SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ વળી, વાદ કરનાર વિદ્વાન લાભ, સમ્માન, કીર્તિ વગેરેની ઇચ્છા કરે એ માનવસહજછે. એ પુરુષધર્મ છે. પરંતુ તત્ત્વના નિશ્ચયના રક્ષણનું મુખ્ય ફલ પ્રથમ સિદ્ધ થવું જોઈએ. એ ફલની સાથે વાદમાં કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાય તો એમાં કોઈ વાંધો લઈ શકે નહીં.૨૪ - પુનઃ આચાર્ય વૃત્તિમાં પૂર્વપક્ષ ઊભો કરતાં કહે છે કે છલ અને જાતિ એ અસત્ ઉત્તરરૂપ (-કપટ અને દૂષણાભાસરૂપ) હોવાથી વાદમાં ન પ્રયોજાય. જલ્પમાં પ્રયોજાય બન્ને વચ્ચે આ ભેદ છે. છલ જાતિ વગેરેની ઉપયોગિતા વિષે જયન્ત ભટ્ટ કહે છે કે – “દુષ્ટ શિક્ષણ પામેલાઓમાં તાર્કિકતા ખૂબ ઓછી હોય છે અને જે હોય છે તેય વિકૃત હોય છે. પરિણામે તેઓ ખૂબ વાચાળ હોય છે અને વિતણ્ડાનો વિસ્તાર કરવામાં નિપુણ હોય છે. તેમને (છલ, જાતિ અને નિગ્રહસ્થાનને પ્રયોજ્યા વિના) બીજી રીતે કેમ કરીને જીતી શકાય ? ગતાનુગતિક લોકો વૈÎિકથી છેતરાઈને અવળે રસ્તે ન ચઢી જાય એટલા માટે દયાળુ મુનિએ (અક્ષપાદે) છલ વગેરે શું છે તે સમજાવ્યું છે. ''+ ૫ જયન્ત ભટ્ટના આ મતને ટાંકીને હેમચંદ્રાચાર્ય તેનો પ્રતિષેધ કરે છે. તેમના મતે અસત્ ઉત્તરો દ્વારા અર્થાત્ આભાસી દલીલો દ્વારા બીજાના મતનું ખંડન કરવું યોગ્ય નથી. મહાત્માએ અન્યાયથી જય, યશ અથવા ધન મેળવવા પ્રયત્ન કરતા નથી. આચાર્યની સામે કોઈક દલીલ કરે છે. ધારો કે ચર્ચામાં પ્રતિવાદી પ્રબળ હોય, તેવા પ્રતિવાદીનો ચર્ચામાં વિજય થાય તો ધર્મનો નાશ થવાની સંભાવના હોય, અને એ ક્ષણે ચિત્ત મૂઢ થઈ જવાથી સાચો ઉત્તર સૂઝતો ન હોય ત્યારે જેમ કોઈ બીજાની આંખ તરફ ધૂળ નાખે તેમ છલ વગેરેનો પ્રયોગ કરી શકાય અને २४.लाभपूजाख्यातिकामितादीनि तु प्रयोजनानि तत्त्वाध्यवसायसंरक्षणलक्षणप्रधानफलानुबन्धीनि પુરુષધર્મત્વાત્ વવેપિ ન નિવારયિતું પર્યન્ત સ્વોપજ્ઞટીકા પ્ર. મી. સૂ. ૨-૧-૩૦ ૨૫. દુ:શિક્ષિતજીત શહેશવાન્નાતિતાનના:। शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः || गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको मुनिः ॥ न्यायमञ्जरी (પ્રથમમ્ સાહિમ્ ) મૂર્તરમાષાનુવાસહિતા, સં-અનુવાદ્મ નશીન નૌ. શાહ, તા. ૬. મા. સંસ્કૃતિ વિદ્યામંતિ, અમદ્રાવાવ ૨૬૭ પૃ. ૨૨-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy