SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દલસુખભાઈને માટે એક વાત વર્ષોના અભ્યાસ અને પરિચયથી Mark કરી કે એ પોતાનો મત રજુ કરે પ્રમાણથી, યુક્તિથી, આધારસહિત, પણ, પછી એનો આગ્રહ ન રાખે - આમ જ હોય, આમ જ છે... તમે એમની પાસે યુક્તિ લઈને જાઓ, દલીલ લઈને જાઓ અને તમે પ્રમાણ બતાડો તો એક મિનિટમાં લેખિત એકરાર કરે કે આ મારું પ્રતિપાદન ખોટું છે. મતાગ્રહ નહિ. મતનો મમત આજે સાધુઓને પણ સંતાપે છે, ત્યારે એમાંથી બચવું એ બહુ મહત્ત્વનું છે. ભાયાણીસાહેબની વાત કરું - એમને માટે પણ આ જ કહી શકાય. એમના વિષયમાં ‘ઢ’ જેવો હું; બિલકુલ ઢ જેવો. એમનો જે વિષય છે ભાષાવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, પ્રાકૃત, અપભ્રંશ, પાલિ, સંસ્કૃત વિગેરે-વિગેરે, એમાં અમે પા પા પગલી કે ચંચુપાત પણ નથી કરતા. દરિયો છે. પણ એ વિષયમાં ‘અટકળ પંચા એકોતેર’ના ન્યાયે કોઈ ભૂલ અમારા જેવાને લાગી હોય ને એમનું ધ્યાન દોર્યું હોય તો એકરાર કરે - લખીને - મિચ્છામિ દુક્કડમ્ આ મારી ભૂલ છે. આ લઘુતા, આ સરળતા ! ભાયાણીસાહેબનો છેલ્લા કેટલાક અઠવાડિયાથી હું ટાઈમ ખાઈ રહ્યો છું, એમનો રસ લૂંટી રહ્યો છું, એમાં મેં એક અનુભવ કર્યો - આપણા કવિ સિતાંશુ યશશ્ચંદ્રનો નિબંધ છે : ‘રમણીયતાનો વાગ્વિકલ્પ'. ભાયાણી સાહેબ એટલે, મારી દૃષ્ટિએ ‘રમણીયતાનો મૂર્તિમંત અવતાર', વિકલ્પ નહિ પણ મૂર્તિમંત અવતાર. क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः || ક્ષણે-ક્ષણે નિત્ય નૂતન; એમની દૃષ્ટિ નૂતન—એમનો અભિગમ નૂતન—એમના આગ્રહો નૂતન—એમનો અભિનિવેશ પણ નૂતન–એમની ઉદારતા પણ નૂતન— એમની જ્ઞાનધારા અને એ ધારાની વૈજ્ઞાનિકતા પણ નૂતન, નિત્યનૂતન, જ્યારે જુઓ ત્યારે કાંઈક નવું જ મળે. આ રમણીયતાનો મૂર્તિમંત અવતાર, એટલે ભાયાણીસાહેબ. આ બન્ને વિદ્વાનો, એમનું બહુમાન હેમચન્દ્રાચાર્ય ભગવંતના નામ સાથે જોડાય છે એ કેટલું બધું ગૌરવભર્યું છે ! કેટલું બધુ ઉચિત લાગે છે ! આ એમની કદર નથી, એમની કદર કરનારા આપણે કોણ ? પણ આ નિમિત્તે એમની જ્ઞાનોપાસનાનું ગૌરવ થાય છે અને તેની સાથે શ્રી હેમચન્દ્રાચાર્યનું નામ જોડાય છે એ ખરેખર ખૂબ આનંદદાયક બીના છે. ★ ★ Jain Education International (૧૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy