SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી-રાજસ્થાની કથા-સાહિત્યમાં તથા ભારત બાહ્યપ્રદેશના કથાસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેનો સર્વાગી તુલનાત્મક અભ્યાસ કરવો તે એક મહાનિબંધનો વિષય છે. એટલે અત્રે આવા તુલનાત્મક અભ્યાસ કરવા પ્રત્યે માત્ર મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાપ્ત સમાન સામગ્રી પૂરતો મર્યાદિત રાખી અંગુલી નિર્દેશ કર્યો છે. અનેક સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે કથા-સંગ્રહમાં પ્રાપ્ત થતી કથાઓઆર્યખપુટાચાર્ય કથા, ઇલાપુત્ર કથા, કુલવાલ કથા, કૃતપુણ્ય કથા, ચંદનબાલા કથા, જયવર્મ વિજયવર્મ કથા, દશાર્ણ ભદ્ર કથા, દમન્નકકથા, નંદન-કથા, નળરાજા કથા, પ્રદ્યોત કથા, પ્રદેશ રાજા કથા, પ્રસન્નચંદ્ર કથા, પવનજય કથી પુરંદર કથા, ભરતચક્રી કથા, રુકમણી કથા, મૃગાવતી કથા, મૂળદેવની કથા, વિક્રમાદિત્ય કથા, સંપ્રતિરાજા કથા, શાંબપ્રદ્યુમ્નની કથા, શીલવતી કથા, સાગરચંદ્ર કથા, સાગર કથા, શિવકુમાર કથા, સ્થૂલિભદ્ર કથા વગેરે કથાઓ કુમારપાલ પ્રતિબોધમાં પણ જોવા મળે છે. આ કથાઓ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થોડા પરિવર્તન કે રૂપાંતર સાથે રાસ, ચોપાઈ, ચરિત્ર, પ્રબંધ વગેરે સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જે સંસ્કૃતાદિ કથાસાહિત્યનો પ્રાચીન ગુજરાતી સાહિત્ય પર પડેલા પ્રભાવનું ઘોતક છે. અત્રે આવી કેટલીક સમાનતા ધરાવતી કથાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરવાનો ઉપક્રમ છે. (૧) નીચજનને ઉચિત માર્ગે પ્રવર્તતા થતી શુભ ભાવના પરની “ઇલાપુત્ર કથા’ પર નીચે જણાવેલ છે કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) ઇલાપુત્ર ચરિત્ર : મહિસાગર : ઈ. સ. ૧૫૩૭ (૨) ઇલાપુત્ર સક્ઝાય : સહજસુંદર : ઈ. સ. ૧૫૭૦ (૩) ઇલાપુત્ર કુલક : વિનયસમુદ્ર : ઇ. સ. ૧૬૬૪ પૂર્વે (૪) ઇલાપુત્ર ચોપાઈ : દયાસાગર : ઈ. સ. ૧૭૦૬ (૫) ઇલાપુત્ર રાસ : રત્નવિમલ : ઇ. સ. ૧૮૩૨ (૬) ઈલાપુત્ર રાસ : લાલવિજય : ઈ. સ. ૧૮૮૧ (૨) વિષયોમાં પ્રવૃત્ત છતાં વૈરાગ્ય ભાવનાના યોગથી અપ્રવૃત્ત એવા બે ભાઈ ઓની કથા “જયવર્મ અને વિજયવર્મની કથા” પર નીચેની ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. (૧) જયવિજય ચોપાઈ : ધર્મરત્ન ઇ. સ. ૧૬૪૧ (૨) જયવિજયકુમારરાસ : જિનવિજય ઈ. સ. ૧૯૭૭ (૩) જયવિજય કુંવર પ્રબંધ : જિનવિજય ઈ. સ. ૧૬૮૪ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy