________________
હેમચંદ્રાચાર્ય અને યૌગિક-આધ્યાત્મિક પૂર્વપરંપરા
– હરિવલ્લભ ભાયાણી
(૧) “કુમારપાલચરિત’ ગત મૃતદેવીનો ઉપદેશ
હેમચંદ્રાચાર્ય-રચિત કુમારપાલચરિત' (=પ્રાકૃત યાશ્રય-કાવ્ય) (કુચ.)ના આઠમા સર્ગમાં પદ્ય ૧૪થી ૮૩માં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' (સિહ.)ના અપભ્રંશ વિભાગને ઉદાહત કરેલ છે. તેના વિષય તરીકે શ્રુતદેવીએ કુમારપાલ રાજાને આપેલો ઉપદેશ છે.
“સિદ્ધહેમ'ના અપભ્રંશ સૂત્રો માટે હેમચંદ્રાચાર્યે આપેલ ઉદાહરણો પૂર્વવર્તી અપભ્રંશ સાહિત્યમાંથી ઉદ્ધત કરેલ છે, જ્યારે કુચ.નાં અપભ્રંશ ઉદાહરણો હેમચંદ્રાચાર્યે પોતે રચેલાં છે. સિહે.નાં ઉદાહરણો વિવિધ વિષયનાં છે : શૃંગાર અને વીરરસનાં, પૌરાણિક કથાવસ્તુને લગતાં, ધાર્મિક અને વ્યાવહારિક આચારનીતિ વિશેનાં (એટલે કે ઔપદેશિક સદુક્તિઓ), વૈરાગ્યભાવનાં વગેરે. પરંતુ કુચ.નાં અપભ્રંશ ઉદાહરણો, આ પહેલાં કહ્યું તેમ, ઉપદેશનો વિષય હોવાથી, માત્ર ધર્મબોધ, વૈરાગ્ય અને આચારનિયમોને લગતાં છે. સિહે ના સૂત્રોનુસાર એક એક પદ્યમાં અમુક અમુક અપભ્રંશ રૂપોનાં ઉદાહરણ આપવાના હોવાથી એ બેચાર રૂપોને ધ્યાનમાં રાખીને, નિયત વિષય અનુસાર તે તે પદ્યની રચના- તે પણ સાહિત્યિક ગુણવત્તા સાધીને– કરવાનું કપરું કામ હેમચંદ્રાચાર્ય (‘છંદોનું શાસન અને “દેશીનામમાલા'માં તેમણે રચીને આપેલાં ઉદાહરણોની જેમ), અનાયાસ લાગે એવી સહજતાથી પાર પાડ્યું છે.
કુચ માંની અપભ્રંશ રચનાઓ માટે વિષયદષ્ટિએ હેમચંદ્રાચાર્યની પાસે કઈ પૂર્વપરંપરા હતી, કયા મૂળ સ્રોતો તેમણે ખપમાં લીધા હતા તેની અટકળ તે ખંડમાંથી મળતા સંકેતોને આધારે કરી શકાય છે. પરસ્પર સંકળાયેલા ચારેક પ્રવાહો તરફ આપણે આંગળી ચીંધી શકીએ.
એક રીતે જોતાં એમ કહી શકાય કે આગળ જતાં હેમચંદ્રાચાર્યે જે વિષયોનું ‘યોગશાસ્ત્ર'માં વ્યવસ્થિત અને સવિસ્તર નિરૂપણ કર્યું, તેમાંના જ કેટલાક વિષયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org