SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ भरत क्षेत्रसरोवर सरोरुह । भगवन् ભૂયામધુવ્રતસ્યેવ યિ મે પરમો હ્રયઃ ॥ ૨૦૪૧ હે ભગવાન્ તને નમસ્કાર હજો ! હે વિશ્વનું પ્રતિપાલન કરનાર, મોટી સમૃદ્ધિઓથી યુક્ત ત્રીજા તીર્થનાથ એવા આપને હું નમસ્કાર કરું છું. ત્રણ જ્ઞાન અને ચાર અતિશયોથી આપ જગતમાં વિલક્ષણ છો અને તમારામાં સ્પષ્ટપણે એક હજાર આઠ લક્ષણો છે. આપ પ્રમાદીઓના પ્રમાદના છેદનું કારણછો, અને આપનું જન્મકલ્યાણ મારા જેવાના કલ્યાણ માટે જ થયું છે. હે જગત્પતિ, આ આખી રાત્રિ આજે પ્રશંસનીય બની છે, કારણ કે આમાં નિષ્કલંક ચન્દ્રરૂપ એવા આપ પ્રગટ થયા છો. તમા૨ા દર્શનરૂપી અમૃતની સુધાના સ્વાદથી સંતુષ્ટ થયેલા ચિત્તવાળા અમૃતભોજી દેવતાઓને હવે, સ્વર્ગનું અમૃત વાસી થઈ ગયું છે. આ ભરતરૂપી ક્ષેત્ર સરોવરમાં છે કમળરૂપ ભગવાન, તમારામાં મારો ભમરાની જેમ લય થઈ જાવ. આગળ अस्मिन्वससि संसारे संसारेण न लिप्यसे । પદ્મન પદ્મનપિ યાતિ પરૢિતતાં 1 ત્તિ ॥ ૩-૧-૨૯૫ निर्ममोऽपि कृपालुस्त्वं निर्ग्रन्थोऽपि महर्द्धिकः । તેનાપ સવા સૌમ્યો ધીરોપિ મવકાતર: || ૨૯૭ વળી આગળ अनाहूतसहायस्त्वं त्वमकारणवत्सलः । અન થિતસાધુહ્યં ત્વમસંબંધવાંધવ: ॥ ૩-૧-૩૪૨ अनक्तस्निग्धमनसममृजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां शरण्यं शरणं श्रये ॥ 3४3 અમવાય મહેશયાાવાય નર‰િવે। ૩૪૫ એ જેમ પંકજ કાદવમાંથી જ જન્મતું હોવા છતાં, કાદવથી ખરડાતું નથી તેમ, તમે સંસારમાં વસો છો છતાં, સંસારથી લેપાતા નથી. તમે મમતા રહિતછતાં કૃપાલુ છો, નિગ્રંથ છતાં મોટી ઋદ્ધિવાળા છો. તેજસ્વી છતાં સૌમ્ય છો, અને ધીર છતાં સંસારથી ભય પામેલા છો ... તમે ન બોલાવ્યા છતાં સર્વને સહાય કરનારા છો, કારણ વગર વત્સલ છો, પ્રાર્થના કર્યા વગર ઉપકાર કરનારા છો, અને સંબંધ વગરના બાંધવ છો. હે નાથ, અમ્બંગ કર્યા વગર પણ સ્નિગ્ધ હૃદયવાળા છો, ૧. પાઠ સંદર્ભ માટે, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રકાશિત વિ. સં. ૧૯૬૨ની આવૃત્તિનો ઉપયોગ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy