઈ.સ. ૧૯૮૨)
આ ઉપરાંત તીર્થકલ્પ, રત્નમંડન કૃત ઉપદેશ તરંગીણી (ઈ.સ. ૧૪૬૧ની આસપાસ) તથા ઉપદેશ પ્રાસાદ (ઈ.સ.૧૭૦૭) તથા આચાર્ય હેમચંદ્રકૃત પ્રાકૃત દ્વયાશ્રય કાવ્ય અન્તર્ગત કુમારપાલ અંગે માહિતી પ્રાપ્ત થાય છે.
આમાં આપણે ઉપર્યુક્ત સોમપ્રભાચાર્ય કૃત ‘કુમારપાલ-પ્રતિબોધ' કુમારપાલના નિધન પછી માત્ર નવ વર્ષ બાદ લખાયેલી હોઈ વધારે વિશ્વાસનીય ગણી શકાય. હેમચંદ્રાચાર્યના જન્મ-બાળપણ અને દીક્ષાગ્રહણ અંગે માહિતી :
આ ગ્રંથમાં હેમચંદ્રાચાર્યના પૂર્વજીવન અંગે ટૂંકમાં માહિતી આ પ્રમાણે મળે છે. એમના ગુરુ દેવચંદ્રસૂરિ હતા. તેઓ વિહાર કરતા કરતા ધંધુકા આવ્યા હતા. ત્યાં એક વણિકકુમાર નામે ચંગદેવ એના મામા નેમી સાથે તેમની વંદણા કરવા આવ્યા હતા. સૂરિની ધર્મોપદેશના સાંભળીને તે વણિકકુમારે આચાર્યને પોતાને દીક્ષા આપવા વિનંતી કરી. સૂરિએ એના મામાને તેના કુટુંબ વગેરે અંગે પૂછતાં તેમણે તેનું સઘળું વૃત્તાન્ત કહ્યું. તે સાંભળી દેવચંદ્રસૂરિએ કહ્યું કે તે બાળકને દીક્ષા આપી શકાય તે માટે એના માતા-પિતાની અનુમતિ લઈ આપો કેમ કે આ બાળક દીક્ષા લઈને તીર્થંકરની જેમ જગતને ઉપકારી નીવડશે. પણ એના પિતાએ દીક્ષા માટે અનુમતિ ન આપતા ચંગદેવ મામાની અનુમતિ લઈ દેવચંદ્રસૂરિ સાથે ચાલી નીકળ્યો હતો. દેવચંદ્રસૂરિ અને ચંગદેવ ખંભાત આવ્યા. ત્યાં ચંગદેવે દીક્ષા ગ્રહણ કરી અને એનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. પછી અલ્પકાળમાં શ્રુતસાગરના પારગામી થતા દેવચંદ્રસૂરિએ એમને આચાર્યપદ આપ્યું અને એમનું નામ હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું ?' આચાર્યનું પાટણમાં આગમન-સિદ્ધહેમની રચના : - આચાર્ય હેમચંદ્રાચાર્ય લોકાપકાર કરવાની ભાવનાથી વિવિધ દેશમાં વિચરવા લાગ્યા પણ એક દિવસ દેવતાએ પ્રગટ થઈ આચાર્યને બીજા દેશમાં નહિ વિચરતાં ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, સંપા. જિનવિજયજી, પૃ. ૧૯૨૦
Page #111
--------------------------------------------------------------------------
________________
८४
ગુજરાત દેશમાં જ વિચરતાં મોટા ઉપકાર થશે તેમ જણાવતા તેઓ ગુજરાત દેશમાં વિચરતા પાટણ નગરમાં આવ્યા. અને તે સમયના મહારાજા જયસિંહ સિદ્ધરાજને જૈન ધર્મ પ્રત્યે અનુરક્ત કર્યો અને રાજાની સૂચનાથી, વ્યાકરણની રચના કરી કે જે “સિદ્ધ-હેમ-વ્યાકરણ' તરીકે ખ્યાતિ પામ્યું.' કુમારપાલ અને હેમચંદ્રાચાર્યનું મિલન અને કથાકથન દ્વારા ધર્મોપદેશ:
સિદ્ધરાજ પછી ગુજરાતની ગાદીએ આવેલા કુમારપાલે બાહડ મંત્રીને સત્ય ધર્મ માટે જિજ્ઞાસા પ્રગટ કરતા એમણે હેમચંદ્રાચાર્યને મળવા જણાવ્યું. આ સૂચનનો સ્વીકાર કરી કુમારપાલ આચાર્યના દર્શન અર્થે ગયો અને પછીથી તે દરરોજ આચાર્યની વંદણા અર્થે જવા લાગ્યો. દરમ્યાન સમ્યફ ધર્મ અંગે પૂછતાં આચાર્યશ્રીએ કુમારપાલને પ્રતિબોધવા ઉપદેશની શરૂઆત કરી છે.
પ્રથમ જીવદયા સ્વરૂપ, સમજાવવા “અમરસિંહની કથા” અને “દામન્નકની કથા તથા અભયદાનનું મહત્ત્વ સમજાવવા “અભયસિંહની કથા સંભળાવી તેનાથી પ્રભાવિત થઈને કુમારપાલે માંસ નહિ ખાવા, શિકાર નહિ કરવા અને જીવદયા પાળવાનો નિયમ કર્યો. દેવતા સમક્ષ પશુધ ન કરવો અને અન્યને તેમ કરતા અટકાવવાનો નિર્ણય કર્યો. વળી પોતાના સમગ્ર રાજ્યમાં અમારી' ઘોષણાનો પટહ વગડાવ્યો. કુમારપાલે લીધેલા માંસ ત્યાગનું વ્રત પાળવાનો ઉપદેશ આપતા આચાર્યે તે સમ્યફ પ્રકારે ન પાળવામાં આવે તો દુઃખ પ્રાપ્ત થાય છે તેના પર કુંદની કથા" કહી.
હેમચંદ્રાચાર્ય જુગાર વ્યસનથી થતી દુર્દશાનો ચિતાર આપવા “નલરાજાની કથા કહી. આ સાંભળી કુમારપાલે જુગાર ન રમવાનો નિયમ કર્યો અને મંત્રીઓના સૂચનથી પોતાના સમગ્ર રાજ્યમાં જુગાર રમવા પર પ્રતિબંધ મૂક્યો.
આચાર્યે પદારાત્યાગ પર પ્રદ્યોતરાજાની કથા' સંભળાવી જે સાંભળીને કુમારપાલે જણાવ્યું કે પોતે પરદારત્યાગ કરેલ છે પણ પોતાના રાજ્યમાં પણ તેમ ૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત સંપા. જિનવિજયજી પૃ. ૨૦ ર. એજન પૃ. ૨૩-૨૮ ૩. એજન પૃ. ૨૮-૩૩ ૪. એજન પૃ. ૩૩-૪૨ ૫. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૪૨-૪૭ ૬. એજન પૃ. ૪૭-૭૬ ૭. એજન પૃ. ૭૬-૮૨
Page #112
--------------------------------------------------------------------------
________________
૮૫
ન કરે તે જોશે. બાદમાં હેમચંદ્રે વેશ્યા વ્યસનનો ત્યાગ કરવા ઉપર ‘અશોકની કથા’1 કહી. તે સાંભળીને કુમારપાલે વેશ્યા-ત્યાગનો નિયમ લીધો.
મદિરાપાન સમસ્ત દોષોના સ્થાનરૂપ છે એમ કહી આચાર્યે મદિરાપાનમાં સદા આસક્ત બનેલા ‘યાદવોની કથા’· કહી. જે સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં મદિરાપાનની પ્રવૃત્તિ બંધ કરાવી
હેમચંદ્રાચાર્યે ચોરીના વ્યસનથી થતા અનર્થ વર્ણવતી ‘વરુણરાજાની કથા કહી. જે સાંભળીને કુમારપાલે જણાવ્યું કે અદત્ત પરધન કદાપિ ન લેવાનો પોતાનો નિયમ છે પણ હવેથી રુદન કરતી અપુત્રવતી વિધવા સ્ત્રીનું ધન પણ ન લેવાનો નિર્ણય કર્યો. (પૂર્વે કૃત યુગમાં પણ રઘુ, નષ્ટ, નાભાગ અને ભરત વગેરે રાજાઓ પણ રુદન કરતી અપુત્રવતી સ્ત્રીનું ધન લેવાનું છોડી શક્યા ન હતા.) આચાર્ય મહારાજે દેવપૂજા કરનાર પાપ રહિત થઈને દેવપૂજા કરે તે કલ્યાણને પ્રાપ્ત કરે છે. તેના પર ‘દેવપાલની કથા'ર ‘સોમ અને ભીમની કથા’”, ‘પદમોતરાજાની કથા'' તથા દીપ પૂજાના મહાત્મ્યને સમજાવતી ‘દીપશિખની કથા’“ કહી સંભળાવી. જે સાંભળી સર્વજ્ઞનું સ્વરૂપ અને દેવપૂજા અંગેના ઉપદેશથી કુમારપાલે કુમારવિહાર મૈત્ય કરાવ્યું વળી ત્રિભુવનવિહાર જિનપ્રસાદ બંધાવી તેમાં નેમિનાથ ભગવાન વગેરે તીર્થંકરોની નીલરત્ન પ્રતિમાઓ બિરાજમાન કરાવી.
ગુરુ સ્વરૂપ સમજાવવા માટે હેમચંદ્રાચાર્યે ગુરુચરણની સેવાના ફળ ઉપર ‘પ્રદેશી રાજાની કથા’” કહી. કાર્ય અકાર્યને પ્રકાશવામાં નિપુણ એવા ગુરુનો ઉપદેશ સાંભળતા જીવ પાપમુક્ત થાય છે. તે ૫૨ આચાર્યે ‘લક્ષ્મીની કથા’· સંભળાવી. ગુરુ વિરાધના પર ‘કુલવાલની કથા’” સંભળાવી. વળી ગુરુ સેવાને પ્રતાપે અનેક રાજાથી નમસ્કાર પામતા ‘સંપ્રતિરાજાની કથા' કહી ગુરુ સેવાનું મહાત્મ્ય સમજાવ્યું.
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત પૃ. ૮૨-૯૨
૨. એજન, પૃ. ૯૨-૧૦૫
૩. એજન, પૃ. ૧૧૬-૧૧૨ ૪. એજન, પૃ. ૧૨૨-૧૨૯ ૫. એજન, પૃ. ૧૨૯-૧૩૬ ૬. એજન, પૃ. ૧૩૬-૧૪૩ ૭. એજન, પૃ. ૧૪૩-૧૫૧ ૮. એજન, પૃ. ૧૫૧-૧૫૮ ૯. એજન, પૃ. ૧૫૮-૧૬૬
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૬
સંપ્રતિ રાજાની કથા સાંભળીને કુમારપાલે તે જ પ્રમાણે જિન-રથયાત્રા કરાવી. જેનું વર્ણન અત્રે ઉલ્લેખનીયછે. ‘ચૈત્ર મહિનાની પૂર્ણમાના ચોથા પ્રહરે રવિ-રથની જેમ દિશાઓને પ્રકાશતો જિન-રથ નીકળ્યો. તેમાં મહાજને કુમારવિહારના દ્વાર આગળ સ્નાત્ર કરીને વિલેપન કરેલ તથા વિવિધ પુષ્પોથી પૂજેલ શ્રી પાર્શ્વનાથજી પ્રતિમા ઋદ્ધિપૂર્વક સ્થાપના કરી, એટલે વાજિંત્રોના નાદથી ભુવનને ભરતો તથા સામંત અને મંત્રીઓ સહિત તે રથ, રમણીય રમણીઓના ત્વરિત નૃત્યપૂર્વક રાજભવન પાસે આવ્યો. ત્યારે રાજાએ પટ્ટાંશુક તેમજ કનકના નાટકો કરાવ્યા. ત્યાં રાત્રિ ભર રહી રથ રાજભવનના દ્વાર થકી બહાર નીકળ્યો અને ધ્વજસમૂહથી શણગારેલા પટમંડપમાં ઊભો રહ્યો. ત્યાં પ્રભાતે રાજાએ રથમાં રહેલ જિનપ્રતિમાની પૂજા કરી ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ તેણે પોતે આરતી ઉતારી.’
આઠ દિવસ સુધી કુમારપાલે રથયાત્રા પ્રવર્તાવી તેમ આસો મહિનામાં પણ રથયાત્રા કરાવી. માંડલિક રાજાઓને પણ પોતે પોતાના નગરમાં પણ રથયાત્રા કાઢવાનું સૂચન કરી રથયાત્રા કરાવી.
વળી આ પછી કુમારપાલે ચતુર્વિધ સંઘ તથા શ્રી હેમચંદ્રાચાર્ય સહિત શત્રુંજ્ય અને ગિરનારની યાત્રા કરી. કુમારપાલ પોતે ગિરનાર પર્વત પર સુગમ માર્ગ ન હોવાથી પર્વત ચઢ્યો નહીં. એ પછી એણે આમ્રભટ્ટને સોરઠનો અધિપતિ બનાવી ગિરનાર પર સુગમમાર્ગ બનાવવાની આજ્ઞા કરી.
હેમચંદ્રાચાર્યે દાનનો મહિમા સમજાવવા, સુપાત્રે ભક્તિયુક્ત જીવ, યોગ્ય અવસરે દાન આપે છે તે પાપ મુક્ત થઈને કલ્યાણ પામે છે, તે પર ‘ચંદનબાલાની કથા’· કહી અને મુનિને દાન ૫૨ ‘ધન્યની કથા’o ભાવ ધન પર ‘કુરુચંદ્રની કથા’૪ દાન કરતા જે અંતર પાડે છે તે નિરંતર સુખ પામી શકતો નથી તે સમજાવવા ‘કૃતપુણ્યની કથા’પ કહી. આ સાંભળી કુમારપાલે હેમચંદ્રાચાર્યને પોતાની પાસેથી અશન, પાન, વસ્ત્ર, પાત્રાદિકની ભિક્ષા ગ્રહણ કરવા કહ્યું પણ આચાર્ય મહારાજે એ રાજપિંડ હોવાથી સાધુઓને કલ્પે નહીં સ્વીકાર્ય થઈ શકે નહીં એમ જણાવી
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૧૭૪-૧૮૦
૨. એજન, પૃ. ૧૯૦-૧૯૭
૩. એજન, પૃ. ૧૯૭
૪. એજન, પૃ. ૧૯૭-૨૦૪ ૫. એજન, પૃ. ૨૦૪-૨૧૧
Page #114
--------------------------------------------------------------------------
________________
તે સમજાવતા “ભરત ચક્રવર્તીની કથા'' કહી. આ સાંભળી કુમારપાલે કણ-કઠોર તથા ધૃત-ગૃહયુક્ત અને મોટા ભોજન-ગૃહવાળી દાનશાળા કરાવી અને નેમિનાથના પુત્ર અભયકુમાર શ્રેષ્ઠીને ત્યાંનો અધિકારી બનાવ્યો.
હેમચંદ્રાચાર્યે શીલનો મહિમા વર્ણવતા કહ્યું કે જીવદયા કરવા ઇચ્છતા મનુષ્ય શીલ પાળવું જોઈએ. શીલ પાળનારની કીર્તિ વિસ્તાર પામે છે આના ઉદાહરણ રૂપે “શીલવતીની કથા કહી. એ પણ શીલનું રક્ષણ કરવું જ જોઈએ. તે પર “મૃગાવતીની કથા કહી. સંકટ પામવા છતાં અકલંક શીલ સાચવવા પર સુખને પામે છે તે પર “તારાની કથા કહી. પરપુરુષમાં આસક્ત ન થનાર સતીની કથા તરીકે આચાર્યો “જયસુંદરીની કથા" વર્ણવી. આ શીલ અંગેની કથાઓ સાંભળી આઠમ અને ચૌદસના દિવસે મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી.
તપનો મહિમા વર્ણવતા આચાર્યે તપનો આદર કરવા ઉપર “રુકમણીની કથા' કહી. બાદમાં વિચિત્ર તપ આદરવા ઉપર“શાંબ અને પ્રદ્યુમ્ન કથા કહી. નિઃસ્પૃહા • થઈ તપ-નિર્જરાના હેતુ રૂપ તપ કરવું જોઈએ. સ્પૃહા ન કરવી જોઈએ તે પર
આચાર્યે ધર્મયશ મુનિની કથા વર્ણવી. તપથી પ્રાપ્ત લબ્ધિનો પ્રભાવ વર્ણવતા વિષ્ણુકુમારની કથા' જણાવી.
ઉપર કથિત તપનો મહિમા વર્ણવતી કથાઓ સાંભળી કુમારપાલે આઠમ, ચૌદશ તથા ભગવાનના કલ્યાણના દિવસે યથાશક્તિ તપ કરવાનો નિર્ણય કર્યો. શુભ ભાવના અને અશુભ ભાવના પ્રમાણે તેનું ફળ મળે છે તેના ઉદાહરણ રૂપે આચાર્ય અશુભ ભાવનાથી સાતમી નરકનું કર્મ બાંધનાર અને શુભ ભાવનાથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર “પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા”૦ તથા શુભ ભાવના યોગે ૧. એજન, કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૨૧૧૧-૨૨૦ ૨. એજન, પૃ. ૨૨૦-૨૨૯ ૩. એજન, પૃ. ૨૨૯-૨૪૪ ૪. એજન, પૃ. ૨૪૪-૨૪૪ ૫. એજન, પૃ. ૨૪૪-૨૫૩ ૬. એજન, પૃ. ૨૫૩-૨પ૭ ૭. એજન, પૃ. ૨૨૯-૨૬૮ ૮. એજન, પૃ. ૨૬૮-૨૭૬ ૯, એજન, પૃ. ૨૭૬-૨૮૪ ૧૦. એજન, પૃ. ૨૮૪-૨૯૨
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૮ ઘાતી કર્મોને ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર “શાલ અને મહાશાલની કથા'' વર્ણવી. આ પછી આચાર્યો નીચજનને ઉચિત માર્ગે પ્રવર્તતા થતી શુભ ભાવના પર ઇલાપુત્રની કથા કહી. આ પછી વૈરાગ્ય ભાવનાનો મહિમા વર્ણવતી “જયવર્મ અને વિજયવર્મની કથા આચાર્યે કુમારપાલને કહી. - આચાર્ય મહારાજે બારવ્રતો-પાંચ અણુવ્રતો, ત્રણ ગુણ વ્રતો અને ચાર શિક્ષાવ્રતો પર એક એક કથા કહી.
દેશવિરતિ પ્રથમ અણુવ્રત શિવકુમારની કથા'- મૃષાવાદવિરતિ બીજા અણુવ્રત સત્યવ્રત ઉપર મકરધ્વજની કથા", અદત્તાદાન વિરતિ ત્રીજા અણુવ્રત ઉપર “દત્ત અને સંખાયણની કથા" પરસ્ત્રી વિરતિ ચોથા અણુવ્રત પર “પુરંદરની કથા', પરિગ્રહ પરિમાણ પાંચમાં અણુવ્રત ઉપર હરિવિક્રમ કથા'“ કહી.
આ પછી પ્રથમ અણુવ્રત દિશા પરિમાણ પર “સુબંધુની કથા' બીજા ગુણવ્રતભોગપભોગ વ્રત પર “જયદ્રથની કથા'૧૦ અને ત્રીજા ગુવ્રત અનર્થદંડના ત્યાગ પર “પુરુષચંદ્રની કથા'૧૧ આચાર્ય મહારાજે વર્ણવી.
આ પછી આચાર્ય મહારાજે શિક્ષાવ્રતોનું સ્વરૂપ સમજાવતા પ્રથમ શિક્ષાવ્રતસામાયિક ઉપર “સાગરચંદ્રની કથા’૧૨, બીજા શિક્ષાવ્રત દેશાવકાશિક ઉપર પવનજયની કથા'૧૭, ત્રીજા શિક્ષાવ્રત-પોષધવ્રત આચરવા ઉપર “રણસૂરની કથા” અને ચોથા શિક્ષાવ્રત અતિથિ સંવિભાગ ઉપર “નરદેવની કથા"" કહી.
આ સાંભળી કુમારપાલે બારવ્રત પાળવામાં પૃથ્વીપતિને યોગ્ય પ્રયત્ન કરવાનું કહ્યું. આ પછી આચાર્ય હેમચંદ્ર જીવદયા પાળવાની અભિલાષા કરનારે ક્રોધ, માન, માયા અને લોભ કષાયો પાળવા જોઈએ એમ કહી તે ઉપર એક એક કથા કહી.
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૨૯૨-૨૯૮ ૨. એજન પૃ. ૩૦૪-૩૧૧
૩. એજન પૃ. ૨૯૯-૩૯૪ ૪. એજન પૃ. ૩૧૩-૩૨૦ ૫. એજન પૃ. ૩૨૧-૩૨૮ ૬. એજન પૃ. ૩૨૮-૩૩૪
૭. એજન પૃ. ૩૩૪-૩૪૩ ૮. એજન પૃ. ૩૪૩-૩૪૯ ૯. એજન પૃ. ૩૫૦-૩૫૬ ૧૦. એજન પૃ. ૩૫૬-૩૬૪ ૧૧. એજન પૃ. ૩૬૫-૩૭૧ ૧૨. એજન પૃ. ૩૭૧-૩૭૭ ૧૩. એજન પૃ. ૩૭૭-૩૮૩ ૧૪. એજન પૃ. ૩૮૩-૩૮૯ ૧૫. એજન પૃ. ૩૯૦-૩૯૫
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૯
ક્રોધ કષાય ઉપર ‘સિંહ અને વ્યાઘ્રની કથા’· માનકષાય ઉપર, ‘ગોધનની કથા’ર, માયા કષાય ઉપર ‘નાગિનીની કથા'' અને લોભ કષાય ઉપર ‘સાગરની કથા’૪ વર્ણવી.
આમ આચાર્ય હેમચંદ્રની દેશના સાંભળીને કુમારપાલ રાજા જૈન ધર્મના સમસ્ત તત્ત્વને જાણીને જૈન ધર્મમાં પારાયણ થયો." અહીં કુમા૨પાલની દિનચર્યાનું વર્ણન આપવામાં આવ્યું છે. જે એક આદર્શ શ્રાવકને અનુરૂપ છે.
આ પછી આ ગ્રંથમાં પરકાય-પ્રવેશના નિષેધ ૫૨ વિક્રમાદિત્યની કથા', વિદ્યા પ્રભાવ પર ‘ખપૂટાચાર્યની કથા' વિષય પર વિજય મેળવનાર ‘સ્થૂલભદ્રની કથા', નમસ્કારમંત્રના માહાત્મ્ય ઉપર ‘નંદનની કથા’” અને શુભ ભાવના ઉપર દશાર્ણભદ્ર’૧૦ ની કથા આપવામાં આવી છે.
અંતે સોમપ્રભાચાર્ય કહે છે - અમે ત્રિકાલ શ્રી હેમચંદ્ર મહારાજની અસાધારણ ઉપદેશ-શક્તિની સ્તુતિ કરીએ છીએ કે દિવ્યજ્ઞાનરહિત છતાં જેણે શ્રી કુમારપાલ રાજાને પ્રતિબોધ પમાડયો. ‘રાજાઓને જીવદયા ન હોય' એ સાધારણ કહેવતને જે રાજાએ જિનધર્મને સ્વીકારીને અસત્ય બનાવી, તે કુમારપાલ મહિપતિકોને શ્લાઘનીય ન હોય ? વિચિત્ર વૃત્તાન્તયુક્ત હેમચંદ્રસૂરિ તથા કુમારપાલ મહારાજાનું અદ્ભુત ચરિત્ર રચવાને કોણ સમર્થ થઈ શકે ? તથાપિ તેમના જ ચરિત્રાનુસારે સમુદ્રમાંથી બિંદુની જેમ મેં આ ગ્રંથનો ઉદ્ધાર કર્યો ૧
૧૧
કથા સામગ્રી
આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે પ્રસ્તુત ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે કુમારપાલને જૈન ધર્મનો પ્રતિબોધ પમાડવા માટે જૈન ધર્મના સિદ્ધાંતોના પ્રતિપાદન કરનારી અથવા વિવેચન કરનારી અનેક લોકપ્રચલિત દષ્ટાંત કથાઓ તેમજ કિંવદંતિઓનો સમાવેશ કર્યો છે. આવી કથાસામગ્રી-અનેક કથાઓ, કથાપ્રકૃતિઓ અને કથા-ઘટકોની સાથે સમાનતા ધરાવતી કથા સામગ્રી પ્રાચીન-મધ્યકાલીન, સંસ્કૃત, પ્રાકૃત,
૧. કુમારપાલ પ્રતિબોધ, સોમપ્રભાચાર્યકૃત, પૃ. ૩૯૭-૪૦૮
૨. એજન પૃ. ૪૦૨-૪૦૭
૩. એજન પૃ. ૪૦૭-૪૧૫
૪.
એજન પૃ. ૪૧૫-૪૨૨ ૫. એજન પૃ. ૪૨૨-૪૨૩ ૬. એજન પૃ. ૪૩૭-૪૪૦
૭. એજન પૃ. ૪૪૩-૪૫૩ ૮. એજન પૃ. ૪૪૩-૪૬૧ ૯. એજન પૃ. ૪૬૧-૪૭૦ ૧૦. એજન પૃ. ૪૭૦-૪૭૬ ૧૧. એજન પૃ. ૪૭૬-૪૭૮
www,jainelibrary.org
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૦ અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી-રાજસ્થાની કથા-સાહિત્યમાં તથા ભારત બાહ્યપ્રદેશના કથાસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેનો સર્વાગી તુલનાત્મક અભ્યાસ કરવો તે એક મહાનિબંધનો વિષય છે. એટલે અત્રે આવા તુલનાત્મક અભ્યાસ કરવા પ્રત્યે માત્ર મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાપ્ત સમાન સામગ્રી પૂરતો મર્યાદિત રાખી અંગુલી નિર્દેશ કર્યો છે.
અનેક સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે કથા-સંગ્રહમાં પ્રાપ્ત થતી કથાઓઆર્યખપુટાચાર્ય કથા, ઇલાપુત્ર કથા, કુલવાલ કથા, કૃતપુણ્ય કથા, ચંદનબાલા કથા, જયવર્મ વિજયવર્મ કથા, દશાર્ણ ભદ્ર કથા, દમન્નકકથા, નંદન-કથા, નળરાજા કથા, પ્રદ્યોત કથા, પ્રદેશ રાજા કથા, પ્રસન્નચંદ્ર કથા, પવનજય કથી પુરંદર કથા, ભરતચક્રી કથા, રુકમણી કથા, મૃગાવતી કથા, મૂળદેવની કથા, વિક્રમાદિત્ય કથા, સંપ્રતિરાજા કથા, શાંબપ્રદ્યુમ્નની કથા, શીલવતી કથા, સાગરચંદ્ર કથા, સાગર કથા, શિવકુમાર કથા, સ્થૂલિભદ્ર કથા વગેરે કથાઓ કુમારપાલ પ્રતિબોધમાં પણ જોવા મળે છે.
આ કથાઓ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થોડા પરિવર્તન કે રૂપાંતર સાથે રાસ, ચોપાઈ, ચરિત્ર, પ્રબંધ વગેરે સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જે સંસ્કૃતાદિ કથાસાહિત્યનો પ્રાચીન ગુજરાતી સાહિત્ય પર પડેલા પ્રભાવનું ઘોતક છે.
અત્રે આવી કેટલીક સમાનતા ધરાવતી કથાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરવાનો ઉપક્રમ છે. (૧) નીચજનને ઉચિત માર્ગે પ્રવર્તતા થતી શુભ ભાવના પરની “ઇલાપુત્ર કથા’
પર નીચે જણાવેલ છે કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) ઇલાપુત્ર ચરિત્ર : મહિસાગર : ઈ. સ. ૧૫૩૭ (૨) ઇલાપુત્ર સક્ઝાય : સહજસુંદર : ઈ. સ. ૧૫૭૦ (૩) ઇલાપુત્ર કુલક : વિનયસમુદ્ર : ઇ. સ. ૧૬૬૪ પૂર્વે (૪) ઇલાપુત્ર ચોપાઈ : દયાસાગર : ઈ. સ. ૧૭૦૬ (૫) ઇલાપુત્ર રાસ : રત્નવિમલ : ઇ. સ. ૧૮૩૨
(૬) ઈલાપુત્ર રાસ : લાલવિજય : ઈ. સ. ૧૮૮૧ (૨) વિષયોમાં પ્રવૃત્ત છતાં વૈરાગ્ય ભાવનાના યોગથી અપ્રવૃત્ત એવા બે ભાઈ
ઓની કથા “જયવર્મ અને વિજયવર્મની કથા” પર નીચેની ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) જયવિજય ચોપાઈ : ધર્મરત્ન ઇ. સ. ૧૬૪૧ (૨) જયવિજયકુમારરાસ : જિનવિજય ઈ. સ. ૧૯૭૭ (૩) જયવિજય કુંવર પ્રબંધ : જિનવિજય ઈ. સ. ૧૬૮૪
WWW.jainelibrary.org
Page #118
--------------------------------------------------------------------------
________________
(૩) જીવદયા ભાવનાથી જે અન્ય પ્રાણીને પીડા ઉપજાવતો નથી તેને સંકટ પણ
ઓચ્છવ સમાન થઈ પડે તે પરની “દામન કથા” પર નીચે જણાવેલ છે કૃતિઓ મળે છે. (૧) દામન્નકરાસ : રત્નવિમલ ઇ. સ. ૧૫૭૬ પૂર્વે
(૨) દામનક રાસ : ઉદયરત્ન ઇ. સ. ૧૭૨૫ (૪) શુભભાવના ઉપર પ્રાપ્ત થતી દશાર્ણભદ્ર કથા' પર છ કૃતિઓ મળે છે.
(૧) દશાર્ણભદ્ર ચોઢાળિયું : (૨) દશાર્ણભદ્ર ભાસ :હેમાણંદ ઇ. સ. ૧૬૬૮ (૩) દશાર્ણભદ્ર ચોપાઈ : ધર્મવર્ધન : ઇ. સ. ૧૭૫૭ (૪) દશાર્ણભદ્ર વિવાહલો : હીરાણંદસૂરિ : ઈ. સ. ૧૪૯પની આસપાસ (૫) દશાર્ણભદ્ર સક્ઝાય (ઢાળબંધ) : મહાનંદ : ઇ. સ. ૧૮૪૨
(૬) દશાર્ણભદ્ર સઝાય : વીરવિજય : ઇ. સ. ૧૮૬૩ (૫) નમસ્કારમંત્રના માહાત્મ ઉપર પ્રાપ્ત થતી “નંદન કથા” પર નીચે જણાવેલ
ચાર કૃતિઓ મળે છે. (૧) નંદન મણિયાર સંધિ : ચારુચંદ ઇ. સ. ૧૫૮૭ (૨) નંદન મણિયાર રાસ : લાલવિજય ઇ. સ. ૧૬૬૩ પૂર્વે (૩) નંદન મણિયાર ચોપાઈ : ઈ. સ. ૧૯મી સદી (૪) નંદન મણિયાર ચરિત્ર : ત્રિલોકઋષિ : ઇ. સ. ૧૯૩૯ જુગારના વ્યસનનું અનિષ્ટ વર્ણવતી ‘નલરાજાની કથા” ઉપર નીચે જણાવેલ અગિયાર કૃતિઓ મળે છે. (૧) નલદવદંતી રાસ ચંપ : ઈ.સ. ૧૫મી સદી (૨) નલદવદંતી રાસ)નલરાય રાસ : અજ્ઞાત : ઈ.સ. ૧૫૦૪ આસપાસ (૩) નલદવદંતી રાસ : માણિકરાજ : ઈ.સ. ૧૫૩૪ (૪) નલદવદંતી ચરિત્ર : વિનય સમુદ્ર : ઈ.સ. ૧૫૫૮ (૫) નલદવદંતી રાસ : મેઘરાજ : ઈ.સ. ૧૬૦૮ (૬) નલદવદંતી પ્રબંધ : ગુણવિનય : ઈ.સ. ૧૬૦૯ (૭) નલદવદંતી રાસ : નયસુંદર : ઈ.સ. ૧૬૦૯ (૮) નલદવદંતી રાસ : સમયસુંદર : ઈ.સ. ૧૬૧૭ (૯) નલદવદંતી ગીત : સમયસુંદર : ઈ.સ. ૧૬ ૨૦ આસપાસ
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૦) નલદમયંતી રાસ : નારાયણ : ઈ.સ. સત્તરમી સદી
(૧૧) નલદવદંતી રાસ(ચરિત્ર : જ્ઞાનસાગર : ઈ. સ. ૧૭૦૨ (૭) બીજા શિક્ષાવ્રત દેશાવકાશિક ઉપર “પવનંજય કથા મળે છે. તે ઉપર નીચે
જણાવેલ બે કૃતિઓ મળે છે. (૧) પવનાભાસ ચોપાઈ : અજ્ઞાત : ઈ. સ. ૧૬૦૮ (૨) પવનંજય અંજનાસુંદરી સુત હનુમંત ચરિત્ર રાસ : પુણ્ય ભવન :
ઈ.સ. ૧૬૪૮ (૮) પરસ્ત્રી વિરતિ પર પ્રાપ્ત થતી “પુરંદર કથા” પર નીચે જણાવેલ એક કૃતિ
મળે છે.
(૧) પુરંદરકુમાર કથા/રાસ માલદેવ ઈ.સ. ૧૫૬૯ પૂર્વે (૯) ગુરુસેવાના ફળને સમજાવતી પ્રદેશ રાજાની કથા' પર નીચે જણાવેલ નવ
કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) (દેશી) પ્રદેશ પ્રબંધ : પાર્ધચંદ્રસૂરિ : ઈ.સ. ૧૫૫૦ આસપાસ (૨) પ્રદેશી રાજા ચોપાઈઃ જ્ઞાનચંદ્ર : ઈ.સ. ૧૬૪૨ (૩) (કેશી) પ્રદેશી સંધિ : તિલકચંદ્ર : ઈ.સ. ૧૬૮૫ (૪) (કશી) પ્રદેશી રાજા ચોપાઈ : અમરવિજય : ઈ.સ. ૧૭૫૦ (પ) પરદેશી રાજાનો રાસ : સહજસુંદર : ઈ.સ. ૧૬૦૦ આસપાસ (૬) પરદેશી રાજાનો રાસ : જ્ઞાનસાગર : ઈ.સ. ૧૬૬૮ (૭) (કશી) પ્રદેશી સંધિ : નવરંગ : ઈ.સ. સત્તરમી સદી (૮) પ્રદેશી ચોપાઈ : અમરસિધૂર : ઈ.સ. ૧૮૦૬
(૯) પરદેશી રાજાનો રાસ : જેમલ : ઈ.સ.ની ૧૯મી સદી (૧૦) શુભભાવના અને અશુભ ભાવનાને સમજાવનારી કથા પ્રસન્નચંદ્ર કથા'
પર નીચે જણાવેલ ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિરાસ : રાજસાગર : ઈ.સ. ૧૫૯૧ (૨) પ્રસન્નચંદ્ર રાજર્ષિરાસ : સહજસુંદર : ઈ.સ. ૧૫૯૨
(૩) પ્રસન્નચંદ્ર ઋષિ સક્ઝાય : સમયસુંદર : ઈ.સ. સોળમી સદી (૧૧) દાનનો મહિમા સમજાવતી ‘ભરત ચક્રવર્તી કથા' પર નીચે જણાવેલ સત્તર
કૃતિઓ સાંપડે છે. (૧) ભરતેશ્વર બાહુબુલિ ઘોર : વજૂસેનસૂરિ : ઈ.સ. : ૧૧૭૯ આસપાસ
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૩ (૨) ભરતેશ્વર બાહુબલિ રાસ : શાલિભદ્રસૂરિ : ઈ.સ. : ૧૧૮૧ (૩) ભરતેશ્વર બાહુબલિ પ્રબંધ : ગુણરત્નસૂરિ ઈ.સ. પંદરમી સદી (૪) ભરતેશ્વર ચક્રવર્તી ફાગ : અજ્ઞાત ઈ.સ. પંદરમી સદી (૫) ભરત બાહુબલિ રાસ : તેજવર્ધન ઈ.સ. પંદરમી સદી (૬) ભરત બાહુબલિ રાસ : બ્રહ્મમુનિ : ઈ.સ. ૧૫૪૬ (૭) ભરત બાહુબલિ રાસ : ઋષભદાસ : ઈ.સ. ૧૬ ૨૨ (૮) ભરત બાહુબલિ છંદ : વાદિચંદ્ર ઈ.સ. સત્તરમી સદી (૯) ભરત બાહુબલિ સક્ઝાય : લાલવિજય ઈ.સ. સત્તરમી સદી (૧૦) ભરત બાહુબલિ સક્ઝાય : કનકકીર્તિ ઈ.સ.સત્તરમી સદી (૧૧) ભરત બાહુબલિ ચરિત્ર : ભુવનકીર્તિ ઈ.સ. ૧૭૧૫ (૧૨) ભરત બાહુબલિ શ્લોકો : ઉદયરત્ન ઈ.સ. ૧૭૫૦ આસપાસ (૧૩) ભરત બાહુબલિ છંદ : લક્ષ્મીરાજ ઈ.સ. ૧૭૨૯ પૂર્વ (૧૪) ભરત ચક્રવર્તી રાસ : પાસા પટેલ : ઈ.સ. ૧૭૬૨ (૧૫) ભરત બાહુબલિરાસ : જિનસાધુસૂરિ ઈ. સ. ૧૫૦૦ આસપાસ
(૧૬) ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ : અજ્ઞાત : ઈ.સ. ૧૯મી સદી (૧૨) ધર્મમાં પ્રમાદ ન કરવો જોઈએ તે પર “મૂળદેવની કથા' પર નીચે જણાવેલ
એક કૃતિ પ્રાપ્ત થાય છે.
(૧) મુલદેવની કથા : ગુણવિનય : ઈ.સ. ૧૬ ૨૭. (૧૩) શીલ રક્ષણ કરવા ઉપર પ્રાપ્ત થતી “મૃગાવતી કથા” પર નીચે જણાવેલ
કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) મૃગાવતી ચોપાઈ : વિનયસમુદ્ર ઈ.સ. ૧૫૪૬ (૨) મૃગાવતી આખ્યાન : સકલચંદ્ર ઈ.સ. ૧૫૮૭
(૩) મૃગાવતી આખ્યાન સમયસુંદર ઈ.સ. ૧૬૧૨. (૧૪) “પરકાયા પ્રવેશ પર પ્રાપ્ત “વિક્રમાદિત્ય કથા' ઉપર નીચે જણાવેલ એક
કૃતિ પ્રાપ્ત થાય છે.
(૧) વિક્રમાદિત્ય ચોપાઈ : દયાતિલક ઈ.સ. ૧૭મી સદી (૧૫) તપના આદરને વર્ણવતી “રુકમણી કથા' ઉપર નીચેની બે કૃતિઓ પ્રાપ્ત
થાય છે. (૧) રુક્મણી હરણ : રત્નભૂષણ સૂરિ : સત્તરમી સદી, (૨) રુક્મણી ચોપાઈ નંદલાલ : ઈ.સ. ૧૮૫૦
Page #121
--------------------------------------------------------------------------
________________
८४
(૧૬) તપનો આદર કરવા ઉપર પ્રાપ્ત કથા, “શાંબ-પ્રદ્યુમ્ન કથા' ઉપર નીચે
જણાવેલ ચાર કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) સાંબ-પ્રદ્યુમ્ન પ્રબંધ/રાસ : સમયસુંદર : ઈ.સ. ૧૬૦૩ (૨) સાંબ-પ્રદ્યુમ્ન ચોપાઈ/રાસ : જિનચંદ્રસૂરિ : ઈ.સ. ૧૬ ૨૦ (૩) સાંબ-પ્રદ્યુમ્ન રાસ : હર્ષવિજય ઈ.સ. ૧૭૬૮
(૪) સાંબ-પ્રદ્યુમ્નકુમાર રાસ : જ્ઞાનસાગર ઈ.સ. અઢારમી સદી (૧૭) ગુરુની સેવાનો મહિમા વર્ણવતી કથા “સંપ્રતિરાજાની કથા પર નીચે જણાવેલ
એક કૃતિ પ્રાપ્ત થાય છે.
(૧) સંપ્રતિ ચોપાઈ : ચારિત્ર સુંદર ઈ.સ. ૧૭૬૮ ની આસપાસ. (૧૮) વિષય પર સંયમ રાખનારને વર્ણવતી કથા “સ્થૂલિભદ્ર કથા” પર નીચે
જણાવેલ પિસ્તાલીસ કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) સ્થૂલિભદ્ર ચોપાઈ/રાસ : ધર્મ: ઈ.સ. તેરમી સદી (૨) સ્થૂલિભદ્ર ફાગ : હલરાજ ઈ.સ. ૧૩૪૩ (૩) સ્થૂલિભદ્ર ફાગ : જિનપધસૂરિ ઈ.સ. ચૌદમી સદી (૪) સ્થૂલિભદ્ર મુનિ વર્ણનાવેલી : અજ્ઞાત, ઈ.સ. ચૌદમી સદી (૫) સ્થૂલિભદ્ર ગીત : અજ્ઞાત ઈ.સ. ચૌદમી સદી (૬) સ્થૂલિભદ્ર કવિત્ત ઃ સોમસુંદરસૂરિશિષ્ય ઈ.સ. ૧૪૨૫ (૭) સ્થૂલિભદ્ર એકવીસો : લાવણ્ય સમય : ઈ.સ. ૧૪૯૭ (૮) સ્થૂલિભદ્ર બારમાસ : હીરાણંદસૂરિ ઈ.સ. ૧૫મી સદી (૯) સ્થૂલિભદ્ર (નવરસ દૂહા) દેપાલ ઈ.સ. ૧૫૩૪ પૂર્વે (૧૦) સ્થૂલિભદ્ર છંદ/ગુણરત્નાકર છંદ સહજસુંદર ઈ.સ. ૧૫૧૪ (૧૧) સ્થૂલિભદ્ર રાસ : સિદ્ધિદત્તસૂરિ. ઈ.સ. ૧૫૬ પૂર્વે (૧૨) સ્થૂલિભદ્ર છંદ : મેનન્દન ઈ.સ. પંદરમી સદી (૧૩) સ્થૂલિભદ્ર સ્વાધ્યાય : આણંદસોમ ઈ.સ. ૧૫૬૬ (૧૪) સ્થૂલિભદ્ર રાસ : સમયસુંદર ઈ.સ. ૧૫૬૬ (૧૫) સ્થૂલિભદ્ર ધમાલ : માલદેવ ઈ.સ. ૧૫૮૪ (૧૬) સ્થૂલિભદ્ર પ્રેમવિલાસ ફાગ : જયવંતસૂરિ : ઈ.સ. ૧૬૦૦ આસપાસ (૧૭) ચૂલિભદ્ર મોહનવેલી : જયવંતસૂરિ : ઈ.સ. ૧૬૦૦ આસપાસ
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૫
(૧૮) સ્થૂલિભદ્ર એકવીસો : પદ્મસાગર : ઈ.સ. સોળમી સદી (૧૯) સ્થૂલિભદ્ર એકવીસો/બાસઠીઓ : જયવલ્લભ ઈ.સ. સોળમી સદી (૨૦) સ્થૂલિભદ્ર સ્વાધ્યાય : સહજસુંદર ઈ.સ. સોળમી સદી (૨૧) સ્થૂલિભદ્ર ગીત : સમયસુંદર ઈ.સ. સોળમી સદી (૨૨) સ્થૂલિભદ્ર સક્ઝાય : ઋષભદાસ ઈ.સ. સોળમી સદી (૨૩) સ્થૂલિભદ્ર રાસ : ઋષભદાસ ઈ.સ. સોળમી સદી (૨૪) સ્થૂલિભદ્ર મદનયુદ્ધ : ગોવર્ધન ઈ.સ. ૧૬ ૨૮ (૨૫) સ્થૂલિભદ્ર કોશા બારમાસ : ચંદ્રવિજય : ઈ.સ. ૧૬૭૮ (૨૬) સ્થૂલિભદ્ર ગીત : ગુણસાગરસૂરિ ઈ.સ. સત્તરમી સદી (૨૭) સ્થૂલિભદ્ર ચોપાઈ : લાભકુશલ : ઈ.સ. ૧૬૦૨ (૨૮) સ્થૂલિભદ્ર રાસ : સાધુ કીર્તિ : ઈ.સ. સત્તરમી સદી (૨૯) સ્થૂલિભદ્ર સ્વાધ્યાય : જિનહર્ષ : ઈ.સ. ૧૭૦૩ (૩૦) સ્થૂલિભદ્ર નવરસરાસ : ઉદયરત્ન ઈ.સ. ૧૭૦૩ (૩૧) સ્થૂલિભદ્ર ચરિત્ર/સંવાદ બાલાવબોધ : વિજય જિનેન્દ્રસૂરિ
ઈ.સ. ૧૭૦૬ (૩૨) સ્થૂલિભદ્ર સક્ઝાય : ક્ષમા કલ્યાણ ઈ.સ. ૧૭૯૨ (૩૩) સ્થૂલિભદ્ર નવરસ દૂહા : દીપવિજય : ઈ.સ.૧૮મી સદી (૩૪) સ્થૂલિભદ્ર નવરસો : જ્ઞાનસાગર : ઈ.સ. ૧૮મી સદી (૩૫) સ્થૂલિભદ્ર સઝાય : જ્ઞાનસાગર ઈ.સ. ૧૮મી સદી (૩૬) સ્થૂલિભદ્ર ગીત : જિનસમુદ્રસૂરિ ઈ.સ. ૧૮મી સદી (૩૭) ચૂલિભદ્ર ગીત : ભાવરત્ન ઈ.સ. ૧૮મી સદી (૩૮) સ્થૂલિભદ્ર ગીત : જ્ઞાનસાગર ઈ.સ. ૧૮મી સદી (૩૯) સ્થૂલિભદ્ર સ્થાપના સ્તવન : ક્ષમા કલ્યાણ ઈ.સ. ૧૭૯૩ (૪૦) ધૂલિભદ્ર શીયળવેલી : વીરવિજય ઈ.સ. ૧૮૦૬ (૪૧) ટ્યૂલિભદ્ર ચરિત્ર બાલાવબોધ : વલ્લભવિજય ઈ.સ. ૧૮૦૮ (૪૨) સ્થૂલિભદ્ર કોશા સંબંધ વેલિ : માણેકવિજય : ઈ.સ. ૧૮૧૧ (૪૩) સ્થૂલિભદ્ર સક્ઝાય : ઋષિ જેનલ ઈ.સ. ૧૯મી સદી (૪૪) સ્થૂલિભદ્ર ચોપાઈ ચરિત્ર સુંદર : ઈ.સ. ૧૯મી સદી (૪૫) સ્થૂલિભદ્ર નાટક : વીરવિજય : ઈ.સ. ૧૯મી સદી
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૯) લોભ કષાય પર પ્રાપ્ત થતી “સાગરકથા” ઉપર નીચેની એક કૃતિ પ્રાપ્ત
થાય છે.
(૧) સાગર શ્રેષ્ઠી કથા : સહજ સુંદર : ઈ.સ. ૧૬૭૫ (૨૦) સામાયિકનો મહિમા વર્ણવતી “સાગરચંદ્ર કથા' ઉપર નીચેની એક કૃતિ
પ્રાપ્ત થાય છે. (૧) સાગરચંદ સુશીલા ચોપાઈ, લાલચંદ ઈ.સ. ૧૭૪૩
Page #124
--------------------------------------------------------------------------
________________
: શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનપ્રસંગો : કુમારપાલ પ્રતિબોધ'ના પરિપ્રેક્ષ્યમાં
– પં. શીલચન્દ્રવિજય ગણિ ||
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનચરિત્રગત અમુક પ્રસંગો પરત્વે આ લઘુ – લેખમાં ઊહાપોહ કરવો પ્રાપ્ત છે. પ્રબન્ધ-ગ્રન્થોના આધારે પ્રસિદ્ધ બનેલા આ પ્રસંગો જે રીતે બન્યા હોવાની પ્રસિદ્ધિ છે. તે કરતાં વાસ્તવિકતા, કદાચ, કાંઈક જુદી જ છે, અને તેને પ્રબન્ધ-ગ્રન્થો કરતાં વધુ પ્રાચીન અને અધિકૃત ગ્રન્થોનો આધાર પણ મળી રહે છે.
(૧) શ્રી હેમાચાર્યનું પૂર્વ - નામ ચંગદેવ. તે તેમની માતા પાહિણી સાથે જિનમંદિરે દર્શન તથા ઉપાશ્રયમાં ગુરુવન્દનાર્થ ગયા. ત્યાં ગુરુ દેવચન્દ્રાચાર્યનું આસન ખાલી હતું, તે પર પાંચ વર્ષના ચંગદેવ બેસી ગયા, તે જોઈને ગુરુએ માતા પાસે ચંગદેવની માગણી કરી, તેને સંમત કરી પોતાની સાથે લઈ ગયા, અને નવ વર્ષની વયે ચંગદેવને દીક્ષા આપી.
પ્રબન્ધ-ગ્રન્થોમાં આ ઘટના આ રીતે આલેખાઈ છે અને આ રીતે જ આ પ્રસંગ વ્યાપકરૂપે પ્રસિદ્ધ પણ છે. * પરંતુ શ્રી સોમપ્રભાચાર્યશ્રત કુમારપાલપ્રતિબોધ' આ ઘટના અંગે જુદું જ નોંધે છે. કુ. પ્ર. પ્રમાણે,
દેવચન્દ્રસૂરિ-ગુરુ વિહરતા વિહરતા એકદા ધંધુકા પધાર્યા. ત્યાં તેમના દર્શનવન્દન માટે આવેલા નગરજનો સમક્ષ તેમણે સંસારની અસારતા વર્ણવતી ધર્મદેશના કરી. તે સાંભળીને સંવેગ પામેલા એક મીઠડા કિશોરે તેમની પાસે માગણી કરી કે ભગવંત ! મને સંસારથી છોડાવો અને ચારિત્ર આપો. તે સાંભળીને ગુરુએ તેનો પરિચય પૂછતાં, ત્યાં ઉપસ્થિત તેના “મામા નેમિએ' તે બાળકનો પરિચય આપ્યો, અને પછી ઉમેર્યું કે આ બાળકનું મન ધર્મ સિવાયની કોઈ બાબતમાં લાગતું જ નથી.
આથી ગુરુએ કહ્યું કે આ બાળક લોકોપકારી થશે, માટે તેના પિતાને કહો કે આને દીક્ષા માટે અનુમતિ આપે. ચંગદેવના મામાએ ચર્ચાિગ (પિતા) ને બહુ સમજાવવા છતાં પુત્રસ્નેહને લીધે રજા ન આપી. ત્યારે ચંગદેવ પણ દીક્ષા માટે
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૮ દઢ નિર્ણય કરી પોતાના મામાની અનુમતિ લઈને ઘર છોડી ગયો અને ગુરુ સાથે ખંભાત ચાલ્યો ગયો.”
– આખી ઘટના આ પ્રમાણે છે. આમાં ક્યાંય ચંગદેવ ગુરુની ગાદી પર બેસી ગયા પછી ગુરુની કે સંઘની સમજાવટથી માતાએ તેને ગુરુને સોંપ્યો, વગેરે બનાવ બન્યાનો નિર્દેશ પણ નથી.
જો કે શ્રી રાજશેખર સૂરિકૃત પ્રબન્ધકોશ આજ ઘટનાક્રમને સ્વીકારે છે. પરંતુ હેમચન્દ્રાચાર્યના સંશોધનાત્મક જીવનચરિત્રકાર પ્રો. જી. બ્યુલ્ડર “પ્રબન્ધકોશ'ના પ્રતિપાદનને વિશ્વસનીય ગણતા નથી. તે તો “પ્રભાવકચરિત' અને પ્રબન્ધચિન્તામણિ'ના પ્રતિપાદનને જ સ્વીકારે છે. તેમની સામે કુ. પ્ર. નહિ હોય તેમ સ્પષ્ટ જણાય છે. જો તે હોત, તો તેમણે પણ “પ્રબન્ધકોશ'ના નિરૂપણને જ સ્વીકાર્યું હોત, એમ કલ્પી શકાય.
(૨) શ્રી હેમાચાર્યના ધર્મોપદેશથી ભાવિત બનેલા પરમાહત રાજા કુમારપાલ ગુર સાથે તીર્થાટને નીકળે છે. ત્યારે પહેલા એઓ ગિરનારની યાત્રાએ જાય છે. આ વિશે એવી ચમત્કારકથા પ્રબન્યો દ્વારા પ્રસિદ્ધ છે કે હેમાચાર્ય અને કુમારપાલ બે યુગપુરુષો છે અને ગિરનાર ઉપર એકીસાથે બે યુગપુરુષો ચડે તો મહાન હાનિ થાય, તેથી બન્ને સાથે નથી ચડતાં; અને માત્ર હેમાચાર્ય જ યાત્રા કરે છે, કુમારપાલ નથી કરતા. પછીથી વાભટદેવને કહીને ત્રેસઠ લાખ – ધનવ્યય વડે નવી સોપાન પંક્તિનું તે નિર્માણ કરાવે છે."
કુ. પ્ર. આની વાસ્તવિક ઘટના આ રીતે નિરૂપે છે : તીર્થયાત્રા માટે ઉત્સુક રાજા કુમારપાલ, ઉત્તમ દિવસે, ગુરુ, ચતુર્વિધ સંઘ તથા ચતુરંગ સેના સાથે પ્રસ્થાન કરી ક્રમશઃ ગિરનાર નજીક પહોંચીને પર્વતની નીચેના નગરમાં પડાવ નાખે છે. ત્યાં વિશ્રામ લીધા પછી પર્વત ઉપર ચડવાની ઉત્સુકતા તેણે દર્શાવી, ત્યારે ગુરુ હેમચન્દ્ર તેને ઉપર જવાના મના કરતાં કહ્યું કે “બીજા બધા ભલે ઉપર ચડે પણ ઉપર ચડવાની પાજ(પદ્યા) વિષમ છે, તેથી તમે ચઢવાનું રહેવા દો. અહીંથી જ ભાવવન્દના કરી લો.” ગુરુ આજ્ઞા અનુસાર તેણે પોતાના માણસો દ્વારા પૂજાપો ઉપર મોકલી આપ્યો પણ પોતે તો નીચેથી જ ભાવયાત્રા કરી લીધી.
આ પછી તેઓ પાલિતાણા ગયા અને ત્યાં શત્રુંજયની ચડીને યાત્રા પણ કરી. પણ યાત્રા પછી રાજાના હૈયે કઢાપો થવા લાગ્યો કે “રેવતાચલ પર નેમિનાથનાં દર્શન મને ન થયાં.” એ ઘડીએ તેણે પૂછ્યું કે ગિરનાર ઉપર સુગમ પાજ હોત તો
Page #126
--------------------------------------------------------------------------
________________
હુંય જઈ શકત, તો તે કોણ બાંધી શકે તેવો છે ? ત્યારે સિદ્ધપાલ-કવિપુત્રે સૂચવ્યું કે રાણિગશ્રેષ્ઠિનો પુત્ર “આમ્ર' આ કામ કરી શકે તેવો છે. તે સાંભળતાં જ રાજાએ તેને સૌરાષ્ટ્રનો દંડનાયકનીમ્યો, અને તેણે રાજ-ઇચ્છા-અનુસાર ગિરનાર પર “પાપ” (પગથિયાં) નિર્માવી.'
આ આખોય પ્રસંગ એટલો તો વાસ્તવિક અને તેથી વિશ્વાસ છે કે આ જાણ્યા પછી પેલી ચમત્કારકથા અવાસ્તવિક હોવાનું લાગ્યા વિના ન જ રહે.
કુ. પ્ર.ની રચના શ્રીહેમાચાર્યના સ્વર્ગારોહણ પછી આશરે બાર વર્ષે જ (વિ. સં. ૧૨૪૧) થઈ છે. સોમપ્રભાચાર્ય સ્વયે હેમાચાર્યના અનુસમકાલીન ગ્રન્થકાર છે અને કુ. પ્ર. નું અક્ષરશઃ શ્રવણ હેમાચાર્યના શિષ્યો મહેન્દ્રસૂરિ, ગુણચન્દ્ર તથા વર્ધમાનગણિએ કરીને તે પર મંજૂરીની મહોરછાપ મારી આપી છે. તે લક્ષ્યમાં લેતા કુ. પ્ર.ની શ્રદ્ધેયતા નિર્વિવાદ વધી જાય છે, અને તેની સરખામણીમાં પ્રભાવકચરિત', “પ્રબન્ધચિન્તામણિ', “કુમારપાલચરિતાદિ ગ્રન્થોની વિશ્વસનીયતા વિશે થોડાંક વધુ પ્રશ્નચિહ્નો સહેજે મૂકી શકાય તેમ છે
પ્રસંગોપાત્ત, કુ. પ્ર.માં બીજી પણ કેટલીક વાતો નવીન અને ઐતિહાસિક દષ્ટિએ જાણવાજોગ છે, તે પણ જોવી જોઈએ : (૧) ગિરનારની તળેટીમાં “દશામંડપ'નું અસ્તિત્વ:
જ્યારે કુમારપાલ ગિરનાર પહોંચ્યા ત્યારે તેમની નજરે દશામંડપ તરીકે ઓળખાતું એક વિશિષ્ટ સ્થાપત્ય તથા ઉગ્રસેન રાજાનો અખાડો અને આવાસ પડતાં તેમણે તેનો ઇતિહાસ આચાર્યને પૂક્યો. આચાર્યે કહ્યું કે નેમિનાથ અને શ્રીકૃષ્ણના કાળમાં સમુદ્રવિજય આદિ દશ દશારો તથા ઉગ્રસેન રાજાનો આ પ્રદેશ હોઈ તેમણે નિર્માવેલ આ સ્થાપત્યો-સ્થાનો છે. પુનઃ રાજાએ પૂછ્યું કે તો આ બધું તે સમયનું જ હજી પણ જળવાયું હશે ? ત્યારે આચાર્યો ગૌરવ કે ચમત્કારની પ્રણાલિકાનો આશરો લેવાને બદલે વાસ્તવિક બયાન આપતાં કહ્યું કે ના, આ બધું તેનું તે જ નથી. પણ આચાર્ય પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધયોગી નાગાર્જુને આ દશામંડપ વગેરેનું પુનઃનિર્માણ કર્યું છે, અને તેમાં નેમિનાથનું જીવન આલેખાવ્યું છે."
હેમચન્દ્રાચાર્યના ઇતિહાસબોધ તથા સત્યાન્વેષી દષ્ટિનો આ ઘટના દ્વારા આપણને યથાર્થ પરિચય મળી રહે છે. આપણે ત્યાં જે કોઈ જિનપ્રતિમા ધરતીમાંથી મળી આવે કે પ્રાચીન હોવાનું મનાય તે બધી પ્રતિમાને “સંપ્રતિ રાજાની કરાવેલી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૦ એમ માનવા-મનાવવાનો જે રૂઢ આગ્રહ પ્રવર્તે છે તે આ સંદર્ભમાં વિચારવા જોગ લાગે છે. (૨) તારંગાનું ચૈત્ય :
કુ. પ્ર. પ્રમાણે બૌદ્ધધર્મી વત્સરાજે તારાપુર નગર વસાવીને તારંગા ઉપર ‘તારા દેવીનું મંદિર કરાવેલું. પછીથી આર્ય ખપૂટાચાર્ય દ્વારા પ્રતિબોધ થતાં તે જૈનધર્મી થયો, અને તેણે ત્યાં સિદ્ધાયિકા'નું મંદિર બનાવ્યું. સિદ્ધાયિકા તે ભગવાન મહાવીરની શાસનદેવી છે. કાલાંતરે દિગમ્બર જૈનોનું જોર વધી જતાં આ દેવીમંદિર તેમણે પડાવી લીધું. આ પછી કુમારપાલના આદેશથી યશોદેવના પુત્ર અભય-દંડનાયકે તારંગા ઉપર અજિતનાથનું ઉત્તુંગ જિનચૈત્ય નિર્માવ્યું.
આ સમગ્ર સંબંધ જાણ્યા પછી કુમારપાલે જાતે આ ચૈત્ય બંધાવ્યું છે, તેવી પ્રણાલિકાગત ધારણા પુનર્વિચારણા તો અવશ્ય માગી લે છે. અલબત્ત, આ ચૈત્ય, કુમારપાલના સીધા આદેશથી દંડનાયક અભયે કરાવ્યું હોઈ, કુમારપાલના આદેશથી બંધાયેલા અન્યાન્ય જિન ચૈત્યોની જેમ જ આ ચૈત્યને પણ કુમારપાલે કરાવ્યું છે તેમ સ્વીકારવું હોય તો તેમાં ફરિયાદ કે ફેરવિચારને અવકાશ રહે નહિ. "
કુમારપાલે ઉદયનમસ્ત્રી, વાટિમંત્રી, સર્વદેવ અને શાંબશ્રેષ્ઠી વગેરેને આદેશ આપીને પાટણમાં જ કુમારવિહાર, ત્રિભુવનવિહાર આદિ અનેક (૨૮) જૈન ચૈત્યો કરાવ્યાં અને તદુપરાંત અન્યાન્ય ગામો-નગરોમાં પણ તેણે ઘણાં કુમારવિહાર નામક ચેત્યો કરાવ્યાં તેવું પણ કુ. પ્ર. નોંધે છે.૧૧
સાર એટલો કે – હેમાચાર્ય અને કુમારપાલના જીવન તથા કાર્યોને સમજવા માટે, બીજાં કોઈ પણ સાહિત્યિક સાધનોની અપેક્ષાએ, કુ. પ્ર. એ વધુ પ્રાચીન, વ્યવસ્થિત અને પ્રમાણભૂત સાધન હોવાનું શોધકોએ સ્વીકારવું જોઈએ.
પાદનોંધો ૧. The Life of Hemachandracharya, બ્યુલ્ડર, સિંધી ગ્રંથમાલા,
ઈ. સ. ૧૯૩૬ પૃ. ૬૩, ૬૪, ૬૫. ૨. કુમારપાલપ્રતિબોધ, ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝ, સં. મુનિ જિનવિજય,
૫ ૨૦. ૩. ધ લાઈફ ઓફ હેમચન્દ્રાચાર્ય'- બ્યુલ્ડર, પૃ. ૬૫. ૪. એજન, પૃ. ૮. ૫. પ્રબંધ ચિન્તામણિ, (ફાર્બસ ગુ.સભા, ઈ. સ. ૧૯૩૨, પૃ. ૧૫૨)
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૧ ૬. કુમારપાલપ્રતિબોધ, પૃ. ૧૭૯. ૭. એજન, પૃ. ૧૭૯-૮૦. ૮. એજન, (પ્રશસ્તિ) પૃ. ૪૭૭-૭૮. ૯. એજન, પૃ. ૧૭૬-૧૭૮. ૧૦. એજન, પૃ. ૪૪૧-૪૨. ૧૧. એજન, પૃ ૧૪૩-૪૪.
Page #129
--------------------------------------------------------------------------
________________
Page #130
--------------------------------------------------------------------------
________________ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्य नवम जन्मशताब्दी स्मृति शिक्षण-संस्कार निधिनां प्रकाशनो त्रिषष्टिशलाकापुरुषचरितमहाकाव्य-ग्रंथ 1 संपा. मुनि चरणविजयजी 1987 (पुनर्मुद्रण) ग्रंथ 2 संपा. मुनि पुण्यविजयजी Studies in Desya Prakrit H. C. Bhayani 1988 हैमसमीक्षा (पुनर्मुद्रण) मधुसूदन मोदी 1989 हैम स्वाध्यायपोथी (डायरी) सं. मुनि शीलचन्द्रविजय 1989 हेमचन्द्राचार्यकृत अपभ्रंश व्याकरण (सिद्धहेमगत) (द्वितीय संस्करण) संपा. हरिवल्लभ भायाणी 1993 विजयपालकृत द्रौपदीस्वयंवर आद्य संपा. जिनविजयजी मुनि 1993 (पुनमुद्रण) संपा. शान्तिप्रसाद पंडया कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्राचार्य स्मरणिका अनुसंधान-१ (अनियतकालिक) 1993 " 2-3 1994 1995 अपभ्रंश व्याकरण (हिन्दी अनुवाद) प्रा. बिन्दु भट्ट 1994 प्रबंधचतुष्टय संपा. रमणीक शाह 1994 आवश्यक-चूर्णि संपा. मुनि पुण्यविजयजी मुद्रणाधीन सहायक रूपेन्द्रकुमार पगारिया 4 नेमिनंदन ग्रंथमाळानां हमणांनां प्रकाशन अलंकारनेमि मुनि शीलचन्द्रविजय 1989 हेमचन्द्राचार्यकृत महादेवबत्रीशी-स्तोत्र संपा. मुनि शीलचन्द्रविजय 1989 श्रीजीवसमास-प्रकरण टीकाकार मलधारी हेमचन्द्रसूरि संपा. मुनि शीलचन्द्रविजय 1994 , (गुजराती अनुवाद) चं. ना. शिनोरवाला 1994 सूरीश्वर अने सम्राट् (पुनर्मुद्रण) मुनि विद्याविजयजी 1994 प्राप्तिस्थान : सरस्वती पुस्तक भंडार, हाथीखाना, रतनपोल, अहमदाबाद-३८०००१