________________
લગતા વિચારોનો તેમણે અહીં સ્પર્શ કર્યો છે. મુનિશ્રી જંબુવિજયજીએ “યોગશાસ્ત્રના પોતાના વિદ્વત્તાપૂર્ણ સંપાદનમાં હેમચંદ્રાચાર્યની વૃત્તિમાંના અનેક ઉદ્ધત સંદર્ભો ઉપર ટિપ્પણી આપી છે અને પાતંજલ યોગસૂત્ર', “ધર્મબિંદુ’, ‘જ્ઞાનાર્ણવ વગેરેનો પ્રભાવ ચીંધી બતાવ્યો છે.
કુચ.નાં શ્રુતદેવીના ઉપદેશમાંથી નીચેના પૂર્વ સ્રોતોનો સંકેત આપણને મળે છે: (૧) સહજયાની નાથ-સિદ્ધયોગીઓની-કહપા, સરહપા વગેરેના દોહોકોશોની અને તાંત્રિક ધારા; (૨) યોગદુદેવે અપભ્રંશ ભાષામાં રચિત “પરમાત્મપ્રકાશ” અને “યોગસારમાં જોવા મળતી આધ્યાત્મિક ભાવનાવાળી ધારણા; (૩) તેની સાથે મેળ ધરાવતી રામસિંહકૃત “દોહાપાહુડ અને દેવસેનકૃત “સાવયધર્મો-દોહા'માં જોવા મળતી, સામાન્ય જૈન ધર્મતત્ત્વો, વ્રતો અને આચારનો ઉપદેશ કરતી પરંપરા; (૪) અપભ્રંશ સદુક્તિઓ-સુભાષિતોની લોકસામાન્ય પરંપરા. પ્રસ્તુત ધારાઓના પ્રભાવ તરફ તથા કુચ. ચરિતના અપભ્રંશ ખંડના છંદસ્વરૂપની સૂચકતા તરફ આ પહેલાં ઘટતું ધ્યાન નથી અપાયું તો તે દર્શાવવાનો અહીં ઉપક્રમ છે.
રચનાનું છંદસ્વરૂપ આ બાબતમાં જે કેટલુંક માર્ગદર્શન આપે છે તે આપણે પ્રથમ જોઈએ. સરહકૃત ‘દોહાકોશ-ગીતિ' એ તે સંગ્રહનું પરંપરાગત નામ છે. પરંતુ તેમાંના બધાં પદ્યો દોહાછંદમાં નથી. દોહા ઉપરાંત વદનક છંદનાં પદ્યોનું પ્રમાણ પણ ઘણું મોટું છે. ઉપરાંત કોઈ કોઈ પદ્ય વસ્તુવદનક(સાર્ધ છંદ)માં છે, તો થોડીક પ્રાકૃત ગાથાઓ પણ છે. “દોહાકોશ' સિવાયની ઉપર નિર્દિષ્ટ કરેલી કૃતિઓ દોહાબદ્ધ છે. નીતિવિષયક અપભ્રંશ સુભાષિતો માટે દોહા ઉપરાંત માત્રા કે રફા ( માત્રા + દોહા) તથા વદનક વપરાતા હોવાનાં ઉદાહરણ નવમી શતાબ્દીના “સ્વયંભૂછંદ'ના સમયથી જોવા મળે છે.
કુચ ના અપભ્રંશ પદ્યો માટે પણ હેમચંદ્રાચાર્યે વદનક (૧૪થી ૨૭, ૭૭, ૮૦), દોહા (૨૮થી ૭૪, ૮૧), પપદ કે સાર્ધ છંદ (= વસ્તુવદન + કપૂર) (૭૬), માત્રાછંદ (૭૫, ૭૮) વાપર્યા છે. તે ઉપરાંત એક એક પદ્ય ઝંબટક (૭૯), સુમનોરમા (૮૨) અને કપૂર છંદ (૮૩)માં છે, જે વૈવિધ્ય ખાતર વપરાયા હોવાનું સમજી શકાય. ટીકાકાર પૂર્ણકલશગણિએ આ પ્રત્યેક છંદ ઓળખી બતાવ્યો છે. આમાંનો પપદ (=પાછળથી રોલા નામે પ્રસિદ્ધ થયો તે) “પ્રાકૃત ઈંગલ' અને શામળ ભટ્ટ વગેરેની રચનાઓમાં –પ્રાચીન હિંદી તથા ગુજરાતી કાવ્યોમાં પુષ્કળ વપરાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org